Vol. 3 No. 202 About   |   Contact   |   Advertise 28th May 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
એશિયન, બ્લેક NHS સ્ટાફની યોગ્ય સુરક્ષાની નિષ્ણાતોની વિનંતી

કોવિડ-19થી પીડાતા લોકોની સારવાર કરી રહેલા હેલ્થ સેક્ટરના ફ્રન્ટલાઈન એશિયન અને બ્લેક કર્મચારીઓ સામેના જોખમનું યોગ્ય મૂલ્યાંકન કરવા બ્રિટનના અગ્રણી ડોકટરોએ NHSના મેનેજર્સને વિનંતી કરી હતી. વાઈરસના ચેપના જોખમોનું પૂરતું મૂલ્યાંકન કરવામાં આવતું નથી અને તેથી વંશીય લઘુમતીના સભ્યો જોખમનો સમાનો કરી રહ્યા છે તેવો દાવો તબીબી નિષ્ણાતો, વિદ્વાનો અને કોમ્યુનિટી વર્કર્સે “ગરવી ગુજરાત” દ્વારા યોજાયેલા વિશિષ્ટ વર્ચ્યુઅલ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં કર્યો હતો. નિષ્ણાત પેનલની ભલામણો હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકને મોકલવામાં આવશે, જેથી વાઈરસથી પીડાતા લોકોના સંપર્કમાં આવતા BAME કી વર્કર્સની સુરક્ષામાં સુધારો લાવી શકાય.

Read More...
ભારતમાં બે મહિના પછી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂઃ પહેલા દિવસે 730 ફ્લાઇટ્સ કેન્સલ

દેશમાં બે મહિનાના લાંબા લોકડાઉન બાદ સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ આંશિક રીતે શરૂ કરવામાં આવી છે. સોમવારે, 25 મેના રોજ 428 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ હતી, જ્યારે 730થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હતી. કોરોનાના રોગચાળાના કારણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવા માટે કેટલાક રાજ્યો આતુર ન હોવાથી કેન્દ્ર સરકારની રવિવારે મોડી રાતની જાહેરાતના કારણે સોમવાર દેશમાં અંદાજે ૬૩૦ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.

Read More...
રશિયા સાથેના ભારતના સંરક્ષણસોદા સામે અમેરિકાને વાંધોઃ પ્રતિબંધની ધમકી

કોરોના વાઈરસ સામેની વૈશ્વિક લડતમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધર્યા હોવા છતાં રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના સોદામાં અમેરિકાના અવરોધો યથાવત્ છે. અમેરિકાની ધમકીઓ વચ્ચે પણ ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના પાંચ બિલિયન ડોલરના સોદામાં આગળ વધવાનું નક્કી કર્યું છે ત્યારે અમેરિકાએ ફરીથી ભારત વિરુદ્ધ પ્રતિબંધો મૂકવાની ધમકી આપી છે.

Read More...
યુકે આવતા લોકો માટે નવા પગલાં જાહેર: 14 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે શુક્રવારે તા. 22 મે, 2020ના રોજ કોરોનાવાયરસ ચેપના બીજા મોજા સામે રક્ષણ આપવા માટે તા. 8 જૂનથી યુકે આવતા લોકો માટે નવા પગલાં જાહેર કર્યા છે. જેમાં યુકેમાં પ્રવેશતા કોઈપણ વિદેશી નાગરીક માટે 14 દિવસના સેલ્ફ આઇસોલેશનનો સમાવેશ છે.

Read More...
પબ માલીકોની બે મીટરનુ સામાજિક અંતર હળવુ કરવા વિનંતી

23 માર્ચે લોકડાઉન શરૂ થયું ત્યારથી પોતાનો કારોબાર બંધ રાખનાર પબ માલીકોએ મંત્રીઓને બે મીટરનું સામાજિક અંતર ઘટાડીને એક મીટરનું કરવા વિનંતી કરી છે જેથી તેઓ ફરીથી ખુલી શકે. એક તબક્કે સરકાર જૂનમાં ફરીથી પબ શરૂ કરશે તેવી આશા હોવા છતાં, જુલાઈ સુધી ફરી ખુલી શકશે નહીં એમ જણાય છે.

Read More...
યુકે લૉકડાઉન અંત તરફ : બધી દુકાનો અઠવાડિયામાં ફરી ખુલશે

યુકે લૉકડાઉન અંત તરફ જઇ રહ્યું છે ત્યારે મિત્રો અને કુટુંબીજનોની નાનકડી 10 લોકોને સમાવતી ગાર્ડન અને બાર્બેક્યુ પાર્ટીઓ તેમજ નાના પ્રસંગોને આવતા મહિને લીલીઝંડી આપવામાં આવશે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જાહેરાત કરી છે કે બધી દુકાનો આગામી અઠવાડિયાઓમાં ફરી ખુલી જશે. બહાર ખુલ્લામાં ભરાતા બજારો અને કાર શોરૂમ હવે 1 જૂનથી ફરી ખુલશે. તો ઇન્ડીપેન્ડન્ટ સ્ટોર્સ, ન્ય દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ 15 જૂનથી ફરીથી ખોલી શકાશે. પરંતુ સરકારે ચેતવણી આપી છે કે દુકાનોમાં સામાજિક અંતરના માર્ગદર્શનનું પાલન કરવું પડશે.

Read More...
કોરોનાવાયરસ ક્રાઈસીસમાં યુકે સરકારની કામગીરી, બિઝનેસીઝને મદદ કરવા વિવિધ યોજનાઓ

યુકે સરકારે હાલમાં પ્રવર્તી રહેલી કોરોનાવાઈરસના રોગચાળાની કટોકટીમાં દેશના વેપાર-ઉદ્યોગ, બિઝનેસીઝને સપોર્ટ કરવા તેમજ લોકોની જોબ્સ સુરક્ષિત રાખવા માટે વૈવિધ્યસભર પેકેજીસ જાહેર કર્યા છે. તમામ પ્રકારની અને વિવિધ કદની ફર્મ્સ માટે ફાયનાન્સિયલ સપોર્ટ માટે સ્કીમ્સની વ્યાપક રેન્જ ઉપલબ્ધ છે,

Read More...
નાસાએ પેરેલલ યુનિવર્સ શોધ્યુઃ ત્યાં સમય આપણાથી વિપરીત ક્રમે ચાલે છે

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાને સમાંતર બ્રહ્માંડ(પેરેલલ યૂનિવર્સ)ની શોધ કરી છે. એટલે કે આપણાં બ્રહ્માંડની બાજુમાં વધુ એક બ્રહ્માંડ છે પરંતુ અહીં સમય ઉલ્ટો ચાલે છે. પેરેલલ યૂનિવર્સને લઈને એન્ટાર્કટીકામાં એક સંશોધન કરવામાં આવ્યું. તેના આધારે નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે વધુ એક બ્રહ્માંડ શોધ્યું છે.

Read More...
એશિયન અમેરિકનો વિરુદ્ધ હેટ ક્રાઈમમાં ચિંતાજનક વધારો

કોરોના વાઇરસ મહામારીના મૂળના પગલે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ખાઇ વધી રહી છે અને તેથી એશિયન સમુદાય વિરુદ્ધ હેટ ક્રાઈમ સતત થઇ વધી રહી છે, જેનો કોઇ અંત દેખાતો નથી. ઘણા રાજ્યોમાં લોકડાઉન હળવું થતાં લોકોમાં આ મુદ્દે ગુસ્સો અને ગેરસમજ ફેલાયેલી જોવા મળે છે.

Read More...
દૈવી – અલૌકિક શક્તિને નિમંત્રણ બનવું

કોઇની પણ જિંદગીને આપણા હસ્તક લેવી તે સારૂં નથી કારણ કે, તેનાથી તે તમારા ઉપર ચોક્કસ રીતે હાવી થતી હોય છે. એક ડોક્ટર કોઇની પણ જિંદગીને તેમના હાથમાં સતત લેતા હોય છે. આવું તમારા માથે રાખવું બહું મોટી વાત છે. જો તમે તબીબ વ્યવસ્થાને પર્યાપ્ત રીતે જાણી હશે તો તમે જાણતા હશો કે તમારી ભૂમિકા 50 ટકા હોય છે. બાકીની ટકાવારી કેવી હોય છે તે તમે જાણતા નથી. વિશ્વભરના ડોક્ટરોનો આવો જ અનુભવ હોય છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
અનિલ અંબાણી ચીનની ત્રણ બેન્કોને 71.7 કરોડ ડોલર ચૂકવેઃ બ્રિટિશ કોર્ટ

બ્રિટનની એક કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ૭૧.૭ કરોડ ડોલરની રકમ ચીનની ત્રણ બેંકોનો ચૂકવવા આદેશ કર્યો છે. ચીનની ત્રણ બેંકોએ પર્સનલ ગેરેન્ટી પરથી ૨૦૧૨માં લીધેલી લોનની બાકી રકમ ચૂકવવા માટે બ્રિટનની કોર્ટમાં અરજી કરી હતી. ચુકાદો બેંકોની તરફેણમાં આવ્યો હતો. ચીનની ત્રણ બેંકોએ બ્રિટિશ કોર્ટમાં કેસ કર્યો હતો કે એનું અનિલ અંબાણી પર ૭.૭૧ કરોડ ડોલરનું કરજ છે.

Read More...
રોલ્સ રોયસ 9000 કર્મચારીઓની છટણી કરશે

કોરોના લોકડાઉનને પગલે એર ટ્રાવેલ બંધ થઇ જતાં એન્જિન મેકર રોલ્સ રોયસે પોતાના ૯૦૦૦ કર્મચારીઓના છટણી કરવાની યોજના બનાવી છે. ઇંગ્લેન્ડના ડર્બીમાં આવેલી આ કંપનીમાં કુલ ૫૨,૦૦૦ કર્મચારીઓ છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે ક્યાં વિભાગમાંથી સૌથી વધુ કર્મચારીઓને દૂર કરવામાં આવશે.

Read More...
વિદેશી રોકાણકારોએ ભારતમાંથી 16 બિલિયન ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું

કોરોના વાઇરસ મહામારીને કારણે આવેલ વૈશ્વિક મંદીને કારણે વિદેશી રોકાણકારોએ વિકાસશીલ એશિયન અર્થતંત્રોમાંથી ૨૬ બિલિયન ડોલરનું રોકાણ પરત ખેંચી લીધું છે. તો પૈકી ભારતીય અર્થતંત્રમાંથી વિદેશી રોકાણકારોએ ૧૬ બિલિયન ડોલર પરત ખેંચી લીધા છે તેમ કોંગ્રેસનલ રિસર્ચ સેન્ટરે પોતાના અહેવાલમાં જણાવ્યું છે.

Read More...
  Entertainment

નવાઝુદ્દીન સિદ્દીકીના લગ્નજીવનમાં ભંગાણ

બોલીવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનુ અંગત જીવન ચર્ચાના ચકડોળે છે. નવાઝની પત્ની આલિયાએ છુટાછેડા તો માંગ્યા છે અને સાથે- સાથે નવાઝના પરિવારજનો પર મારઝૂડના સ્ફોટક આક્ષેપો મુકતા ખળભળાટ વ્યાપી ગયો છે.
આલિયાએ કહ્યુ છે કે, નવાઝનો ભાઈ મને મારતો હતો.જોકે નવાઝે ક્યારેય મારા પર હાથ નથી ઉઠાવ્યો. મારે નવાઝ સાથેના લગ્ન જીવનમાં શારીરિક અને માનસિક ત્રાસના લાંબા સમયમાંથી પસાર થવુ પડ્યુ છે.
એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યુ હતુ કે, નવાઝની પહેલી પત્નીએ પણ મારઝૂડના કારણે જ છુટાછેડા આપ્યા હતા. નાવઝના પરિવાર સામે સાત કેસ છે. પરિવારમાં ચાર છૂટાછેડા થઈ ચુક્યા છે અને મારો પાંચમો કેસ છે. નવાઝ મારા પર હાથ નહોતો ઉઠાવતો પણ તે મારા પર બૂમો પાડતો હતો. ઝઘડ઼ા અને દલીલો મારા માટે સહન કરવુ શક્ય રહ્યુ નહોતુ. મેં સ્થિતિ સંભાળવાની કોશિશ પણ કરી હતી.

Read More...

ઉર્વશી રૌતેલાની ‘વર્જિન ભાનુપ્રિયા’

અભિનેત્રી ઉર્વશી રૌતેલા ‘વર્જિન ભાનુપ્રિયા’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે, જેનું દિગ્દર્શન અજય લોહણ કરી રહ્યા છે. રૌતેલા તેમાં લીડ કેરેક્ટર ભજવી રહી છે. શ્રેયાંશ મહેન્દ્ર ધારીવાલ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રૌતેલા ભાનુપ્રિયાનો રોલ કરી રહી છે. ભાનુપ્રિયા ભારતીય કંઝર્વેટિવ યુવતી છે, જે કોલેજમાં ભણતી હોય છે અને પોતાનું કૌમાર્ય ગુમાવી દેવા માગે છે. તે વિચારે છે, આજના વિશ્ર્વમાં આ બાબત કરવી સૌથી સરળ વસ્તુ છે. જોકે તેનો પ્રયાસ કરવા જતા તેને નિષ્ફળતા મળે છે અને એક સંત તેનું ભવિષ્ય ભાખે છે કે આ તેના માટે બહુ અશક્ય કામ છે અને તેના જીવનમાં તે ક્યારેય બનશે નહીં. તે પછી શું થાય છે? તે તેના મિશનમાં સફળ થાય છે? તે બધું ફિલ્મ જોઈને ખબર પડશે.

Read More...

ઝરીન ખાને કોલ સેન્ટરમાં નોકરી કરી હતી

પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને મોડલ ઝરીન ખાનનો જન્મ 14 મે 1987 ના રોજ મહારાષ્ટ્ર, મુંબઇના પઠાણી પરિવારમાં થયો હતો. 33 વર્ષીય ઝરીન તેના પરિવારમાં એક માતા અને બહેન છે, દુર્ભાગ્યે તેના પિતાનું અવસાન થયું હતું જ્યારે તે 12માં ધોરણમાં ભણતી હતી.
ઘરની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેના પિતાના અચાનક મૃત્યુ પછી ઝરીન ખાને ઘરના ખર્ચ ચલાવવા માટે 12 મી પછી જ કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું, તે પછી તેના પરિવારની આર્થિક સ્થિતિમાં થોડો ફેરફાર થયો. તેને એર લાઇનમાં નોકરી મેળવવા માંગતી હતી જેના માટે તેણે પોતાનું 5 કિલો વજન પણ ગુમાવ્યું હતું

Read More...

અક્ષયકુમારની સાત ફિલ્મો પર લોકડાઉનની અસર

કોરોના વાયરસના પ્રકોપના કારણે થયેલા લોકડાઉનથી લોકોની જિંદગી જાણે થંભી ગઇ છે. મનોરંજન ઇસ્સ્ટ્રીને કરોડોનું નુકસાન થઇ ચુક્યું છે. અક્ષય કુમારની ફિલ્મોની વાત કરીએ તો લોકડાઉનની અસર તેની એક ફિલ્મ પર નહીં પરંતુ સાત-સાત ફિલ્મો પર પડી રહી છે.
અક્ષયની યશરાજ પ્રોડકશનની પૃથ્વીરાજ ફિલ્મ છે જેમાં તે માનુષી છિલ્લર સાથે જોવા મળવાનો છે.
થોડા દિવસો પહેલા જ આનંદ એલ રાયે પોતાની ફિલ્મ અતરંગી રેની ઘોષણા કરી હતી જે માર્ચ મહિનામાં શરૂ થવાની હતી. બચ્ચન પાંડે ફિલ્મનું શૂટિંગ પણ માર્ચ મહિનાની આસપાસ શરૂ થવાનું હતું.

Read More...
gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store