news : ગરવી ગુજરાત વિશેષ |
કોરોનાનો કેરઃ ક્રુડ ઓઈલ, શેરબજારોમાં જંગી કડાકો |
કોરોના વાઈરસનો રોગચાળો વિશ્વના વધુને વધુ દેશોમાં કેર વર્તાવી રહ્યો છે, જેના પગલે પેટ્રોલિયમ પેદાશોની માંગ ઘટતાં ઉત્પાદન નિયંત્રણો વિષે મતભેદોના પગલે પેટ્રોલિયમ પેદાશોના નિકાસકાર દેશોના સંગઠન ઓપેકમાં મતભેદો સર્જાયા હતા અને સાઉદી અરેબિયાએ સંગઠનની શિસ્ત તોડી નાખતા ક્રુડ ઓઈલના ભાવોમાં સોમવારે 30 ટકાની આસપાસનો મોટો કડાકો બોલી ગયો હતો. ઓપેકના ભાગલા અને પેટ્રોલિયમ પેદાશોની માંગ ઘટતાં તેમજ વિશ્વભરમાં પ્રવાસન તેમજ આવશ્યક મુસાફરીમાં પણ કોરોનાના રોગચાળાના કારણે થયેલા અસાધારણ ઘટાડાના પગલે પ્રવાસન ઉદ્યોગમાં, એરલાઈન્સની કમાણીમાં મંદીના ટકોરા સંભળાવા લાગ્યા હતા. Read More... |
દુનિયામાં એક લાખથી વધૂ લોકોને કોરોનાનો ચેપ |
દુનિયાભરમાં ઝડપભેર ફેલાઈ રહેલાં કોરોનાવાઈરસની પક્કડમાં એક લાખ કરતાં વધુ લોકો આવી ચૂક્યા છે. મૃત્યુ આંક 4062ને પાર થયો છે. યુરોપમાં છેલ્લાં થોડાંક દિવસોથી કોરોનાવાઈરસના કેસ સતત વધતા જતા હોવાથી દહેશતનો માહોલ ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝને કહ્યું હતું કે બધા દેશોએ હજુ ગંભીરતાથી પગલાં ભરવાની જરૂર છે. Read More... |
અમેરિકામાં H1B વીસા મંજુરીનું ઘટતું પ્રમાણઃ 2019માં 20 ટકા અરજીઓ રીજેક્ટ |
અમેરિકાએ2019ના વર્ષમાં દર પાંચ એચ1બી અરજીઓ પૈકી એક અરજી ફગાવી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી એચ1બી વિઝાની મંજૂરીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છ. બીજી તરફ અમેરિકન કંપનીઓની સરખામણીમાં ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી ભારતીય કંપનીઓની એચ1બી અરજીઓનું ફગાવવાનું પ્રમાણ વધારે છે.
Read More... |
ભારતમાં સીએએની સંભવિત અસરો અંગે બ્રિટન ચિંતિત |
હાઉસ ઓફ કોમન્સમાં ભારતમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ને લગતી હાલની હિંસા પર ગયા સપ્તાહે વિપક્ષ લેબર પાર્ટીના પાકિસ્તાની મૂળના સાંસદ ખાલિદ મહમૂદે રજૂ કરેલા પ્રશ્નના જવાબમાં બ્રિટનના વિદેશ તથા રાષ્ટ્રમંડળ કાર્યાલય (એફસીઓ)ના રાજ્યમંત્રી નિજેલ એડમ્સે કહ્યું કે, બ્રિટનના માનવાધિકારો સહિત તમામ સ્તરો પર ભારત સાથે મંત્રણા કરી રહ્યા છે. Read More... |
દુબઇના શેખ સામે લંડનમાં રહેતી પત્નીને ડરાવવા-ધમકાવવા સંતાનોને દુબઈ લઈ જવા સામે હાઇકોર્ટની મનાઈ |
દુબઇના 70 વર્ષના મિલિયોનેર શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ મક્તૂમે તેમની 45 વર્ષની ભૂતપૂર્વ પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ-હુસૈન વિરૂદ્ધ ડરાવવા, ધમકાવવાની એક કેમ્પેઈન ચલાવી હોવાનું જણાવતા લંડન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન્ડ્રુ મેકફારલેને પ્રિન્સેસના બે સંતાનોને રક્ષણ આપતા આદેશો ગયા સપ્તાહે ફરમાવ્યા હતા અને શેખને પણ એવું ફરમાન કર્યું હતું કે તેણે પ્રિન્સેસ સામે કોઈપણ પ્રકારની ડરાવવા, ધમકાવવાની પ્રવૃત્તિઓ કરવી નહીં.
Read More... |
ગઢડામાં ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’, પ.પૂ. મહંતસ્વામીના હસ્તે પ. પૂ પ્રમુખસ્વામીના અસ્થિપુષ્પોનું વિસર્જન
|
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાનિક સ્તરે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ગઢપુર (ગઢડા)ના આંગણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત રવિવારે, 8 માર્ચે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પોનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું.
Read More... |
કૃષ્ણને પણ શારીરિક કાનૂન લાગુ પડતાં હતા |
પ્રશ્નકર્તાઃ સામાન્ય માનવી ચોક્કસ પ્રારબ્ધ સાથે જન્મતો હોય છે પરંતુ કૃષ્ણ, શીવ કે તમારા કિસ્સામાં શું? શું તમારા પ્રારબ્ધ વિસરર્જિત હતા? આમછતાં ભગવાને પણ તેમના જીવનમાં ઘણી બધી પ્રતિકૂળતાઅો વેઠવી પડી હતી અને તમારા કિસ્સામાં પણ આમ જ હોય તેમ લાગે છે.
Read More... |
|
|