news : ગરવી ગુજરાત વિશેષ |
તંત્રીશ્રી રમણિકલાલ સોલંકીની જીવનયાત્રા |
રમણિકલાલ સોલંકી મુળ દક્ષિણ ગુજરાતમાં રાંદેર ખાતે માતા ઈચ્છાબેન અને પિતા છગનલાલના પરિવારમાં જન્મ્યા હતાં. તેમનો જન્મ ઈ.સ. 12મી જુલાઈ 1931ના રોજ થયો હતો. રમણિકલાલના પિતા રાંદેરમાં સ્થાનિક જીનિંગ મીલમાં નોકરી કરતાં હતાં. તેમના પત્ની અને રમણિકલાલના માતા ઈચ્છાબેન ઘર અને પરિવારની કાળજીપૂર્વક સંભાળ લેનારા ગૃહિણી હતાં. રમણિકલાલ તેમના ભાઈબહેનોમાં સૌથી મોટાં છે.
તેમણે શાળાનો અભ્યાસ સુરતની આઈરિશ પ્રેસ્બિટેરિયન નામની શાળામાં મેળવ્યો હતો. તેમણે શાળાની લાઈબ્રેરીમાં રહેલા તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં હતાં. Read More... |
યુકેમાં ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ રમણિકલાલ સોલંકીની ચિરવિદાય |
ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. શ્રી સોલંકીને સ્ટ્રોકનો હુમલો આવતા ગયા સપ્તાહે અમદાવાદની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રવિવારે પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે શાંતિમય રીતે દેહ છોડ્યો હતો. Read More... |
મારા પિતાઃ તંત્રીના ય તંત્રી |
આ એક એવી શ્રદ્ધાંજલિ છે કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે મારે લખવાની આવશે અને મારી એ લખવાની ઈચ્છા પણ સ્હેજે નહોતી. આ સૌથી વધુ કપરી કામગીરીઓમાંની એક છે, જો કે મારા પિતા એવી કામગીરીમાંથી પણ ક્યારેય પાછીપાની કરતા નહીં.મારા ભાઈ કલ્પેશ, બહેન સાધના, સ્વર્ગસ્થ બહેન સ્મિતા તથા મારા માટે, રમણિકલાલ સોલંકી ફક્ત અમારા પિતા નહોતા, તેઓ અમારા મેન્ટોર, મિત્ર અને માર્ગદર્શક પણ હતા.
Read More... |
પ. પૂ. સંતો સાથે રમણિકલાલ સોલંકીના સંભારણા |
‘ગરવી ગુજરાત’ ન્યૂઝવીકલીના સ્થાપક તંત્રી રમણિકલાલ સોલંકીને તેમના સુદીર્ઘ કારકિર્દી દરમિયાન વિવિધ ધર્મો અને ધાર્મિક સંપ્રદાયોના અનેક વરિષ્ઠ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. રમણિકલાલ સોલંકીએ આ સંતો સાથે તેમના સંબંધો આજીવન જાળવી રાખ્યા હતા. જ્યારે પણ લંડનમાં કોઇ સંત આવે ત્યારે તેમની સાથે અચૂક મુલાકાત થાય અને તેમના આશીર્વચન પણ તેમને મળે. આ પરમ પૂજ્ય સંતો-મહંતો રમણિકલાલ સોલંકી અને ‘ગરવી ગુજરાત’ પરિવાર માટે અપાર સ્નેહ ધરાવે છે. Read More... |
રમણિકલાલ સોલંકીએ ‘ઓનર કિલિંગ’નો એક કેસ 1971માં લંડનમાં હિંમતભેર સોલ્વ કર્યો હતો |
પત્રકારત્વના નવા આયામોની ખોજ કરવા પ્રતિબદ્ધ, યુકેમાં અને લંડનમાં અસ્સલ ગુજરાતી સાહસિકની અદાથી કામ કરવા કૃતનિશ્ચયી, ‘ગરવી ગુજરાત’ના યુવાન તંત્રી રમણિકલાલ સોલંકી એ દિવસે તો થોડા ડરેલા, લાગણીશીલ જેવી માનસિક સ્થિતિમાં લાગતા હતા. તેઓ લંડનના એક પરાવિસ્તાર, બ્રિક્સટન સ્ટેશને ટ્રેનમાંથી ઉતર્યા હતા. આ વિસ્તાર કાયદો – વ્યવસ્થાની દ્રષ્ટિએ બહુ સલામત નહોતો ગણાતો.
Read More... |
તંત્રીશ્રી રમણિકલાલ સોલંકીને મહાનુભાવોની શ્રદ્ધાંજલિ
|
ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. શ્રી સોલંકીને સ્ટ્રોકનો હુમલો આવતા ગયા સપ્તાહે અમદાવાદની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે શાંતિમય રીતે દેહ છોડ્યો હતો.
Read More... |
સંશયવાદ અને નિખાલસતાઃ યોગ્ય સંતુલન કયું? |
પ્રશ્નકર્તા – નમસ્કાર, સદ્્ગુરુ, મે તમને એમ કહેતા સાંભળ્યા છે કે જેનો આપણને અનુભવ ના હોય તેવી વાતને માનવી કે ના માનવી તે કેવી રીતે મહત્વનું હોય છે. આવી વાત એેક યા બીજા માર્ગે જઇ શકે, સાચું કે ખોટું. સાથો સાથ તમે કહેલી ઘણી બધી બાબતો મારા જીવનમાં સાચી ઠરી હોવાના કારણે મને ઘણો બધો વિશ્વાસ બેસી ગયો છે ત્યારે સંશય કે નિખાલસતામાં હું સમતુલા કઇ રીતે જાળવી શકું?
Read More... |
|
sports |
ન્યૂઝીલેન્ડે ટેસ્ટ સીરિઝમાં ભારતને 2-0થી હરાવ્યું
ક્રાઇસ્ટચર્ચમાં યજમાન ન્યૂઝીલેન્ડે બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતને સાત વિકેટે હરાવીને 2-0થી સીરિઝ જીતી લીધી છે. વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ ભારત 10 વિકેટે હાર્યું હતું. ભારતે બીજી ટેસ્ટ મેચમાં ટોસ હારીને પ્રથમ દાવમાં 242 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 235 રન જ કર્યા હતા.
Read More...
મહિલા ટી-20 વર્લ્ડ કપઃ ભારત સેમિફાઇનલમાં, ચારેય મેચમાં અજેય
ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી મહિલા ટી-20 વર્લ્ડ કપની ચોથી ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી ભારત અજેય રહ્યું હતું. સેમિફાઇનલમાં તો ટીમે પોતાનું સ્થાન ત્રીજી મેચમાં વિજય સાથે જ નિશ્ચિત કર્યું હતું.
શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે 113 રન કર્યા હતા. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ 33 રન અને કવિશા દિલ્હારીએ 25 રન કર્યા હતા.
Read More...
|
|