news : ગરવી ગુજરાત વિશેષ |
સમગ્ર ગુજરાતમાં લોકડાઉન |
ગુજરાત સરકારે સોમવાર, 23 માર્ચની મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કર્યું છે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાના જણાવ્યા પ્રમાણે આ લોકડાઉન આગામી 31મી માર્ચ સુધીના સમયગાળા માટે જાહેર કરાયું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકશે. કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે.
Read More... |
188 દેશોમાં 13476 લોકોનાં મોત – 322572 લોકો ચેપગ્રસ્ત |
કોરોના વાઈરસનો ચેપ વિશ્વના ૧૮૮ દેશોમાં ફેલાયો છે. આખા વિશ્વમાં ૧૩,૭૪૬ લોકો તેનાં ખપ્પરમાં હોમાયા છે તો ૩,૨૨,૫૭૨ થી વધુ લોકો તેની ઝપટમાં આવી ગયા છે. ૯૫,૯૨૨ લોકો સારવાર પછી સાજા થયા છે.
કિલર કોરોના વાઈરસના કેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઇ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો છતાં પણ કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3 લાખનો આંકડાે વટાવી ગયો છે.
Read More... |
ભારતમાં જનતા કરફ્યુ |
ભારતમાં રવિવારે જનતાએ જડબેસલાક રીતે જનતા કરફ્યુનું પાલન કર્યું હતું. બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના વાઈરસથી એક-એક એમ કુલ ત્રણનાં મોત નીપજતાં દેશમાં કુલ મૃત્યુઆંક 7 થયો હતો અને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 365 થઈ ગઈ હતી.
Read More... |
કોરોના વાઈરસના રોગચાળાનો મુકાબલો ક્યાં, કેવી રીતે થઈ રહ્યો છે? |
ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક દિવસ દેશમાં જનતા કરફયુ પાળવા એલાન કર્યું હતું, તે મહદ્ અંશે સફળ રહ્યું હતું. જો કે, કેટલાક રાજ્યોમાં લોકો સાવચેતીના પગલાંની સલાહનું પાલન કરતા નહીં હોવાનું જણાતા પંજાબ અને મહારાષ્ટ્રમાં તો રાજ્ય સરકારોએ કાનૂની રીતે કરફયુની જાહેરાત કરી હતી
Read More... |
કોરોનાથી અસરગ્રસ્ત કંપનીઓને 420 બિલિયન ડોલરની મદદ |
કોરોના વાઈરસનો ફેલાવો અને મૃત્યુનો આંક વધી રહ્યો છે ત્યારે બ્રિટનનુ અર્થતંત્ર ખોરવાઇ ન જાય તે આશયે 330 બિલિયન પાઉન્ડની લોન ગેરંટીની જીવાદોરી બ્રિટન સરકાર બિઝનેસીઝને આપશે. આ ઉપરાંત કરમાંથી કપાત, ગ્રાંટ અને અન્ય મદદ માટે વધુ 20 બિલિયન પાઉન્ડ પૂરા પડાશે.
Read More... |
યુકેમાં નવા બનાવેલા વેન્ટિલેટર આવતા અઠવાડિયે તૈયાર |
બ્રિટને કોરોના વાઈરસના રોગચાળા સામે લડવા માટે હજારો વેન્ટિલેટર બનાવવા માટે ઇન્ડસ્ટ્રીને કરેલી અપીલ રંગ લાવી છે અને ટોચની અડધા ડઝનથી વધુ કંપનીઓએ એક પ્રોટોટાઇપ તૈયાર કરી લીધું છે અને આવતા અઠવાડિયાના અંત સુધીમાં હોસ્પિટલોમાં ઉપયોગ માટે વેન્ટિલેટર તૈયાર થઇ જશે.
Read More... |
સરકારને વિશેષ સત્તા આપતો ઇમરજન્સી કોરોના વાઈરસ કાયદો મહિનાના અંત પહેલા અમલી બનશે
|
કોરોના વાઈરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે સરકારને સત્તા આપવા ઘડાયેલા ઇમરજન્સી કાયદાની વિગતો સરકારે જાહેર કરી છે. સરકારની આ સત્તા કામચલાઉ, બે વર્ષ સુધી મર્યાદિત રહેશે. સરકારે કહ્યું છે કે જ્યારે અને જ્યાં જરૂર પડશે ત્યારે જ તેનો ઉપયોગ કરાશે.
Read More... |
અમેરિકા, યુકે સહિતના દેશોએ નાગરિકોને સીધી કે આડકતરી આર્થિક સહાય જાહેર કરી
|
ચીન, અમેરિકા, ઈટાલી જેવા દેશોમાં તાળાબંધીની સ્થિતિના કારણે અનેક દેશોમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. લોકો પર જીવના જોખમની સાથે આર્થિક સંકટની પણ સમસ્યા ઊભી થઈ છે.
આવા સમયે અમેરિકા, સિંગાપોર, હોંગકોંગે નાગરિકોને પ્રત્યક્ષ રોકડ સહાયની જાહેરાત કરી છે.
Read More... |
પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે ટ્ર્મ્પ
|
ફલોરિડા જેવા પોતાના ગૃહ રાજ્યમાંથી વચનબધ્ધ ડેલીગેટ્સ તરફથી સમર્થન માટે પુરતા મત મેળવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લીકન પાર્ટીના અમેરિકાના પ્રમુખપદના સંભવિત ઉમેદવાર બન્યા હતા.નેશનલ ડેલીગેટ કાઉન્ટ અનુસાર, ટ્રમ્પને ૧૩૩૦ મત મળ્યા હતા. ૨૫૫૦ પ્લેજ્ડ (વચનબધ્ધ) ડેલીગેટ્સ પૈકા ટ્રમ્પને ૧૨૭૬ મત મળ્યા હતા.
Read More... |
અમેરિકન એરલાઇન્સે સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી
|
કોરોનાને કારણે મોટા ભાગની એરલાઇન્સ કટોકટીનો સામનો કરી રહી છે ત્યારે અમેરિકાની એરલાઇન્સોએ સરકાર પાસે ૫૦ અબજ ડોલરના રાહત પેકેજની માગ કરી છે. એરલાઇન્સ ફોર અમેરિકાએ એેક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે અમેરિકન એરલાઇન્સ ૯/૧૧ કરતા પણ વધારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે.
Read More... |
પેઢીગત સંઘર્ષને ટાળવાનું નિરાકરણ
|
પ્રશ્નઃ જૂની અને નવી પેઢી આજના દિવસે તીવ્રતમ મતભેદ ધરાવતી હોવાનું લાગે છે. જૂની પેઢીનો અનુભવ અને યુવા પેઢીની ઉર્જા સાથેમળીને કેવી રીતે કાર્યરત બની શકે?
સદ્્ગુરુ ઃ જૂની અને નવી પેઢીના મતભેદો આજના નહીં હંમેશથી ચાલ્યા આવે છે.
Read More... |