Vol. 3 No. 195 About   |   Contact   |   Advertise 09th April 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આઇસીયુમાં

રવિવારે રાતથી લંડનના વેસ્ટ મિન્સ્ટર સ્થિત સેન્ટ થોમસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના કોરોના વાઈરસના લક્ષણો વધુ વણસી જતા તેમને સોમવારે સાંજે સાત કલાકે આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. માત્ર બે કલાકમાં જ તેમની તબિયત બગડ્યા પછી ઓક્સિજન આપવામાં આવ્યો હતો. જ્હોન્સન હજૂ સભાન છે અને અત્યારે તેમને વેન્ટિલેટરની જરૂર નથી. 10 દિવસ પહેલા બિમાર પડેલા 55 વર્ષના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે હોસ્પિટલમાંથી કરેલા એક ટ્વીટમાં કહ્યું હતુ કે તેમની હાલત સારી છે.
Read More...
અમેરિકામાં કોરોના પહેલાની સ્થિતિ પાછી નહીં જ આવે?
અમેરિકાના ચેપી રોગોના નિષ્ણાત અને વાઈટ હાઉસના હેલ્થ એડવાઈઝર ડો. એન્થની ફૌસીએ સોમવારે વાઈટ હાઉસમાં કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિ અંગેના મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસનો રોગચાળો ચાર મહિના પહેલા શરૂ થયો એ વખતે જે સ્થિતિ હતી
Read More...
બ્રિટનમાં 854ના મૃત્યુ : કુલ મરણ 6,227
યુકેમાં કોરોના વાઈરસના કારણે કુલ મૃત્યુ આંક 6,227 થયો છે અને છેલ્લા 24 કલાકમાં જ રેકોર્ડ 854 લોકો મૃત્યુ પામ્યા હતા. એકલા ઇંગ્લેન્ડમાં જ 758 લોકોનુ મૃત્યુ થયુ હતુ. સ્કોટલેન્ડમાં 74, વેલ્સમાં 19 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 3 લોકોના મોત નિપજ્યા હતા.
Read More...
ભારતમાં કોરોનાના 4421 કેસ; લોકડાઉન લંબાવાય તેવી શકયતા
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા મંગળવારે, 7 એપ્રિલે નવા 126 કેસની સાથે વધીને 4421 થઇ હતી. બીજી બાજુ, આગામી 14 એપ્રિલે સરકારે જાહેર કરેલા લોકડાઉનની મુદત પણ પુરી થઇ રહી છે. હાલ પ્રાપ્ત અહેવાલો અનુસાર, લોકડાઉનની સમયમર્યાદા હજુ લંબાવવામાં આવે એવી પૂરી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો પાસે આ અંગે સૂચનો માગ્યા હતા Read More...
કોરોનાના કારણે યુરોપીયન યુનિયન તૂટી પડવાનો ભય
કોરોના વાઇરસ યૂરોપ માટે ભયાનક દુર્ઘટનાની જેમ આવ્યો છે. કોરોનાવાઇરસના સંક્રમણથી માત્ર યૂરોપમાં ૩૦ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. આમાથી ૨૦ હજારથી વધુ મોત માત્ર ઈટાલી અને સ્પેનમાં થઈ છે. યૂરોપ પહેલેથી જ અનેક સંકટ સામે લડી રહ્યો છે. આ સંકટ છે યૂરોઝોન બેલઆઉટ્સ, અવૈધ પ્રવાસી અને બ્રેગ્ઝિટ. પણ કહેવામાં આવી રહ્યું છે
Read More...
કોરોનાના કારણે નોકરી ગુમાવ્યા બાદ 180 દિવસ રહેવા દેવા H1B વીસાહોલ્ડર્સની માંગ
કોરોનાએ અમેરિકામાં તબાહી મચાવી છે. કોરોનાનાં પ્રકોપને કારણે ત્યાં ૩૦૦૦થી વધુનાં મોત થયા છે અને દોઢ લાખ જેટલા લોકોને સંક્રમણ થયું છે. અમેરિકાની ઈકોનોમીને જોરદાર ફટકો પડયો છે ત્યારે યુએસ કંપનીઓ દ્વારા મોટાપાયે છટણી શરૂ કરવામાં આવશે તેવા ભયથી H-૧B વિઝા ધારકોએ નોકરી ગુમાવ્યા પછીનાં તબક્કામાં અમેરિકામાં વધુ ૧૮૦ દિવસ રહેવાની છૂટ આપવા માગણી કરી છે.
Read More...
અમેરિકાનું અર્થતંત્ર બીજા વિશ્વ યુદ્ધ પછી હાલમાં સૌથી ખરાબ હાલતમાં.
ટોચની વોલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ બેંકે ચેતવણી આપી છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ વર્ષે અમેરિકાનું અર્થતંત્ર સૌથી નીચું જશે. મોર્ગન સ્ટેનલીના અર્થશાસ્ત્રીઓએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે, 2019ની સરખામણીએ જીડીપીનો દર 4.3 ટકા જેટલો નીચે જશે, આ ઉપરાંત તેમણે દર વધુ નીચે જવાનું પણ અનુમાન કર્યું છે.
Read More...
ફક્ત વસતી નિયંત્રણ જ શા માટે આપણું અસ્તિત્વ ટકી રહેવાની ખાતરી આપી શકે
મેં અનેક પરિષદોમાં ભાગ લીધો છે, જેમાં લોકો પાણી અને પર્યાવરણની જાળવણીની ગંભીર સમસ્યાઓ જેવા જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરતા હોય છે. પરંતુ મને એ વાતનું દુઃખ છે કે કોઇપણ સરકાર વસતી નિયંત્રણ જેવા પાયાના મુદ્દે ચર્ચા કરવાનું ઇચ્છતી નથી. 20મી સદીના ઉતરાર્ધમાં વિશ્વની વસતી 1.6 બિલિયન લોકોની હતી.
Read More...
  sports

કોરોના વાઈરસના રોગચાળાના કારણે વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધા આ વર્ષે રદ
ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ (એઈએલટીસી)એ આખરે આ વર્ષની વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધા પડતી મુકવાનો નિર્ણય લીધો છે. હવે આ ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા આવતા વર્ષે – 134મી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ્સ 28 જુનથી 11 જુલાઈ, 2021 દરમિયાન યોજાશે.
Read More...

કોરોનાઃ ટોક્યો ઓલિમ્પિક્સ આખરે એક વર્ષ પાછી ઠેલાઈ
જાપાનના પાટનગર ટોક્યોમાં આ વર્ષે 24 જુલાઈથી શરૂ થવાની હતી તે ઓલિમ્પિક્સ રમત ગમત સ્પર્ધાઓ આખરે પાછી ઠેલાઈ છે અને હવે તે 2021માં યોજવા માટે સંમતિ સધાઈ છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ મંગળવારે આ જાહેરાત કરી હતી.
Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

કોરોનાના કારણે જગતને 4 લાખ કરોડ ડોલરનું નુક્સાન થશેઃ એડીબી

કોરોના મહામારીને કારણે વિશ્વને કુલ ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થશે તમ એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી)એ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે. બેંકે જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે અમેરિકા, યુરોપ સહિતના મોટા ભાગના દેશોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાતા વૈશ્વિક અર્થતંત્રને ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. એડીબીએે જણાવ્યું છે કે નુકસાન આ અંદાજમાં આરોગ્ય અને શિક્ષણને લાંબા ગાળે થનારા નુકસાનને સામેલ કરવામાં આવ્યું નથી. ભારત માટે એડીબીએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીને કારણે ઉત્પન્ન થયેલ હેલ્થ ઇમરજન્સીની વચ્ચે ભારતના આર્થિક વિકાસમાં મોટા પાયે ઘટાડો જોવા મળી શકે છે.એડીબીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતનો જીડીપી ઘટીને ચાર ટકા થઇ શકે છે. ભારતમાં ગયા વર્ષે આવેલી મંદીને કારણે ભારતના જીડીપીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
Read More...

કોરોનાના કારણે વિશ્વના આર્થિક વૃદ્ધિદરમાં 1 ટકાનો ઘટાડો થઇ શકેઃ યુએન
કોરોનાની મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે અને દરરોજ હજારો લોકો ટપોટપ તેનાં ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક અર્થતંત્ર પાયમાલ થઈ જવાની ખતરનાક આગાહી કરી હતી. યુએનનાં નિષ્ણાતોએ કહ્યું હતું કે જે રીતે કોરોના આખા વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અનેક દેશોમાં વેપાર ઉદ્યોગો અને ધંધા બંધ થઈ ગયા છે તેને જોતા ૨૦૨૦માં વૈશ્વિક ઈકોનોમીનો ગ્રોથ રેટ ૧ ટકા જેટલો ઘટી શકે છે. આને કારણે વિશ્વનાં અનેક દેશોમાં કારમી બેકારીનું મોજું ફરી વળશે અને ગ્લોબલ સપ્લાય ચેન તૂટી જશે.આંતરરાષ્ટ્રીય વેપાર ધંધા અને ઉદ્યોગો પડી ભાંગવાનો સમગ્ર વિશ્વ પર ખતરો તોળાઈ રહ્યો છે તેવું ધૂંધળું ચિત્ર તેણે રજૂ કર્યું હતું. વૈશ્વિક ઈકોનોમી ૨.૫ ટકાનાં દરે વિકાસ કરશે તેવો અંદાજ રજૂ કરાયો હતો.
Read More...

અમેરિકામાં જાણીતા પટેલ બ્રધર્સે 10 દિવસ સ્ટોર્સ બંધ કર્યા
જાણીતી ઇન્ડિયન અમેરિકન સુપરમાર્કેટ ચેઇન પટેલ બ્રધર્સે હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. કોરોના વાઇરસની પરિસ્થિતિને કારણે જેકસન હાઇટ્સ લોકેશન સહિતના અમેરિકાના તમામ સ્ટોર્સ 10 દિવસ બંધ રખાયા હતા. પટેલ બ્રધર્સ ભારતીય ઉપ મહાદ્વિપ અને મધ્ય પૂર્વના દેશોની ખાણી પીણીની વસ્તુઓનું વેચાણ કરતા 50થી વધુ ગ્રોસરી સ્ટોર્સનું અમેરિકામાં સંચાલન કરે છે.
Read More...
  Entertainment

વાઇરસને લગતી ફિલ્મો અને ટીવી સિરીયલો

કોરોના વાઈરસ… નામ હી કાફી હૈ ડરાને કે લિએ. આખી દુનિયાને ઉચ્ચક જીવે ઘરબંધ કરી દેનારા રોગચાળા વિશે તબીબી, લશ્કરી કે જીવશાસ્ત્ર નિષ્ણાતોને જરાય અણસાર ન આવ્યો પણ એક ફિલ્મ અને એક વેબસિરીઝમાં કોરોના વાઈરસનો અવગણી ન શકાય એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવાની મરચામીઠું ભભરાવેલ ચર્ચા સોશિયલ મીડિયા પર જોશભેર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર જાપાનીઝ ફિલ્મ ‘માય સિક્રેટ ટેરિયસ’ની ક્લિપ વાઈરલ થઈ છે.
Read More...

અમિતાભ બચ્ચન કોરોના પર ટ્વિટ કરતા ફરી ટ્રોલ થયા
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે કોરોના આઉટબ્રેક પછી સતત તેનાથી જોડાયેલી વાતો પોસ્ટ કરે છે. હવે તેમણે ફરી એક ટ્વિટ કર્યું છે, જેમાં લખ્યું છે કે, તેઓ ઇચ્છે છે કે, કોરોનાની ટ્રિટમેન્ટ માટે આયુષ મિનિસ્ટ્રી (હોમિયોપેથી) આગળ આવે. જોકે આ પહેલા પણ તેઓ કોરોનાની પોસ્ટને કારણે ટ્રોલ થઇ ચુક્યા છે. આ પહેલા તેમણે બે ગલત જાણકારી ટ્વીટ કરી ચુક્યા છે અને ટ્રોલ થયા પછી તેમણે તે પોસ્ટ ડિલીટ કરવી પડી છે.અમિતાભે ટ્વિટ કર્યું હતું કે, હોમિયોપેથીથી ફાયદા થતા હોવાથી હું આયુષ મિનિસ્ટ્રીને કોરોનામાંથી છુટકારો આપવાના પ્રયાસ કરવા માટે ઉત્સાહિત છું. હું પ્રાર્થના કરું છું કે ભારતઆવી મહામારીથી બચાવ કરવા માટે વિશ્વગુરૃ સાબિત થાય. અમિતાભની આ પોસ્ટ લોકોને પસંદ પડી નથી અને તેમણે બિગ બીને ટ્રોલ કરવાનું શરૃ કરી દીધું છે. આ પહેલા પણ અમિતાભે એક વોટ્સઓપ ફોરવર્ડ કર્યો હતો.
Read More...

છઠ્ઠો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ કનિકા કપૂરને ડિસ્ચાર્જ કરાઈ
બોલીવુડની સિંગર કનિકા કપૂરને હાલ ડિસ્ચાર્જ કરવામાં આવી છે. કનિકા કપૂરનો છઠ્ઠો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. 14 દિવસ કવોરન્ટાઈનમાં રાખ્યા બાદ બોલીવુડ સીંગર કનિકા કપૂરને આજરોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.કનિકા કપૂર છેલ્લા 14 દિવસથી લખનઉની હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. જેમાં છઠ્ઠા ટેસ્ટ કરાવ્યા બાદ નેગેટીવ આવતા હાલ તેમને ડિસ્ચાર્જ કરાયા છે.ઉલ્લેખનીય છે કે કનિકા કપૂર કોરોના પોઝીટીવ આવ્યા બાદ સારવારમાં રાખવામાં આવી હતી. કનિકાની સાથે તેના પૂરા પરિવારને પણ હોમ કવોરન્ટાઈનમાં રખાયા હતા.
Read More...

 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]