Vol. 3 No. 200 About   |   Contact   |   Advertise 14th May 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બોરિસનો લૉકડાઉન એક્ઝિટ પ્લાનઃ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ તો જાળવવાનું જ

બોરિસ જ્હોન્સનનો 50 પાનાનો સંપૂર્ણ લૉકકડાઉન એક્ઝિટ પ્લાન સોમવારે તા. 11ના રોજ જાહેર કરાયો હતો. જે અંતર્ગત બે મીટરનુ સામાજીક અંતર રાખવાનો નિયમ હંમેશાં પાળી શકાય તેમ ન હોય તેવા સંજોગોમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અને બંધ જગ્યાઓ પર લોકોને માસ્ક પહેરવાની અને ચહેરો ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે. મિત્રો અને કુટુંબના લોકોને મળવાની છૂટ આવતા મહિનાથી મળી શકશે.બંધ દરવાજા પાછળ મોટી રમતો રમાડી શકાશે. ફૂડ પ્રોડક્શન્સ, લેબોરેટ્રીઝ, બાંધકામ, લોજિસ્ટિક્સ, ડિસ્ટ્રીબ્યુશન્સ અને વૈજ્ઞાનિક સંશોધન સહિતના ક્ષેત્રોમાં કામ કરતા લોકો સામાજિક અંતર લાગુ કરવાની શરતે બુધવાર તા. 13થી કામ પર પાછા જઇ શકશે. શક્ય હોય તેમણે ‘નજીકના ભવિષ્યમાં ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. ‘હોસ્પિટાલિટી અને બિન-આવશ્યક રીટેઈલ બિઝનેસીસ બંધ રાખવા આદેશ અપાયો છે. કેટલીક વધુ દુકાનો તા. 1 જૂનથી તબક્કાવાર ફરીથી ખોલવાની શરૂઆત થશે. ‘શરતી’ યોજના મુજબ જુલાઈમાં પબ, બાર, રેસ્ટોરંટ્સ, હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી શકાશે.

Read More...
અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક 81,000થી વધુ

અમેરિકામાં કોરોના વાઈરસના રોગચાળાથી 81,000થી વધારે લોકોનાં મોત નિપજ્યા હોવાનું જ્હોન હોપ્કીન્સ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે. અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક અન્ય કોઇ પણ દેશ કરતાં સૌથી વધારે છે. દેશમાં કોરોનાની ઝપટમાં 1.3 મિલિયનથી વધારે લોકો આવી ગયા છે. ન્યૂ યોર્ક સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય છે. ન્યૂ યોર્કમાં 26,600થી વધારે મોત નોંધાયા છે.

Read More...
સરકાર એશિયન સમુદાયના લોકોના મૃત્યુથી ચિંતીત, પગલાં લઇશું: ગ્રાન્ટ શેપ્સ

ગરવી ગુજરાત’ના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષ સોલંકીએ વડાપ્રધાનની ઓફિસ ખાતે તા. 9મી મે’ના રોજ યોજાયેલા કોરોનાવાયરસ પ્રેસ બ્રિફીંગમાં પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતુ કે ‘’તાજેતરના ઓએનએસ આંકડા દર્શાવે છે કે બ્લેક અને દક્ષિણ એશિયન સમુદાયોના સભ્યો કોરોનાવાયરસથી નોંધપાત્ર પ્રમાણમાં મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. તેમાંના મોટાભાગના લોકો વિસ્તૃત પરિવારોમાં રહે છે અને તેઓ કી વર્કર્સ છે. સરકારી તપાસ મે મહિનાના અંતે અહેવાલ આપશે. પરંતુ વચગાળાના સમય દરમિયાન, સરકારે સાઉથ એશિયન લોકો, કી વર્કર્સ અને તેમના પરિવારોના રક્ષણ માટે કયા વ્યવહારિક પગલાં લીધાં છે?

Read More...
ઋષિ સુનકે ફર્લો યોજના ઓક્ટોબર સુધી લંબાવી: 80 ટકા પગાર ચૂકવાશે

ચાન્સેલર ઋષિ સુનકે માર્ચ મહિનામાં શરૂ કરાયેલી મલ્ટિ-બિલિયન પાઉન્ડની ફર્લો યોજનાને ઓક્ટોબર સુધી લંબાવી ફર્લો કરાયેલા તમામ કર્મચારીઓને 80 ટકા પગાર ચૂકવવાની જેહારાત કરી હતી. આ યોજના અંતર્ગત હાલમાં દર મહિને મહત્તમ £2,500 સુધી વેતનના 80% રકમની ચૂકવણી કરાય છે. સ્ટાફનો ખર્ચ વહેંચવા માટે બિઝનેસીસ પાર્ટ ટાઇમ કામ કરાવી શકશે અને મહિનાની અંત સુધીમાં વ્યવસ્થાઓની વધુ વિગતો જાહેર કરવામાં આવશે. ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન ફર્લો કરાયેલા કર્મચારીઓ પાર્ટ-ટાઇમ કામ પર પાછા આવી શકશે.

Read More...
વડાપ્રધાન મોદીની ભારત માટે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (12 મે) કોરોના વાઈરસના રોગચાળાથી થંભી ગયેલા દેશના અર્થતંત્રની ગાડી ફરી દોડતી કરવા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત દેશને સંબોધનમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સંકટનો સામનો કરતા, નવા સંકલ્પ સાથે હું આજે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરું છું.

Read More...
વિસા, ઓસીઆઇ કાર્ડ સસ્પેન્શનથી દેશ પાછા ફરવા માંગતા ભારતીયોને મુશ્કેલી

અમેરિકામાં વસતા એચ-1બી વર્ક વિસા અથવા ગ્રીન કાર્ડ ધારક ભારતીયો કે જેમના બાળકો જન્મથી જ અમેરિકન નાગરિકો છે તેઓને એર ઇન્ડિયાની વાપસીની ફલાઇટ્સમાં બેસીને દેશ પાછા ફરતા અટકાવાઇ રહ્યા છે. ન્યૂ યોર્ક સ્થિત સામુદાયિક અગ્રણી પ્રેમ ભંડારીએ મે પાંચની ટ્રાવેલ એડવાઇઝરીથી ઓસીઆઇ કાર્ડધારકો માટે ઊભી થયેલી પીડાદાયી સ્થિતિ વર્ણવી છે. ભારત પાછા ફરવા માંગતા એચ-1બી, ગ્રીન-કાર્ડધારક ભારતીયો માટે વિકટ સ્થિતિ જન્મી છે.

Read More...
વીસાની મુદત છ મહિનાથી ઓછી રહી હશે તો ભારતીયો અમેરિકા જઇ નહીં શકે

અમેરિકા જવા ઈચ્છતા જે ભારતીય નાગરિકોના વિઝા છ મહીનાથી ઓછા સમય માટે માન્ય રહ્યા છે તેઓ ‘વંદે ભારત મિશન’ અંતર્ગત અમેરિકા નહીં જઈ શકે. જે વિદ્યાર્થીઓએ તાજેતરમાં અમેરિકાની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે પરંતુ મહામારી પહેલા જોઈન નથી થયા તેઓને પણ અમેરિકા નહીં લઈ જવામાં આવે.

Read More...
લોકડાઉનમાં આર્થિક સહાયના મામલે અમેરિકા કરતાં યુરોપ વધુ ઉદાર

કોરોના વાઇરસની મહામારીના કારણે વિશ્વભરના દેશો તેમના નાગરિકોને સમાજિક અને આર્થિક લાભો આપવાની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. વિશ્વમાં જેમની ગણના સંપન્ન સમાજ ધરાવતા દેશો તરીકે કરવામાં આવે છે તેવા યુરોપીયન દેશો અને અમેરિકામાં આ સમાજિક-આર્થિક લાભ આપવની વ્યવસ્થામાં ઘણો વિરોધાસાભ જોવા મળ્યો છે. યુરોપીયન દેશોની વેજ સપોર્ટ નીતિના કારણે ત્યાંના કરોડો નાગરિકોની નોકરી બચી ગઇ છે, જ્યારે અમેરિકામાં અત્યારે બેરોજગાjr ૧૪.૭ ટકાના દરે પહોંચી છે. જેના કારણે ત્યાંની સરકાર જોબલેસ બેનિફિટ્સ આપી રહી છે.

Read More...
ગુજરાતમાં કોરોના વાયરસના 8904 કેસ થયાં તેમજ કુલ 537 લોકોનાં મોત થયાં

રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ હવે બેકાબૂ બન્યો છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રાજ્યમાં મંગળવારે કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસનોની સંખ્યા વધી છે. રાજ્યમાં નવી ડિસ્ચાર્જ પોલીસી અમલમાં આવ્યા બાદ 446 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિ કેસની સંખ્યા વધીને 8904 થઈ છે.

Read More...
તમારા યાતના – પીડા પરત્વે સભાન – સજાગ થવું

જ્યારે તમે આધ્યાત્મિક માર્ગે પ્રવેશો છો ત્યારે બધું જ ઉથલપાથલ થતું હોય અને ધાંધલધમાલની તથા તમામ માટે પ્રશ્નો ઉદભવે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. તમે ક્યાં ઊભા રહેવું તે સુદ્ધાં કે બીજું કાંઇ સમજી શકતા નથી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
અમેરિકાની ઇક્વિટી કંપની વિસ્ટાનું જિયો પ્લેટફોર્મમાં રોકાણ

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રોકાણો એકત્રિત કરીને દેવા મુક્ત રિકવરી તરફ આગળ વધી રહી છે. આ શ્રેણીમાં ફેસબુક અને સિલ્વર લેક પછી, અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (વિસ્ટા) જિઓ પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જિયો અને રિલાયન્સે ગુરુવારે તેની જાહેરાત કરી હતી. વિસ્ટાનું રોકાણ જિઓ પ્લેટફોર્મમાં તેનો હિસ્સો વધારીને 2.32% કરશે.

Read More...
બેંકિગ ક્ષેત્રમાં મહત્ત્વના હોદ્દા પર ભારતીયની નિમણુંક

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયન અમેરિકન અશોક મિશેલ પિન્ટોની નિમણૂંક ઈન્ટરનેશનલ બેંક ફોર રીકન્સ્ટ્રકશન એન્ડ ડેવલપમેન્ટ (આઈબીઆરડી)ના પ્રતિનિધિ તરીકે કરી છે. તેઓ આઈબીઆરડીના બે વર્ષ માટે ઓલ્ટરનેટ એક્ઝિક્યુટિવ ડાયરેકટર બન્યા છે. જો દેશની સેનેટ મંજૂરી આપશે તો અશોક મિશેલ પિન્ટો હોદ્દાનું રાજીનામુ આપનાર એરિક બેથેલનું સ્થાન લેશે.પિન્ટો હાલમાં યુનાઈટેડ સ્ટેટસ્ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરિ ખાતે ઈન્ટરનેશનલ એફેર્સ માટેના અન્ડર સેક્રેટરીના કાઉન્સેલર તરીકે ફરજ બજાવે છે.

Read More...
ઇરાનની એરલાઇન્સે પ્રતિબંધ છતાં સેવા ચાલુ રાખી હતી

ઈરાનની એક એરલાઈન્સે પ્રતિબંધ છતા અનેક દેશોમાં પોતાની સેવા ચાલુ રાખી હોવાનું સામે આવ્યું છે. એક અહેવાલ પ્રમાણે તે દરમિયાન સંક્રમિત દર્દીઓને પણ વિમાનમાં મુસાફરી કરવા દેવામાં આવી હતી. ઈરાને 31મી જાન્યુઆરીના રોજ ચીન જવા પર અથવા તો ચીનથી પરત આવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. પરંતુ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલી ખાનગી એરલાઈન ‘મહાન એર’એ તેના અનેક સપ્તાહ બાદ સુધી પોતાની સેવા ચાલુ રાખી હતી. આ દરમિયાન મહાન એરના વિમાન ચીન અને અન્ય દેશોમાં ઉડાન ભરતા રહ્યા હતા. એરલાઈન્સે પ્રતિબંધ બાદ ફ્લાઈટ સેવાઓ ચાલુ રાખવા અંગે જુઠાણાનો સહારો લીધો હતો.

Read More...
  Entertainment

સલમાનનું નવું સોન્ગ રિલીઝ થયું

પ્યાર કરો ના બાદ સલમાન ખાન હવે પોતાનું નવું એક સોન્ગ તેરે બિના રિલીઝ કરવા જઈ રહ્યો છે. જેમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિસ જોવા મળશે. અત્યારે સલમાન ખાન લોકડાઉન દરમિયાન પોતાના પનવેલવાળા ફાર્મહાઉસ પર રહી રહ્યો છે અને તેની સાથે જેકલીન, યૂલિયા વંતૂર, આયુષ શર્મા અને તેની ફેમિલી ઉપરાંત પણ કેટલાક લોકો રહી રહ્યા છે.

ઋષિ કપૂરે 1970માં ઋષિ એ પિતાની ફિલ્મ ‘મેરા નામ જોકર’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં પિતાના નાનપણનો રોલ પ્લે કર્યો હતો. ઋષિ એ 1973માં ‘બોબી’થી કરિયરની શરૂઆત કરી હતી.

Read More...

હુમા કુરૈશીને હોલીવુડમાં બ્રેક મળ્યો

હિન્દી ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવનારી હુમા કુરૈશીને બહુ ઓછા રોલ્સ એવા મળ્યા છે. જેમાં તે કંઈક કૌતક બતાવી શકી હોય, આથી તેણે દીપા મહેતાના ડાયસ્ટોપિયન ડ્રામા ‘લૈલા’માં કામ કરી ઓટીટી પ્લેટફોર્મ ઝુકાવ્યું અને એ પછી થોડા દિવસો માટે અમેરિકાના લોસ એન્જેલસમાં ગઈ જ્યાં તેના નસીબ આડેનું પાંદડું હટી ગયું અને અમેરિકન ફિલ્મસર્જક ઝેક સ્નાયકરની ઝોમ્બી ફિલ્મ મળી અને સાથે તેણે બોલીવૂડમાંથી સીધી હોલીવૂડમાં છલાંગ મારી.

Read More...

કૌન બનેગા કરોડપતિની નવી સીઝનની જાહેરાત

કોન બનેગા કરોડપતિ (KBC)ના 12મા સીઝનની જાહેરાત કરી દેવામાં આવી છે. પોતાના 20 વર્ષમાં પ્રવેશ કરનાર કેબીસી ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ શોની ઓળખ જ એવી રહી છે કે જેમાં જ્ઞાનના દમ પર સામાન્ય લોકોનુ જીવન બદલી દેવામાં આવે છે.

આ શો સ્ટૂડિયો નેક્સ્ટના નિર્માણમાં બનશે અને સિલેક્શન પ્રોસેસ સોની લાઇવ એપ દ્વારા ડિજીટલ માધ્યમથી થશે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ડિજીટલ સિલેક્શન પ્રોસેસની પસંદગી કરવામાં આવી છે.

આ શોને લઇને અનુમાન બાંધવામાં આવી રહ્યા છે કે, કેબીસી શો પહેલા કરતા પણ વધુ લોકો સુધી પહોંચશે અને એમાં ભાગ લેનારાઓની સંખ્યા વધશે.

Read More...

સીતા હવે સરોજીની નાયડુ બનશે

લગભગ ૩૦ વરસ પછી રામાનંદ સાગરની રમાયણના પુનઃપ્રસારણથી શોના દરેક પાત્રો ચર્ચામાં છે. આ દરમિયાન સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ પોતાની આગામી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી છે. દીપિકા જલદી જ સરોજિની નાયડુના જીવન પર બની રહેલી ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે મુખ્ય પાત્ર ભજવી રહી છે. સરોજિનીનું પહેલુ પોસ્ટર પણ દીપિકો જ સોશિયલ મીડિયા પરના પોતાના અકાઉન્ટ પરથી શેર કર્યું છે. દીપિકાએ આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, સરોજિની નાયડૂ.. પહેલુ લુક. પોસ્ટર.

આ પોસ્ટર દ્વારા આ ફિલ્મને સ્વતંત્રતા ની નાયિકાની એક અનકહી કહાની તરીકે દર્શાવામાં આવી છે. દીપિકા આ પહેલા પણ આ ફિલ્મ વિશે કહી ચુકી છે. તેણે કહ્યું હતું કે, મને સરોજિની નાયડૂની બાયોપિક ઓફર થઇ છે.

Read More...
 
gg2
સંસ્થા સમાચાર અવસાન નોંધ
 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]