Vol. 1 No. 04 About   |   Contact   |   Advertise 22th April 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 


  UK News
શ્યામ અને વંશીય લઘુમતીના મેડિક્સના મોત અંગે ડાઉનિંગ સ્ટ્રીટનો તપાસ કરવા આદેશ

ડાઉનિંગ સ્ટ્રીટે એનએચએસના શ્યામ અને વંશીય લઘુમતીના 70% મેડિક્સ સહિતના કર્મચારીઓને કોરોનાવાયરસનો ‘અપ્રમાણસર’ ચેપ લાગવા અને તેમાંથી ત્રીજા ભાગના લોકોના થઇ રહેલા નિધન અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે. આ અંગે આરોગ્ય સેવા અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) ઉપલબ્ધ પુરાવાઓની સમીક્ષા કરશે. કોવિડ -19 થી યુકેમાં મૃત્યુ પામેલા પ્રથમ તમામ 10 ડોકટરો એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિતના પ્રદેશોના હતા. જે આંકડા લેબર પક્ષને ખૂબજ આપત્તીજનક લાગ્યા હતા.વંશીય લઘુમતીઓના લોકો વધુ ભોગ બન્યા હોવાના ઇન્ટેન્સિવ કેર નેશનલ ઓડિટ એન્ડ રિસર્ચ સેન્ટરના કોવિડ-19 દર્દીઓના ડેટા મળ્યા પછી આરોગ્ય સેવા અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ પુરાવાઓની સમીક્ષા કરશે.
Read More...
140,000થી વધુ કંપનીઓએ વેજ બિલમાં સહાય માંગી
સોમવારે શરૂ થયેલી સરકારની જોબ રીટેન્શન યોજના અંતર્ગત વેજ બિલ ચૂકવવા માટે 140,000થી વધુ કંપનીઓએ મદદ માટે સરકારને અરજી કરી છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને રજા પર મૂકવામાં આવશે તો તેમના વેતનના 80% રકમ અથવા £2,500 સુધીનું ભંડોળ પ્રતિમાસ પૂરું પાડવામાં આવશે. લોકડાઉનને કારણે ઘણા “ફર્લો” થવાની અપેક્ષા છે.દરમીયાનમાં લંડનની હોસ્પિટલોમાં સતત સાતમા દિવસે કોરોનાવાયરસ ધરાવતા લોકોની સંખ્યા ઘટી છે. પ્રો. ડેમ એન્જેલા મેક્લીને કહ્યું હતુ કે ‘’આખા દેશમાં સંખ્યા “સ્થિર છે, પરંતુ અહીં લંડનમાં સતત સાતમા દિવસે તે સંખ્યા ઘટી છે.

Read More...
નાના એશિયન બિઝનેસીસને ટેકો આપવા લોર્ડ ગઢીયાની અપીલ
કોવિડ-19 રોગચાળા દરમિયાન ગયા મહિને અમલમાં મૂકાયેલા લોકડાઉન પગલાઓના કારણે લોકો સંઘર્ષ કરે છે ત્યારે ટકી રહેવા અને આર્થિક રીતે સ્થિર રહેવા માટે મથી રહેલા સ્થાનિક સ્ટોર્સ, કરી હાઉસ અને રેસ્ટૉરન્ટ સહિત એશિયન બિઝનેસીસને ટેકો આપવા કોન્ઝરવેટિવ પીઅર લોર્ડ ગઢીયા અને સર જોનાથન સાયમન્ડ્સ સીબીઇ દ્વારા સમુદાયોને વિનંતી કરવામાં આવી છે. સરકારે લોન, કર રાહત અને રોકડ અનુદાન જરૂરિયાતમંદ લોકોને ઉપલબ્ધ કરાવી છે. ઇન્વેસ્ટમેંટ બેંકર અને લોર્ડ જીતેશ ગઢીયાએ મંગળવારે ગરવી ગુજરાતને જણાવ્યું હતું
Read More...
કોરોના વાયરસ વિશેષ
કોરોનાવાયરસમાં BAME મેડિક્સના મૃત્યુમાં વિટામિન ડીની ઉણપની ભૂમિકા
રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા સહિત ઘણા કારણોસર વિટામિન ડી જરૂરી છે અને એવી વાજબી સંભાવના છે કે વિટામિન ડી રિપ્લેસમેન્ટ, બ્લેક, એશિયન, માઇનોરીટી અને એથનિક (BAME) સમુદાયના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે’’ એમ ક્રેપસ્ટોન, ડેવોનના ડો. કોલિન બેનને જણાવ્યુ હતુ.
Read More...
  international news
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના 25.57 લાખ કેસ, એશિયામાં 4 લાખ 12 હજાર લોકો સંક્રમિત
વિશ્વભરમાં કોરોનાના 25.57 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1.78 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 6 લાખ 90 હજાર 445 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. યુએને કહ્યું છે કે મહામારીના કારણે દુષ્કાળનું જોખમ છે, અમેરિકન રાજ્ય મિસૌરીએ ચીન પર કેસ કર્યો છે. એશિયામાં મહામારીથી 15 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 12 હજાર 247 લોકો સંક્રમિત છે. તુર્કીમાં 95 હજાર 591 લોકો સંક્રમિત છે. જ્યારે 2259 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Read More...
લોકડાઉનમાં મોટી ડીલ, ફેસબુકે જિયોમાં 43 હજાર કરોડનું રોકાણ કર્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ અને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકની વચ્ચે મોટી ડીલ થઈ છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા સ્ટેક માટે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ ડીલ બાદ ફેસબુક હવે જિયાના સૌથી વધારે શેર હોલ્ડ કરશે. ફેસબુકના રોકાણ બાદ જિયો પ્લેટફોર્મની એન્ટપ્રાઈઝ વેલ્યુ 4.62 લાખ કરોડ થઈ ગઈ છે.
Read More...
કોરોનાનો ચેપ લાગતાં ગુજરાતી યુવકનું અમેરિકામાં મોત નિપજ્યું
મૂળ આણંદના અને છેલ્લા પાંચેક વર્ષથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું કોરોનાના કારણે પેન્સિલવીનીયામાં મૃત્યુ થયું છે. યુવકને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ ગઈકાલ સાંજે તેમનું મૃત્યુ થયું છે. યુવકના મૃત્યુથી આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોક માહોલ જોવા મળ્યો છે.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવશાળી નેતા પીએમ મોદી, અમેરિકામાં થયેલા સર્વેનુ તારણ

કોરોના સામે હાલમાં આખી દુનિયા જંગ લડી રહી છે અને તેની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રભાવશાળી નેતા તરીકેની છબી વધારે મજબૂત બની છે.આ વાયરસ સામે લડવામાં કોણ પ્રભાવશાળી પૂરવાર થયુ છે તે જાણવા માટે અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ કંપનીએ આ સર્વે કરાવ્યો છે.
Read More...

ભારતમાં અત્યાર સુધીમાં 20328 પોઝિટિવ કેસ કુલ મૃત્યુઆંક 652
ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 20,328 થઈ ગઈ અને 652 લોકોના મોત થયા છે. હવે ભારત અમેરિકા, સ્પેન, ઈટલી, ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિત એ 17 દેશમાં સામેલ થઈ ગયું છે, જ્યા સંક્રમણના 20 હજારથી વધારે કેસ છે. બુધવારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના આવાસ પર તહેનાત એક પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.
Read More...

ભારતમાં કોરોના સ્વાસ્થ્ય ક્રમચારીઓ પર હુમલો કરનારને સાત વર્ષ સુધીની સજા થશેઃ કેન્દ્ર સરકાર
સ્વાસ્થ્ય કર્મચારીઓ પર થઈ રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વટહુકમ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય કર્મચારીઓને હિંસા કરવાના મામલામાં જો કોઈ દોષિત કરાર થશે તો તેમને હુમલો કરનારા લોકોને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેમજ 50 હજારથી બે લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવાનો રહેશે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2,272 થયો, મૃતકોની સંખ્યા 95 પર પહોંચી
કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયેલા ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસની તુલનાએ આજે કેસોની સંખ્યા નિયંત્રીત રહી હોવાનું જોવા મળે છે. આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિના જણાવ્યા મુજબ રાજ્યમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં વધુ 94 કેસ સામે આવ્યા છે જેને પગલે રાજ્યમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2,272ને આંબી ગઈ છે.

Read More...
લોકડાઉનના 30 દિવસમાં વિવિધ 88 હજારથી વધુ ગુના નોંધી 145902 લોકોની ધરપકડ કરાઈ
લોકડાઉનના 30 દિવસ એટલે કે 25 માર્ચથી 22 એપ્રિલ સુધીમાં રાજ્યમાં વિવિધ પ્રકારના ગુનાનો ભંગ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ 30 દિવસમાં જાહેરનામાનો ભંગ, ક્વૉરન્ટીન ભંગ, અન્ય ગુનાઓ, ડ્રોન અને સીસીટીવ સર્વેલન્સથી નોંધાયેલા ગુના અને કર્ફ્યૂભંગના ગુના સહિત કુલ 88007 જેટલા ગુના નોંધાયા છે.

Read More...
ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીની સારવારનો ખર્ચ સરકાર નહી ચુકવે
રાજ્ય સરકારના પ્રધાનમંડળની બેઠકમાં આજે તમામ જિલ્લા કલેકટરોને તાકીદ કરવામાં આવી છે કે કોરોનાવાયરસ ની સંક્રમિત પરિસ્થિતિ ના અનુસંધાનમાં મે મહિના સુધીનું માઈક્રો ડીટેલ પ્લાનિંગ બનાવવામાં આવે અને તમામ કલેકટરો એકશન પ્લાનને વધુ મજબૂત બનાવીને સર્વેલન્સ ચકાસણી અને ટેસ્ટ માટેના આગોતરા આયોજનો અને પોઝિટિવ આવતા દર્દીઓની સારવાર માટે કેવી રીતે પહોંચાડવામાં આવશે

Read More...
ગુજરાતમાં પરિસ્થિતિ વધુ ખરાબ હોવાથી કેન્દ્ર સરકાર 2 ટીમ નિરીક્ષણ માટે મોકલેઃ અહેમદ પટેલ
કોરોના કોવિડ-19 વાયરસની મહામારીમાં ગુજરાત દિવસે દિવસે વધારે ફસાઇ રહ્યું છે. ગુજરાતમાં કેસ વધી રહ્યા છે, આવા સંજોગોમાં કોવિડ-19ની સ્થિતિની સમિક્ષા કરવા માટે કેન્દ્રિય ટીમને ગુજરાત મોકલવી જોઇએ તેવી કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહને ટ્વીટ કરીને માગ કરી છે.પટેલે તેમના ટ્વીટમાં એવી પણ સ્પષ્ટતા કરી છે કે, આપણે કોવિડ-19નો વ્યાપ જે રાજ્યમાં વધુ છે,

Read More...
 
સંસ્થા સમાચાર
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store