UK News |
વડાપ્રધાનની લોકડાઉન યોજનાની ટીકા |
વડાપ્રધાન બોરીસ જ્હોન્સને કોરોનાવાયરસ લૉકડાઉનમાંથી પોતાની ‘એક્ઝિટ વ્યૂહરચના’ અંગે રવિવાર તા. 10મી મેના રોજ સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. તેમણે બ્રિટનવાસીઓને નવા સૂત્રમાં ‘સ્ટે એલર્ટ, કંટ્રોલ વાયરસ એન્ડ સેવ લાઇવ્સ’ સુત્ર આપ્યુ હતુ. જો કે નિકોલા સ્ટર્જન અને લેબર પાર્ટીએ નવા ‘સ્ટે એલર્ટ’ યોજનાને ‘ભૂલ ભરેલી’ અને ‘ટોટલ જોક’ સમાન ગણાવી હતી. જ્હોન્સનના શક્તિશાળી ‘સ્ટે હોમ’ મંત્રને હળવો કરવાના નિર્ણયની નિંદા કરવામાં નિકોલા સ્ટર્જન સાથે વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ પણ જોડાયા હતા. લેબરના સર કેર સ્ટાર્મરે કહ્યું કે ‘સ્પષ્ટતા અને સંમતિ’ નો અભાવ હતો.વડા પ્રધાન અસરકારક રીતે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યા વિના અને સલામતી અથવા સ્પષ્ટ માર્ગદર્શન માટેની સ્પષ્ટ યોજના વિના લાખો લોકોને કામ પર પાછા ફરવાનું કહી રહ્યા છે.’’ તેમના અન્ય રાજકીય હરીફોએ યોજના મૂંઝવણભરી હોવાનુ જણાવ્યુ હતુ. ‘ડાઉનિંગ સ્ટ્રીટથી રાષ્ટ્રને ટીવી સંબોધનમાં વડા પ્રધાને ખૂની બિમારીને રોકવા બદલ બ્રિટનના ‘બલિદાન’ની સરાહના કરતા જણાવ્યુ હતુ કે ‘’સરકારની અગ્રતા એ છે કે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયત્નોને ‘ફેંકી દેવા’ જોઇએ નહિ. Read More... |
કોવિડ-19ની મહામારીઃ સાઈબર ફ્રોડના પ્રયાસો સામે સાવચેત રહો
|
છેલ્લા કેટલાક મહિનાઓથી માનવજાતમાં એક જીવલેણ વાઈરસ ફેલાઈ રહ્યો જ છે. કોરોનાવાઈરસે જે રીતે વિશ્વના લગભગ તમામ દેશોમાં હજ્જારો લોકોને ચેપગ્રસ્ત કર્યા છે, તેવી જ રીતે કોવિડ-19 રોગચાળા વિષે એક અપપ્રચારનો પણ ફેલાવો થઈ રહ્યો છે, તેનો ઈલાજ મળી આવ્યાના નિરાધાર દાવાઓ દ્વારા ફ્રોડ તત્ત્વો નિર્દોષ અને ઓછું જાણતા, સમજતા લોકોની દયાજનક સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.
માઈન્ડ ખાતેના હેડ ઓફ ઈન્ફોર્મેશન સ્ટીફન બકલેએ “ગરવી ગુજરાત”ને જણાવ્યું હતું કેઃ “સોશિયલ મીડિયા આપને લોકો સાથે સંપર્કમાં રહેવામાં મદદરૂપ થઈ શકે છે,
Read More... |
£1.5 બીલીયનની છેતરપિંડી કેસમાં નીરવ મોદીએ સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી
|
ગયા વર્ષે હોલબોર્નની એક બેંકમાં ખાતું ખોલવાનો પ્રયાસ કરવા જતા ધરપકડ કરાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ જ્વેલરી મોગલ નીરવ મોદીએ £1.5 બીલીયનની છેતરપિંડી કેસમાં સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનુ ગઈકાલે કોર્ટને કહેવામાં આવ્યું હતું.
49 વર્ષીય નીરવ મોદીએ ભારતીય સરકારી માલિકીની પંજાબ નેશનલ બેન્કમાંથી મોટી છેતરપિંડીમાં કથિત ભાગ લીધા પછી ભાગી ગયો હતો. છેલ્લા 14 મહિનાથી ભારતની પ્રત્યાર્પણની લડત લડી રહ્યો છે
Read More... |
|
international news |
|
વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.87 લાખ કેસ, અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોનાં મોત
|
વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.87 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સ્પેનની સૌથી વૃદ્ધ મહિલા (113 વર્ષ) મારિયા બ્રાયન્સ હવે સ્વસ્થ્ય છે. તેમઓ એપ્રિલ મહિનામાં અન્ય એક મહિલા સાથે સંક્રમિત થઈ ગયા હતા.
બ્રાયન્સને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે સ્ટાફે બહાર આવીને તાલીઓથી તેમનું સ્વાગત કર્યું હતું. અહીં મરનારની સંખ્યા 40 હજારને પાર થઈ ગયો છે.
Read More... |
અમેરિકામાં 83425 લોકોનાં મોત થયાં, કુલ 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા |
વિશ્વભરમાં કોરોનાના 43.42 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2.93 લોકોએ જીવ ગુમાવ્યા છે. 16 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 83 હજાર 425 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. 2.97 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
Read More... |
ન્યુઝિલેન્ડ, જર્મની, બેલ્જિયમમાં ચાર સ્વજનોને ભેગા થવાની છૂટઃ યુરોપમાં લૉકડાઉન હળવું |
કોરોનાએ આરોગ્ય સાથે સામાજિક સમસ્યાઓ પણ ઉભી કરી છે. પરિવારજનો, સગાં-વ્હાલાં-સ્વજનો વિખુટા પડી ગયા છે. કોઈના મૃત્યુ જેવા પ્રસંગોમાં પણ પરિવારજનો જઈ શકતા નથી. પરિણામે સામાજીક ખાઈ મોટી થતી જાય છે. તેની સામે કેટલાક દેશોએ સોશિયલ ગેધરિંગની રણનીતિ અપનાવી છે. બેલ્જિયમ, ન્યુઝિલેન્ડ, જર્મની જેવા દેશોએ ચાર વ્યક્તિ સુધી ભેગા થવાની છૂટ આપી છે.
Read More... |
|