Vol. 3 No. 201 About   |   Contact   |   Advertise 21th May 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કોવિડ-19ની અસરના દાવાઓ બાબતે ‘માળખાગત રેસિઝમ’ની તપાસ જરૂરી

દેશના અગ્રણી ઇક્વાલીટી કેમ્પેઇનર્સે દાવો કર્યો છે કે ‘માળખાગત રેસિઝમ’ના કારણે એશિયન અને બ્લેક હેલ્થ વર્કર્સને કોરોના વાઈરસના રોગચાળા દરમિયાન જોખમમાં મુકવામાં આવી રહ્યા છે.ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનના (EHRC) ના ભૂતપૂર્વ અધ્યક્ષ ટ્રેવર ફિલિપ્સે જણાવ્યું હતું કે પ્રોટોકોલ્સ સખત ન હોવાથી કેટલાક વર્કર્સને વધુ જોખમી ફરજ નિભાવવા ધકેલવામાં આવે છે.એશિયન, બ્લેક અને લઘુમતી અને વંશીય સમુદાયો (BAME)ના લોકોના કોવિડ-19ના કારણે અપ્રમાણસર સંખ્યામાં થઇ રહેલા મૃત્યુ અને ચેપ લાગવા અંગેના પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના રીવ્યુ માટે મદદ કરનારા મહત્વના નિષ્ણાતોમાંના એક ટ્રેવર ફિલીપ્સે જણાવ્યું હતું કે આ મુદ્દો તેમની સમક્ષ વંશીય લઘુમતીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

Read More...
અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક 90,000થી વધુ, ટ્રમ્પ લોકડાઉન ખોલવાના મૂડમાં

અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક 90,000 તથા કોરોનાનાં કેસોનો આંકડો 1.5 મિલિયનને પાર થયો છે ત્યારે પ્રમુખ ટ્રમ્પ લોકડાઉન ખોલવાના મૂડમાં છે. કોરોનાની રસી મળે કે ના મળે પરંતુ હવે અર્થતંત્રની ગાડી પુનઃ પાટા ઉપર ચઢાવવા ટ્રમ્પે મથામણ આરંભી છે ત્યારે વ્હઇટ હાઉસે કોરોના મહામારીની મોટી જાનહાનિના દોષનો ટોપલો પોતાના વૈજ્ઞાનિકોના માથે ઢોળવા પ્રયાસ કર્યો છે. યુએસ સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશન્સન ટેસ્ટીંગ મામલે ઉણું ઉતર્યું હોવાના મુદ્દે ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યો અસંમત થયા હતા.

Read More...
કન્જેશન ચાર્જમાં વધારો : સેન્ટ્રલ લંડનના વિસ્તારો કાર-ફ્રી બનાવાશે

કોરોનાવાયરસ લૉકડાઉન હળવું થઈ રહ્યું હોવાથી લોકો સલામત રીતે ચાલી શકે અને સાઈકલ ચલાવી શકે તે માટે સેન્ટ્રલ લંડનના મોટા વિસ્તારોને કાર અને વાન માટે બંધ કરાશે તેમ જ કન્જેશન ચાર્જમાં વધારો કરાશે એવી મેયર સાદિક ખાને જાહેરાત કરી છે. ભારે ભીડ ધરાવતી ટ્રેન અને બસોમાં સલામત અંતર જાળવવુ અશક્ય છે ત્યારે નિષ્ણાતોના મત મુજબ લોકોને ચાલવા માટે અને સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપવું નિર્ણાયક છે.

Read More...
અમેરિકામાં 36 મિલિયન લોકોએ બેકારીભથ્થાં ક્લેઇમ કર્યાં

કોરોના મહામારીને કારણે અમેરિકામાં કંપનીઓએ વધુ નોકરીઓ પર કાપ મુકતા અને મોટાભાગના રાજ્યોએ વેપારધંધા ફરી શરૂ કરવા પર આકરાં નિયંત્રણો લાદતા ગયા સપ્તાહે નોકરી ગુમાવનારા ૩૦ લાખ અમેરિકનોએ બેરોજગારી સહાય મેળવવા માટે અરજી કરી હતી.

Read More...
દર્દીઓએ બીજા રોગોની સારવારમાં વિલંબ કરવો જોઈએ નહીં: ડૉ. નિકિતા કાનાણી

કોવિડ-19ને કારણે સારવાર મેળવવામાં વિલંબ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાનુ જોખમ થઈ શકે તેવી શક્યતાને પગલે પ્રયમરી કેરના એનએચએસ ડિરેક્ટર અને પ્રેક્ટિસિંગ જી.પી. ડૉ. નિકિતા કાનાણીએ લોકોને જરૂર પડે ત્યારે તબીબી સહાય લેવાની વિનંતી કરી છે. નવા આંકડા દર્શાવે છે કે દર દસમાંથી ચાર લોકો તેમના જી.પી. પાસેથી મદદ લેવા અંગે ચિંતિત છે.

Read More...
બેલ્જિયમ, ન્યૂઝિલેન્ડ, જર્મનીમાં સ્વજનો સાથેના સોશિયલ ગેધરિંગની શરતી છુટ

કોરોનાએ આરોગ્ય સાથે સામાજિક સમસ્યાઓ પણ ઉભી કરી છે. પરિવારજનો, સગાં-વ્હાલાં-સ્વજનો વિખુટા પડી ગયા છે. કોઈના મૃત્યુ જેવા પ્રસંગોમાં પણ પરિવારજનો જઈ શકતા નથી. પરિણામે સામાજીક ખાઈ મોટી થતી જાય છે. તેની સામે કેટલાક દેશોએ સોશિયલ ગેધરિંગની વ્યબૂહરચના અપનાવી છે. બેલ્જિયમ, ન્યુઝિલેન્ડ, જર્મની જેવા દેશોએ ચાર વ્યક્તિ સુધી ભેગા થવાની છૂટ આપી છે. એટલે કે પરિવારના સભ્ય સિવાય અન્ય ચાર સુધી ભેગા થાય તો વાંધો નથી, પરંતુ એ મુલાકાત ઘરમાં જ થવી જોઈએ, કોઈએ બહાર નીકળવાની છૂટ નથી.

Read More...
અમેરિકામાં ગેરકાયદે ઘુસતા પકડાયેલા 161 ભારતીયોને પરત મોકલશે

અમેરિકા આ અઠવાડિયે 161 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત મોકલશે. તેમાંથી મોટાભાગના લોકો ગેરકાયદે મેક્સિકો સરહદેથી અમેરિકામાં ઘૂસ્યા હતા. તેમની પાસે અમેરિકામાં પ્રવેશ કરવા માટેના કોઇ દસ્તાવેજ નહોતા. એક વિશેષ વિમાનમાં તેમને પંજાબના અમૃતસર ખાતે મોકલાશે. જેમને પરત મોકલવાના છે તેમાં સૌથી વધુ 76 લોકો હરિયાણાના છે. પછી પંજાબના 56, ગુજરાતના 12, ઉત્તર પ્રદેશના પાંચ, મહારાષ્ટ્રના ચાર, કેરળ, તેલંગણ અને તમિલનાડુના બે-બે તેમ જ આંધ્ર પ્રદેશ અને ગોવાના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

Read More...
અમેરિકામાં ભારતીય એન્જિનિયર પર 10 મિલિયન ડોલરના લોનકૌભાંડનો આરોપ

અમેરિકામાં ભારતીય મૂળના એક એન્જિનિયર પર નાના ઉદ્યોગોને મદદ કરવા માટે બનાવવામાં આવેલા કોરોના વાઇરસ રાહત કાર્યક્રમ હેઠળ છેતરપિંડી કરીને ૧૦ મિલિયન ડૉલરથી વધુની લોન મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ૩૦ વર્ષીય શશાંક રાયે સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એસબીએ) દ્વારા કોરોના વાઇરસ સહાય, રાહત અને આર્થિક સુરક્ષા ઍક્ટ હેઠળ બે જુદી જુદી બૅંકો પાસેથી ૨૫૦ કર્મચારીઓને તે વેતન આપી રહ્યો છે એવો દાવો કરીને લાખો ડૉલરનો લોનમાફીનો દાવો કર્યો હતો, જ્યારે હકીકતમાં એક પણ કર્મચારી તેના કથિત વ્યવસાયમાં કામ કરતો નહતો.

Read More...
ગુજરાતમાં લોકડાઉનમાં છુટછાટો અપાતાં બજાર ધમધમતાં થયાં

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ૪ દિવસથી લોકડાઉનની સ્થિતીમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, લોકડાઉન ૧,ર અને ૩ ના નિયમોના પાલન બાદ હવે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્રીન, રેડ, યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરવા સૂચવેલું છે.

Read More...
યોગ અને પીનલ ગ્લેન્ડઃ સ્થિરતા અને પરમઆનંદના ઉછાળા

વિજ્ઞાનીઓએ માનવમગજનો અભ્યાસ કરવા સારા ઉપકરણો શોધ્યા ત્યારથી એક વાત સ્પષ્ટ છે કે, માનવ મગજ માટે હાલમાં આપણે જેટલું જાણીએ છીએ તેનાથી પણ વધારે હજુ જાણવાનું બાકી છે. આધુનિક મગજ વિજ્ઞાન કે ન્યૂરોસાયન્સ સાથે જોડાયેલા યોગિક ફિઝિયોલોજી કે શરીરવિજ્ઞાનનું એક પાસું પીનલ ગ્લેન્ડ સાથે સંકળાયેલું છે. પીનલ ગ્લેન્ડ અંગચક્ર સાથે સંકળાયેલું હોવાનું સ્વીકારાયેલું છે. આજે ન્યૂરોસાયન્ટીસ્ટ્સ કહે છે કે, પીનલ ગ્લેન્ડમાંનો જીવનરસ જે તે વ્યક્તિના મિજાજ અને અનુભવો ઉપર નિયંત્રણ – કાબૂ રાખવાનું કામ કરે છે

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
વિશ્વમાં અનેક દેશોએ વેપારધંધા, ટુરિઝમ શરૂ કરવાના સાવચેતીપૂર્ણ પગલાં લીધાં

કોરોના વાઈરસને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને હળવા કરી દુનિયાના વિવિધ દેશો સાવચેતીપૂર્વક તેમના વેપારધંધા અને ટુરિઝમ ફરી શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અમીરાત એરલાઇન્સે જાહેરાત કરી છે કે તે ૨૧ મેથી લંડન અને ફ્રેન્કફર્ટ સહિત નવ ગંતવ્યસ્થાનો માટે મર્યાદિત પેસેન્જર ફલાઇટ ફરી શરૂ કરશે. જર્મની અને ઓસ્ટ્રીયાના ચાન્સેલર્સ અનુક્રમે એન્જેલા મર્કેલ અને સેબાસ્ટિયન કુર્ઝ બંને દેશો વચ્ચે મુક્ત અવરજવર કરવા બાબતે સંમત થયા તેના એક દિવસ પછી બુધવારે સવારે ઓસ્ટ્રિયા અને જર્મન વચ્ચે આવેલાં ત્રણ ચેકપોઇન્ટને અવરજવર માટે ખોલી નાંખવામાં આવ્યા હતા.
વિશ્વના વર્તમાન અને ભૂતપૂર્વ નેતાઓએ પત્ર લખી કોરોનાની રસી પેટન્ટ મુક્ત હોવી જોઇએ અને તે બધાને મફત મળે તેવી માગણી કરી છે. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસા અને પાકિસ્તાનના પ્રમુખ ઇમરાનખાન સહિત ૧૪૦ નેતાઓએ આ પત્ર પર સહી કરી છે. જેમાં વિજ્ઞાાનનો લાભ તમામ દેશો વચ્ચે વહેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે.

Read More...
‌રિલાયન્સનો મેગા રાઇટ્ ઇસ્યૂ 20 મેના રોજ ખુલીને 3 જૂને બંધ થશે

ઓઈલથી લઈને ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે શનિવારે, 16મેના રોજ જણાવ્યું હતું કે તેનો મેગા 53,125 કરોડનો રાઈટ ઈશ્યૂ 20 મેના ખુલશે અને 3 જૂનના બંધ થશે. ભારતના ધનકુબેર મુકેશ અંબાણીએ 30 એપ્રિલના રોજ જાહેરાત કરીને જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1:15ના રાઈટ ઈશ્યૂથી રૂ. 53,125 કરોડ એકત્ર કરશે. છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં કોઈ કોર્પોરેટ કંપનીનો આ સૌથી મોટો રાઈટ ઈશ્યૂ રહેશે.

Read More...
એપલ તેનું ઉત્પાદન યુનિટ ચીનમાંથી ભારત કે આયર્લેન્ડ ખસેડશે

કોરોના વાઈરસની મહામારી વચ્ચે ચીનમાં ઉત્પાદન એકમ ધરાવતી અને હવે અમેરિકાને બદલે ભારત કે આયર્લૅન્ડમાં કંપનીનું ઉત્પાદન એકમ ખસેડવા વિચારણા કરી રહેલી ઍપલ જેવી અમેરિકન કંપનીઓને એમ કરતા નિરુત્સાહ કરવા તેમના પર વધુ કરવેરા લાદવાની અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી.
એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે કરવેરામાં રાહત એ કંપનીઓને તેમનું ઉત્પાદન એકમ અમેરિકામાં ખસેડવા પ્રોત્સાહન આપવા માટે છે. અગાઉ ઍપલે કહ્યું હતું કે હવે તે તેનું ઉત્પાદન એકમ ચીનથી દૂર ભારતમાં ખસેડશે.

Read More...
  Entertainment

સલમાન અને શાહરૂખની હિટ ફિલ્મો ઇદ પર રિલીઝ થઇ છે

કોરોના વાયરસે 2020ની બોક્સ ઓફિસ કલેક્શન પર ભારે અસર કરી છે. 2020માં ઈદ પર બે સુપર સ્ટારની ફિલ્મો રિલીઝ થવાની હતી. આ બાબતે તેમના ચાહકોમાં પણ ભારે ઉત્સાહ હતો. જેમાં સલમાન ખાનની રાઘે અને અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ ફિલ્મ ખાસ ચર્ચામાં હતી. પરંતુ કોરોના વાયરસના લૉકડાઉનને કારણે બંને તહેવાર હંમેશા બોક્સ ઓફિસ માટે જબરદસ્ત કમાણી કરાવનારો રહ્યો છે. વર્ષ 2009માં વોન્ટેડ ફિલ્મ બાદ સલમાન ખાને દર વર્ષે ઈદના તહેવાર પર પોતાની ફિલ્મ રીલિઝ કરી છે. તેમજ હવે ઈદના દિવસે દર્શકોને સલમાન ખાનની ફિલ્મની રાહ હોય છે. જેવી રીતે ક્રિસમસ આમિર ખાન માટે ફિલ્મ રિલિઝ કરવાનો તહેવાર છે, તેવી જ રીતે ઈદ સલમાન ખાનની ફિલ્મ રીલિઝ કરવા માટેનો તહેવાર છે એવું તેમના ચાહકોમાં વારંવાર ચર્ચાઈ રહ્યું છે. ઈદ પર રિલિઝ થયેલી દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરાવનારી સાબિત થઈ છે. છેલ્લા 10 વર્ષમાં માત્ર એક વર્ષ એવું રહ્યું છે જેમાં સલમાન ખાનના સ્થાને શાહરૂખ ખાનની ફિલ્મ રીલિઝ થઈ હતી. અહીં છેલ્લા 10 વર્ષમાં ઈદના તહેવાર પર રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મોનો બોક્સ ઓફિસ રેકોર્ડ પણ જોવા જેવો છે.

Read More...

દામિનીના રાઇટ્સ શાહરુખે સની દેઓલને આપ્યા

બોલીવુડ સ્ટાર સની દેઓલ હાલમાં પોતાની બ્લોક બલ્સ્ટર ફિલ્મ ‘દામિની’ની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ ફિલ્મ હિટ ફિલ્મો માંથી એક ફિલ્મ હતી. તે સમયે ફિલ્મે ઘણી મોટી કમાણી કરી હતી. તેમ જ આ ફિલ્મ દર્શકોના મનમાં હંમેશા માટે વસી ગઇ. સની દેઓલના ધમાકેદાર ડાયલોગ્સને કારણે બની હતી આ ફિલ્મને હંમેશાં માટે યાદગાર બનાવી દીધી.
અમરિશ પુરીથી લઇને મીનાક્ષી શેષાદ્રી અને રીશી કપુરના કિરદારોને લોકો આજ સુધી નથી ભૂલી શક્યા. ત્યારે ફરી વાર સની દેઓલ આ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમની મદદ કરતા શાહરૂખ ખાને દામિનીનીના રાઇટ્સ સની દેઓલને આપી દીધા છે.

Read More...

સંજય ભણશાલીની નવી ફિલ્મમાં રણબીર-દીપિકા

રણબીર કપૂર અને દીપિકા પદુકોણનો પ્રેમ લાંબા સમયથી ચાલ્યો નહીં. પરંતુ રૂપેરી પડદે આ જોડીને પસંદ કરવામાં આવે છે. તેથી જ નિર્માતા-દિગ્દર્શકો આ જોડીનો ફાયદો ઉઠાવાના પ્રયાસ કરતા હોય છે.

મીડિયા રિપોર્ટના અનુસાર, સંજય લીલા ભણશાલીપોતાની આગામી ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પદુકોણને કાસ્ટ કરવાનો છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, લોકડાઉન પુરુ થતાં જ ભણસાલી ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પદુકોણને લઇને એક રસપ્રદ ઘોષણા કરવાના છે.

લોકડાઉન પહેલા ભણશાલીની રણબીર-દીપિકા સાથે વાતચીત થઇ શકી નહોવાથી વાત આગળ વધી શકી નહોતી. જોકે ભણશાલીએ આ વાતની પુષ્ટિ કરી નથી. કહેવાય છે કે, આવનારા દિવસોમાં ભણશાલી લોકોને આ ખુશખબરી જણાવશે. જો આમ થશે તો દીપિતાની ભણસાલી સાથેની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલા બન્નેએ રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદમાવતીમાં સાથે કામ કર્યું છે.

Read More...

મૈને પ્યાર કિયા ફિલ્મની હીરોઇન ભાગ્યશ્રી પુનરાગમન કરશે

સલમાન ખાનનની સુપરહીટ ફિલ્મ મૈનેં પ્યાર કિયાની હીરોઇન ભાગ્યશ્રીએ ઘોષણા કરી છે કે, તે રૂપેરી પડદે પુનરાગમન કરીરહી છે. જોકે તેના ફિલ્મના નામની હજી કોઇ ઘોષણા થઇ નથી. તે અભિનેતા પ્રભાસ સાથે કામ કરતીજોવા મળશે.

Read More...
gg2
સંસ્થા સમાચાર અવસાન નોંધ
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store