Vol. 1 No. 01 About   |   Contact   |   Advertise 17th April 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 

  UK News
બ્રિટનમાં વધુ ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉન

ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે આજે મિનીસ્ટર્સ સાથેની ​કોબ્રા કમીટીની બેઠક બાદ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રોજીંદા પ્રેસ બ્રીફિંગમાં ઓછામાં ઓછા વધુ ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ‘’કોરોનાવાયરસને કાબુમાં લેવા માટેના લોકડાઉન અને સામાજિક અંતરના પ્રયત્નો કામ કરી રહ્યા છે. પરંતુ અર્થતંત્રને ભારે ફટકો પડ્યો હોવા છતાં તે પગલા અમલમાં રહે તે જરૂરી છે. તેમણે લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ માટેની માંગનો ઇન્કાર કર્યો હતો.ચેકર્સ ખાતે જીવલેણ રોગમાંથી સાજા થયા બાદ આરામ કરતા વડાપ્રધાન જ્હોન્સનના ડેપ્યુટી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ‘’પરિસ્થિતિ નાજુક છે. વૈજ્ઞાનિકો માને છે કે રોગચાળો ફાટી નીકળે તેના કરતા સમુદાયમાં ટ્રાન્સમિશનનુ સ્તર નીચુ છે જોકે હજી પણ હોસ્પિટલો અને કેર હોમમાં ચેપ ફેલાયેલો છે.
Read More...
યુકેમાં 861ના મોત: કુલ મરણ આંક 13,729
કોરોનાવાયરસના કાળમુખા પંજામાંથી દેશને મુક્ત કરાવવાના વ્યાપક પગલાઓને જોઇએ તેવી સફળતા મળતી નથી ત્યારે છેલ્લા 24 કલાકમાં યુકેમાં કુલ 861 લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે યુકેનો કુલ મરણ આંક 13,729 પહોંચ્યો હતો. જ્યારે પોઝીટીવ કેસોની સંખ્યા 103,093ની ઉપર પહોંચી ગઇ હતી.છેલ્લા 24 કલાકમાં માત્ર 4,618 પોઝીટીવ કેસો આવ્યા હતા અને આ આંક સ્થિર રહ્યો છે. ગત સપ્તાહે શનિવારથી લઇને આજ સુધીમાં આજનાં મૃત્યુની સંખ્યા પાંચ દિવસમાં સૌથી વધુ છે, પરંતુ આ વધારો અપેક્ષિત હતો.
Read More...
દેશના 99 વર્ષના હીરો કેપ્ટન ટોમ મૂરે NHS માટે 18.5 મિલિયન એકત્ર કર્યા
ગુજરાત જેટલુ જ કદ અને વસ્તી ધરાવતા નાનકડા ટાપુ યુ.કે.ને ‘ગ્રેટ બ્રિટન’ સાવ એમ જ નથી કહેવાયુ. કોરોનાવાયરસની અપત્તી સામે અહિ અબાલ વૃધ્ધ સૌ કોઇ સાથે રહીને લડી રહ્યા છે. બીજા વિશ્વયુધ્ધમાં ભારત અને મ્યાંનમારમાં લડી ચૂકેલા નિવૃત્ત કેપ્ટન ટોમ મૂરેએ કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહેલ એનએચએસ માટે ભંડોળ એકત્ર કરવા માટે તેમના બગીચામાં વોક કરીને એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 18.5 મિલિયન પાઉન્ડ એકત્ર કરી લીધા છે. તેમના માટે ફંડ એકત્ર કરવાનુ કામ કરતી જસ્ટિગિવીંગ વેબસાઇટ પર 90,000 દાતાઓએ દાન કરવા હલ્લો કરતા દાતાઓના જુવાળને કારણે ક્રેશ વેબસાઇટ ક્રેશ થઇ ગઇ છે.
Read More...
  international news
ચીનમાં પોઝિટિવ કેસ 82692 અને મૃત્યુઆંક 4632 થયો, અમેરિકાએ આંકડા ખોટા ગણાવ્યા
ચીનના વુહાનમાં કોરોના વાઈરસના સંક્રમણથી થયેલા મોતના નવા આંકડા જાહેર કરાયા છે. તેમાં 1290 મોત એટલે કે 50 ટકાનો વધારો કરાયો છે. નેશનલ હેલ્થ કમીશને જણાવ્યું છે કે વુહાનમાં 3869 મોત થયા છે. પહેલા આ મૃત્યુઆંક 2579 હતો. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યામાં પણ 325નો વધારો થયો છે. અહીં કુલ પોઝિટિવ કેસ 50 હજાર 333 થયો છે. હવે ચીનમાં પોઝિટિવ કેસ 82 હજાર 692 અને મૃત્યુઆંક 4632 થયો છે.ચીનના હુબેઈ વિસ્તારની રાજધાની વુહાનમાંથી શરૂ થયેલો કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી મુજબ ચીને સ્વીકાર્યું છે કે ઘણા કેસમાં મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ છે
Read More...
વિશ્વભરમાં કોરોના વાયરસના 21.83 લાખ કેસ, 1.46 લાખના મોત, ચીનના વુહાનમાં 1290 નવા મોત
વિશ્વભરમાં કોરોનાના 21.83 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.46 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 5.48 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે.ચીનના વુહાનમાં સંક્રમિતો અને મૃતકોના નવા આંકડા જાહેર કરાયા છે. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યા 325 વધીને 50 હજાર 333 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1290 વધીને 3869 થયો છે. વુહાન નગરપાલિકા દ્વારા આ આંકડા જાહેર કરાયા છે.
Read More...
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 4591 લોકોના મોત
વિશ્વભરમાં કોરોનાના 21.83 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.46 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 5.48 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 4591 લોકોના મોત થયા છે. બીજી તરફ સંક્રમણના ભયના કારણે મ્યાનમાર સરકારે 25 હજાર કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે.ચીનના વુહાનમાં સંક્રમિતો અને મૃતકોના નવા આંકડા જાહેર કરાયા છે.
Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

અમેરિકાના ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેના કમિશનને ભારતની ટકોરઃ કોરોનાના ઈલાજને તો ધર્મના રંગે રંગવાનું બંધ કરો

અમદાવાદમાં એક સરકારી હોસ્પિટલમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્ત દર્દીઓને તેમના ધર્મના આધારે અલગ પાડવામાં આવી રહ્યા હોવાના એક મીડિયા અહેવાલના સંદર્ભમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેના કમિશને એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત કોરોના વાઈરસના રોગચાળાનો મુકાબલો કેવી રીતે કરી રહ્યું છે. યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ (USCIRF) દ્વારા કરાયેલી આ ટીકાનો આકરો પ્રતિભાવ આપતાં ભારતે જણાવ્યું હતું કે, કમિશને એક ‘મિસગાઈડેડ’ રીપોર્ટના આધારે આ ટીકા કરી છે.
Read More...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1007 કોરોનાના નવા કેસ- 23 લોકોના મોત
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13664 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે. ગુરુવારે 1081 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં 70, ગુજરાતમાં 163 અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે તો બીજી બાજુ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા હતા. આ દેશના કોઈ પણ શહેર કરતા એક દિવસનો સૌથી વધારે આંકડો છે.
Read More...

ચીને ભારતને દાનમાં મોકલેલી PPE કીટમાંથી 50,000 કીટ ખરાબ નીકળી
વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં વિજયી બનવા હાલ વિશ્વના મોટા ભાગના દેશો ચીન તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. કેટલેક અંશે ચીને આગળ આવીને આવા દેશોની મદદ પણ કરી છે પરંતુ મોટા ભાગના દેશો ચીનની મદદથી ખુશ થવાના બદલે દુખી થઈ રહ્યા છે. હકીકતે ચીન મદદના નામે જે ઉપકરણો કે ચીજવસ્તુઓ મોકલી રહ્યું છે તે પૈકીની મોટા ભાગની વસ્તુઓને લઈ ફરિયાદ સાંભળવામાં આવી રહી છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા 1021 થઈ, નવા વિસ્તારોમાં કેસ વધ્યાં
ગુજરાતમાં નવા 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1021 થઇ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવામાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત નીપજ્યાં છે. 901 દર્દી સ્ટેબલ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે. 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.
Read More...
ગુજરાતના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, ગૃહમંત્રી કોરોના ટેસ્ટ 5 દિવસ બાદ થશે, હોમ ક્વોરેન્ટીન રહેશે
કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા ગુજરાતના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય મંત્રી 7 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશન થઇ ગયા છે અને એક દિવસ પહેલા તેમનો પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નોર્મલ હતો પરંતુ 5 દિવસ પછી જે ટેસ્ટ થાય એમાં કોરોના પોઝિટિવ છે કે નહીં તે ખબર પડે. એટલું જ નહીં 7થી 14 દિવસમાં પણ જો લક્ષણો જોવા મળે તો ફરી ટેસ્ટ થશે.
Read More...
અમદાવાદ અને સુરત પછી રાજકોટના જંગલેશ્વરમાં મધરાતથી કર્ફ્યુનો અમલ થશે
અમદાવાદ, સુરત અને બાદ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મધરાતથી કર્ફ્યુનો અમલ થશે. 50 હજારની વસ્તીવાળા વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં SRPની ત્રણ કંપનીઓ તેનાત રહેશે. નદીના પટ વિસ્તારમાંથી લોકો ફરવા નીકળતા હોવાનું ધ્યાને આવતા નદીના પટ વિસ્તારમાં ઘોડેસવારથી પેટ્રોલિંગ કરવામાં આવશે. કર્ફ્યુ દરમિયાન અમદાવાદમાં 74 ગુના દાખલ થયા છે.
Read More...
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store