UK News | વડાપ્રધાને ત્રણ તબક્કાની લોકડાઉન યોજના જાહેર કરી |
વડાપ્રધાન બોરીસ જ્હોન્સને કોરોનાવાયરસના આક્રમણ બાદ લોકડાઉનમાંથી બહાર નીકળવાની અને આગામી ત્રણ મહિનામાં બ્રિટનને સામાન્ય સ્થિતિમાં લાવવાની ત્રણ તબક્કાની યોજના જાહેર કરી હતી. શક્ય હોય ત્યાં કામ પર જવા માટે જણાવવામાં આવતા આ અંગે મૂંઝવણ અનુભવતા લોકો આજે સોમવારે જ નોકરી ધંધે જવા ઘરની બહાર નીકળી આવ્યા હતા અને રોડ-રસ્તા તેમજ ટ્યુબ ટ્રેનોમાં ભીડ કરી મૂકી હતી. ‘શરતી’ યોજના મુજબ જૂન મહિનામાં શાળાઓ અને જુલાઈમાં પબ, બાર, રેસ્ટોરંટ્સ, હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી શકાશે. સામાજિક અંતર લાગુ કરવાની શરતે કર્મચારીઓ કોઈપણ સંખ્યામાં કામ પર પાછા આવી શકશે, પરંતુ પરિવારો મળી શકશે નહીં. ગાર્ડન સેન્ટરને ‘સામાજિક અંતર’ના નિયમો લાગુ કરવાની શરતે બુધવારથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે બહાર એક્સરસાઇઝ કરવા પરના નિયમોને રદ કર્યા હતા. યુકેમાં વાયરસથી ઉદભવતા ખતરા પર નજર રાખવા માટે પાંચ-સ્તરની ડેફકોન-સ્ટાઇલની વોર્નીંગ સિસ્ટમ રજૂ કરાશે.વડાપ્રધાને જણાવ્યુ હતુ કે ‘’પ્રાથમિક શાળાઓ તા. 1 જુનથી જ ખુલશે. રીસેપ્શન, યર ૧ અને યર 6 પહેલા શરૂ થશે. તે પછી જુલાઇમાં પરીક્ષાઓનો સામનો કરી રહેલા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉનાળાની રજાઓ પહેલાં શિક્ષકો સાથે ‘ઓછામાં ઓછો થોડો સમય’ મળી શકે તે માટે જુલાઇમાં કેટલોક સમય શાળઆએ જઇ શકશે. Read More... |
|
international news |
|
વિશ્વમાં અત્યાર સુધીમાં 41.80 લાખ લોકો સંક્રમિત, કુલ 2.83 લાખ લોકોના મોત
|
વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 41 લાખ 80 હજાર 137 થઈ છે. જ્યારે 2 લાખ 83 હજાર 852 લોકોના મોત છે. જોકે 14 લાખ 90 હજાર 590 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 776 લોકોના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ સંક્રમણના કેસ મળ્યા છે. દેશમાં મરનારાઓની સંખ્યા 80 હજારથી વધુ થઈ ગઈ છે, જ્યારે 13 લાખથી વધુ દર્દીઓ મળ્યા છે.જર્મનીમાં લોકડાઉનમાં ઢીલ આપ્યાના એક દિવસ બાદ જ સંક્રમણના મામલામાં વધારો જોવા મળ્યો. લોકડાઉન હટાવવાની માંગને લઈને શનિવારે હજારો લોકોએ દેખાવો કર્યા હતા.
આ પહેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે 16 રાજ્યોના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ લોકડાઉનમાં છૂટની જાહેરાત કરી હતી. અહીં એક લાખ 71 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે 7569ના મોત થયા છે.અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટના કાર્યાલયે રવિવારે કહ્યું કે તે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન થશે નહિ. શુક્રવારે તેમના પ્રવક્તાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં પેંસની પણ તપાસ કરવામાં આવી હતી, જોકે તેમનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો.
Read More... |
WHOએ કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન ફૂડ સેફ્ટી અંગેની ગાઈડ લાઈન જાહેર કરી |
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસ મહામારી દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષાને લઈ અનેક પ્રકારના દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે અને તે અંતર્ગત ફુડ સેફ્ટીને લઈ કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. સાથે જ તે શા માટે જરૂરી છે તેમ પણ બતાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ ખાવાની વસ્તુને સુરક્ષિત રાખવા કઈ પાંચ પદ્ધતિઓ વાપરી શકાય.સફાઈનું વિશેષ ધ્યાન રાખો
ખાવાનું બનાવતી વખતે અથવા તો કોઈ પણ ખાદ્ય સામગ્રીને અડતા પહેલા બંને હાથને સારી રીતે સાફ કરો. ટોયલેટ કર્યા બાદ હાથને સારી રીતે ધોવો. ભોજન બનાવતી વખતે જેટલી પણ સપાટીના સંસર્ગમાં આવવાનું થતું હોય તેને સારી રીતે ધોવો અથવા સેનિટાઈઝ કરો.
કિચન એરિયાને તમામ પ્રકારના જીવ-જંતુઓથી દૂર રાખો અને પ્રાણીઓથી દૂર રહો. મોટા ભાગના સૂક્ષ્મ જીવ બીમારીનું કારણ નથી હોતા પરંતુ ગંદી સપાટી, પાણી અને પ્રાણીઓમાં વ્યાપક પ્રમાણમાં ખતરનાક સૂક્ષ્મ જીવો હોય છે. આવા સૂક્ષ્મજીવો વાસણ લુછવામાં, રસોડાના અન્ય કપડા અને કટિંગ બોર્ડમાં સરળતાથી આવી જાય છે અને હાથ દ્વારા ભોજન સુધી પહોંચે છે જેથી અનેક પ્રકારના ખોરાકથી થતા રોગ થાય છે.
Read More... |
અમેરિકી સંસદમાં 40 હજાર વિદેશી ડૉક્ટર, નર્સને ગ્રીનકાર્ડની ભલામણનુ વિધેયક રજૂ |
અમેરિકન સાંસદોએ 40 હજાર વિદેશી ડૉક્ટર-નર્સોને ગ્રીન કાર્ડ આપવા શુક્રવારે સંસદમાં એક બિલ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવા લવાયેલું આ બિલ જો કાયદાનું રૂપ લેશે, તો તેનાથી મોટી સંખ્યામાં એ ભારતીયોને ફાયદો થશે, જેમની પાસે પહેલેથી જ એચ-1બી કે જે-2 વિઝા છે. ધ હેલ્થકેર વર્કફોર્સ રેસિલિયન્સ એક્ટ નામના આ બિલથી એ ગ્રીન કાર્ડ જારી કરી શકાશે, જેમને થોડા વર્ષો પહેલા કોંગ્રેસે મંજૂરી આપી હતી, પરંતુ તેમને અપાયા ન હતા. આ બિલથી કોરોના મહામારી દરમિયાન 15 હજાર ડૉક્ટર અને 5 હજાર નર્સને ગ્રીન કાર્ડ જારી કરાશે, જેથી હેલ્થ પ્રોફેશનલોની અછત ન સર્જાય. અમેરિકન કોંગ્રેસમાં બિલ રજૂ કરનારા સાંસદોમાં એબી પિંકનોએર, બ્રેડ શ્નીડર, ટોમ કોલે અને ડોન બેકોન સામેલ છે.
Read More... |
|
|
|
|