UK News | કન્જેશન ચાર્જમાં વધારો : સેન્ટ્રલ લંડનના વિસ્તારો કાર-ફ્રી બનાવાશે |
કોરોનાવાયરસ લૉકડાઉન હળવું થઈ રહ્યું હોવાથી લોકો સલામત રીતે ચાલી શકે અને સાઈકલ ચલાવી શકે તે માટે સેન્ટ્રલ લંડનના મોટા વિસ્તારોને કાર અને વાન માટે બંધ કરાશે તેમ જ કન્જેશન ચાર્જમાં વધારો કરાશે એવી મેયર સાદિક ખાને જાહેરાત કરી છે. ભારે ભીડ ધરાવતી ટ્રેન અને બસોમાં સલામત અંતર જાળવવુ અશક્ય છે ત્યારે નિષ્ણાતોના મત મુજબ લોકોને ચાલવા માટે અને સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપવું નિર્ણાયક છે.
લંડનને વિશ્વનું સૌથી મોટુ કાર-મુક્ત શહેર બનાવવાના અભિયાન અંગે મેયર સાદિક ખાને શુક્રવારે જાહેરાત કરી હતી કે લંડન બ્રિજ અને શોરડિચ, હ્યુસ્ટન અને વોટરલૂ તેમજ ઓલ્ડ સ્ટ્રીટ અને હોલબોર્ન વચ્ચેની મુખ્ય શેરીઓ બસ, રાહદારીઓ અને સાયકલ સવારો પૂરતી મર્યાદિત રહેશે. માર્ગ બંધ થવાનું કામ તાત્કાલિક શરૂ થશે અને છ અઠવાડિયામાં પૂર્ણ કરી દેવાશે. Read More... |
કોરોનાવાયરસ લૉકડાઉન દરમિયાન ફોર્સ મેરેજનુ પ્રમાણ વધ્યુ
|
દુનિયાભરના લોકોમાં કોરોનાવાયરસના કારણે કઇ રીતે જીવ બચાવવો તેની ચિંતા છે ત્યારે બ્રિટનના કેટલાક સાઉથ એશિયન પરિવારના 14 વર્ષથી નીચેના બાળકોને એક અલગ જ પ્રકારની ચિંતા સતાવી રહી છે. એમને ચિંતા છે કે તેમની શાળાઓ બંધ છે ત્યારે રખેને તેમના મા-બાપ તેમની ઇચ્છા વિરૂધ્ધ બળજબરીપૂર્વક તેમના લગ્ન તો કરાવી નહિં દે ને! પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરાવાશે તેવા ભયનો સામનો કરતા બાળકો એક વિશેષ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોલીસનો સંપર્ક કરી રહ્યાં છે.
Read More... |
તમારી બીમારીની સારવાર માટે ખચકાશો નહિ: ડૉ. નિકિતા કાનાણી
|
કોવિડ-19ને કારણે સારવાર મેળવવામાં વિલંબ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાનુ જોખમ થઈ શકે તેવી શક્યતાને પગલે પ્રયમરી કેરના એનએચએસ ડિરેક્ટર અને પ્રેક્ટિસિંગ જી.પી. ડૉ. નિકિતા કાનાણીએ લોકોને જરૂર પડે ત્યારે તબીબી સહાય લેવાની વિનંતી કરી છે. નવા આંકડા દર્શાવે છે કે દર દસમાંથી ચાર લોકો તેમના જી.પી. પાસેથી મદદ લેવા અંગે ચિંતિત છે.
Read More... |
|
international news |
|
સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 48.1 લાખ લોકો સંક્રમિત થયાં, કુલ 3.16 લાખ લોકોનાં મોત
|
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 48 લાખ 1 હજાર 532 લોકો સંક્રમિત છે. જ્યારે તેનાથી જીવ ગુમવનારાઓની સંખ્યા 3 લાખ 16 હજાર 663 થઈ છે. જોકે 18 લાખ 58 હજાર 108 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. બ્રાઝીલની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. અહીં ઈમરજન્સી બેડની પણ અછત થઈ ગઈ છે. દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
Read More... |
કોરોના મહામારી મુદ્દે WHO પાસે ભારત સહિત 62 દેશોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી |
ઓસ્ટ્રેલિયા અને યૂરોપિયન યૂનિયને કોરોનાની મહામારી અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસે જવાબની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ભારત સહિત 62 દેશોએ આ વાતનું સમર્થન કર્યુ છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની 73મી બેઠકમાં આ અંગેનો એક પ્રસ્તાવ મુકવામાં આવશે. આ બેઠક આજથી શરૂ થશે.
પ્રસ્તાવમાં કોરોનાને રોકવા માટે કરવામાં આવેલા WHOના કામ અને તેના માટે નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
Read More... |
અમેરિકામાં ગેરકાયદે ઘુસતા પકડાયેલા 161 ભારતીયોને પરત મોકલશે |
અમેરિકા આ અઠવાડિયે 161 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત મોકલશે. તેમાંથી મોટાભાગના લોકો ગેરકાયદે મેક્સિકો સરહદેથી અમેરિકામાં ઘૂસ્યા હતા. તેમની પાસે અમેરિકામાં પ્રવેશ કરવા માટેના કોઇ દસ્તાવેજ નહોતા. એક વિશેષ વિમાનમાં તેમને પંજાબના અમૃતસર ખાતે મોકલાશે. જેમને પરત મોકલવાના છે તેમાં સૌથી વધુ 76 લોકો હરિયાણાના છે.
Read More... |
|
|
|
|
|
|
India news |
|
કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ લૉકડાઉનનો ત્રીજો તબક્કો રવિવારે પૂરો થવાની સાથે કેન્દ્ર સરકારે વધુ ૧૪ દિવસ માટે ૩૧મી મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. જોકે, અપેક્ષા મુજબ કેન્દ્રે લૉકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યોને વ્યાપક છૂટછાટો આપી છે. કેન્દ્રે શરતો સાથે રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર બસ સેવા અને મોલ સિવાય દરેક પ્રકારની દુકાનો શરૂ કરવાની મંજૂરી અપાઈ છે.
Read More...
ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 5,242 કેસ અને 157ના મોત, કુલ કેસ 96,169
ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોના વાયરસ સંક્રમણ અંગે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રવિવારે સવારે નવ વાગ્યાથી સોમવારે સવારે નવ વાગ્યા સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 5242 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં દેશમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.
Read More...
કર્ણાટકમાં ગુજરાત સહિતના ચાર રાજયોના લોકોને પ્રવેશ પ્રતિબંધ
દેશમાં લોકડાઉન-4ના આજે પ્રથમ દિવસે જ ગુજરાત સિવાયના રાજયોએ કેન્દ્રની ગાઈડલાઈન મુજબનો અમલ શરૂ કરે તે પુર્વે જ અનેક રાજયોમાં છેલ્લી 56 દિવસની ‘કેદ’ જેવી હાલતમાં રહેલા લોકોએ નિયમોનું ઉલ્લંઘન કરીને માર્ગો પર આવી ગયા હતા અને આઝાદીનો શ્વાસ માણ્યો હતો.
અને લોકોએ પેન્ડીંગ રહેલી ખરીદી શરૂ કરી હતી. દિલ્હી અને કેરળના માર્ગો પર પણ ભારે ભીડ જોવા મળી હતી.
પંજાબમાં રાજય સરકારે હેરકટીંગ સલૂન અને મર્યાદીત યાત્રીકો સાથે જાહેર પરિવહન, કેબ તથા ખાનગી ગાડીઓને મંજુરી આપી દેવામાં આવી છે.
Read More...
ભારતમાં આર્થિક તોફાન હજી આવવાનું બાકી છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વીડિયો લિંક મારફતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે. ખૂબ જ નુકસાન થવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે. અમે એટલે કે વિપક્ષ થોડુ દબાણ કરીએ અને સારી રીતે સમજાવીએ તો સરકાર સાંભળી પણ લે છે.
Read More...
|
|
|
Gujarat News |
|
ગુજરાતમાં કોરોનાના 11,380 કેસમાંથી 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં |
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 350થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. કુલ 391 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને 34 દર્દીના મોત થયા છે. જ્યારે 191 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 11,380 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
Read More...
|
વિશ્વમાં કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા એરપોર્ટમાં અમદાવાદનો સમાવેશ
|
મહામારી કોરોનાને પગલે વિશ્વના મોટાભાગના દેશમાં હાલ પેસેન્જર એરક્રાફ્ટની ઉડાન સ્થગિત કરવામાં આવેલી છે. હવે ભારત સહિત વિશ્વના અનેક દેશો કેટલાક રૃટ પર ફરી ફ્લાઇટ શરૃ કરવા વિચારણા કરી રહ્યા છે.
પરંતુ ફ્લાઇટ શરૃ કરવામાં આવે તો કોરોનાના કેસમાં તોતિંગ વધારો નોંધાઇ શકે છે.
Read More...
|
ગુજરાતમાં 3 દિવસ હીટ વેવની હવામાન વિભાગની આગાહી
|
દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ગાજવીજ સાથે હળવા વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બુધવારથી શુક્રવાર દરમિયાન હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યનું ચોમાસું હવે બંગાળની ખાડી, આંદમાન-નિકોબાર તરફ આગળ ધપ્યું છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે.
Read More...
|
|