UK News |
કોરોનાવાયરસ એન્ટિબોડી ટેસ્ટના વેચાણ બદલ સુપરડ્રગની ટીકા |
કોરોનાવાયરસ માટે ઘરે કરી શકાય તેવા એન્ટિબોડી ટેસ્ટનું £69માં વેચાણ કરી “રોગચાળામાંથી નફો કરવા” બદલ સુપરડ્રગની ટીકા કરવામાં આવી રહી છે. જો કે રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના ચીફ સાયન્ટિસ્ટ જીનો માર્ટિનીએ જણાવ્યું હતું કે, ‘’હાલમાં કોઈ પણ એન્ટિબોડી ટેસ્ટ આંશિક ચિત્ર જ આપી શકે છે. વાસ્તવિક મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિ રોગપ્રતિકારકતાના સ્તરને જાણતો નથી.’’ટેસ્ટના નિર્માતા એબોટે અમારા સહોગી મેગેઝીન ફાર્મસી બિઝનેસને ગુરુવારે (21 મે)એ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘’તે કોવિડ-19 એન્ટિબોડીઝનો ટેસ્ટ કરવા માટેની ડીવાયવાય કિટ નથી. Read More... |
બ્રિટિશ-મુસ્લિમ સેલીબ્રીટીઝે ઇદ પ્રસંગે ખાસ વીડિયો બનાવ્યો
|
અગ્રણી બ્રિટિશ-મુસ્લિમ સેલીબ્રીટીઝના જૂથે ઇદ પ્રસંગે એક ખાસ વીડિયો બનાવ્યો છે, જે મુસ્લિમ સમુદાયને ઇદની મહત્વપૂર્ણ ઉજવણી માટે પ્રોત્સાહિત કરવા અને સામાજિક અંતર, આરોગ્ય અને સલામતીનાં પગલાં અંગેની સરકારની કેટલીક માર્ગદર્શિકાઓ અંગે માહિતગાર કરી કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે બનાવવામાં આવ્યો છે.
Read More... |
બેરોજગારી ભથ્થુ લેનારા લોકોની સંખ્યા 2.1 મિલિયન થઇ
|
બેરોજગારી ભથ્થુ લેનારા લોકોની સંખ્યામાં લોકડાઉન પછી 856,500 લોકોનો ઉમેરો થયા બાદ ભથ્થુ લેનારા લોકોની સંખ્યા 2.1 મિલિયન થઇ છે. બેકાર થનાર લોકોની સંખ્યા જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 50,000 જેટલી વધી છે જે કુલ 1,35 મિલીયન છે. એપ્રિલમાં જેમને પગાર મળ્યો છે તેવા કર્મચારીઓની સંખ્યા માર્ચની સરખામણીએ 1.6 ટકા ઘટી છે.
Read More... |
|
international news |
|
સમગ્ર વિશ્વમાં પાંચ મહિનામાં કોરોના વાયરસના 50 લાખ કેસઃ 3.25 લાખ લોકોનાં મોત
|
ચીનમાંથી શરુ થયેલા અને ત્યારબાદ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ ગયેલા કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ છે.વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રસરી ચૂકેલા આ વાયરસનો ચેપ લાગવાથી અત્યારસુધી 3.25 લાખ લોકોનાં મોત થયા છે.એટલું જ નહીં, તેને રોકવા માટે અનેક દેશોએ લાગુ કરેલા લોકડાઉનને લીધે કરોડો લોકો બેરોજગાર બન્યા છે, અને ગરીબીની ગર્તામાં ધકેલાઈ ચૂક્યા છે.
WHOના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 1,06,000 નવા કેસો નોંધાયા છે.
Read More... |
બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 294,152 કેસ નોંધાયા |
દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ બ્રાઝિલ હવે કોરોના વાયરસનું કેન્દ્ર બનતો જોવા મળી રહ્યો છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 17,408 નવા કેસ સામે આવ્યા અને 1,179 લોકોના મોત થયા. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 294,152 કેસ નોંધાયા છે અને 19,038 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં હજુ કોરોના વાયરસના કેસ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ત્યાંના હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બ્રાઝિલમાં જૂન મહિનામાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થશે.
Read More... |
અમેરિકામાં કોરોના સંક્રમિત મૃતકોના સન્માનમાં નેશનલ ફ્લેગ અડધી કાઠીએ ફરકાવાયો |
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 51.99 લાખ કેસ નોંધાયા છે. 3 લાખ 34 હજાર 621 લોકોના મોત થયા છે. 21.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે કોરોનામાં મરનાર લોકોના સન્માનમાં આગામી ત્રણ દિવસ સુધી તમામ સરકારી બિલ્ડિંગ અને રાષ્ટ્રીય ધરોહરો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
Read More... |
પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના, લાહોરથી કરાચી જઈ રહેલું વિમાન ક્રેશ |
પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાચી જઈ રહેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું પ્લેન એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું છે. પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટના અંગે પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિમાન એ-320માં 90 મુસાફર સવાર હતા. વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાનના કરાચીમાં તમામ મોટી હૉસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
Read More... |
|