UK News |
બે અઠવાડિયામાં લંડન વાયરસ મુક્ત હશે? |
નવા ડેટા મુજબ રાજધાની લંડનમાં હવે દિવસના ફક્ત 24 લોકોને જ કોરોનાવાયરસનો ચેપ લાગે છે જે સમગ્ર ઇંગ્લેન્ડમાં સૌથી ઓછો દર છે. જેને પગલે આશા છે કે લોકડાઉન હળવુ થઈ શકે છે. લંડનનો વાયરસનો રીપ્રોડ્કશન (આર) રેટ 0.4 છે જેનો અર્થ એ થાય છે કે રોગચાળો ખૂબ જ ઝડપથી શમી રહ્યો છે અને દર 3.5 દિવસે રોગના કેસો અડધા થઇ રહ્યા છે. જો આમ જ રોગમાં ઘટાડો થતો રહેશે તો બે અઠવાડિયામાં કદાચ રોજ કોઇ નવો કેસ નોંધાશે નહિ તેવી અપેક્ષા રાખી શકાય તેમ ડેટા સૂચવે છે. બે મહિના પહેલાં લૉકડાઉન શરૂ થયું ત્યારે લંડનના રોજના નવા દૈનિક કિસ્સાઓ 200,000 થી ઉપર હતા.પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના રીસર્ચરો દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. જેમાં જણાવાયું હતુ ઇંગ્લેન્ડની વસ્તીના લગભગ 12 ટકા લોકો કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. જેમાંના 0.63 ટકા લોકો મરણ પામ્યા હતા. સરકારી વૈજ્ઞાનિકોની પેનલ SAGE ની પેટા સમિતિને આંકડા આપતી ટીમનો અંદાજ છે કે લંડનમાં વસ્તીના ૨૦ ટકા એટલે કે 1.8 મિલિયન લોકોને આ રોગ થઈ ચૂક્યો છે. Read More... |
બિલીયોનેર ભાનુ ચૌધરીનુ પત્ની સાથે ડિવોર્સ ડીલ: £60 મિલીયન ચૂકવશે
|
લંડનના પોશ વિસ્તારમાં આવેલા બેલગ્રેવીયા વિસ્તારમાં £20 મિલિયનના વૈભવશાળી મેન્શનમાં રહેતા બિલીયોનેર ભાનુ ચૌધરીએ તેમના પત્ની સિમરીન ચૌધરી સાથે ડિવોર્સ ડીલ ફાઇનલ કર્યુ છે અને તેઓ £60 મિલીયન ચૂકવશે.
38 વર્ષની સિમરીને ભારતના એક સૌથી ધનિક પરિવારના વારસદાર અને લિબરલ ડેમોક્રેટ્સના દાતા પતિ ભાનુ ચૌધરી પાસેથી £100 મિલિયનની માંગ કરી હતી.જેની સામે હાઇકોર્ટના જજ કોહેને ચુકાદો આપી ડીવોર્સ પેટે £60 મિલિયન આપવા હુકમ કર્યો હતો.
જજે આ વિવાદની ખાનગીમાં સુનાવણી કરી હતી અને પત્રકારોને વિસ્તૃત વિગતો જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
Read More... |
ઇસ્ટ એન્ડ ફૂડ્સના સ્થાપક ડોન વૌહરાનું ટૂંકી માંદગી પછી નિધન
|
યુકેમાં એશિયન ફૂડનો ચહેરો બદલી નાંખનાર અને 1972માં વુલ્વરહેમ્પ્ટનમાં ઇસ્ટ એન્ડ ફૂડ્સ મસાલા કંપનીની સ્થાપના કરનાર ઇસ્ટ એન્ડ ફૂડ્સના સ્થાપક ડોન વૌહરાનું ટૂંકી બીમારી બાદ તા. 10 મેના રોજ રવિવારે નિધન થયું હતું.
ડોન પાંચ શીખ ભાઈઓમાંથી સૌથી નાના હતા અને 1960ના દાયકામાં પાકિસ્તાન અને ત્યારબાદ નવી દિલ્હી થઈને યુકે પહોંચ્યા હતા.તેમણે શરૂઆતમાં ઘરે ઘરે માંસ અને તાજા શાકભાજીનુ વેચાણ કરીને બિઝનેસ શરૂ કર્યો હતો. તે સમયે મિડલેન્ડ્સમાં એશિયન સમુદાયનો વિકાસ થતો જોઇને વૌહરા ભાઈઓએ ટૂંક સમયમાં સાઉથ એશિયન ખોરાક પૂરો પાડવાની તક ઝડપી લીધી હતી.
Read More... |
|
international news |
|
વિશ્વભરમાં 45.25 લાખ કેસ નોંધાયા, ત્રણ લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા
|
વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 45.25 કેસ નોંધાયા છે. ત્રણ લાખ ત્રણ હજાર 372 લોકોએ જીવ ગુમાવ્યા છે. 17 લાખ ત્રણ હજાર 808 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ બાદ નવો કેસ નોંધાયો છે. ચીનમાં છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. જોકે નવા કેસ નોંધાયા છે. વુહાનમાં શનિવારે 11 નવા કેસ નોંધાયા છે. હાલમાં જ વુહાનમાં તમામ નાગરિકની તપાસ કરાઈ રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ 13 મેના રોજ અહીં 76 હજાર લોકોની તપાસ કરાઈ હતી.
Read More... |
અમેરિકામાં કોરોનાની વેક્સીનની હ્યુમન ટ્રાયલ, ડિસેમ્બરમાં શરૂ થશે ઉત્પાદન |
વૈશ્વિક મહામારી બનીને બે લાખથી વધારે લોકોના જીવ લઈ ચૂકેલા કોરોના વાયરસની વેક્સીની હ્યુમન ટ્રાયલ અમેરિકા વહેલી તકે શરૂ થશે. આ વેક્સીન ઈન્જેક્શનને બદલે ટેબલેટ સ્વરૂપમાં હશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ વેક્સીનનું મોટા પાયે ઉત્પાદન આ વર્ષના અંત સુધી શરૂ થઈ શકે છે. અગાઉ ઈઝરાયેલ અને ઈટાલીએ પણ વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે.
Read More... |
ઇન્ડિયન સાઉથ આફ્રિકન સંગીતકારોનો ‘કોન્સર્ટ ફ્રોમ હોમ’ લોકપ્રિય બન્યો |
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઇરસની મહામારીને કારણે મોટાભાગના લોકો લોકડાઉનમાં રહે છે. આ સ્થિતિમાં સંગીતકારો પણ અવનવી પ્રવૃત્તિ કરે છે. સાઉથ આફ્રિકામાં ભારતીય સંગીતકારોના એક ગ્રુપે તેમનું કૌશલ્ય ઓનલાઇન રજૂ કર્યું છે. ‘SA Musicians against COVID-19’ પ્રોજેક્ટ હેઠળ કલાકારોને ભારતીય ગીત-સંગીત અને ક્યારેક નૃત્યમાં પણ તેમની કળાનું પ્રદર્શન કરવા માટે મદદ કરવામાં આવી રહી છે.
Read More... |
|