Vol. 1 No. 03 About   |   Contact   |   Advertise 21th April 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 


  UK News
કોવિડ-19ના દર્દીઓની વંશીયતા પ્રકાશિત થવી જોઈએ: સાદિક ખાન

યુ.કે. સરકાર તરફથી કોરોનાવાયરસથી પ્રભાવિત દરેકની વંશીયતા વિષેની માહિતી નિયમિતપણે એકત્રિત કરીને તેને હાલના સંજોગોમાં જ પ્રકાશિત કરવાની પ્રતિબદ્ધતા હોવી જોઈએ, જેથી આપણે આ અંગેની ચિંતાઓને સમજીને તેના ઉપર કાર્ય કરી શકીએ એમ લંડનના મેયર સાદિક ખાને જણાવ્યુ હતુ. તાજેતરના અધ્યયનમાં યુકેની હોસ્પિટલોમાં શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) સમુદાયોના લોકો કોરોનાવાયરસના કારણે ગંભીર રીતે બીમાર થયેલા દર્દીઓમાં ત્રીજો ભાગ ધરાવે છે.
Read More...
140,000થી વધુ કંપનીઓએ વેજ બિલમાં સહાય માંગી
સોમવારે શરૂ થયેલી સરકારની જોબ રીટેન્શન યોજના અંતર્ગત વેજ બિલ ચૂકવવા માટે 140,000થી વધુ કંપનીઓએ મદદ માટે સરકારને અરજી કરી છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને રજા પર મૂકવામાં આવશે તો તેમના વેતનના 80% રકમ અથવા £2,500 સુધીનું ભંડોળ પ્રતિમાસ પૂરું પાડવામાં આવશે. લોકડાઉનને કારણે ઘણા “ફર્લો” થવાની અપેક્ષા છે.દરમીયાનમાં લંડનની હોસ્પિટલોમાં સતત સાતમા દિવસે કોરોનાવાયરસ ધરાવતા લોકોની સંખ્યા ઘટી છે.

Read More...
વેસ્ટ મિડલેન્ડ્સમાં અડધા શીખના મૃત્યુ પાછળ કોરોનાવાયરસ જવાબદાર
છેલ્લા પખવાડિયામાં વેસ્ટ મિડલેન્ડ્સમાં મોતને ભેટેલા લગભગ અડધા એટલે કે 47 ટકા શીખના મૃત્યુ પાછળ કોવિડ-19 જવાબદાર હોવાનો દાવો કરી શીખ ફેડરેશન અને અન્ય સમુદાયીક જૂથોએ સરકારને આ મોત અંગે સલાહ લેવાની વિનંતી કરી છે. વુલ્વરહેમ્પ્ટનમાં લંડનની બહાર યુકેના સૌથી મોટો શીખ સમુદાય વસી રહ્યો છે.શીખ નેટવર્ક, શીખ કાઉન્સિલ યુકે અને શીખ ફેડરેશન (યુકે) હવે ગુરુદ્વારાઓ અને ફ્યુનરલ ડાયરેક્ટર્સ પાસેથી અંતિમ સંસ્કારના ડેટા એકત્રિત કર્યા પછી સરકારને પરામર્શ માટે હાકલ કરી રહ્યું છે.
Read More...
BAME ના મૃત્યુ અંગેનો ડેટા પ્રકાશિત નહિ કરાય તો વધારે જીવને જોખમ
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા બ્લેક, એશિયન, માઇનોરીટી એથનિક દર્દીઓનો ડેટા પ્રકાશિત કરવો જ જોઇએ, જો તેમ નહિ કરવામાં આવે તો BAME લોકોની જિંદગીને તે જોખમમાં મુકી શકે છે એમ રાજકારણીઓ અને પ્રેશર ગૃપ્સે ચેતવણી આપી છે. ક્રિટીકલ કેર યુનિટમાં સારવાર લેતા વંશીય લઘુમતી ધરાવતા દર્દીઓ અને એનએચએસ સ્ટાફના વધારે મૃત્યુ થયા છે.
Read More...
  international news
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 1,66,794, 24 લાખ લોકો ચેપગ્રસ્ત
દુનિયાભરમાં કોરોના વાયરસના ચેપથી મૃત્યુઆંક વધીને 1,66,794 પર પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 193 દેશોમાં અત્યાર સુધીમાં 24,32,092 થી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેમાંથી 6,36,929 લોકો ચેપ મુક્ત થયા છે. જો કે રાષ્ટ્રીય એજન્સીઓ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા વાસ્તવિક ચેપનો માત્ર એક ભાગ માનવામાં આવે છે કારણ કે ઘણા દેશો ફક્ત વધુ ગંભીર કેસોની તપાસ કરી રહ્યા છે.
Read More...
અમેરિકામાં વિક્રમજનક 41.80 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયા : ટ્રમ્પ
કોવિડ-19 મહામારી માટે અમેરિકાએ ભારત સહિતના 10 દેશો કરતાં પણ વધારે કોરોના ટેસ્ટ કર્યા છે તેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના વિરુદ્ધ અમેરિકાની લડાઇ સતત ચાલુ છે. અત્યાર સુધી દેશના 41.80 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. વિશ્વના કોઇ પણ દેશ કરતા વધારે છે.
Read More...
અમેરિકનોની નોકરી બચાવવા વિદેશી નાગરિકોના પ્રવાસનને અસ્થાયી રીતે બંધ કરાશે: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં પ્રવાસન (ઈમિગ્રેશન)ને અસ્થાયી રીતે બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરશે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણથી 42,094 લોકોના મોત થઈ ગયા છે અને સાડા સાત લાખથી વધારે સંક્રમિત થયા છે.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં 18539 કેસ, 592 લોકોનાં મોતઃ 16 વિદેશી જમાતીઓ સહિત 30ની ધરપકડ

દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા હવે 18,539 પહોંચી છે અને કુલ 592 લોકોના મોત થયા છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઈરસના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા કોરોના સંક્રમણના 1580 અને 18 એપ્રિલે 1371 નવા દર્દી મળ્યા હતા.સોમવારે સૌથી વધારે 466 નવા કેસ મુંબઈમાં મળ્યા હતા.
Read More...

ભારતમાં કોરોનાના સંક્રમણ માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા સોશિયલ મીડિયાના અહેવાલોથી ગલ્ફ કન્ટ્રી નારાજ
કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે તેમ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા મીડિયાના અહેવાલોથી ખાડીના દેશો નારાજ થયા છે.
Read More...

ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો રાષ્ટ્રપતિભવન સુધી પહોંચ્યો, 125 સ્ટાફ ક્વાર્ટર્સ સીલ
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સંકુલના એક સ્ટાફના પરિવારના સભ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં સંકુલના 125 સ્ટાફ ક્વાર્ટર્સ સીલ કરવામાં આવ્યા છે અને તેમાં વસનારાઓને સેલ્ફ આઇસોલેશન સખ્તાઇથી પાળવાની તાકીદ કરવામાં આવી છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં 8.50 લાખ લોકો ‘કન્ટેઇન્મેન્ટ’ ઝોન હેઠળ
ગુજરાતમાં જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા કુલ ૧૨૭ વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન હેઠળ છે. જેમાં ૧.૭૯ લાખ ઘરની ૮.૫૦ લાખ વસતીનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ શહેરમાં ૧૫ ‘ક્લસ્ટર’ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ૩૯૭૪ ઘર ક્લસ્ટરમાં છે અને તેમાં ૧૫૭૨૮ વસતીનો સમાવેશ થાય છે.

Read More...
ગુજરાતમાં કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 2066 થઈ, કુલ 77 લોકોનાં મોત
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીના નવા 127 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2066 થઇ છે. જ્યારે વધુ 6 લોકોના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 77એ પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં અમદાવાદ કરતા સુરતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

Read More...
વડોદરામાં કુલ 193 પોઝિટિવ કેસ, આજથી રેપિડ કીટથી ટેસ્ટ થતાં રીપોર્ટ ઝડપથી આવશે
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ 193 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વડોદરામાં 400 જેટલી રેપિડ ટેસ્ટ કીટ આવી ગઇ છે. જેથી આજથી રેપિડ કીટથી કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવશે, રેપિડ કીટમાં 30 મિનિટમાં જ ટેસ્ટનું પરિણામ આવી જશે.જેથી ઝડપી નિદાન કરવામાં સફળતા મળશે.

Read More...
અમદાવાદથી 14 દિવસમાં 2200 વિદેશી મુસાફરો સ્વદેશ પહોંચશે
કોરોનાના કેરને પગલે ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે બ્રિટને સોમવારથી ચાર્ટર ફ્લાઇટના બીજા રાઉન્ડનો પ્રારંભ કરી દીધો છે. જેના ભાગરૃપે આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ૨૭૦ મુસાફરો લંડન જવા માટે રવાના થયા હતા. અગાઉ ગત સપ્તાહે અમદાવાદથીન ૩ ચાર્ટર ફ્લાઇટમાં ૮૦૦ જેટલા બ્રિટિશ નાગરિકોને લંડન મોકલવામાં આવ્યા હતા.

Read More...
 
સંસ્થા સમાચાર
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store