UK News |
રોગચાળો ચરમસીમા વટાવી ચૂક્યો છે: વડાપ્રધાન |
વડાપ્રધાન બોરીસ જ્હોન્સને આજે તા. 30ના રોજ સાંજે 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ બ્રિફીંગમાં જણાવ્યુ હતુ કે ‘’દેશમાં રોગચાળાએ આજની રાતથી ચરમસીમા વટાવી દીધી છે અને યુકેમાં હવે રોગચાળો શમી રહ્યો છે. પરંતુ કોવિડ-19નો પ્રકોપ ટાળવા લોકોને લોકડાઉન ‘ચાલુ રાખવા’ આગ્રહ કર્યો હતો.’’ તેમણે આગામી અઠવાડિયે લોકડાઉનમાંથી બહાર નીકળવાનો રોડ મેપ જાહેર કરવાની જાહેરાત કરી સંકેત આપ્યો હતો કે પ્રતિબંધ જૂન અને તેનાથી આગળ ચાલશે. લોકડાઉન પ્રતિબંધોની સમીક્ષા આગામી સપ્તાહે તા. 7 મેના રોજ થવાની છે. Read More... |
યુકેમાં કોરોનાવાયરસના વળતા પાણી: 674ના મોત |
યુકેમાં કોરોનાવાયરસના વળતા પાણી થતા હોય તેમ છેલ્લા 24 કલાકમાં યુકેમાં કુલ 674 લોકોના મોતની જાહેરાત કરવામાં આવી હતી. તે સાથે યુકેમાં કોવિડ-19ના કારણે મોતેન ભેટેલા લોકોની સંખ્યા 26,711 ઉપર ગઈ છે. એનએચએસ ઇંગ્લેન્ડે 391 લોકોના મોત થયા હોવાનુ જાહેર કર્યુ હતુ જેમાં સૌથી નાની વયની વ્યક્તિ 15 વર્ષની હતી. જ્યારે સ્કોટલેન્ડમાં 60 અને વેલ્સમાં 22 લોકોના મૃત્યુ નોંધાયા હતા.
Read More... |
બે હોનહાર ગુજરાતી ફાર્મસીસ્ટ મેહુલ પટેલ અને જયેશ પટેલનુ નિધન |
નોર્થ લંડનમાં બ્લિસ કેમિસ્ટની માલિકી ધરાવતા અને મિત્રોએ જેમને ‘લાખોમાં એક’ વ્યક્તિનુ બિરૂદ આપ્યુ હતુ તે ફાર્મસીસ્ટ મેહુલ પટેલનું ગુરૂવારે કોરોનાવાયરસ રોગ સામે એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં લડ્યા બાદ અવસાન થયું હતું. જ્યારે કોવિડ-19નો ચેપ લાગ્યા બાદ અન્ય ફાર્માસિસ્ટ જયેશ પટેલનું 22 એપ્રિલના રોજ એપ્સમ જનરલ હોસ્પિટલમાં નિધન થયું હતું.બે પુત્રો અને પત્ની અર્પિતાને વિલાપ કરતા મૂકી ગયેલા 48 વર્ષના મેહુલ પટેલને એક મહિના સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
Read More... |
ભારતીય સમુદાય સાથેના વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છું: કૈર સ્ટાર્મર |
લેબર પક્ષના વડા તરીકે કૈર સ્ટાર્મરની વરણી બાદ લેબર ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા (LFIN)ની એક્ઝિક્યુટિવ ટીમના સદસ્યોએ બ્રિટિશ ભારતીય સમુદાય સાથેનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા, મૂલ્યોને વહેંચવા અને યુકે-ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવા અંગે મુલાકાત કરી ચર્ચા કરી હતી. કૈર સ્ટાર્મર અને લેબર ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડીયા દ્વારા (LFIN) સંયુક્ત પ્રેસ નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ.
Read More... |
|
international news |
|
કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા હોવાથી ચીન પર ટેરિફ લગાવીશુંઃ ટ્રમ્પ
|
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીન પર ફરી એક વખત સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વાઈરસનું વુહાન ઈન્સ્ટીટયુટ ઓફ બાયોલોજી સાથે કનેકશન છે. અમારી પાસે તેના પુરાવા છે. કોરોના આ લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તેમણે આ અંગે વધુ માહિતી આપવાથી ઈન્કાર કર્યો હતો. કોરોનાથી વિશ્વમાં 2.30 લાખ લોકોના મોત થયા છે.વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન ટ્રમ્પને વાઈરસની વુહાન લીન્કને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મારી પાસે તેના પુરાવા છે.
Read More... |
અમેરિકાના 50માંથી 35 રાજ્યોને શરુ કરવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ |
અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના ૨૫૦૨ મોત નોંધાયા છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પુરા પાડવામાં આવતા આંકડામાં આ વિગત રજૂ થઈ હતી. બીજી તરફ અમેરિકાના ૫૦માંથી ૩૫ રાજ્યોને રિ-ઓપન કરવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકામાં કેસની સંખ્યા વધીને ૧૦.૬૯ લાખ થઈ ગઈ છે, જ્યારે મોત ૬૨ હજારથી વધારે નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં કેસ ૩૨.૫૬ લાખથી વધારે અને મૃત્યુ ૨.૩૦ લાખથી વધારે નોંધાયા છે. ૧૦.૨૮ લાખ દરદી સાજા થયા છે.ટ્રમ્પ સહિત વિશ્વના ઘણા નેતાઓ આ વાઈરસ ચીને લેબોરેટરીમાં તૈયાર કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે.
Read More... |
અમેરિકન એરલાઇન્સને પ્રથમ કવાર્ટરમાં 2.24 અબજ ડોલરનું નુકસાન
|
કોરોના લોકડાઉનને પગલે અમેરિકન એરલાઇન્સને ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં 2.24 અબજ ડોલરનું નુકસાન થયું છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરની આવકમાં 19 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં વિમાન યાત્રામાં 95 ટકાનો ઘટાડો થયો છે. એરલાઇન્સના ચેરમેન અને સીઇઓ ડોગ પારકરે વધુમાં જણાવ્યું છે કે આ અગાઉ ક્યારેય પણ અમારી એરલાઇન્સે આવા પડકારજનક સમયનો સામનો કર્યો નથી. એરલાઇન્સે ગયા વર્ષના સમાન કવાર્ટરમાં 18.5 કરોડ ડોલરનો નફો કર્યો હતો.
Read More... |
|