UK News |
સોમવારથી લૉકડાઉનને હળવુ કરતા જ્હોન્સન |
વડાપ્રધાન બોરીસ જ્હોન્સને બે મહિનાના કડક પ્રતિબંધો પછી દેશનું કોવિડ ‘એલર્ટ’ સ્ટેટસ ઔપચારિક રૂપે ચાર પરથી ઘટાડીને ત્રણ કરવાની અને ઇગ્લેન્ડમાં લોકડાઉન હળવુ કરવાની ગુરૂવારના રોજ દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત સોમવાર તા. 1થી પરિવારો દાદા- દાદીને અને તેઓ પૌત્ર-પૌત્રીઓને મળી શકશે, ગાર્ડનમાં મિત્રો અથવા કુટુંબના વધુમાં વધુ છ લોકો બહાર કે બગીચામાં મળી શકશે કે બારબેક્યુ પાર્ટી કરી શકશે. Read More... |
પિતાના મૃત્યુ બાબતે હેલ્થ સેક્રેટરી સામે દાવો માંડતા ભારતીય ડેન્ટીસ્ટ
|
એએનએચએસ ડેન્ટીસ્ટ ડૉ. મીનેશ તલાટીએ કોવિડ-19ને કારણે તેમના પિતા નવીન તલાટીનુ 80 વર્ષની વયે 28 દિવસની સારવાર બાદ 18 એપ્રિલના રોજ રોયલ લંડન હોસ્પિટલમાં થયેલા મૃત્યુ અંગે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઇમ્પલાન્ટ સર્જન ડૉ. મીનેશ તલાટીએ દાવો કર્યો હતો
Read More... |
વાયરસના કારણે ગ્રીન સિટી બનાવવાના પ્લાનને વેગ
|
યુકે રોગચાળા પછી બે મહિનાના લોકડાઉન અને સામાજિક અંતરની માંગ અને ઘેરી આર્થિક મંદીના કારણે એક બદલાયેલા દેશ તરીકે બહાર આવશે. સંકટની સૌથી વધુ સ્થાયી અને દેખાતી અસરો દેશના માર્ગો પર અનુભવી શકાય છે. વાયરસના ચેપને રોકવા માટે જરૂરી બે-મીટરનુ અંતર જાળવી રાખવા, વધુ લોકોને કસરત કરવાની અને મુસાફરી કરવા માટે નગરો અને શહેરોમાં રસ્તાઓ પર પરિવર્તન કરવામાં આવ્યું છે.
Read More... |
મેટ પોલીસે લુઇશામમાં શ્યામ ઓફ ડ્યુટી એમ્બ્યુલન્સ ડ્રાઇવરને હાથકડી પહેરાવતા રેસીઝમનો આરોપ
|
મેટ પોલીસના અધિકારીએ લુઇશામમાં શ્યામ ઓફ ડ્યુટી એમ્બ્યુલન્સ ડ્રાઇવરને હાથકડી પહેરાવી અટકાયતમાં લેતો વીડિયો વાયરલ થતાં મેટ પોલીસ સામે જાતિવાદનો આરોપ લગાવ્યો હતો.
તા. 21 મેના રોજ રેકોર્ડ કરાયેલ અને હવે વાયરલ થયેલા વીડિયોમાં અધિકારીઓ ડ્રગ્સની સર્ચમાં સહમત હોવા છતાં પણ તે વ્યક્તિની પૂછપરછ કરી તેની અટકાયત કરી હતી.
Read More... |
|
international news |
|
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 63.66 લાખ કેસ, 3.77 લાખ લોકોના મોત
|
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 63.66 લાખ કેસ નોંધાયા છે. જેમા 3.77 લાખ લોકોના મોત થયા છે. 29 લાખ 4 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં મૃત્યુઆંક 30 હજાર પાર થઈ છે. બેલારુસમાં 3600 બાળકો સંક્રમિત થયા છે.અમેરિકા પછી બ્રાઝીલ સંક્રમણની દ્રષ્ટિએ બીજા નંબરે છે. અહીં 5.29 લાખ કેસ નોંધાયા છે અને 30 હજાર 46 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 24 કલાકમાં 12 હજાર 247 નવા કેસ નોંધાયા છે અને 623ના મોત થયા છે.મે મહિનામાં નવા કેસ પાંચ ગણા વધ્યા છે.
Read More... |
સ્વિડનમાં કોરોનાથી મોતનો દર ફરી સૌથી વધુ, 50%ના જીવ કેર હોમ્સમાં ગયા |
લૉકડાઉન ન લગાવનારા સ્વિડનમાં કોરોનાથી એક અઠવાડિયામાં મૃત્યુનો દર દુનિયામાં સૌથી વધુ રહ્યો છે. અહીં 15 દિવસમાં આવું બીજી વખત થયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં તેનું કારણ કેર હોમ્સમાં બદહાલી જણાવાયું છે. અહીં 50 ટકા એટલે કે આશરે 2200 મૃત્ય કેર હોમ્સમાં થયાં છે. ગત એક અઠવાડિયામાં અહીં 10 લાખ લોકોમાં મૃત્યુદર 5.59 રહ્યો જે દુનિયાના સરેરાશ દરથી 11 ગણો વધુ છે. દુનિયાનો સરેરાશ દર 0.49 છે.
Read More... |
કોંગોમાં કોરોનાનો કહેર હજી શમ્યો નથી ત્યાં ઈબોલાએ 4 લોકોના જીવ લીધાં |
દુનિયામાં હજુ કોરોના વાયરસનો કહેર શમ્યો નથી ત્યાં કોંગોના મબંડાકા શહેરમાં ઈબોલા વાયરસે ચાર લોકોના જીવ લીધા હોવાના સમાચાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ પણ તેને પુષ્ટિ આપી છે.જાણવા મળતી વિગત મુજબ કોંગોના પશ્ર્ચિમ શહેર મબંડાકામાં ઈબોલા વાયરસના 6 નવા કેસ બહાર આવ્યા છે, જેમાં ચાર દર્દીઓના મોત નિપજયા છે.
Read More... |
|