Vol. 1 No. 13 About   |   Contact   |   Advertise 08th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 



  UK News
બોરીસ જહોન્સન સોમવારથી લોકડાઉન હળવુ કરશે

બોરીસ જ્હોન્સન અર્થતંત્રને બચાવવા માટે સોમવારથી પાંચ-પગલાની યોજના જાહેર કરી બ્રિટનના છ અઠવાડિયાના કોરોનાવાયરસ લોકડાઉનને હટાવી આંશીક મુક્તિ આપનાર છે. સરકાર દ્વારા ‘સ્ટે હોમ’ના નારાને બદલે ‘સ્ટે સેફ, સેવ લાઇવ્સ’ નારાને બુલંદ કરવામાં આવશે. લોકડાઉનની નવી મુક્તિમાં કસરત કરવાની મર્યાદામાં અને પિકનીક તેમજ ગ્રામીણ પ્રવાસો માટે નવા પાંચ-પગલા રોડમેપમાં મંજૂરી આપવામાં આવશે. વડાપ્રધાન બોરીસ જ્હોન્સન રવિવારે રાષ્ટ્ર જોગ સંબોધનમાં લોકડાઉનમાંથી બહાર નીકળવાની યોજનાની જાહેરાત કરનાર છે. સોમવારે ગાર્ડન સેન્ટર ફરી ખુલશે અને કામદારો ખુલ્લા થઇ રહેલા બિઝનેસીસમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. જો કે, નિયંત્રણો હળવા થયા પછી જો યુકેમાં વાયરસનો બીજો જીવલેણ ઉથલો આવશે તો લોકડાઉનની યોજનાઓ બદલાઈ શકે છે.
Read More...
મેયર દ્વારા કોવિડ-19 મૃત્યુદરની અસમાનતાને પહોંચી વળવા વધુ પારદર્શિતા અને સંયુક્ત પ્રયત્નોની હાકલ
લંડનના મેયર સાદિક ખાને કોવિડ-19ની અસમાનતાને પહોંચી વળવા વધુ પારદર્શિતા અને સંયુક્ત પ્રયત્નો કરવા તેમજ શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોના કેટલા લોકો રોગચાળામાં મરણ પામ્યા છે તેનો સાચો આંક જાણવા મૃત્યુના પ્રમાણપત્રો પર વંશીયતાની નોંધ કરવા હાકલ કરી છે. મેયરે ખુલ્લી અસમાનતાને પહોંચી વળવા શું કરી શકાય તેની ચર્ચા કરવા માટે સમગ્ર રાજધાનીના વિવિધ સમુદાયના નેતાઓને એકઠા થવા જણાવ્યુ છે. લંડનના વિવિધ સમુદાયો પર કોવિડ-19ની અસરની સમજને સુધારવા માટે સિટી હોલ ડેટા વિશ્લેષણ કરશે.

Read More...
પી.પી.ઇ.ની તંગી વિશે વાત કરવા બદલ લેબર સાંસદ નાદિયાને કેરરની નોકરીમાંથી પાણીચુ
નોટીંગહામ ઇસ્ટના લેબર સાંસદ અને લગભગ એક મહિનાથી લાર્ક હિલ રીટાયરમેન્ટ હોમમાં કામ કરતા કેરર નાદિયા વ્હિટોમ પોતાના કેર વર્કર તરીકેના અનુભવનો લાભ આપવા નોકરીમાં પાછા ફર્યા હતા પરંતુ પી.પી.ઇ.ની તંગી વિશે સ્ટાફની સલામતી અંગેની ચિંતા વ્યક્ત કર્યા બાદ તેમને નોકરી ગુમાવવી પડી છે. નાદિયા વ્હિટોમ એક્સ્ટ્રા કેર ચેરીટેબલ ટ્રસ્ટ માટે કામ કરતા હતા પરંતુ મંગળવાર તા. 5ના રોજ તેમને ટિપ્પણીઓને લીધે જવું પડ્યું હતુ. જો કે તેમણે કદી પી.પી.ઇ.ના અભાવ માટે કંપનીને દોષીત ઠેરવી ન હતી.

Read More...
નીસ્ડન BAPS મંદિર દ્વારા કોરોનાના રોગચાળાની કટોકટીમાં એશિયન, બ્લેક કી વર્કર્સને અંજલિ આપતો નવો વિડિયો પ્રસ્તુત
નીસ્ડનના બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયમ સંસ્થાના મંદિર દ્વારા યુકેમાં હાલની કોરોના વાઈરસના રોગચાળાની કટોકટીના સંજોગોમાં દેશની સેવા કરી રહેલા હજ્જારો કી વર્કર્સને અંજલિ આપતો એક નવો વિડિયો પ્રસ્તુત કરાયો છે.એક કવિતા ઉપર આધારિત આ નવા વિડિયોમાં વિવિધ ક્ષેત્રોના એક સો કાર્યકરો – ડોક્ટર્સ, નર્સીઝ, ફાર્માસિસ્ટ્સ તેમજ અન્ય લોકોને પ્રસ્તુત કરાયા છે. આ લોકો સહિતના હજ્જારો એશિયન, બ્લેક તથા માઈનોરિટી એથનિક કી વર્કર્સ હાલમાં રોગચાળાના મોરચે મોખરે રહી દેશની અને દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે.

Read More...
  international news
વિશ્વભરમાં 39.17 લાખ કેસ, 2.70 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 39 લાખ 17 હજાર 532થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. 2 લાખ 70 હજાર 720 લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખ 44 હજાર 120 લોકોને સારવાર પછી હોસ્પિટલમાં રજા અપાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના નવા સ્ટડીમાં ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં કહેવાયું છે કે સંક્રમણનો કડક વલણથી સામનો કરવામાં ન આવ્યો તો આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે.
Read More...
વાઈટ હાઉસમાં ગુરૂવારે બેપ્સના હરીશભાઈએ ટ્રમ્પની ઉપસ્થિતિમાં શાંતિપાઠ કર્યા
અમેરિકામાં ગુરૂવારે (7 મે) નેશનલ ડે ઓફ પ્રેયર (રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ) હતો. વાઈટ હાઉસમાં એ પ્રસંગે યોજાએલી પ્રાર્થનાઓમાં બેપ્સને પણ ખાસ આમંત્રણ અપાયું હતું. આમંત્રણને માન આપી બેપ્સના સત્સંગી હરીશભાઈ બ્રહ્મભટ્ટ વાઈટ હાઉસ ગયા હતા અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાંતિ પાઠ કર્યા હતા.
Read More...
અમેરિકાથી ભારતીયોને પરત લાવવા શનિવારથી સ્પેશિયલ ફલાઇટ શરૂ થશે
અમેરિકામાંથી ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે શનિવારથી સાત નોન શિડયુલ્ડ સ્પેશિયલ ફલાઇટ શરૃ થશે તેમ ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય લોકડાઉનને કારણે અનેક ભારતીયો અમેરિકા સહિતના અનેક દેશોમાં ફસાયેલા છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર હાલમાં સાત ફલાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં અત્યાર સુધીમાં 56,342 લોકો કોરોના સંક્રમિત છે, જ્યારે 1886 દર્દીઓના મોત થયા

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56,523એ પહોંચી ગઈ છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં 87, રાજસ્થાન અને ઓરિસ્સામાં 26-26 જ્યારે બિહારમાં 6દર્દી મળ્યા છે. આ મહિનાના પહેલા સપ્તાહમાં કુલ 21 હજાર 485 દર્દી વધ્યા છે. આ કુલ સંક્રમિતોનો 38% છે. આ દરમિયાન 6827 દર્દી સાજા પણ થયા છે. આ પહેલા ગુરુવારે દેશભરમાં સંક્રમણના 3344 કેસ સામે આવ્યા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કુલ 56 હજાર 342 સંક્રમિત છે.
Read More...

ઓરંગાબાદ પાસે માલગાડી નીચે કપાઈ જતાં 16 શ્રમિકોનાં મોત
એક તરફ દેશમાં કોરોનાને લઈ ભારે સંકટ વ્યાપેલું છે ત્યારે એક પછી એક દુર્ઘટનાને લઈ હાહાકાર મચી જવા પામ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ભારે મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. ઘટનાની વિગતો પ્રમાણે રેલવે ટ્રેક પર સૂઈ રહેલા અનેક લોકો પર માલગાડી ફરી વળી હતી અને 15 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
Read More...

મજૂરો સાથે થઈ રહેલા વ્યવ્હાર પર શરમ આવવી જોઇએઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં માલગાડીની લપેટમાં આવવાથી કેટલાક પ્રવાસી મજૂરોના મૃત્યુ પર દુઃખ જાહેર કરતા કહ્યું છે કે, રાષ્ટ્રનું નિર્માણ કરનાર મજૂરો સાથે જે પ્રકારનો વ્યવ્હાર કરાઈ રહ્યો છે તે જોઈને શરમ આવવી જોઇએ. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે માલગાડીની નીચે કચડાઈ જવાના કારણે મોતને ભેટેલા મજૂર ભાઈ-બહેનોના મૃત્યુના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો. આપણે આપણે રાષ્ટ્રનું નિર્માણ કરનારાઓની સાથે જે રીતે વ્યવહાર કરી રહ્યા છીએ તેના પર આપણને શરમ આવવી જોઇએ.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, કુલ 7013 કેસ, મૃત્યુઆંક 425
ગુજરાતમાં કોરોનાની સ્થિતી હજુય ચિંતાજનક બની રહી છે.વધતાં કેસો અને ઉંચા મૃત્યુદરને કારણે રાજ્ય સરકારે ટોચના આઇએસ અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.એટલું જ નહીં,અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવા માઇક્રો પ્લાનિંગ ઘડાયુ છે.જોકે,છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વધુ 388 કેસો નોધાયા હતાં જેના કારણે કુલ કેસોનો આંક 7 હજારને વટાવી ચૂક્યો છે. આજે પણ અમદાવાદમાં 275 કેસો નોંધાયા હતાં. સંપૂર્ણ લોકડાઉનને કારણે કેસોની સંખ્યામાં આંશિક ઘટાડો નોંધાયો હતો પણ મોતનો સિલસીલો યથાવત રહ્યો હતો.
Read More...
ગુજરાતમાં 1200 દિવસ રોજગારી આપનાર નવા એકમોને લેબર લૉમાંથી મુક્તિ મળશે
કોરોના મહામારીના કારણે ઊભી થનારી આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકારે તેના શ્રમ કાયદાઓમાં કેટલાક સુધારા કરતો વટહુકમ બહાર પાડવાનો નિર્ણય શુક્રવારે કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોશીયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યું છે કે આગામી સમયમાં 1200 દિવસ રોજગારી આપે તેવા નવા એકમોને લેબર લૉમાંથી મુક્તિ અપાશે. જોકે, આ છુટછાટમાં લઘુત્તમ વેતન અને શ્રમિકોની સલામતીને લગતા કાયદામાંથી મુક્તિ મળશે નહીં, તેવી ભારપૂર્વક સ્પષ્ટતા તેમણે કરી હતી.
Read More...
ગુજરાતમાંથી 4.25 લાખ શ્રમિકોને વતનમાં પહોચાડવામાં આવ્યા
લૉકડાઉનને પરિણામે ૪૫ દિવસથી રોજી વિના અટવાઈ ગયા હોવાથી અસ્વસ્થ થયેલા અંદાજે ૪.૨૫ લાખ શ્રમિકોને તમના વતન પહોંચાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ૧૦૧ જેટલી ટ્રેન મારફતે અંદાજે ૧.૨૧ લાખ જેટલા પરપ્રાન્તીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ માટે ૫૯, બિહાર માટે ૧૭, ઝારખંડ માટે ૨, ઓરિસ્સા માટે ૫, મધ્ય પ્રદેશ માટે ૫ ટ્રેન રવાના કરી છે. ગુજરાત સરકારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

Read More...
વિદેશથી પરત આવનારા ગુજરાતીઓ માટેની ગાઈડલાઈન જાહેર
કોવિડ-૧૯ મહામારીના કારણે ભારત બહાર અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવા અને પરત ફરે ત્યારે ક્વોરન્ટાઇન થવા માટે શું શું ખ્યાલ રાખવાનો રહેશે તેની ગાઇડલાઇન સામાન્ય વહીવટ વિભાગે આજે જારી કરી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ૧૦મી મેના રોજ પરત આવશે.

Read More...
 
સંસ્થા સમાચાર   અવસાન નોંધ
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store