news : ગરવી ગુજરાત વિશેષ |
કોરોનાગ્રસ્ત બ્રિટિશ એશિયન્સ પર સરકાર ખાસ ધ્યાન આપે |
નિષ્ણાંતોએ સરકારને ચેતવણી આપી છે કે બ્રિટિશ એશિયન્સ કોરોનાના ચેપનો મોટા પાયે ભોગ બની રહ્યા છે ત્યારે સરકારે તેમની સ્થિતિ વિષે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કોરોના વાઈરસના કારણે આઇસીયુમાં સારવાર લઇ રહેલા ત્રીજા ભાગના દર્દીઓ એશિયન અને બ્લેક સમુદાયના છે અને મૃત્યુ પામેલા 19 NHS મેડિક્સમાંથી 10 પણ એશિયન અને બ્લેક સમુદાયના છે.
બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. ચાંદ નાગપૌલે સરકારને વિનંતી કરી છે કે તે ચેપગ્રસ્ત BAME જૂથોના જાનહાનિના આંકડા પાછળના તર્કની તપાસ કરે, કારણ કે BAME લોકો અને ડોકટરોમાં ચેપની અસર અપ્રમાણસર અને ગંભીર છે.
Read More... |
કોરોનાઃ અમેરિકામાં આખરે ઇમરજન્સી જાહેર |
અમેરિકામા કોરોના વાઇરસનો રોગચાળો એટલો વ્યાપક બન્યો છે કે એકલા ન્યૂયોર્ક શહેરમાં જ ચીન અને બ્રિટનમાં છે તેના કરતાં વધારે દર્દીઓ અને મૃત્યુ આંક છે. મંગળવારે બપોર સુધીના આંકડાઓ મુજબ એકલા ન્યૂ યોર્કમાં 1,96,000 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ અને 10,000થી વધુના મોત નોંધાયા હતા.
Read More... |
ભારતમાં લોકડાઉન 3 મે સુધી લંબાવાયું |
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલે દેશમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રને સંબોધન કરતા દેશના તમામ લોકોનો કોરોના વિરુદ્ધના જંગમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કેટલાક લોકોને જમવાની તકલીફ પડી છે તો કેટલાકને બહાર જવાની મુશ્કેલી પડી છે.
Read More... |
કોરોનાના કેરમાં અંતિમ વિધિ પણ મુશ્કેલ |
કોરોના વાઈરસે બ્રિટન સહિત દુનિયામાં કાળો કેર વરતાવ્યો છે. યુકેમાં તો સ્થિતિ એ છે કે આપણા માતા-પિતા કે ભાઇ બહેનનું કોઈપણ કારણે મરણ થાય તો સગા દિકરાઓ કે ભાઇઓ તેમની અર્થીને કાંધ પણ આપી શકતા નથી. સૌની લાચારી એટલી બધી છે કે આપણા સ્વજનના મુખમાં છેલ્લી વખત પરંપરા મુજબ ગંગાજળનુ આચમન પણ કરાવી શકતા નથી કે તેમના અંતિમ દર્શન પણ કરી શકતા નથી.
Read More... |
યુરોપમાં મૃત્યુંઆંક 75,000ને પારઃ સૌથી વધુ ઇટાલીમાં નોંધાયા |
વિશ્વમાં ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટર પ્રસંગે પોપે પણ કોરોના સામેની લડતમાં લોકોને ઘરોમાં જ રહવેની ભલામણ કરતાં ઈસ્ટરના રવિવારની ઊજવણી ઝાંખી પડી છે. આવા સમયે યુરોપમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૭૫,૦૦૦ને પણ વટાવી ગયો છે. અમેરિકામાં પણ વધુ એક દિવસ ૨૪ કલાકમાં ૧૯૦૦થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૧,૪૦૭ થયો છે.
Read More... |
ન્યૂ યોર્કમાં કોરોનાના મૃતકોના મૃતદેહો મેળવવા લશ્કર કામે લાગ્યું
|
નાયગ્રા ધોધની નજીક આવેલા નગરમાં કાઉન્સિલર તરીકે સેવા આપવા ઉપરાંત પ્રાંતિય સરકાર માટે કામ કરતા શોન લેવિન તેમના બે સંતાનો સાથે શાંતિપૂર્ણ પારિવારિક જીવન વિતાવતા હોય છે.
Read More... |
અમેરિકામાં કોરોનાને કારણે 40થી વધુ ભારતીયોના મૃત્યુ
|
અમેરિકામાં કોરોના વાઇરસને કારણે 40થી વધુ ભારતીય અમેરિકન અને ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે, તો 1500થી વધુ મૂળ ભારતીયો ચેપગ્રસ્ત થયા છે. અમેરિકામાં કોરોના વાઈરસનો રોગચાળો વધતા ભારતીય સમુદાયના અગ્રણીઓએ આ અંગે માહિતી આપી હતી.
Read More... |
બે ગુજરાતી અમેરિકન ભાઇઓએ 3.4 મિલિયનની કોરોના વિરોધી દવા ડોનેટ કરી
|
અમેરિકામાં સખાવતી કાર્યોમાં અગ્રેસર રહેતા બિલિયોનેર ચિરાગ અને ચિન્ટુ પટેલે કોરોના સામે લડવા માટે જરૂરી હાઇડ્રોક્સીક્લોરોક્વીન સલ્ફેટ ટેબલેટ્સની દવાનો માતબર જથ્થો ડોનેટ કર્યો છે. તેઓ તેમના વિવિધ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આ મહિનામાં અંદાજે 20 મિલિયન ટેબ્લેટ્સનું ઉત્પાદન કરે તેવો અંદાજ છે.
Read More... |
બર્મિંગહામ સહિત સમગ્ર યુકેમાં બીએપીએસ દ્વારા સમાજની સેવાની પહેલ
|
યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)એ વૈશ્વિક કોરોનાવાયરસ રોગચાળા સામે લડવા અને રોગનો ભોગ બનેલા તેમજ આઇસોલેશન ભોગવતા લોકો અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે લંડન, બર્મિંગહામ સહિત દેશવ્યાપી કોમ્યુનિટી કેર પ્રોગ્રામ શરૂ કર્યો છે.અનિશ્ચિતતાનો આ સમય વિશ્વભરમાં અભૂતપૂર્વ પડકાર અને અશાંતિ લાવ્યો છે ત્યારે બીએપીએસના આધ્યાત્મિક નેતા અને પવિત્ર મહંત સ્વામી મહારાજે તમામ સ્વયંસેવકોને તેમનો ધર્મ (ફરજ) બજાવવા સેવા કાર્યો માટે હાકલ કરી છે.
Read More... |
સમતુલાની જાળવણી
|
જીવન એ સમતુલન છે. તમે જીવન તરીકે જે કાંઇ જુઓ છો તમે તમારા આપથકી જે કાંઇ જુઓ છો તે જ્યાં સુધી સમતુલનમાં છે ત્યાં સુધી સુંદર છે. તમારું શરીર, તમારા વિચારો, તમારી લાગણીઓ કે તમારી પ્રવૃત્તિ જ્યાં સુધી સમતુલા જાળવે છે ત્યાં સુધી સુંદર છે.સમતુલનમાં બેસવું, સમતુલા જાળવીને ઊભા રહેવું કે ચાલવું એ સર્વોચ્ચ સમતુલન છે. માત્ર બે પગથી તમે જે રીતે ચાલો છો તેમાં કેટલું સમતુલન જોઇએ તે તમે જાણો છો ખરા? જ્યારે તમે ચાલો છો ત્યારે તમારી જાતને સમતુલિત રાખવા કેટલી બધા બાબતો સંકળાયેલી છે
Read More... |