UK News |
છળ, કપટ, ઇર્ષા છોડી લોકોનું ભલુ કરો: પૂ. રામબાપા |
દેશ વિદેશમાં ભક્તોની પ્રાર્થનાઓ અને હરીનામ ધૂનના જાપ વચ્ચે તા. 28મી મેના રોજ 100મા જન્મ દિનની ઉજવણી કરનાર હનુમાનજીના પરમ ભક્ત પ. પૂ. રામબાપાએ ગરવી ગુજરાતને આપેલી ટોલિફોનીક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’ છળ, કપટ, ઇર્ષા છોડી લોકોનું ભલુ કરો તો તમે પણ સો વર્ષ જીવશો. હનુમાન દાદાની દયા અને અશિર્વાદથી આ કોરોનાવાયરસની બીમારી પણ થોડાક સમયમાં ચાલી જશે.’’
સો વર્ષનુ પરોપકારી જીવન કઇ રીતે જીવી શક્યા તેનો કોઇ ગુરૂમંત્ર તો આપો? એવા પ્રશ્નના જવાબમાં પ. પૂ. રામબાપાએ જણાવ્યું હતું કે ‘’મારી જીંદગીમાં કદી કોઇ દિવસ છળ, કપટ, ઇર્ષા, છીદ્ર, હોંશીયારી આવ્યા નથી. Read More... |
કોરોનાવાયરસ: સુરક્ષીત કામે પાછા ફરો
|
કોરોનાવાઈરસ રોગચાળો શમી રહ્યો છે અને મરણ પામનારા તેમજ ચેપ લાગવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઇ રહેલા લોકોની સંખ્યામાં જોરદાર ઘટાડો થઇ રહ્યો છે ત્યારે બ્રિટનના અર્થતંત્રને લાંબા લોકડાઉન પછી ફરીથી વેગવાન બનાવવાના આશયે સરકારે વિવિધ વેપાર – ઉદ્યોગોને પોતાનુ કામકાજ ફરીથી શરૂ કરવા માટે મંજૂરી આપી છે.
Read More... |
ગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકને વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડ
|
સ્મેથવિક, વેસ્ટ મિડલેન્ડ્સ સ્થિત શિખ આધ્યાત્મિક કેન્દ્ર ગુરુ નાનક ગુરૂદ્વારાના સ્વયંસેવકોને, વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે વોલંટયરીંગ ગૃપને આ દેશમાં મળતો સૌથી મોટો એવોર્ડ છે. 1961માં સ્થપાયેલ, ગુરૂદ્વારા, યુનાઇટેડ કિંગડમનું સૌથી પ્રાચીન અને સૌથી મોટા ગુરૂદ્વારા પૈકીનુ એક છે
Read More... |
બોરિસ જ્હોન્સને ટ્રમ્પનુ G7નું આમંત્રણ સ્વીકાર્યુ
|
વડાપ્રધાન બોરીસ જ્હોન્સન, અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતા મહિને વૉશિંગ્ટનમાં જી 7 સમિટમાં રૂબરૂમાં ભાગ લેવા માટેનું આમંત્રણ સ્વીકારનારા વિશ્વના અગ્રણી નેતા બન્યા છે.
મૂળ 10 જૂનથી શરૂ થનારી આ બેઠક રોગચાળાએ જોર પકડતા વિડિઓ કોન્ફરન્સ દ્વારા થવાની હતી. શ્રી ટ્રમ્પે આ મહિને કહ્યું હતું કે તેઓ પશ્ચિમી વિશ્વને “સામાન્ય” તરફ પાછા ફરવાના પ્રતીક તરીકે આ બેઠકને રૂબરૂ કરવા માંગે છે.
Read More... |
|
international news |
|
વિશ્વભરમાં કોરોના વાયરસના 64.85 લાખ કેસ, કુલ 3.82 લાખના મોત
|
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 64 લાખ 85 હજાર 563 કેસ નોંધાયા છે. જેમા 3.82 લાખ લોકોના મોત થયા છે. 30.11 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 20 હજાર નવા કેસ નોંધાયા છે. અહીં ચેતવણી અપાઈ છે કે જોર્જ ફ્લોયડની હત્યા બાદ થઈ રહેલા પ્રદર્શનથી સંક્રમણ વધી શકે છે. પાકિસ્તાનમાં સિંધના મંત્રીનું કોરોનાથી મોત થયું છે.
Read More... |
અમેરિકામાં કેર હોમ્સમાં કોરોના સંક્રમણથી 26 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા |
અમેરિકામાં કોરોનાને કારણે કેર હોમ્સમાં 26 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા. ટોચની સ્વાસ્થ્ય એજન્સીઓ સીડીસી અને સીએમએસના રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. તેમાં કહેવાયું કે મૃત્યુનો આંકડો વધુ હોઈ શકે છે કેમ કે રિપોર્ટ અમેરિકાના 80 ટકા કેર હોમ્સનો જ છે. તેનો અર્થ અ પણ છે કે અમેરિકામાં કોરોનાથી થયેલાં મૃત્યુમાં એક તૃતીયાંશ મૃત્યુ કેર હોમ્સમાં થયાં છે.
Read More... |
અમેરિકામાં હિંસાને રોકવા માટે 17 હજાર સૈનિક તહેનાત |
કોરોના વાયરસ મહામારીની વચ્ચે અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના મોત બાદ અમેરિકમાં હિંસા ભડકી ઉઠી છે. અમેરિકામાં લગભગ 140 શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હિંસાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે દેશના 24 રાજ્યોમાં લગભગ 17,000 સૈનિકોને તહેનાત કરી દીધા છે.આ વચ્ચે વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, હિંસા, લૂંટ, અરાજકતા અને નુકસાનને ચલાવી લેવામાં નહીં આવે.
Read More... |
|