UK News | લોકડાઉન ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ લીક થઇ: રવિવારે જાહેર કરાશે |
સરકાર દ્વારા નક્કી કરાયેલી લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ લીક થઇ છે અને તેને વડાપ્રધાન બોરીસ જ્હોન્સન દ્વારા રવિવારે રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાહેર કરાશે તેવી અપેક્ષા છે. આ યોજના અંતર્ગત કંપનીઓએ જ્યાં સુધી તેઓ સ્ટાફને સુરક્ષિત રાખે છે તે બતાવી શકે છે ત્યાં સુધી કંપનીમાં 2 મીટરનું સામાજિક અંતર ‘લાગુ કરવાનું રહેશે નહીં. પરંતુ હોટ ડેસ્કિંગ અથવા પેન શેર નહિ કરવા જણાવાયુ છે. બોરિસ જ્હોન્સન આ યોજના જાહેર કરવામાં વિલંબ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે.
નવી યોજના અંતર્ગત સ્ક્રીન્સ નાંખવી, સ્વચ્છતામાં બરોબર ચોકસાઇ, લોકો લાંબા સમય સુધી ખૂબ નજીક ન રહે તેની ખાતરીને વૈકલ્પિક સલામતી તરીકે ગણવામાં આવેલ છે. ઓફિસોને તેમના રોટાની નવેસરથી શરૂઆત કરવા, કામની શરૂઆત, અંત અને બ્રેકટાઇમનો સમય નક્કી કરવા આદેશ આપવામાં આવશે. કંપનીઓને અમૂક ઇક્વીપમેન્ટ સામુહિક ઉપયોગ અટકાવવા જણાવાયુ છે. ઘરેથી કામ ન કરી શકે તેવા 70થી વધુ વયના, ગર્ભવતી અને અંતર્ગત આરોગ્યની સ્થિતિ હોય તેવા સંવેદનશીલ કર્મચારીઓને ‘શક્ય સલામત જોબ’ આપવા જણાવાયુ છે. બીજી તરફ જે લોકો ઘરેથી કામ કરી શકે તેમ હોય તેમણે ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. Read More... |
100 ટકા સચોટ એન્ટીબોડી ટેસ્ટ બે અઠવાડિયામાં ઉપલબ્ધ થશે |
‘100 ટકા સચોટ’ એન્ટીબોડી ટેસ્ટ આગામી ‘બે અઠવાડિયામાં ઉપલબ્ધ થશે’ જેનાથી લોકોને ખાતરી આપી શકશે કે તેઓ રોગ સામે સુરક્ષીત છે અને તેમને તે રોગ ફરીથી થવાની શક્યતા નથી. આમ થવાથી અર્થતંત્રને આગળ વધારવામાં સફળતા મળશે. એક પખવાડિયામાં જ યુકેમાં આ સચોટ એન્ટિબોડી ટેસ્ટ શરૂ થઈ શકે છે.
સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત રોશ ડાયગ્નોસ્ટિક્સે એક કીટ બનાવી છે જેનો ઉપયોગ મોટાપાયે સચોટ રીતે કરી શકાય છે અને દર અઠવાડિયે એનએચએસને હજારો કીટ આપવા જેટલો પૂરતો સ્ટોક છે. આ એન્ટિબોડી ટેસ્ટથી ખબર પડી જાય છે કે ભૂતકાળમાં કોઈને વાયરસનો ચેપ લાગ્યો છે કે નહિ તેમજ તે સૂચવશે કે જે તે વ્યક્તિમાં રોગપ્રતિકારક ક્ષમતા છે કે નહિ. પણ હાલમાં તેને ચેપ લાગ્યો છે કે કેમ તે ચોક્કસપણે જાણી શકાશે નહિ. આ ટેસ્ટ બ્રિટનના લાખો લોકો ઉપયોગ કરી શકે તેટલો સચોટ છે.રોશે દાવો કર્યો છે કે તેની લેબ-આધારિત ‘ઇલેકસીસ’ ટેસ્ટમાં વાઈરસનો ચેપ લાગ્યો છે કે નહિ તેની 100 ટકા સચોટ ખબર પડે છે. રોશે ડાયગ્નોસ્ટિક્સએ કહ્યું હતુ કે એનએચએસ અને યુકે સરકાર સાથે ટેસ્ટના તબક્કાવાર રોલ-આઉટ’ વિશે વાતચીત કરવામાં આવી રહી છે.
Read More... |
|
international news |
|
વિશ્વમાં અત્યાર સુધીમાં 36.55 લાખ સંક્રમિત, 2.48 લાખ મોત
|
બ્રાઝીલમાં સંક્રમણના કેસ એક લાખને વટાવી ગયા છે. મરનારાઓની સંખ્યા 7025 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાકમાં 4588 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને 275 લોકોના મોત થયા છે. જ્યારે ચીનમાં મેની રજાઓ દરમિયાન 8.5 કરોડ લોકો ફરવા નીકળ્યા છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના જણાવ્યા મુજબ તેનાથી 37 હજાર કરોડ રૂપિયા(4.9 બિલિયન ડોલર)ની રેવન્યુ જનરેટ થઈ છે.
અમેરિકામાં 24 કલાકમાં 1450 લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં મરનારાઓની સંખ્યા 68 હજાર 598 થઈ ગઈ છે. જ્યારે 11 લાખ 88 હજાર 122 લોકો સંક્રમિત છે. દેશના સૌથી વધુ પ્રભાવિત ન્યુયોર્કમાં 24 હજાર 648 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લાખ 23 હજાર 883 સંક્રમિત છે.જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફોક્સ ન્યુઝના ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે વર્ષના અંત સુધીમાં અમે વેક્સીન બનાવી લઈશું. આ દરમિયાન તેમણે વાઈરસને લઈને ડેમોક્રેટ્સની પ્રતિક્રિયાની નીંદા કરી છે.
Read More... |
આ વર્ષના અંત સુધીમાં અમેરિકા કોરોનાની વેક્સિન બનાવી લેશે: ટ્રમ્પનો દાવો |
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષના અંત સુધીમાં અમેરિકા કોરોના વાયરસની વેક્સિન બનાવી લેશે તેવો દાવો કર્યો છે. એક કાર્યક્રમમાં ટ્રમ્પે “અમને પૂરો વિશ્વાસ છે કે, અમે વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સિન બનાવી લેશું” તે અર્થનું નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે સપ્ટેમ્બર સુધીમાં તમામ શાળા અને વિશ્વવિદ્યાલયોને ફરીથી ખોલવાનો આગ્રહ રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.હાલ વિશ્વના મોટા ભાગના દેશો કોવિડ-19થી બચવા માટે સૌથી પહેલા તેની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ટ્રમ્પે પોતે અમેરિકી સંશોધકોને હરાવીને જે દેશ પહેલા વેક્સિન શોધશે તેના માટે રાજી છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “જો કોઈ દેશ આવું કરશે તો મને આનંદ થશે.મને કોઈની પરવા નથી. હું ફક્ત કામ આવે તેવી વેક્સિન ઈચ્છું છું.”
સંશોધન પ્રક્રિયામાં માનવ પરીક્ષણો વખતે જે જોખમ સર્જાઈ શકે છે તેને લગતા સવાલના જવાબમાં ટ્રમ્પે “તેઓ વોલેન્ટિયર્સ (સ્વેચ્છાકર્મી) છે અને તેમને પોતે શું કરે છે તેનું ભાન છે” તેમ કહ્યું હતું.
Read More... |
|
|
|
|