પ્રકાશના સ્રોત બનો
પ્રશ્નઃ તેઓ કહે છે કે, કુદરતી લાવણ્ય શ્રેષ્ઠતા કે કૃપાદૃષ્ટિ એ સ્વને સમજવામાં માર્ગ બની શકે. કુદરતી લાવણ્ય શ્રેષ્ઠતા કે કૃપાદ્દષ્ટિનો શો અર્થ થાય તે વિષે તમે કાંઇક કહેશો?
સદગુરુઃ કુદરતી લાવણ્ય, કૃપાદ્દષ્ટિ એ જ એકમાત્ર માર્ગ હોય છે, તેમાં બે માર્ગ જેવું કાંઇ હોતું નથી. મહાન વિજ્ઞાની સર આઇઝેક ન્યૂટને તેને અભિવ્યક્તિના રૂપક સ્વરૂપે રજૂ કર્યું. ન્યૂટને એક ઝાડ ઉપરથી સફરજનને નીચે પડતાં જોઇને બધી જ વસ્તુ નીચેની તરફ પડતી હોવાની ગુરૂત્વાકર્ષણની થીયરી રજૂ કરી. તે સાચું છે કે, સફરજન નીચે પડે પરંતુ વૃક્ષ તો ઉપરની બાજુએ જ ઉછરતું કે મોટું થતો હોય છે.
Read More...