UK News |
‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રેસ’ યોજના અંતર્ગત લાખો કી વર્કરના ટેસ્ટ કરાશે |
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આજે તા. 23ના ગુરૂવારના રોજ ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતુ કે ‘’ કોરોનાવાયરસને વાયરસને નિયંત્રણમાં લાવવા માટે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રેસ’ યોજના અંતર્ગત લાખો કી વર્કર અને તેમના પરિવારોના તા. 24થી કોરોનાવાયરસનો ટેસ્ટ ઑનલાઇન બુક કરાવી શકશે અથવા પોતાના એમ્પ્લોયર દ્વારા ઓર્ડર આપી શકશે. અત્યાર સુધી આ સ્વેબ્સ ટેસ્ટ હોસ્પિટલના દર્દીઓ અને એનએચએસ સ્ટાફ માટે જ મર્યાદિત હતો.
હેનકોકે શરૂ કરેલી આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વ્યાપક લોકોના ટેસ્ટ કરવામાં આવશે અને તેના પરિણામ ટેક્સ્ટ દ્વારા આપવામાં આવશે.દર્દીઓના સંપર્કોનુ પણ ટ્રેસિંગ શરૂ થશે. જેથી યુકેમાં ફાટી નીકળેલા વાયરસના ચેપના સાચા કદને જાણી શકાય. Read More... |
બ્રિટનમાં મૃત્યુનો આંક 37% જેટલો નીચે ગયો |
બ્રિટનના રોજિંદા કોરોનાવાયરસથી થતા મૃત્યુનો આંક 37% જેટલો નીચે ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 616 લોકોના મોત નિપજ્યા હોવાની જાહેરાત કરાઇ હતી જે સાથે બ્રિટનમાં મૃત્યુની કુલ સંખ્યા 18,738 થઇ હતા. પાછલા બે દિવસ કરતા આજે મૃત્યુઆંક નોંધપાત્ર પ્રમાણમાં ઓછો હતા. બુધવારે 759 અને મંગળવારે 828 લોકોની જાનહાનિની ઘોષણા કરવામાં આવી હતી.
સ્કોટિશ ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જને આજે રોજિંદા બ્રીફિંગમા જણાવ્યુ હતુ કે તેમને અપેક્ષા નથી કે આ વર્ષે સ્થિતી સામાન્ય થાય. તેણીએ સંકેત આપ્યો હતો કે તે વ્હાઇટહોલની મંજૂરી વિના પ્રતિબંધ હળવા કરવા માટે તૈયાર છે.
Read More... |
કૌભાંડો રોકવા શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ શરૂ કરાઇ |
કોરોનાવાયરસ સંબંધિત સેવાઓ પૂરી પાડવાના બહાને લોકોને ઑનલાઇન કૌભાંડમાં ફસાવવા માટે દૂષિત ઇમેઇલ્સ મોકલનાર ગઠીયાઓને શોધી કાઢવા યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરના નિષ્ણાતોએ કામગીરી આદરી નવી ‘શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ’ શરૂ કરી છે. કૌભાંડ કરવાના ઇરાદે મોકલવામાં આવેલા 5,000 જેટલા શંકાસ્પદ ઇમેઇલ્સ મળતાં એક જ દિવસમાં 80 કરતા વધુ છળ કરવા ખોલાયેલી વેબ સાઇટ્સ બંધ કરી દેવાઇ છે.જીસીએચક્યુના ભાગ રૂપે એનસીએસસીએ મંગળવાર 21 એપ્રિલથી સાયબર અવેરનેસ ઝુંબેશ શરૂ કરી તેમની નવી ‘શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ’ પર તેમની સાથે કરવામાં આવતા ઠગાઇના પ્રયાસો અંગે જાણ કરવા લોકોને વિનંતી કરી હતી.
Read More... |
|
international news |
|
અમેરિકામાં એક મહિનામાં 2.6 કરોડ લોકોની બેકારી ભથ્થુ મેળવવા અરજી |
અમેરિકામાં જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં ૨.૬ કરોડ લોકોએ બેરોજગારી ભથ્થું મેળવવાની અરજી કરી છે. અમેરિકાની સરકારે જાહેર કરેલા ડેટા પ્રમાણે છેલ્લાં એક જ મહિનામાં ૪૪ લાખ યુવાનોએ સરકારી સહાય મેળવવા અરજી કરી હતી. હજુય આ આંકડો એકાદ મહિનામાં વધે એવી શક્યતા છે. અમેરિકામાં કોરોનાની મહામારી ત્રાટકી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૨.૬ કરોડ લોકોએ બેરોજગારી ભથ્થુ મેળવવાની અરજી કરી છે. છેલ્લાં એક જ સપ્તાહમાં ૪૪ લાખ બેકાર નાગરિકોએ સરકાર પાસે સહાય માગી છે.
Read More... |
અમેરિકા ફરી WHOમાં સામેલ નહીં થાય, જરૂર પડે નવું સંગઠન બનાવશેઃ પોમ્પિયો |
કોરોના મહામારીએ અમેરિકામાં સૌથી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે. આઠ લાખથી પણ વધારે અમેરિકનો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે અને 50,000 જેટલા અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બધા વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ અમેરિકા કદાચ હવે કદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ફન્ડ આપવાનું ચાલું નહીં કરે તે અર્થનું નિવેદન આપ્યું છે.સાથે જ તેમણે જરૂર પડશે તો અમેરિકા સ્વાસ્થ્ય મામલે પોતાની જાતે વૈશ્વિક સંગઠન બનાવી લેશે તેમ પણ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ કોરોના વાયરસ મહામારી મામલે ચીન સાથે મિલીભગતનો આરોપ લગાવીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આપવામાં આવતું ફન્ડિંગ રોકી દીધું હતું. ત્યારે હવે માઈક પોમ્પિયોએ તે જ દિશામાં વધુ આક્રમક વલણના સંકેત જાહેર કર્યા છે.
Read More... |
અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુનો આંકડો 50 હજાર વટાવી ગયો
|
વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત એવા અમેરિકામાં પોઝીટીવ કેસનો આંકડો 9 લાખની નજીક પહોંચી ગયો છે ત્યારે મૃત્યુ આંક 50,000ને વટાવી જતાં સમગ્ર દુનિયામાં ખળભળાટ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં જ અમેરિકામાં 3176 લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા.વિશ્વભરમાં સૌથી વધુ કોરોના તાંડવ અમેરિકા પર રહ્યું છે. આજે સવારની સ્થિતિએ કોરોના કેસોની કુલ સંખ્યા 8.86 લાખની હતી જયારે મૃત્યુઆંક 50,243 થઇ ગયો છે.
Read More... |
|