Vol. 1 No. 28 About   |   Contact   |   Advertise 05th June 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 



  UK News
સરકાર વિદેશથી પરત આવેલા લોકોના કૌશલ્ય મેપિંગની કવાયત હાથ ધરશે

કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં પરત ફરી રહેલા આપણા કૌશલ્યપૂર્ણ લોકો પાસેથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવાના આશય સાથે ભારત સરકારે SWADES (સ્કિલ્ડ વર્કર્સ અરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પલોયમેન્ટ સપોર્ટ) નામની પહેલ શરૂ કરી છે જેમાં વંદે ભારત મિશન અંતર્ગત ભારતમાં પરત ફરી રહેલા લોકોના કૌશલ્ય મેપિંગની કવાયત હાથ ધરવામાં આવશે. આ કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પહેલ છે જેનો ઉદ્દેશ્ય ક્વૉલિફાઇડ લોકોને તેમના કૌશલ્ય અને અનુભવના આધારે ડેટાબેઝ તૈયાર કરવાનો છે જેથી ભારતીય અને વિદેશી કંપનીઓની માંગ પૂર્ણ કરવા માટેની શક્યતાઓ ચકાસી શકાય. આ પહેલનો હેતુ પરત આવી રહેલા લોકોને સંબંધિત રોજગારીની તકો સાથે સશક્ત બનાવવાનો છે.
Read More...
કાનૂની મુદ્દો હલ ન થાય ત્યાં સુધી વિજય માલ્યાનુ પ્રત્યાર્પણ અશક્ય
ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપનો સામનો કરતા અને યુનાઇટેડ કિંગડમ ભાગી આવેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ભારતમાં પ્રત્યાર્પણ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે યુકે સરકારે ગુરૂવાર તા. 4 ના રોજ જણાવ્યું હતું કે કેટલાક કાયદાકીય મુદ્દાઓનો હલ ન આવે ત્યાં સુધી વિજય માલ્યાની કોઈપણ સમયે હકાલપટ્ટી કરવામાં આવશે નહીં. યુકેના હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘’વિજય માલ્યાના પ્રત્યાર્પણની વ્યવસ્થા કરવામાં આવે તે પહેલાં ગોપનીય કાનૂની મુદ્દાને હલ કરવાની જરૂર છે.’’
Read More...
જ્યોર્જ ફ્લોઇડના સમર્થનમાં લંડનના હાઇડ પાર્ક અને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે દેખાવો
અમેરિકામાં મિનિઆપોલિસમાં શ્વેત પોલીસ દ્વારા ગરદન પર ઘૂંટણથી દબાણ આપવામાં આવતા 25 મી મેના રોજ મોતને ભેટેલા 46 વર્ષીય અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના સમર્થનમાં અમેરિકા ખાતે વ્યાપક હિંસા અને વિરોધ પ્રદર્શનો બાદ લંડનના હાઇડ પાર્કમાં આજે બ્લેક લાઇવ્સ મેટર બાબતે મોટી સંખ્યામાં એકત્ર થઇ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. યુકેમાં અત્યાર સુધીમાં આ બીજું મોટું પ્રદર્શન છે. નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે લગભગ 2,000 વિરોધીઓના ક્રોધિત ટોળા સામે મેટ પોલીસે ઘુંટણીયે પડીને સહમતી જતાવી જ્યોર્જ ફ્લોઇડને શ્રદ્ધાંજલિ આપી હતી.
Read More...
  international news
વિશ્વભરમાં અત્યાર સુધીમાં 66.98 લાખ કેસ, 3.93 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 66.98 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.93 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 32.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.પેરુમાં મૃત્યુઆંક 5 હજારને પાર થઈ ગયો છે.અફઘાનીસ્તાનમાં શુક્રવારે 915 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસ 18 હજાર 969 થયા છે. અત્યાર સુધીમાં અહીં 309 લોકોએ જીવ ગુમાવ્યા છે.અમેરિકામાં 19.24 લાખ કેસ નોંધાયા છે. 1.10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
Read More...
કોરોનાની હાલ કોઈ વેક્સીન નથી, તેને ભેગા મળીને બનાવવી પડશે: યુએન
યુનાઈટેડ નેશન્સના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરસે કહ્યું છે કે કોવિડ-19ની અત્યાર સુધીમાં કોઈ વેક્સીન નથી. એ સમજવાની જરૂરિયાત છે કે આપણે તેને ભેગા મળીને બનાવવી પડશે. તેમણે કહ્યું કે વેક્સીન બની જાય એટલું પુરતુ નથી. તેને દરેક વ્યક્તિ અને દરેક જગ્યાએ પહોંચાડવા માટે વૈશ્વિક એકતા બતાવવી પડશે. ગુટેરસે ગત મહીને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોના મહામારીથી સર્જાયેલા સંકટના કારણે વિશ્વભરમાં મહામંદી આવવાની છે.
Read More...
પર્યટન ઉદ્યોગને મજબૂત કરવા વિશ્વના ઘણાં દેશોએ ટુરિઝન પ્લેસ ખોલવાનું શરુ કર્યું
વિશ્વના ઘણા દેશોએ પર્યટન ઉદ્યોગને મજબૂત કરવા માટે પર્યટન સ્થળો ખોલવાનું શરૂ કરી દીધું છે. યુરોપના મોટા ભાગના દેશો ઐતિહાસિક સ્થળોને અનલૉક કરી ચૂક્યા છે. બાકીના દેશો 15 જૂનથી ખોલી રહ્યા છે. લૉકડાઉનમાં સૂના પડી ગયેલાં આ ઐતિહાસિક સ્થળો ફરી સહેલાણીઓથી હર્યાભર્યા થઇ રહ્યાં છે.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,851 કેસો નોંધાયા, કુલ દર્દીઓનો આંકડો 2,26,770ને પાર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં જ રેકોર્ડ 9,851 કેસો નોંધાયા છે અને કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 2,26,770ને પાર કરી ગયો છે. આ ઉપરાંત એક જ દિવસમાં 273 લોકોના મોત થતા કુલ મૃતકો સંખ્યા 6,348 રહી હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશમાંથી અત્યાર સુધીમાં 1,09,461 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થયા છે જેને પગલે કુલ એક્ટિવ કેસ 1,10,960 છે. Read More...

અબુધાબીની મુબાદલા ઈન્વેસ્ટમેન્ટ કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 9094 કરોડનું રોકાણ કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ(RIL)એ શુક્રવારે કહ્યું કે અબુધાબીની ઈન્વેસ્ટમેન્ટ કંપની મુબાદલા તેમના ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સમાં 1.85 ટકા હિસ્સા માટે 9093.6 કરોડ રૂપિયાનું રોકણ કરશે. જિયો પ્લેટફોર્મ્સને 6 સપ્તાહથી પણ ઓછા સમયમાં આ છઠ્ઠો રોકાણકાર મળ્યો છે.
Read More...

2200 વિદેશી નાગરિકોને ભારત આવવા પર 10 વર્ષનો પ્રતિબંધ
ટૂરિસ્ટ વિઝા પર ભારત આવનારા 2200 વિદેશી નાગરિકો પર આગામી 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર આ નાગરિકો ટૂરિસ્ટ વિઝા પર ભારત આવીને તબલીગી જમાતની ગતિવિધિઓમાં સામેલ થયાં હતા.
Read More...
  Gujarat News
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 492 કેસ, 33ના મૃત્યુ થયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 492 કેસ નોંધાયા હતા. આમ, ગુજરાતમાં આજે એક જ દિવસમાં અત્યારસુધીના કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના 400થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત છઠ્ઠા દિવસે બન્યું છે.
Read More...
ગુજરાતે જાહેર કરેલું 14000 કરોડનું આત્મનિર્ભર પેકેજ
કોરોના વાઈરસના ચેપની ઝપેટમાં આવેલા ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા અને વેપાર-ધંધા અને ઉદ્યોગોને આત્મનિર્બર બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રૂા. ૧૪૦૦૦ કરોડના પૅકેજની આજે જાહેરાત કરી છે.
Read More...
ગુજરાતમાં રાજકારણ પણ પ્રભાવિતઃ કોંગ્રેસના ત્રીજા ધારાસભ્યનું રાજીનામું
રાજ્યસભાની ચૂંટણી 19 જૂનના યોજાનાર છે તે અગાઉ ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક વિકેટો પડવાનો ક્રમ સતત બીજા દિવસે જોવા મળ્યો છે. કરજણ અને કપરાડાના ધારાસભ્યોએ ગુરુવારે રાજીનામા આપ્યા બાદ આજે કોંગ્રેસની ત્રીજી વિકેટ પડી છે.

Read More...
ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસાનું સતાવાર આગમન: હવામાન ખાતુ
રાજયમાં મેઘરાજાએ પોતાના આગમનની છડી પોકારી દીધી છે ત્યારે ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજયમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.

Read More...
 
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store