UK News |
ઇંગ્લેન્ડમાં સોમવારથી લૉકડાઉનને હળવુ કરતા જ્હોન્સન |
વડાપ્રધાન બોરીસ જ્હોન્સને બે મહિનાના કડક પ્રતિબંધો પછી દેશનું કોવિડ ‘એલર્ટ’ સ્ટેટસ ઔપચારિક રૂપે ચાર પરથી ઘટાડીને ત્રણ કરી કરવાની અને ઇગ્લેન્ડમાં લોકડાઉન હળવુ કરવાની ગુરૂવારના રોજ દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત આવતા અઠવાડિયાથી પરિવારો દાદા- દાદીને અને તેઓ પૌત્ર-પૌત્રીઓને મળી શકશે, ગાર્ડનમાં મિત્રો અથવા કુટુંબના વધુમાં વધુ છ લોકો બહાર કે બગીચામાં મળી શકશે કે બારબેક્યુ પાર્ટી કરી શકશે. ઇંગ્લેન્ડમાં, સોમવારથી બાળકોની નર્સરી, શરૂઆતના વર્ષોની સેટિંગ્સ અને રિસેપ્શન, યર 1 અને યર 6ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવાના સંકેત આપવામાં આવ્યા છે. કેટલીક દુકાનો ફરીથી ખોલવા દેવાશે જેમાં આઉટડોર રિટેલ અને કાર શોરૂમ ફરીથી કામગીરી શરૂ કરી શકશે. Read More... |
બ્રિટનમાં વધુ 377 લોકોના મૃત્યુ: યુકેમાં 4.5 મિલિયન લોકો રોગનો ભોગ બન્યા
|
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે વધુ 377 લોકોના મૃત્યુ થયા હતા. તાજા આંકડા મુજબ ઇંગ્લેન્ડની વસ્તીના 7% એટલે કે 3.7 મિલિયન લોકોને અને આખા યુકેમાં 4.5 મિલિયન લોકોને આ રોગ થઈ ચૂક્યો છે. ચોંકાવનારી બાબત એ હતી કે જેમને ચેપ લાગ્યો હતો તેવા દર પાંચ લોકોમાંથી ફક્ત એક વ્યક્તિને જ લક્ષણો જોવા મળ્યા હતા. નિયમિત સ્વેબ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે પોઝીટીવ ટેસ્ટ ધરાવતા લોકો પૈકી 79 ટકા લોકોને કોઈ લક્ષણો જણાયા નહતા.આંકડાશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ હાલમાં લગભગ 133,000 લોકોને વાયરસ હોવાનું માનવામાં આવે છે, જેમાં દર અઠવાડિયે 54,000 લોકો નવા હોય છે.
Read More... |
પ્રીટિ લિટલ થિંગના સ્થાપક ઉમર કામનીએ પોતાનો હિસ્સો બુહૂને £324 મિલિયનમાં વેચ્યો
|
બિલિયોનેર પ્લેબોય પ્રીટિ લિટલ થિંગના સ્થાપક ઉમર કામનીએ ઓનલાઇન ફેશન કંપનીમાંનો પોતાનો હિસ્સો તેના પિતાની કંપની બુહૂને £324 મિલિયનમાં વેચી દીધો હતો. આ સોદાનુ મુલ્ય £269.8 મિલીયન છે પરંતુ પરંતુ શેરના ભાવોના આધારે તે £54 મિલિયન વધી શકે છે. £1 બિલીયનથી વધુની સંપત્તિ બનાવનાર 32 વર્ષીય ઉમર કામનીએ તાજેતરમાં જ કરદાતાઓના ખર્ચે પોતાની માન્ચેસ્ટર સ્થિત કંપનીના 86 સ્ટાફ સદસ્યોને ફર્લો કરી દીધા હતા.
Read More... |
|
international news |
|
વિશ્વમાં અત્યાર સુધીમાં 59 લાખ દર્દી, 3.62 લાખ લોકોનાં મોત; 25.80 લાખ લોકો સાજા થયાં
|
વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 59 લાખ 5 હજાર 415 કેસ નોંધાયા છે. જેમાં 3.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 25.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ફ્રાન્સના વડાપ્રધાન એદુઆર્દ ફિલિપે ગુરુવારે કહ્યું હતું કે રાજધાની પેરિસ કોરોના સંક્રમણમાં રેડ ઝોનમાંથી બહાર આવી ગઈ છે.દેશના અન્ય ભાગમાં પણ સંક્રમણ ઓછું થયું છે. દેશમાં લોકડાઉનમાં રાહત આપવાનો બીજો તબક્કો શરૂ થશે.
Read More... |
વિશ્વના લૉકડાઉન ગ્રસ્ત દેશોમાં ફરીવાર અર્થતંત્રને ધબકતું કરવા લોક માંગ ઉઠી |
દુનિયાભરના દેશોમાં કોરોનાના કારણે લૉકડાઉનથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. તેથી હવે વેપાર-ધંધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓ ખોલવાની માગ થવા લાગી છે. જે દેશોમાં પ્રતિબંધ જારી છે ત્યાં હટાવવાની માગ કરાઇ રહી છે. કેટલાક દેશોમાં પ્રતિબંધ હટાવી લેવાયા બાદ સરકારને મદદ માટે રજૂઆતો કરાઇ રહી છે.આવા જ દેખાવ જર્મનીની સંસદ બહાર થયા.
દેશની ટ્રાવેલ એજન્સીઓ અને પર્યટન ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો અહીં ભેગા થયા અને સરકાર પાસેથી રાહતની માગ કરી.
Read More... |
ગલ્ફ દેશોમાં ચેપગ્રસ્તોનો આંકડો બે લાખને વટાવી ગયો |
ગલ્ફ દેશોમાં ચેપગ્રસ્તોનો આંકડો બે લાખને વટાવી ગયો છે. સાઉદી અરબમાં સૌથી વધે 78,541 કેસ સામે આવ્યા છે. જોકે 425 લોકો મૃત્યુ પામ્યા છે. સાઉદીમાં સરકારે પ્રતિબંધોમાં રાહત આપવાની પણ શરૂઆત કરી છે. ગલ્ફ દેશોમાં કુવૈત, કતાર, બહેરીન, ઓમાન, યુએઈ જેવા દેશો સામેલ છે.
Read More... |
|