news : ગરવી ગુજરાત વિશેષ |
વિદેશમાં ફસાયેલાને પરત લાવવા યુકે સરકારની યોજના |
વિદેશમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને પરત લાવવા સરકારે £75 મિલિયનના ખર્ચે એરલાઇન્સ ઉદ્યોગ સાથે ભાગીદારી કરી છે. આ સમાચારને પગલે નવેમ્બરથી માર્ચ દરમિયાન ભારત ગયેલા અને ભારતમાં લોકડાઉન દરમિયાન ફસાઇ ગયેલા હજ્જારો ભારતીય બ્રિટિશર્સ, ખાસ કરીને ગુજરાતી પરિવારો, વૃદ્ધોને અને બ્રિટિશ ટુરીસ્ટોને રાહત થશે અને તેઓ પોતાના યુકે પાછા આવી શકશે. આ સપ્તાહના અંતમાં અને તે પછી સતત અગ્રતા ધરાવતા દેશોમાંથી ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા ફસાયેલા લોકોને પરત લાવવામાં આવશે.
Read More... |
યુકેમાં એક જ દિવસમાં 390ના મોત |
યુકેમાં કોરોના વાઈરસના કારણે હોસ્પિટલમાં થતાં મૃત્યુનાં આંકમાં સતત ત્રણ દિવસના ઘટાડા પછી મંગળવારે (31 માર્ચ) કોરોના વાઈરસે પોતાનુ કાળ સ્વરૂપ બતાવ્યું હતું. મંગળવારે એક જ દિવસમાં 390 લોકોના મોત થતાં બ્રિટનના રહેવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. મંગળવારે બપોરે આ અહેવાલ લખાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 390 લોકોના મૃત્યુ થયા હતા અને કુલ મૃત્યુઆંક 1798 થયો છે.
Read More... |
લોકડાઉનનો અંત અનિશ્ચિતઃ સર વેલેન્સ |
યુકે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે સોમવારે કહ્યું દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના પગલે જાહેર કરાયેલા લોકડાઉનનો અંત ક્યારે આવશે, તે વિષે સરકાર લોકોને કઈં કહી શકે તેમ નથી, કારણ કે સરકારને જ તે વિષે કોઈ અંદાજ નથી. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રોજીંદી પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સર વેલેન્સે કહ્યું હતું
Read More... |
અમેરિકામાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાયું |
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે જાહેર આરોગ્યના નિષ્ણાતોના અભિપ્રાય, સલાહને માન આપી કોરોના વાઈરસનો રોગચાળો નિયંત્રણમાં લેવા માટે દેશમાં સ્વૈચ્છિક લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવ્યું છે. નિષ્ણાતોએ ગંભીર ચેતવણી આપી હતી કે, કોરોના સામેના જંગમાં પુરતા પ્રયાસો નહીં કરાય તો અમેરિકામાં રોગચાળાનો મૃત્યુઆંક 100,000થી પણ વધુ થઈ શકે છે.
Read More... |
અમેરિકામાં કોરોનાના કેસો 100,000નો આંક વટાવી ગયા |
અમેરિકાની જ્હોન્સ હોપક્ધિસ યુનિવર્સિટીએ શુક્રવારે ટ્રેકરના માધ્યમથી બતાવ્યુ હતું કે અમેરિકામાં કોરોનાવાયરસ ના કેસો એક લાખથી વધી ગયા છે. અમેરિકામાં હાલમાં કોરોનાના કુલ ૧,૦૦,૭૧૭ કેસ છે અને ૧૫૪૪ લોકોના મૃત્યુ નોંધાયા છે.અમેરિકામાં કરોનાના કુલ કેસના અડધા કેસો ન્યૂયોર્કમાં નોંધાયા છે. અને કરોનાના કેસોનો મૃત્યુદર ૧.૫ ટકા છે
Read More... |
ભારતમાં 21 દિવસનું લોકડાઉન |
ભારતમાં દુનિયાના સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે ૮ કલાકે પ્રજાજોગ સંબોધનમાં આગામી ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મંગળવારે રાત્રે ૧૨ કલાકથી જ લોકડાઉન લાગુ થઈ જશે. આ એક પ્રકારનો કરફ્યૂ જ છે.
Read More... |
કોરોના સામેની લડાઇમાં ટ્રમ્પ અર્થતંત્રનો ભોગ આપવા તૈયાર નથી
|
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરવા માટે તેમના મેડિકલ સલાહકારો (ડોક્ટરો)ના ઉકેલનું સંપૂર્ણપણે પાલન કરશે નહીં.
તેમણે કહ્યું કે આ પ્રકારના પગલાંથી દેશના આૃર્થતંત્ર પર જબરજસ્ત અસર પડશે. પ્રમુખ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘ડોક્ટરો પર બધું છોડી દેવામાં આવે તો તેઓ કહેશે કે ચાલો બધું જ બંધ કરી દઈએ.
Read More... |
કોરોનાના રોગચાળાના કારણે યુકેથી પાછા નહીં ફરી શકેલા વિદેશીઓના વીસા એક્સટેન્ડ કરાશે
|
યુકે આવેલા અને કોરોના વાઈરસના રોગચાળાના પરિણામે જાહેર થયેલા પ્રતિબંધોના કારણે પાછા નહીં જઈ શકેલા વિદેશી નાગરિકોના વીસાની મુદત યુકે સરકાર લંબાવી આપશે.હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે મંગળવારે (24 માર્ચ) આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, 24 જાન્યુઆરી પછી જે પણ વિદેશીઓના વીસાની મુદત પુરી થઈ છે
Read More... |
હેરી અને મેઘન મર્કલની તેમનો સુરક્ષા ખર્ચ અમેરિકા ભોગવે તેવી અપેક્ષા પણ નથી
|
બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન મર્કલે રવિવારના અખબારી અહેવાલોનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અમેરિકા સરકાર તેમનો સુરક્ષા ખર્ચ ભોગેવ તેવી એમની અપેક્ષા પણ નથી અને તેઓએ પોતાની રીતે પોતાના માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી પણ લીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું છે
Read More... |
ભારતમાં લોકડાઉનના પગલે કોલ સેન્ટર્સ બંધ થતાં યુકેમાં બેંકમાં કામનું ભારણ વધ્યું
|
ભારતમાં અચાનક પ્રોસેસિંગ અને કોલ સેન્ટર્સ બંધ થતાં તેમ જ બ્રિટનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ બિમાર હોવાથી બેંકમાં ગ્રાહકોની પૂછપરછનું પ્રમાણ ખૂબ જ વધી જતાં એ સમસ્યારૂપ બની ગયું છે. ગત સપ્તાહે કોરોનાના પ્રકોપમાં સરકારે બિઝનેસીઝને મદદ કરવા નવી લોન સ્કીમ જાહેર કરી
Read More... |
લોકો ઘણી વખત જાણવા માંગે છે કે શું હિંસા એ માનવ માટે સહજ છે?
|
પ્આ પ્રશ્નનો ઉત્તર તે છે કે તમે હિંસા એ અહિંસા માટે સક્ષમ છો પરંતુ હિંસા તમારામાં નથી. હિંસા એ તમારી બહારના કશાકનો પ્રત્યાઘાત છે. જો તમે આ વાત જાણતા હો તો ગમે તે ઘડીએ તમને જેની જરૂર લાગે તે કરતા હો છો.
આવી સંસ્કૃતિ કે પરંપરા મરણાધીનતા નહીં પરંતુ જાગૃતપણા ઉપર લદાયેલી છે.
Read More... |