UK News |
સરકાર એશિયન સમુદાયના લોકોના મૃત્યુથી ચિંતીત – અમે પગલા લઇશુ : ગ્રાન્ટ શેપ્સ |
‘’અમે માઇનોરીટી અને ખાસ કરીના સાઉથ એશિયન સમુદાયના લોકોના મૃત્યુથી ઘણાં ચિંતીત છીએ અને સાઉથ એશિયન સમુદાયના લોકોના મૃત્યુને નિવારવા અમે બનતા બધા પગલા લઇશું. કન્વીનીયન્સ સ્ટોર્સ અને ફાર્મસીમાં કામ કરતા તમામ લોકોને અમે ફ્રન્ટલાઇન પર કામ કરતા કી વર્કર જેટલા જ સમાન ગણીએ છીએ અને તેઓ અકલ્પ્ય સમયમાં આ દેશના ચલાવી રહ્યા છે. અમે ખાતરી રાખીશુ કે તે બધા સમાન રહે અને તે સૌને સાચી સુરક્ષા મળે’’ એમ 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે ડેઇલી પ્રેસ બ્રિફીંગમાં ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે ‘ગરવી ગુજરાત’ના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષ સોલંકીના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું. Read More... |
ઋષિ સુનકે ફર્લો યોજનાને ઓક્ટોબર સુધી લંબાવી: 80 ટકા પગાર ચૂકવાશે
|
ચાન્સેલર ઋષિ સુનકે માર્ચ મહિનામાં શરૂ કરાયેલી મલ્ટિ-બિલિયન પાઉન્ડની ફર્લો યોજનાને ઓક્ટોબર સુધી લંબાવી ફર્લો કરાયેલા તમામ કર્મચારીઓને 80 ટકા પગાર ચૂકવવાની જેહારાત કરી હતી. આ યોજના અંતર્ગત હાલમાં દર મહિને મહત્તમ £2,500 સુધી વેતનના 80% રકમની ચૂકવણી કરાય છે.
Read More... |
કોરોનાવાયરસથી બચવા માટે નવી સલાહ
|
કોરોનાવાયરસ કોરોનાવાયરસનો ચેપ ન લાગે તે માટે અને બચવા માટે જાહેર જનતાને સામ-સામે વાત કરવાનું ટાળવા, નિયમિત કપડાં ધોઈ લેવા અને ઘરની બારીઓ ખુલ્લી રાખવા જણવાયુ છે. વાયરસ કેટલાક દિવસો સુધી કાપડ પર ટકી શકે છે તેથી કપડા દ્વારા તે ચહેરાને સ્પર્શે તો ચેપ લાગી શકે છે.
Read More... |
બીબીસી પત્રકાર સીમા કોટેચા સાથે રેસીસ્ટ દુર્વ્યવહાર કરનાર સામે આરોપ મૂકાયો
|
બીબીસીના રિપોર્ટર સિમા કોટેચા લેસ્ટરમાં જીવંત પ્રસારણની તૈયારી કરતા હતા ત્યારે લેસ્ટરના ગ્લેનફિલ્ડ રોડના 50 વર્ષીય રસેલ રાઓલિંગ્સને તેમને ધમકી આપી અપમાનજનક વર્તન કરી રેસીસ્ટ દુર્વ્યવહાર કરતા તેની સામે કોર્ટમાં આરોપ મૂકાયો હતો.
Read More... |
|
international news |
|
અમેરિકામાં પોઝિટિવ કેસ 13.86 લાખ, મૃત્યુઆંક 82 હજારની નજીક
|
વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.56 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.87 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.27 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 13.86 લાખ કેસ નોંધાય છે. જ્યારે 81 હજાર 795 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 96.20 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.
Read More... |
કોરોના વેક્સિન બનાવવામાં 7 થી 8 ઉમેદવારો ઝડપી કામ કરી રહ્યા છે : WHO |
WHOના ચીફ ટેડરોસ અધનોમ ગેબ્રેયેસસે સોમવારે યૂએન ઇકોનૉમિક અને સોશિયલ કાઉન્સિલની વીડિયો કૉન્ફરન્સમાં કહ્યુ કે કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સીનના લગભગ 7-8 ટૉપ ઉમેદવાર છે જે વેક્સિન બનાવવામાં ઝડપી કામ કરી રહ્યા છે.
Read More... |
વુહાનમાં 6 નવા કેસ નોંધાતા ચીનની સરકાર શહેરના બધા જ નાગરિકોની ટેસ્ટિંગ કરશે |
કોરોના વાયરસના સંક્રમણનું કેન્દ્ર રહેલા ચીનના વુહાન શહેરમાં હવે તમામ નાગરિકોની તપાસ કરવામાં આવશે. હાલમાંજ વુહાનમાં કોરોના વાયરસના 6 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ ચીનની સરકારમાં ઉથલ પુથલનો માહોલ છે. વુહાનમાં નવા કેસ સામે આવ્યા બાદ સરકારે શહેરના તમામ નાગરિકોના ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે.
Read More... |
|