UK News | કોરોનાવાયરસ સામેની લડતનો પહેલો તબક્કો પૂર્ણ થવાને આરે: બોરિસ જ્હોન્સન |
‘’કોરોનાવાયરસ સામેની લડતનો પહેલો તબક્કો પૂર્ણ થવા આરે છે, આપણે અંતની નજીક છીએ અને સૌએ ધૈર્ય રાખવાનુ છે, પણ આપણે લોકડાઉન તો રાખવું જ પડશે’’ એમ આજે સોમવારથી ફરજ પર હાજર થયેલા વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે જણાવ્યુ હતુ. તેમણે બ્રિટનને પાછુ પાટા પર લાવવા માટે વિપક્ષ અને બિઝનેસ લીડર્સ સાથે ‘ખુલ્લી અને પારદર્શક’ ચર્ચા કરવાનું વચન આપ્યું હતું. કોરોનાવાયરસ લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના માટેની વધતી જતી માંગણી વચ્ચે તેમણે ચેતવણી આપી હતી કે હવે બીજા શિખરની ચિંતા વચ્ચે રોગચાળાન હળવેથી લેવાનો સમય નથી. Read More... |
બ્રિટિશ હિન્દુઓને કોવિડ-19ના BAME પરના પ્રભાવની તપાસમાંથી બાકાત રાખતી લેબર પાર્ટી |
લેબર પાર્ટીએ બ્રિટનમાં શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) પૃષ્ઠભૂમિના લોકો પર કોરોનાવાયરસની અપ્રમાણસર અસર કેમ થઇ રહી છે તેની સમીક્ષા કરવાની ઘોષણા કરી છે. જેમાં શિખ અને મુસ્લિમોનો સમાવેશ કરાયો છે પરંતુ વિચિત્ર રીતે હિન્દુઓને આ રાઉન્ડટેબલ તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
લેબર પક્ષના નેતા સર કૈર સ્ટાર્મરે મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન, ઑપરેશન બ્લેક વોટ, શીખ ફેડરેશન (યુકે), શીખ નેટવર્ક અને જ્યુઇશ મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓને શુક્રવાર તા. 24ના રોજ યોજવામાં આ સમીક્ષાની શરૂઆત કરતી તેની ડિજિટલ રાઉન્ડ ટેબલ સમીક્ષામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
Read More... |
ભારતથી બ્રિટિશ નાગરિકોને પરત લાવવા સરકારની વધુ 14 ફલાઈટ્સ ઓપરેટ કરવાની જાહેરાત |
કોરોના વાઈરસના રોગચાળા પછી જાહેર થયેલા લોકડાઉનના કારણે ભારતમાં અટવાઈ ગયેલા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પાછા લાવવા યુકે સરકારે વધુ 14 સ્પેશિયલ ચાર્ટર ફલાઈટ્સ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે, તેમાં 3600 પેસેન્જર્સ પાછા ફરી શકશે. આ ફલાઈટ્સ 28 એપ્રિલથી 4 મે સુધી ઓપરેટ થશે.
આ વધારાની ફલાઈટ્સ સાથે સરકારના પ્રયાસો થકી ભારતથી કુલ 13,000 થી વધુ યુકેવાસીઓના સ્વદેશ પરત ફરશે. આ 14 ફલાઈટ્સનો કાર્યક્રમ આ મુજબ છેઃઅમદાવાદથી પાંચ ફલાઈટ્સ 28 અને 29 એપ્રિલ તથા 1, 2 અને 4 મેના રોજ રવાના થશે.
અમૃતસરથી 8 ફલાઈટ્સ 28, 29 અને 30 એપ્રિલ તથા 1, 2 (બે ફલાઈટ્સ), 3 અને 4 મેના રોજ રવાના થશે.
Read More... |
|
international news |
|
વિશ્વમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો, 2 લાખથી વધુ લોકોનાં મોત |
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં બે લાખ છ હજાર 990 લોકોના મોત થયા છે. 29 લાખ 94 હજાર 731 સંક્રમિત છે, જ્યારે આઠ લાખ 78 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે. ઈટલીમાં 14 માર્ચ બાદ રવિવારે સૌથી ઓછા 260 લોકોએ જીવ ગુમાવ્યો છે. વડાપ્રધાન ગિઉસેપ કોંટે કહ્યું કે દેશમાં 4 મેથી લોકડાઉનના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવશે. જોકે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. અહીં અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
Read More... |
અમેરિકામાં 24 કલાકમાં 2500ના મોત: કુલ મૃત્યુઆંક 54,000ને પાર |
વિશ્વભરમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે ત્યારે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત બન્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૯૪ લોકોનાં મૃત્યુ કોરોનાના કારણે થયાં છે અને ૫૪,૨૬૫ લોકોનાં કુલ મૃત્યુ અત્યાર સુધી કોરોનાના કારણે થયાં છે. અમેરિકામાં અત્યાર સુધી ૯,૬૦,૦૦૦થી વધુ કોરોના પૉઝિટવ કેસ નોંધાયા છે. વિશ્વની આ મહામારી વચ્ચે અમેરિકામાં વધતા જતા કેસ એ ચિંતાનું કારણ બની રહ્યા છે અને સૌથી વધારે મૃત્યુ અને કોરોના પૉઝિટિવ કેસ ન્યુ યૉર્કમાં નોંધાયા છે.
ઉત્તર અમેરિકા ખંડમાં પણ કેસની સંખ્યા ૧૦ લાખને પાર થઈ છે. એમાં એકલા અમેરિકામાં જ સવાનવ લાખથી વધારે કેસ છે. બીજા ક્રમે કૅનેડા છે, જ્યાં ૪૪,૦૦૦ જેટલા કેસ નોંધાયા છે.
Read More... |
ઈટલીમાં 4 મેથી ફેક્ટરીઓ ખુલવાનું થશે શરૂ, રેસ્ટોરન્ટ-બાર જૂન સુધી બંધ રહેશે
|
કોરોના વાઈરસનો કહેર વિશ્વભરમાં ચાલુ છે. આ વાઈરસને કારણે, બધું બંધ છે. યુરોપના ઘણા દેશોમાં, આને કારણે, હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇટાલીમાં પણ તેની ઘણી અસર જોવા મળી, કોરોના વાઈરસને કારણે લોકડાઉન 4 મેના રોજ પુરૂ થઈ રહ્યું છે. જે પછી તે કારખાનાઓ અને દુકાનો ખોલવાનો વિચાર કરવામાં આવી શકે છે. ઇટાલીના પ્રધાનમંત્રી ગ્યુસિપ કોન્ટેએ રવિવારે કહ્યું કે બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને ધીમે ધીમે હટાવી લેવામાં આવશે.
Read More... |
|
|
|
|
|
|
India news |
|
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28,074 થઈ ગઈ છે. સોમવારે આંધ્રપ્રદેશમાં 80, પશ્વિમ બંગાળમાં 38, રાજસ્થાનમાં 36, બિહારમાં 13, ઓરિસ્સામાં 5 અને ઝારખંડમાં 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે,
Read More...
સુપ્રીમે વીડિયો કોન્ફરન્સિંગથી 593 કેસોની સુનાવણી કરી, 215 ચુકાદા સંભળાવ્યા
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનની પ્રતિકૂળ અસર કાયદા વ્યવસ્થા પર પણ જણાય છે. 23 માર્ચથી જ સુપ્રીમ કોર્ટે તેના દરવાજા બંધ કરી દીધા હતા અને ઓનલાઇન માધ્યમથી અત્યંત જરુરી કેસોની સુનાવણી કરવાનો રસ્તો ખુલ્લો રાખ્યો હતો. Read More...
રીઝર્વ બેંકની મ્યુચ્યુઅલ ફંડ માટે 50 હજાર કરોડની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમની જાહેરાત
દેશની ટોચની મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેંકલિન ટેંપલટન ઈન્ડિયા દ્વારા 6 ક્રેડિટ સ્કીમ બંધ કરવાને કારણે ઉભા થયેલા સંકટને દૂર કરવા માટે રિઝર્વ બેંકે મ્યુચ્યુઅલ ફંડ માટે 50,000 કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે. આરબીઆઈએ સોમવારે મ્યુચ્યુઅલ ફંડ માટે એક વિશેષ ઋણ યોજનાની જાહેરાત કરી જે અંતર્ગત તેમને 50,000 કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી ઉદ્યોગમાં લિક્વિડિટીનો સંકટ ઉભો ના થાય. Read More...
|
|
|
Gujarat News |
|
ગુજરાતમાં કોરોનાના કેસિઝનો આંકડો 3 હજાર વટાવી ગયો,મૃતકોની સંખ્યા 151 થઇ
|
કોરોના વાઇરસ ફેલાવાને મામલે ગુજરાતે જાણે દોટ મૂકી છે.ગુજરાતમાં રવિવારે કોરોનાવાઇરસનાં સંક્રમણનાં નવા 230 કેસ નોંધાયા.રાજ્યનાં આરોગ્ય ખાતાએ જણાવ્યા અનુસારછેલ્લા 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 151 થઇ છે.
Read More...
|
મૃતકોની સંખ્યા વધતાં મુંબઈ પછી અમદાવાદ કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે
|
દેશમાં કોરોના વાયરસના આંકડા સતત વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હી ગત 24 કલાકમાં 293 નવા કેસ સામે આવ્યા છે. જે પછી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27892 થઇ ગઇ છે. આ વચ્ચે અમદાવાદ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતનું અમદાવાદ દેશનું સૌથી મોટું કોરોના હોટસ્પોટ બનીને સામે આવ્યું છે.
Read More...
|
અમદાવાદમાં કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોનાથી નિધન, રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
|
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભૂતપૂર્વ વિપક્ષના નેતા તથા કોંગ્રેસ અગ્રણી બદરૂદ્દિન શેખનું કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ થયું છે. તેમણે રવિવારે રાત્રે અંતિમ શ્વાસ ભર્યા હતા. 68 વર્ષીય શેખ એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા.
Read More...
|
ટેલિ મેડીસીન થકી કોરોનાની સારવાર આપવા નવો પ્રોજેક્ટઃ આરોગ્ય સચિવ જયંતિ રવિ
|
કોરોના વાયરસનું સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે 10 થી સાંજના 5 સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે.
Read More...
|
|