UK News | કોરોનાવાયરસની કેર હોમ ક્ષેત્ર પર કરૂણ અસર |
યુકેમાં કોરોનાવાયરસના કારણે થયેલા તમામ મૃત્યુ પૈકી ત્રીજા ભાગના મૃત્યુ કેર હોમમાં થઈ રહ્યા છે ત્યારે કેર પ્રોવાઇડર્સ દ્વારા કોવિડ-19ની તેમના ક્ષેત્ર પર થયેલી “કરુણ અસર”ની વાત જાહેર કરી છે.
અગ્રણી એશિયન ઉદ્યોગસાહસિક, યુકેના સૌથી મોટા કેર હોમ પ્રદાતાઓમાંના એક, એચસી-વનના સ્થાપક, ડૉ. ચાય પટેલ, સીબીઇએ સ્વીકાર્યું હતુ કે તેઓ 35 વર્ષથી કામ કરે છે પરંતુ કોવિડ -19 જેવી કટોકટી ક્યારેય અનુભવી નથી. રોગચાળાની વ્યાપક અસર રહી છે.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના ગયા અઠવાડિયે આવેલા આંકડા દર્શાવે છે કે એપ્રિલ 17 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કોરોનાવાયરસના કારણે કેર હોમમાં 2,000 મૃત્યુ થયા હતા. જેને પગલે કેર હોમમાં તા. 28ના રોજ મોતની સંખ્યા 3,096 થઇ હતી.નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં કેર હોમમાં એપ્રિલના મધ્યભાગ સુધીમાં 630 મૃત્યુ થયા હતા. Read More... |
પુત્રીને સાથી વિદ્યાર્થીઓએ બુલી કરતા બિલીયોનેર પરિવારનો શાળા પર દાવો |
પુત્રીને સાથી વિદ્યાર્થીઓએ બુલી કરતા બિલીયોનેર ભારતીય ઉદ્યોગપતિ પંકજ ઓસ્વાલે વિશ્વની સૌથી ખર્ચાળ અને £100,000ની વાર્ષીક ફી ધરાવતી વિશિષ્ટ મોંઘી બોર્ડિંગ સ્વીસ સ્કૂલ ઇન્સ્ટિટટ લે રોઝી પર સ્વિટ્ઝરલેન્ડમાં દાવો કર્યો છે. પુત્રીની પૂરતી સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ હોવાના આરોપનો સ્કૂલ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે.
ઓસ્વાલે દાવો કર્યો હતો કે સ્કૂલ ‘શ્રીમંત વિદ્યાર્થીઓ ઇચ્છે તે કરવા માટેનું મેદાન’ બની ગઇ છે અને તેમની પુત્રીને પૃષ્ઠભૂમિ વિશે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરાતી ‘મજાક’નો બચાવ કરવામાં નિષ્ફળ ગઇ છે. પંકજ અને તેમની પત્ની રાધવિકા અંદાજે £ 1.5 બિલિયનની સંપત્તી ધરાવે છે
Read More... |
7થી 13 મે સુધીમાં 64 ફ્લાઇટ્સ દ્વારા ભારતીયોને પરત લવાશે |
ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ મંગળવારે તા. 5ના રોજ વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘’કોવિડ-19 પ્રેરિત લોકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલા 15,000 જેટલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયા તા. 7 મે થી તા. 13 મે દરમિયાન કુલ 64 ફ્લાઇટ્સનું સંચાલન કરનાર છે.’’
ખાનગી એરલાઇન્સ તા. 13 મે પછી સ્વદેશના પ્રયાસોમાં જોડાશે. પરત આવવા માંગતા લોકો પાસેથી ફ્લાઇટનું ભાડુ લેવામાં આવશે.
Read More... |
|
international news |
|
સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 37,26,668 લોકો સંક્રમિત થયાં, જ્યારે 2,58,295 લોકોનાં મોત થયાં
|
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 37 લાખ 26 હજાર 668 લોકો સંક્રમિત છે. જ્યારે બે લાખ 58 હજાર 295 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે 12 લાખ 41 હજાર 908 લોકો સાજા થઈ ચૂક્યા છે. હોંગકોંગના અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે દેશમાં સંક્રમણ શરૂ થવાથી અત્યાર સુધીમાં એક લાખ 73 હજારથી વધુ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.જ્યારે ઈરાનમાં સંક્રમિતોની સંખ્યા એક લાખની નજીક પહોંચી છે. યુરોપમાં ઈટલી(29,315) પછી હવે બ્રિટન મહામારીનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે.
Read More... |
આપણાંમાંથી કોરોના વાયરસ સામે કોઈ જ સુરક્ષિત નથી : યુએન |
આપણાંમાંથી કોઈ જ કોરોના વાયરસ સામે સુરક્ષિત નથી. દુનિયાએ એક થઈને તુરંત આ મહામારીની રસી શોધવી પડશે. નહીંતર અગાઉ ક્યારેય થયું નથી એટલું નુકસાન દુનિયાને થશે.સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવે કોરોના મહામારીની સ્થિતિ કાબુમાં આવતી નથી તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે આ મહામારીને ઈતિહાસની સૌથી મોટી મહામારી ગણાવી હતી અને દુનિયાએ ઝડપથી કોઈ રસ્તો કાઢીને આ કટોકટીમાંથી બહાર નીકળવું પડશે એવું કહ્યું હતું.
Read More... |
અમેરિકામાં ભારતથી મંગાવેલી હાઈડ્રોક્સિક્લોરોક્વિન પર સવાલ ઉઠાવનાર વૈજ્ઞાનિકની હકાલપટ્ટી |
અમેરિકામાં સરકારી નોકરી કરતા એક વૈજ્ઞાનિકે સરકાર પર આરોપ મુક્યો છે કે, ભારત અને પાકિસ્તાનમાંથી મંગાવાઈ રહેલી હાઈડ્રોક્સીકલોરોક્વીન દવાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવવા બદલ મારી હકાલપટ્ટી કરવામાં આવી છે. હેલ્થ એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા રિક બ્રાાઈટે આ બાબતે યુએસ ઓફિસ ઓફ સ્પેશ્યલ કાઉન્સિલ સમક્ષ ફરિયાદ પણ કરી છે.
Read More... |
|
|
|
|
|
|
India news |
|
ભારતમાં અત્યાર સુધી 49,520લોકો સંક્રમિત થયા છે અને 1,694 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 14,142 લોકો સાજા થયા છે.આ સાથે જ તેલંગાણા સરકારે લોકડાઉન 29 મે સુધી વધારવાનો નિર્ણય લઈ લીધો છે. આ તમામ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
મધ્યપ્રદેશમાં મંગળવારે 107 નવા કેસ સામે આવ્યા હતા.
Read More...
ભારતમાં લૉકડાઉનના અંતિમ દિવસ 17 મે પછી શું રણનિતી છે? સોનિયા ગાંધીનો સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંઘે કેન્દ્ર સરકારની લોકડાઉનની રણનીતિ સામે સવાલો ઉઠાવતા 17 મે પછી શું પગલાં લેવાશે તે અંગે સવાલો કર્યા છે. કેન્દ્રને ઘેરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સવાલ કર્યો કે આખરે દેશમાં ક્યાં સુધી લોકડાઉન લંબાવવામાં આવશે. Read More...
ભારતે વિદેશી નાગરિકોને આપેલાં તમામ કેટેગરીના વિસા રદ્ કર્યા
ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આગામી મહિનાઓ માટે અપાયેલા તમામ પ્રકારના વિસા રદ્ કર્યા છે. ખાસ કેટેગરીને બાદ કરતા બધા જ પ્રકારના વિસા રદ્ કર્યા હોવાની જાહેરાત સરકારે કરી હતી. ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર બંધ હોવાથી આગામી મહિનાઓ માટે મંજૂર કરાયેલા તમામ પ્રકારના વિસા રદ્ કરાયા છે.
Read More...
|
|
|
Gujarat News |
|
ગુજરાતમાં કોરોના વધુ ઘાતક બન્યોઃ કુલ પોઝિટીવ કેસ 6245, કુલ મૃત્યુ આંક 368
|
ગુજરાતના 32 જિલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. જ્યારે એક માત્ર જિલ્લો અમરેલી આ વાયરસના સંક્રમણથી બાકાત રહ્યો છે. ત્યારે મંગળવાર રાત સુધીના આંકડાઓની વિગતવાર વાત કરીએ તો ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ વિગતો આપતાં જણાવ્યું હતું
Read More...
|
ગુજરાતના ચાર શહેર WHO સાથે મળીને કોરોનાનો ઉપચાર શોધશે
|
કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ સામેલ છે.આ ટ્રાયલમાં ચાર દવાઓ રેમડેસિવીર, લોપિનાવિર, હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ઇન્ટરફેરૉનની દર્દીઓ પર અસર અને કોરોના દર્દીની સારવારના ધોરણો નક્કી કરવામાં આવશે.
Read More...
|
અમદાવાદમાં સાત જ દિવસમાં કોરોના મૃત્યુઆંક ડબલ થયો હોવાથી સરકાર ચિંતિત
|
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે. મંગળવારે રાજયમાં દર 30 મીનીટે નવા 19 કેસ તથા એક દર્દીનું મોત થયુ હોવાથી રાજય સરકાર ધ્રુજી ઉઠી છે. આજે કેબીનેટ બેઠકમાં તેની વિસ્તૃત ચર્ચા થવાની શકયતા છે.ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા 6245 થઈ છે.
Read More...
|
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 5.90% : 12 જિલ્લાઓમાં 6%થી પણ વધારે
|
ગુજરાતમાં કોરોનાથી વધુ ૪૯ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ મૃત્યુઆંક હવે ૩૬૮ થઇ ગયો છે. હાલ કુલ ૬૨૪૫ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી છે.આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુદર હવે ૫.૯૦% થઇ ગયો છે. ગુજરાતમાં મે માસના પ્રથમ પાંચ દિવસમાં કોરોનાના ૧૮૫૦ કેસ નોંધાઇ ચૂક્યા છે.
Read More...
|
|