Vol. 3 No. 198 About   |   Contact   |   Advertise 30th April 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
એશિયન્સ, બ્લેકના મૃત્યુ માટે ઝડપી પગલા લેવા ટોચની તબીબી સંસ્થાઓની માંગણી

એશિયન અને બ્લેક સમુદાયના દર્દીઓ, ડોકટર્સ, નર્સીઝ અને કેર ગીવર્સ લોકોના મૃત્યુનો દર વધી રહ્યો છે ત્યારે કોવિડ-19થી વધતી જતી જાનહાનીથી બચવા સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા અને તેની તાકીદે તપાસ કરવા માટે અડધો ડઝનથી વધુ ટોચની તબીબી સંસ્થાઓ અને સીનીયર ડોક્ટર્સે માંગ કરી છે. ઘણા લોકોને ડર છે કે મિનિસ્ટર્સ વંશીય લઘુમતીઓને અસર કરતી આ કટોકટીની ગંભીરતા પારખવામાં મોટા પાયે ગેરસમજ કરી રહ્યા છે. આ ‘જીવન અને મરણનો સવાલ છે’. વાયરસથી મૃત્યુ પામેલા એનએચએસ સ્ટાફના ત્રીજાભાગના લોકો એશિયન, બ્લેક અને લઘુમતી છે અને એનએચએસ કન્ફેડરેશનના અધ્યક્ષ લોર્ડ એડેબોલેએ કહ્યું છે કે આ મૃત્યુ સંખ્યાતો હિમશીલાની ટોચ સમાન હોઈ શકે છે.
Read More...
અમેરિકામાં કોરોનાના દર્દીઓનો આંક એક મિલિયન, મૃત્યુઆંક 57,000થી વધુ
અમેરિકામાં કોરોના પોઝીટીવના કેસો 1 મિલિયનથી (10 લાખ) વધારે તથા મૃત્યુઆંક 57000ને આંબી જવાની સ્થિતિ વચ્ચે ઘણા રાજ્યોએ લોકડાઉન ઉઠાવી લીધું છે તથા અન્ય રાજ્યો તે માર્ગે આગળ વધી રહ્યા છે. જ્યોર્જિયા, ઓકલાહોમા, અલાસ્કા અને દક્ષિણ કેરોલીનામાં કેટલાક સપ્તાહોના લોકડાઉન બાદ આર્થિક પ્રવૃત્તિ પુનઃ શરૂ થઇ ચૂકી છે.
Read More...
ભારતમાં બેંક્સના વિલફુલ ડીફોલ્ટર્સના રૂ. 68,067 કરોડના લેણા માફ
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સ્વીકાર્યું છે કે, દેશમાંથી ભાગેડુ જાહેર કરાયેલા મેહુલ ચોક્સી સહિત 50 જેટલા ભારતીય બેંક્સના કસુરવાર દેવાદારો પાસેથી બાકી લેણાની અંદાજે રૂ. 68,067 કરોડની રકમ માફ કરી છે. આ 50 વિલફુલ ડિફોલ્ટર્સ આઇટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, જ્વેલર્સ, ફાર્મા સહિત અર્થતંત્રના અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા છે.
Read More...
બ્રિટિશ હિન્દુઓને કોવિડ-19ના એશિયન્સ, બ્લેક સમુદાય પરના પ્રભાવની તપાસમાંથી બાકાત રાખતી લેબર પાર્ટી
લેબર પાર્ટીએ બ્રિટનમાં એશિયન, બ્લેક અને લઘુમતી (BAME) સમુદાયના લોકો પર કોરોના વાઈરસની અપ્રમાણસર અસર કેમ થઇ રહી છે તેની સમીક્ષા કરવાની ઘોષણા કરી છે. તેમાં શિખ અને મુસ્લિમોનો સમાવેશ કરાયો છે પરંતુ વિચિત્ર રીતે હિન્દુઓને આ રાઉન્ડટેબલ તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. લેબર પક્ષના નેતા સર કૈર સ્ટાર્મરે મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન, ઑપરેશન બ્લેક વોટ, શીખ ફેડરેશન (યુકે), શીખ નેટવર્ક અને જ્યુઇશ મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓને શુક્રવાર તા. 24ના રોજ આ સમીક્ષાની શરૂઆત કરતી તેની ડિજિટલ રાઉન્ડ ટેબલ સમીક્ષામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
Read More...
નિક્કી હેલીએ સામ્યવાદી ચીનને રોકવા ઝુંબેશ શરૂ કરી
અમેરિકામાં રીપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ ચીનની સામ્યવાદી સરકારને કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી બાબતે ખોટું બોલવા માટે જવાબદાર ઠેરવવાની માગણી કરી છે. તેમણે એક ઓનલાઇન પીટિશન પર લોકોના હસ્તાક્ષર કરાવવાનું શરૂ કર્યું છે,

Read More...
કોરોના વાઈરસ પિડીત બ્લેક દર્દીઓનો મૃત્યુદર બમણો છે
રાજકુમારથી લઇને વડાપ્રધાન સુધીના લોકોને થઇ રહેલી ખતરનાક કોરોના વાઈરસની બિમારીમાં બ્લેક દર્દીઓનો મૃત્યુ દર બમણો છે તેવા નવા વિશ્લેષણ પછી કોરોના વાઈરસથી સૌથી વધુ જોખમ કોને છે તેની સમીક્ષા ઝડપી બનાવવા અનુરોધ કરાયો છે. ધ રેગે સીંગર ડેલરોય વોશિંગ્ટન અને રહીમા બીબી સિધાની તાજેતરમાં મૃત્યુ પામ્યા હતા.
Read More...
અમેરિકામાં એક દાયકામાં ઊભી થયેલી રોજગારી એક જ મહિનામાં નષ્ટ
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના કારણે અર્થતંત્ર નબળું પડ્યું છે. અમેરિકામાં કોરોનાની વ્યાપક અસરને કારણે લાખો લોકોની રોજગારી પર ગંભીર અસર પડી છે અને છેલ્લા પાંચ અઠવાડિયામાં 26 મિલિયન લોકોએ બેરોજગારી લાભ માટે દાવો કર્યો છે.એવું કહેવાય છે કે, અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોજગારીનું જે ઐતિહાસિક સર્જન થયું હતું તેને એક જ મહિનામાં કોરોના વાઇરસ ભરખી ગયો છે.
Read More...
અમેરિકન નેવીના 26 યુદ્ધ જહાજોમાં ક્રુના કોરોનાના પોઝિટિવ કેસ
અમેરિકન નેવીના 26 યુદ્ધ જહાજમાં ક્રુના કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. અન્ય 14 જહાજના ક્રુમાં પણ વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે, પરંતુ જે ક્રુ મેમ્બર્સ તેનો ભોગ બન્યા હતા તે હવે સ્વસ્થ છે તેવું નેવીના એક વરિષ્ઠ અધિકારીએ સીએનએનને જણાવ્યું હતું.
Read More...
ફ્રન્ટલાઈન પર કામ કરતા NHS ડૉક્ટરનો બોરિસ જ્હોન્સનને ખુલ્લો પત્ર
ફ્રન્ટલાઈન પર કામ કરતા NHSના બ્રિટિશ-ભારતીય ડોકટર મિનેશ ખાસુએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને કોરોના વાઈરસ કટોકટી બાબતે બુધવારે તા. 22ના રોજ ‘ડેઇલી મિરર’માં એક ખુલ્લો પત્ર લખી આગ્રહ કર્યો હતો કે “સારૂં ભંડોળ ધરાવતી અને સક્ષમ આરોગ્ય તેમજ સામાજિક સંભાળ પ્રણાલીએ “ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને” મદદ કરવી જોઇએ.
Read More...
યુવાનો, વિશ્વાસ અને માન્યતા
સદગુરુ – ઘણી વખત કોઇ દુઃખી વ્યક્તિને એમ કહેતાં સાંભળીએ છીએ કે આજની પેઢી ધાર્મિક નથી તેટલું જ નહીં આજની પેઢી અગાઉના જેવી માન્યતાઓ પણ ધરાવતી નથી. હું અંગત રીતે માનું છું કે, ઘણા બધા યુવાનો આવું બધું માનતા નથી!જગતમાં તેવી કમનસીબ સ્થિતિ પ્રવર્તે છે કે જેમાં યુવાનો તેમના પિતા કહેતા હતા તે માનતા હોય.
Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

ફેસબૂક રિલાયન્સના જિયોમાં 5.7 બિલિયન ડોલરનું રોકાણ કરશે

ફેસબૂક અને ભારતીય કંપની રિલાયન્સે હાથ મિલાવ્યા છે. ફેસબૂકે રૂપિયા ૪૩,૫૭૪ કરોડ (૫.૭ બિલિયન ડૉલર)ના ખર્ચે જિયોના ૯.૯૯ ટકા શેર ખરીદવાનું નક્કી કર્યું છે. આ અંગે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વિડીયો મેસેજ દ્વારા જાણકારી આપી હતી. આ નિર્ણય પછી રિલાયન્સના શેરના ભાવમાં પણ ૮ ટકા જેવો ઊછાળો જોવા મળ્યો હતો. આ રોકાણ પછી રિલાયન્સ જિયોનું કદ વધીને ૪.૬૨ લાખ કરોડ થશે. રિલાયન્સને ફાયદો એ થશે કે જિઓના દેવામાં ઘટાડો થશે, જ્યારે ફેસબૂકને ભારતમાં પ્રવેશ મળશે. ટેકનોલોજી સેક્ટરમાં અત્યાર સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) છે. આ ડિલ હેઠળ ફેસબૂકને જિયોના શેર આપવામાં આવશે અને બોર્ડ ઑફ ડિરેક્ટરમાં પણ ફેસબૂકના પ્રતિનિધિને સ્થાન મળશે.
Read More...

નાના બિઝનેસીઝને યુકેમાં £50,000 સુધીની લોન અપાશે
નાના બિઝનેસીઝ તથા ઉદ્યોગોને આવતા અઠવાડિયાથી £50,000 સુધીની લોન આપવામાં આવશે જેનુ પ્રથમ 12 મહિનાનુ વ્યાજ સરકાર ચૂકવશે. મોટા ભાગની કંપનીઓને લોનની મંજૂરી માત્ર 24 કલાકમાં આપવામાં આવશે. નાની કંપનીઓ તેમના વાર્ષિક ટર્નઓવરના 25 ટકા સુધીની રકમ લોન પેટે લઇ શકશે એવી ચાન્સેલર ઋષી સુનાકે તા. 27ના રોજ જાહેરાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે કોરોના વાઈરસથી અસરગ્રસ્ત કેટલીક કંપનીઓ ટેકો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.સરકારની હાલની લોન યોજનાનું વિસ્તરણ કરતા ઋષિ સુનાકે જણાવ્યું હતું કે ‘’અરજીની પ્રક્રિયા સરળ, ઝડપી હશે
Read More...

બ્રિટનમાં કાર ઉદ્યોગ ફરી ધમધમતો થશે એવો એક અગ્રણી ડીલરને કોન્ફિડન્સ
કોરોના મહામારીના પગલે બ્રિટનમાં લોકડાઉન લાદવામાં આવ્યું તે પૂર્વે બ્રિટનમાં 132 ડીલરશીપ ધરાવતા માર્શલ મોટર હોલ્ડિંગના ચીફ એક્ઝીક્યૂટીવ દક્ષ ગુપ્તા ગ્રુપના લગભગ તમામ ડીલરો ઉપરાંત કંપનીના 4300 જેટલા કર્મચારીઓ સાથે મુલાકાત કરી ચૂક્યા હતા. કોવિડ-19 મહામારીનો ભરડો વધતા 49 વર્ષના ગુપ્તા તથા અન્ય સિનિયર્સ પ્રતિવર્ષ 2.3 બિલિયન પાઉન્ડના ધંધાના પાટિયા પાડી દેવાનું વિચારી રહ્યા હતા
Read More...
  Entertainment

મારા કારણે કોઈપણ વ્યક્તિને કોરોના થયો નથી : કનિકા કપૂર

બોલીવૂડ સિંગર કનિકા કપૂર હાલ કોરોના વાયરસને માત આપીને ક્વોરન્ટાઈનમાં સમય પસાર કરી રહી છે. કનિકાએ રવિવારે ઈન્સ્ટાગ્રામ પર નિવેદન જાહેર કરીને કોરોના વાયરસ મહામારી ફેલાવવા મામલે મૌન તોડ્યું છે. કનિકાએ જણાવ્યું કે, હું જે પણ લોકોની સાથે સંપર્કમાં આવી છું તે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મેં એક પણ પાર્ટી આયોજીત કરી નહતી. ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે હું હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી.કનિકાએ લખ્યું કે, મને ખબર છે કે મારા વિશે અનેક સ્ટોરી બનાવવામાં આવી રહી છે.
Read More...

રણદીપ હુડા હોલીવૂડ એકશન ફિલ્મ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યો
રણદીપ હુડા હાલ હોલીવૂડની એકશન ફિલ્મમાં કામ કરવા બદલ ચર્ચામાં છે. તેણે હોલીવૂડમાં એકશન ફિલ્મમાં કામ કરીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જોકે તેની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. રણદીપ હુડાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ સાઇન કરવાનો આનંદ મને વિશેષ હતો. હું પ્રથમ બોલીવૂડ એકટર બન્યો છું જે હોલીવૂડની એકશન ફિલ્મમાં કામ કર્યું.આ પહેલા હોલીવૂડની મોટા ભાગની ફિલ્મોમાં ભારતીય કલાકારોએ આઇટી પ્રોફેશનલ્સ, કરોડપતિ અથવા કોમિક પાત્ર ભજવ્યા છે.
Read More...

સલમાન ખાનના ટ્વિટર પર 40 મિલિયન ફોલોઅર્સ થયા
સલમાન ખાનની જબરદસ્ત ફેન ફ્લોઇંગ છે. તે ફક્ત પોતાની ફિલ્મોથી જ નહીં પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોના સંપર્કમાં રહે છે તેમજ પોતાના પ્રશંસકોનું મનોરંજન કરે છે. ટ્વિટર પર તેની ૪૦ મિલિયનનો આંકડો પસાર કરી ચુક્યો છે. રિપોર્ટના અનુસાર, સલમાન ખાનના ફોલોઅર્સની સંખ્યા ૪૦ મિલિયનનો આંકડો ક્રોસ કરી ગઇ છે.
Read More...

કીર્તિ કુલ્હારી ક્રિમિનલ જસ્ટિસની બીજી સીઝનમાં દેખાશે
પિન્ક, ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઈક, ઇન્દુ સરકાર, મિશન મંગલ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી અભિનેત્રી કીર્તિ કુલ્હારી એમેઝોન પ્રાઈમની સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝ બાદ વધુ એક વેબ-શો કરવાની છે. હોટસ્ટારની સિરીઝ ક્રિમીનલ જસ્ટીસની બીજી સીઝનમાં તે લીડ રોલમાં જોવા મળશે.તિગ્માંશુ ધૂલિયા નિર્દેશિત ક્રિમીનલ જસ્ટીસની પહેલી સીઝનમાં પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસી, રુચા ઇનામદાર, જગત રાવત, અનુપ્રિયા ગોએન્કા, જેકી શ્રોફ જેવા કલાકારો હતા.
Read More...

 
gg2
 
સંસ્થા સમાચાર
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]