UK News | યુરોપમાં કોરોનાવાયરસ મૃત્યુ દરમાં યુકે ટોચ પર: વિશ્વમાં બીજા ક્રમે |
બ્રિટનમાં હવે યુરોપમાં કોરોનાવાયરસના કારણે સૌથી વધુ મૃત્યુઆંક ધરાવતો દેશ બની ગયો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે યુકેમાં તા. 24 એપ્રિલ સુધીમાં ચેપથી 32,000 લોકો મૃત્યુ પામ્યા છે અને તે સમયનો સાચો આંક 40,000થી વધુ હોઈ શકે છે. આ આંકમાં જેમનો ટેસ્ટ કરાયો ન હતો તેવા ભોગ બનેલા હજારો લોકોનો સમાવેશ થાય છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં લગભગ 29,079, જ્યારે સ્પેનમાં 25,600 અને ફ્રાન્સમાં 25,200 લોકોના મોત થઇ ચૂક્યા છે. યુ.એસ. અત્યાર સુધીમાં લગભગ 70,000 લોકોના મરણ સાથે સૌથી વધુ મૃત્યુઆંક ધરાવે છે.ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના આંકડા મુજબ તા. 24મી એપ્રિલ સુધીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 29,710 લોકોના કોવિડ-19ના કારણે મૃત્યુ થયા છે. Read More... |
કોરોનાવાયરસના કારણે BAME લોકોના મોતના પૂરાવા પણ મળ્યા |
યુકેમાં કોરોનાવાયરસના કારણે BAME લોકો સૌથી વઘુ સંખ્યામાં મોતને ભેટ્યા છે અને હવે તેના પૂરાવા તરીકે સત્તાવાર આંકડા પણ પ્રસિધ્ધ થયા છે.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પ્રકાશિત આંકડા મુજબ દેશના સૌથી વંચિત ભાગોમાં 100,000 લોકો દીઠ 55 લોકોના કોરોનાવાયરસથી મૃત્યુ થયા હતા. ઇન્ટરેક્ટિવ મેપના રિપોર્ટ અનુસાર શ્રીમંત વિસ્તારોમાં આ દર ફક્ત 25નો જ હતો. લંડન બરો ઓફ ન્યુહામ, બ્રેન્ટ અને હેકની આખા દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો હતા, જેમાં 100,000ની વસ્તી દીઠ અનુક્રમે 144, 142 અને 127 લોકો ભોગ બન્યા હતા.
Read More... |
83 ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા 20,000થી વધુ બ્રિટિશ પ્રવાસીઓને પરત લવાયા |
83 સરકારી ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા 20,000થી વધુ બ્રિટિશ પ્રવાસીઓ તા. 7મી મે સુધીમાં દક્ષિણ એશિયાના વિવિધ દેશોમાંથી યુકે પાછા ફરનાર છે. તાજેતરમાં જ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી વધુ 28 ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા લગભગ 7,000 બ્રિટિશ પ્રવાસીઓને પરત લાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારતથી, 28 એપ્રિલથી તા. 4 મે દરમિયાન 14 ફ્લાઇટ; પાકિસ્તાનથી, તા. 30 એપ્રિલથી તા. 7 મે દરમિયાન 9 ફ્લાઇટ અને બાંગ્લાદેશથી 29 એપ્રિલથી 7 મેની વચ્ચે 5 ફ્લાઇટ પરત થશે.
Read More... |
|
international news |
|
સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 36.46 લાખ કેસ, 2.52 લાખના લોકોના મોત
|
વિશ્વભરમાં કોરોના મહામારીના 36.46 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 52 હજાર 407થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 11.98 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકાની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 835 કેસ નોંધાયા છે. કુલ 69 હજાર 921 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ 1.88 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કુલ 74.62 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.અમેરિકામાં 24 કલાકમાં 1050 લોકોના મોત થયા છે. જ્યારે 24 હજારથી નવા કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ દેશમાં જૂન સુધીમાં રોજ મરનાર લોકોની સંખ્યા ત્રણ હજાર થઈ શકે છે.
Read More... |
અમેરિકાને બાકાત રાખી વેક્સીન માટે ફંડ ભેગું કરવાનું અન્ય દેશોનું આયોજન |
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે રસી તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે અને વર્ષના અંત સુધીમાં રસી તૈયાર થઈ જાય એવી પુરી શક્યતા છે. અમેરિકામાં જ વિવિધ ૧૪ પ્રકારની રસી પર કામ ચાલી રહ્યું છે. અમેરિકામાં રેમડેસિવિઅર દવા પણ વાપરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે એવુ ટ્રમ્પે જણાવ્યુ હતુ. બીજી તરફ યુરોપિયન સંઘની આગેવાનીમાં કેટલાક દેશો મળીને કોરોનાની રસી માટે ૮.૩ અબજ ડૉલરનું તોતીંગ ફંડ એકઠું કરવાની તૈયારીમાં પડયા છે.રસપ્રદ રીતે આ સમુહમાં અમેરિકાનો સમાવેશ કરાયો નથી.
આ દેશોમાં યુરોપિયન સંઘ, જાપાન, સાઉદી અરબ,કેનેડા વગેરેનો સમાવેશ થાય છે. સોમવારે આ માટેની વર્ચ્યુઅલ મિટિંગ મળી હતી.
Read More... |
કોરોના વાયરસની રસી બનાવી લીધાનો ઇઝરાયલના રક્ષામંત્રીનો દાવો |
આખી દુનિયા અત્યારે કોરોના વાયરસની રસી શોધવામાં લાગી છે. ત્યારે ઇઝરાયલે કોરોનાની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. ઇઝરાયલના રક્ષામંત્રી નફતાલી બેન્નેટે આ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ડિફેન્સ બાયોલોજિકલ ઇન્સ્ટિટ્યુટે કોરોના વાયરસની રસી વિકસાવી છે. તેમને કોરોના વાયરસના એંટીબોડી તૈયાર કરવામાં સફળતા મળી છે.
Read More... |
|
|
|
|