news : ગરવી ગુજરાત વિશેષ |
એશિયન, બ્લેક સમુદાયની મુશ્કેલીઓ વિષે તપાસનો આદેશ |
યુકેમાં હાલના કોરોના વાઈરસના રોગચાળામાં સામાન્ય નાગરિકોથી લઈને ડોકટર્સ, હેલ્થ કેર તેમજ સોશિયલ કેર વર્કર્સ, ટ્રાન્સપોર્ટ વર્કર્સ વગેરેમાં રોગનો ભોગ બનતા તેમજ મૃત્યુ પામતા લોકોમાં એશિયન અને બ્લેક તેમજ લઘુમતી સમુદાયના લોકોનું પ્રમાણ ઘણું જ વધારે રહ્યું છે, તેની પાછળના કારણો શું છે તે જાણવા અને આ સ્થિતિ નિવારવા, આ સમુદાયના લોકોને વધુ સલામત બનાવવા જરૂરી પગલાં માટે વ્યાપક માંગણી પછી સરકારે આખરે તપાસના આદેશો આપ્યા છે.બીજી તરફ, એનએચએસ સ્ટાફને પુરતા પ્રમાણમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ – PPE નહીં મળતી હોવાની વ્યાપક ફરીયાદ પછી સરકારે એવી સલાહ પણ આપી છે
Read More... |
અમેરિકામાં તમામ પ્રકારનું ઇમિગ્રેશન હાલ સસ્પેન્ડ |
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકામાં હાલના કોરોના વાઈરસના રોગચાળાના પગલે તમામ પ્રકારના ઇમિગ્રેશન હંગામી ધોરણે સસ્પેન્ડ કરતા એક્ઝીક્યુટીવ ઓર્ડર ઉપર હસ્તાક્ષર કરાશે. પ્રમુખ ટ્રમ્પે ટ્વિટર ઉપર અદૃશ્ય દુશ્મનની યાદ અપાવીને ઉમેર્યું હતું કે, અમેરિકનોના રોજગારની સુરક્ષા જરૂરી છે.
Read More... |
યુકેમાં લોકડાઉનની મુદત વધુ ત્રણ સપ્તાહ લંબાવાઈ |
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે મિનીસ્ટર્સ સાથેની કોબ્રા કમીટીની બેઠક બાદ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રોજીંદા પ્રેસ બ્રીફિંગમાં ગયા સપ્તાહે, 16 એપ્રિલે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા વધુ ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉનની મુદત લંબાવવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ‘’કોરોના વાઈરસનો રોગચાળો કાબુમાં લેવા માટેના લોકડાઉન અને સામાજિક અંતરના પ્રયત્નો કામ કરી રહ્યા છે.
Read More... |
બેરી ગાર્ડિનર, એમપીનો એશિયન અને બ્લેક નાગરિકોની કોરોના રોગચાળામાં કથિત અવગણના મુદ્દે ડોમિનિક રાબને ખુલ્લો પત્ર |
બ્રેન્ટ નોર્થના લેબર પાર્ટીના એમપી બેરી ગાર્ડિનરે શનિવારે દેશના ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોમિનિક રાબને એક ખુલ્લો પત્ર લખી કોરોના વાઈરસના રોગચાળામાં એશિયન તેમજ બ્લેક સમુદાયની સરકાર દ્વારા થતી કથિત અવગણના અંગે આકરી ટીકા કરી છે, વ્યથા ઠાલવી છે.બેરીએ લખ્યું છે કે, કોવિદ-19 રોગચાળાના કારણે યુકેમાં માર્ચના શરૂઆતના દિવસોમાં યુકેમાં કોઈ દર્દીના મૃત્યુના પહેલા સમાચાર આવ્યા ત્યારથી મારો બ્રેન્ટ નોર્થનો મતવિસ્તાર અને ત્યાં આવેલી નોર્થવિક પાર્ક હોસ્પિટલ કોરોના વાઈરસના રોગચાળાના કેન્દ્રમાં રહેલી છે.
Read More... |
અમેરિકાના સંખ્યાબંધ રાજ્યોમાં લોકોના લોકડાઉન સામે દેખાવો |
અમેરિકાના સંખ્યાબંધ શહેરોમાં લોકોએ રસ્તાઓ પર ઉતરી આવી લોકડાઉનના અતિ આકરા નિયમોનો વિરોધ કર્યો હતો. પ્રેસિડેન્ટ ટ્રમ્પે બે દિવસ પહેલાં ટ્વીટ કરી મિશિગન, મિનેસોટા અને વર્જીનિયા રાજ્યને લોકડાઉનમાંથી મુક્તિ આપવાનો અભિપ્રાય આપ્યો હતો.
Read More... |
નોન ઇમિગ્રન્ટ H1B વીસાની મુદત વધારવા નિર્ણય
|
એચ -૧ બી વીસા લઈને અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો લાભ થયો છે. તાજેતરની સ્થિતિમાં કોરોના વાઇરસ રોગચાળાને કારણે અમેરિકામાં ફ્સાયેલા હજારો ફ્સાયેલા ભારતીય વ્યાવસાયિકોને રાહત મળી છે. અમેરિકન સરકારે એચ -૧ બી વીસા ધારકોને દેશમાં વધુ રોકાણ કરવા માટે અરજી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.
Read More... |
કોરોનાઃ અમેરિકામાં અનેક ભારતીય ડોક્ટર્સનું સારવારમાં મોટું યોગદાન
|
અમેરિકામાં જુદા જુદા ક્ષેત્રોના વિકાસમાં ઘણા ઇન્ડિયન અમેરિકન્સે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. અત્યારે વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઇરસની મહામારીના કારણે અમેરિકા ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આ સંજોગોમાં અમેરિકામાં વસતા ભારતીય મૂળના ડોક્ટર્સ પણ આ રોગની સારવારમાં પ્રથમ હરોળમાં રહીને પોતાના જીવના જોખમે સારવારનો પડકાર ઝીલી રહ્યા છે.
Read More... |
ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને લાવવા સરકાર વધુ 17 સ્પેશિયલ ફલાઈટ્સ ઓપરેટ કરશે
|
યુકે સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતમાં પ્રવાસ નિયંત્રણો જાહેર કરાયા પછી ત્યાં ફસાઈ ગયેલા બ્રિટિશ નાગરિકોને વતન પાછા લાવવા માટે યુકે સરકાર આગામી સપ્તાહમાં વધુ 17 ચાર્ટર ફલાઈટ્સ ઓપરેટ કરશે, જેની કુલ ક્ષમતા લગભગ 4,000 પ્રવાસીઓની રહેશે.
Read More... |
વિજય માલ્યાની એક્સ્ટ્રાડિશન સામેની અપીલ યુકે હાઈકોર્ટે ફગાવી
|
હાઈકોર્ટ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સે ભારતના વિવાદાસ્પદ બિઝનેસમેન વિજય માલ્યાની એક્સ્ટ્રાડિશન વિરૂદ્ધની અપીલ સોમવાર, 20 એપ્રિલે ફગાવી દીધી હતી. હવે તેની પાસે યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે. આ રીતે, તેને હવે ભારતને હવાલે કરવાનો કેસ નિર્ણાયક તબક્કાની વધુ નજીક પહોંચી ગયો છે
Read More... |
યોગ – અંતિમ કે મૂળભૂત સમાવેશ
|
ભારતમાં આજે પણ કેટલાક ભાગોમાં છે તેમ એક સમયે એક વિશાળ ઘરમાં 200 થી 300 લોકો સાથે રહેતા હતા. પતિ, પત્ની, બાળકો, દાદા, દાદી, કાકા, કાકી, પૌત્રો, પ્રપૌત્રો, પિતરાઇઓ એક છતની નીચે એક પરિવારમાં રહેતા હતા.
Read More... |