UK News | લોકડાઉન સમાપ્ત કરવા માટે જ્હોન્સનની અનિચ્છા |
બે અઠવાડિયાથી દૈનિક મૃત્યુઆંકની તુલના બાદ ચાન્સેલર ઋષી સુનક અને કેબિન્ટ ઓફિસ મિનીસ્ટર માઇકલ ગોવ વહેલી તકે લોકડાઉન અને અન્ય નિયંત્રણો હળવા કરવા ઇચ્છે છે ત્યારે વડાપ્રધાન બોરીસ જ્હોન્સન કોરોનાવાયરસનો ચેપ બીજી વખત ઉથલો મારશે તેવા ભયના કારણે હાલમાં લોકડાઉન સમાપ્ત કરવા સહમત નથી. વડા પ્રધાન નથી ઇચ્છતા કે રોગચાળો બીજી વખત તેના શિખર પર જાય અને દેશ ફરી હાલાકીમાં મૂકાય.એમ મનાય છે કે બોરિસ જોહન્સન કોરોનાવાયરસ બીજી વખત તેના શિખર પર ન જાય તેને પ્રાધાન્ય આપી રહ્યા છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકની દલીલ છે કે લોકડાઉન હટાવતા પહેલા વાયરસને દબાવવો જોઇએ.
Read More... |
શ્યામ અને વંશીય લઘુમતીના મેડિક્સના મોત અંગે ડાઉનિંગ સ્ટ્રીટનો તપાસ કરવા આદેશ |
ડાઉનિંગ સ્ટ્રીટે એનએચએસના શ્યામ અને વંશીય લઘુમતીના 70% મેડિક્સ સહિતના કર્મચારીઓને કોરોનાવાયરસનો ‘અપ્રમાણસર’ ચેપ લાગવા અને તેમાંથી ત્રીજા ભાગના લોકોના થઇ રહેલા નિધન અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે. આ અંગે આરોગ્ય સેવા અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) ઉપલબ્ધ પુરાવાઓની સમીક્ષા કરશે. કોવિડ -19 થી યુકેમાં મૃત્યુ પામેલા પ્રથમ તમામ 10 ડોકટરો એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિતના પ્રદેશોના હતા.
Read More... |
મૃતકના કુટુંબીજનો ફ્યુનરલમાં ભાગ લઇ શકે તે માટે વ્યવસ્થા કરાશે |
કોરોનાવાયરસના કારણે મરણ પામેલ કમનસીબ લોકોના પરિવારો પણ એટલા જ દુર્ભાગ્યવશ હતા કે જેઓ પોતાના સ્વજનના ફ્યુનરલમાં ભાગ લઇ શક્યા નહોતા. પરંતુ સરકારે સ્વજનો ફ્યુનરલમાં ભાગ લઇ શકે તે માટે એક યોજના ઘડી કાઢી કાઉન્સિલોને સલામત અને નવીન અભિગમો રજૂ કરવા જણાવ્યું છે જેથી શોકગ્રસ્ત પરિવારો અંતિમવિધિમાં ભાગ લઈ શકે. સરકાર સ્પષ્ટ છે કે નજીકના કુટુંબીજનોને રૂબરૂમાં અંતિમવિધિમાં જોડાવાની છૂટ હોવી જ જોઇએ. અંતિમ સંસ્કાર બાબતે સ્થાનિક અધિકારીઓ માટે જરૂરી આકસ્મિક પગલાં અંગે માર્ગદર્શીકા પ્રકાશીત કરવામાં આવી છે
Read More... | સરકારે વેક્સીનની રેસ ઝડપી બનાવવા ટાસ્ક-ફોર્સનું અનાવરણ કર્યું |
સરકારે આજે રસીની રેસ ઝડપી બનાવવા માટે ટાસ્ક-ફોર્સનું અનાવરણ કર્યું હતુ. જેમાં ઉદ્યોગો, શિક્ષણશાસ્ત્રીઓ, સરકાર અને રેગ્યુલેટર્સને જોડવામાં આવ્યા છે જેઓ ભવિષ્યમાં રસી તૈયાર કરી તેનુ મોટોપાયા પર ઉત્પાદન કરી શકશે. જો કે એવો ભય છે કે લાખોને આપવા માટે તૈયાર થવામાં તેને 18 મહિનાનો સમય લાગી શકે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ આગામી સપ્તાહે માનવ પર રસીના પરીક્ષણો શરૂ કરવાની યોજના બનાવી છે.
દરમિયાનમાં યુકેમાં આજે મૃત્યુઆંકની સંખ્યા 14,576 ઉપર પહોંચી ગઈ હતી અને છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલોમાં 847 નવા મોત નોંધાયા છે. બીજી તરફ વિશ્વભરમાં 2.15 મિલિયનથી વધુ લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે અને 145,000 લોકોના મોત થયા છે.
Read More... |
|
international news |
|
વિશ્વમાં 24 કલાકમાં 81 હજાર 153 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 24 લાખ થઈ: WHO |
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 24 લાખ 6 હજાર 868 લોકો સંક્રમિત છે. જ્યારે એક લાખ 65 હજાર 56 લોકોના મોત થયા છે. જોકે છ લાખ 17 હજાર દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે. બીજી તરફ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને દેશમાં લોકડાઉનને વધુ પાંચ દિવસ વધાર્યું છે. લોકડાઉન બુધવારે પૂર્ણ થવાનું હતું. જોકે હવે તે સોમવાર સુધી યથાવત રહેશે. બીજી તરફ ઈઝરાયલમાં કોરોનાને લઈને લાદવામાં આવેલા સખ્ત પ્રતિબંધો અંગે લોકોએ રવિવારે રાષ્ટ્રપતિ બેંજામિન નેતન્યાહૂની વિરુદ્ધ દેખાવો કર્યા હતા.
Read More... |
અમેરિકામાં લોકાઉનના નિયમો સામે સેંકડો લોકોનું વિરોધ પ્રદર્શન |
અમેરિકાના સંખ્યાબંધ શહેરોમાં લોકોએ રસ્તાઓ પર ઉતરી લોકડાઉનના અતિ આકરા નિયમોનો વિરોધ કર્યો હતો. પ્રેસિડેન્ટ ટ્રમ્પે બે દિવસ પહેલાં ટ્વીટ કરી મિશીગન, મિનસોટા અને વર્જીનિયા રાજ્યને લોકડાઉનમાંથી મુક્તિ આપવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ ત્રણેય રાજ્યો ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટિક પક્ષ દ્વારા સાશિત છે. પ્રેસિડેન્ટએ પણ કેટલાંક રાજ્યનો મુક્તિ આપવાની ટ્વીટ કરતા વધારને વધારે લોકો મુક્તિની માગણી સાથે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.કોન્કોર્ડ શહેરમાં વરસતા વરસાદમાં પણ ૪૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા.
Read More... |
ઈટાલીમાં 23,000થી વધુનાં મોત છતાં લોકો-ઉદ્યોગોનો લૉકડાઉન સામે વિરોધ
|
કોરોનાથી ઈટાલીમાં ૨૩,૨૨૭થી વધુ લોકોનાં મોત થયા છે અને કુલ કેસની સંખ્યા ૧,૭૫,૯૨૫થી વધુ થઈ ગઈ છે. વિશ્વમાં મૃત્યુઆંકની બાબતમાં અમેરિકા પછી ઈટાલી બીજા ક્રમે હોવા છતાં યુરોપમાં કોરોનાના એપી સેન્ટર એવા આ દેશમાં લોકો અને ઉદ્યોગો લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ઈટાલીમાં પણ ૩જી મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે
Read More... |
|
|
|
|
|
|
India news |
|
ભારતમાં એક તરફ આરોગ્ય મંત્રાલય તરફથી એવું કહેવાયું છે કે દેશમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટી નિકળ્યો છે. ભારતના ગૃહ મંત્રાલયે ઘણા શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, ખાસ કરીને મધ્યપ્રદેશના ઈન્દોર, મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે રાજસ્થાનના જયપુર, પશ્વિમ બંગાળના કોલકાતા, હાવડા, મેદનીપુર પૂર્વ, 24 ઉત્તર પરગના દાર્જીલિંગ, કેલિમ્પોંગ અને જલપાઈગુડીમાં સ્થિતિ ગંભીર છે.
Read More...
એરલાઈન્સ કંપનીઓ સામે DGCA લાલઘુમ, ફ્લાઈટ્સની ટિકિટોનું બુકિંગ બંધ કરવા હુકમ
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઈન્સને આદેશ આપતા કહ્યું છે કે તેઓ 4 મે માટે ટિકિટોનું બૂકિંગ બંધ કરી દે કેમ કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ક્યારથી શરૂ થશે તે માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનને વધારીને 3 મે સુધી કરી દીધું છે. Read More...
તેલંગાણામાં 7 મી મે સુધી લોકડાઉન, દિલ્હી અને પંજાબમાં કોઈ છૂટછાટ નહીં મળે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પ્રમાણે કેટલાક રાજ્યોમાં 20 એપ્રિલે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી દીધી છે. પરંતુ, તેલંગાણા, પંજાબ અને દિલ્હીએ સોમવારથી કોઇ પણ પ્રકારની છૂટછાટ ન આપવાનો નિર્ણય લીધો છે. તેલંગાણાએ 7 મે સુધી લોકડાઉનમાં વધારો કર્યો છે. પંજાબે કહ્યું છે કે 3જી મે સુધી લોકડાઉનમાં કોઇ પણ છૂટછાટ આપવામાં આવશે નહીં.
Read More...
|
|
|
Gujarat News |
|
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 108 નવા કેસ, કુલ આંકડો 1851, કુલ 67 લોકોનાં મોત
|
ગુજરાતમાં કોરોના વાયરસ પોતાનો આતંક દિવસેને દિવસે વધારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના હોટસ્પોટ ગણાતા અમદાવાદ અને સુરતમાં બે-બે મોત નિપજ્યા છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં રવિવારની સરખામણીએ આજે સોમવારના દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.રવિવારે રાજ્યભરમાં કોરોનાના 354 કેસ નોંધાયા હતા જ્યારે સોમવારના દિવસે 108 કેસ જ નોંધાયા છે.
Read More...
|
ગુજરાતમાં કોરોના આગામી સમયમાં એના પીક ઉપર પહોંચશે: આરોગ્ય સચિવ જ્યંતિ રવિ
|
અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટને હોટ સ્પોટ જાહેર કરી 27 ક્લસ્ટર્સમાં કોરોના કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનો આરંભ કરાયો હતો, આજે 20મા દિવસે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘોષિત ક્લસ્ટર્સમાં તો વધી ગયું છે, પરંતુ ચેપ અન્ય જિલ્લા, નગરો અને ગામો સુધી પ્રસરતાં ક્લસ્ટર્સની સંખ્યા વધીને 127 સુધી પહોંચી ગઇ છે.
Read More...
|
ગુજરાતમાં કોરોનાના 87.11% કેસ માત્ર અમદાવાદ-વડોદરા-સુરતમાંથી નોંધાયા
|
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના ૨૫ જિલ્લામાં કોરોનાના ૧૭૪૩ કેસ નોંધાયા છે જ્યારે હજુ ૮ જિલ્લા એવા છે જ્યાં કોરોના પગપેસારો કરવામાં નિષ્ફળ રહ્યું છે. ગુજરાતના જે ૮ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેમાં દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ-તાપી- નવસારી-ડાંગ, સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર-જુનાગઢ-દેવભૂમિ દ્વારકા-અમરેલીનો સમાવેશ થાય છે.
Read More...
|
અમદાવાદના 125થી વધુ દર્દીઓમાં કોરોનાનું એક પણ લક્ષણ દેખાતું નથી
|
અમદાવાદમાં કોરોનાના 125થી પણ વધુ દર્દીઓમાં કોરોના પોઝિટીવ હોવાનું કોઈ જ શારીરિક લક્ષણ દેખાતું નથી. કોઈને ય તાવ, શરદી- ખાંસી, ગળાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શ્વાસમાં તકલીફ જેવું કશું જ નથી. આવા દર્દીઓ તેમનો રિપોર્ટ પોઝિટીવ જોઈને આશ્ચર્ય અનુભવતો હોય છે.આ પ્રકારના દર્દીઓને પહેલા સિવિલ કે એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરાતા હોય છે. ત્યાંના ડૉક્ટરો તેમની વધુ ઉંડાણથી તપાસ કરીને એ બાબતનો નિર્ણય લેતા હોય છે કે તેમને હૉસ્પિટલમાં રાખવાની જરૂર છે કે નહીં.
Read More...
|
|