UK News |
વિકએન્ડ પહેલા લોકડાઉન હળવુ કરવા યોજના જાહેર કરાશે: બોરિસ જ્હોન્સન |
ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશના પહેલા જ દિવસે મહત્તમ પારદર્શિતા આપવાનું વચન આપવા સાથે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે ‘’દેશ હવે કોરોનાવાયરસ સામેના યુદ્ધના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યો છે અને સરકાર તેની તમામ વિગતો આપશે. આ અઠવાડિયાના અંત સુધીમાં વડાપ્રધાન લોકડાઉન હળવુ કરવા યોજના જાહેર કરાશે અને મોટોભાગે શાળાઓ જૂન મહિના સુધી બંધ રહેશે. પ્રથમ પગલામાં વાયરસના ફેલાવાને ઘટાડવા માટે કામના સ્થળોએ સામાજિક અંતરનો અમલ કરાવવામાં આવશે અને કર્મચારીઓ નિયમિતપણે તેમના હાથ ધોઈ શકે છે તેની ખાતરી કરાશે. Read More... |
નાના બિઝનેસીસને £50,000 સુધીની લોન અપાશે |
નાના બિઝનેસીસ અને ઉદ્યોગોને આવતા અઠવાડિયાથી £50,000 સુધીની લોન આપવામાં આવશે જેનુ પ્રથમ 12 મહિનાનુ વ્યાજ સરકાર ચૂકવશે. મોટા ભાગની કંપનીઓને લોનની મંજૂરી માત્ર 24 કલાકમાં આપવામાં આવશે. નાની કંપનીઓ તેમના વાર્ષિક ટર્નઓવરના 25 ટકા સુધીની રકમ લોન પેટે લઇ શકશે એવી ચાન્સેલર ઋષી સુનકે તા. 27ના રોજ જાહેરાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે કોરોનાવાયરસથી અસરગ્રસ્ત કેટલીક કંપનીઓ ટેકો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.
Read More... |
લોકડાઉન ઉઠાવશો તો લાખ લોકો મરી શકે : પ્રો. ફર્ગ્યુસન |
ઇમ્પીરીયલ કોલેજના રોગચાળાના નિષ્ણાત પ્રો. નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી છે કે ‘’હાલના લોકડાઉનને ફક્ત “શિલ્ડિંગ” નીતિઓ સાથે જ બદલવું જોઈએ, જો તેમ નહિ થાય તો યુકેમાં વર્ષના અંત સુધીમાં લાખ લોકોના મોત થઈ શકે છે.સરકારની નીતિઓ સમાજનાં સૌથી સંવેદનશીલ લોકોનાં રક્ષણની ઇચ્છા રાખે છે, પરંતુ અન્યને મુક્તપણે ફરવા દેવાશે તો મૃત્યુઆંક ઉંચો થઈ શકે છે.
Read More... |
ભારતીય મેડિક્સને કોવિડ-19નુ ઉચ્ચ જોખમ: સર્વે |
ભારતીય અને એથનિક માઇનોરીટીના ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સને યુકેમાં જીવલેણ કોરોનાવાયરસનું જોખમ સૌથી વધારે છે એમ સૌ પ્રથમ સર્વેમાં બહાર આવ્યુ છે. બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (બાપિઓ)ના રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોરમે હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં જોખમી પરિબળો અને ઉભરતી ચિંતાઓ નક્કી કરવા માટે તા. 14થી 21 એપ્રિલ દરમિયાન એક સપ્તાહ લાંબો ઑનલાઇન સર્વે હાથ ધર્યો હતો.
Read More... |
|
international news |
|
વિશ્વમાં 9 ડિસેમ્બર સુધી, ભારતમાં 26 જુલાઈ સુધી કોરોના વાયરસનો ખાતમો થશેઃ સિંગાપોરના નિષ્ણાતોનું રિસર્ચ |
કોરોના વાઈરસથી દુનિયા ત્રાસી ગઈ છે. અત્યાર સુધીમાં બે લાખથી વધારે લોકોના મોત થયા છે. 30 લાખથી વધારે લોકોને ઈન્ફેક્શન થયું છે. દુનિયાની અડધી જનતા ઘરમાં કેદ છે. આ દરમિયાન અમુક દેશોમાં લોકડાઉનમાં છૂટ પણ આપવામાં આવી રહી છે. પરંતુ લોકોના મનમાં સતત એ સવાલ છે કે, અંતે આ દુનિયાને કોરોનાથી મુક્તિ ક્યારે મળશે? લોકડાઉન સંપૂર્ણ રીતે ખતમ ક્યારે થશે? આપણે પહેલા જેવું જીવન ક્યારે જીવી શકીશું? આ સવાલોની વચ્ચે સિંગાપોરથી એક આશાવાદી સમાચાર જાણવા મળ્યા છે.
Read More... |
કોરોનાથી બચવા 5000 લોકોએ આલ્કોહોલ પીધો હોવાની ઈરાનની સરકારની કબૂલાત |
કેટલાક દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, કોરોનાથી બચવા માટે ઈરાનામાં લોકોએ એક અફવાથી દોરવાઈને આલ્કોહોલ પી લીધુ હતુ. જેમાં સેંકડો લોકોના મોત થયા હતા.હવે ઈરાનની સરકારે આ વાતની કબૂલાત કરી છે. સરકારે કહ્યુ હતું કે, સોશ્યલ મીડિયામાં ચાલતી અફવાથી ગેરમાર્ગે દોરાઈને 5000 લોકોએ ઉદ્યોગો માટે વપરાતુ આલ્કોહોલ પી લીધુ હતુ.જેનાથી 728 લોકોના મોત થયા છે.
ઉપરાંત સેંકડો લોકોએ આંખોની રોશની પણ ગુમાવી છે. જેમાં સંખ્યાબંધ બાળકોનો પણ સમાવેશ થાય છે.ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે અફવા બાદ લોકોએ આલ્કોહોલ શોધવાનુ શરુ કર્યુ હતુ.
Read More... |
અમેરિકામાં પોઝિટિવ કેસનો આંકડો 10 લાખને પાર કરી ગયો, 24 કલાકમાં 1303 લોકોનાં મોત
|
વિશ્વભરમાં કોરોનાના 30.65 લાખ કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે. ટ્રમ્પે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો દોષી સાબિત થશે તો દંડ પણ થશે.
Read More... |
|