news : ગરવી ગુજરાત વિશેષ |
અમેરિકાને ભારત પ્રત્યે પ્રેમ, આદર છેઃ ટ્રમ્પ |
નમસ્તે ટ્રમ્પના સૂત્ર સાથે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરાયું ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત એક લાખથી વધુ લોકોેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રેસિડેન્ટ ટ્રમ્પને હર્ષનાદોથી વધાવી લીધા હતા. બન્ને નેતાઓએ સંબોધનમાં પરસ્પરની તેમજ બન્ને દેશોની અને અમેરિકામાં વસતા ભારતીયોની અમેરિકાના વિકાસમાં પ્રદાનની ભરપૂર પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાને ભારત પ્રત્યે પ્રેમ છે, આદર છે. મંગળવારે દિલ્હીમાં મોદી – ટ્રમ્પની મંત્રણા પછી અમેરિકા પાસેથી ત્રણ બિલિયન ડોલરના ખર્ચે સંરક્ષણના હેતુસર 30 હેલિકોપ્ટર ખરીદવાનો સોદો થયાની જાહેરાત કરાઈ હતી. Read More... |
યુકેમાં નવી પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમની જાહેરાત |
કામદારોના પ્રવાહ પર અંકુશ મેળવવા માટે અને સાચા અર્થમાં જરૂરી અને વિશ્વભરના સર્વશ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા લોકોને આવકારવા તા. 1 જાન્યુઆરી, 2021થી નવી પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરવાની બોરિસ જ્હોનસન સરકારે ગયા સપ્તાહે જાહેરાત કરી હતી. નવી યોજના અંતર્ગત ઇયુ અને નોન-ઇયુ કામદારોનું મૂલ્યાંકન સમાન રીતે કરાશે અને દેશમાં પ્રવેશ માટે ઓછામાં ઓછા નિર્ધારીત 70 પોઇન્ટની જરૂર પડશે. Read More... |
અમેરિકાના પંચે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ચિતા વ્યક્ત કરી |
એક તરફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે બીજી તરફ ત્યારે જ અમેરિકાની એજન્સીનો એક રિપોર્ટ ભારત માટે મુશ્કેલીરૂપ છે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સંબંધી અમેરિકન કમિશન (USCIRF)એ પોતાનો એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારતમાં ધાર્મિક ઉત્પીડનના કેસમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે.
Read More... |
હેરી અને મેગનની બકિંગહામ પેલેસની ઑફિસ બંધ થશે |
બકિંગહામ પેલેસે ડ્યુક હેરી અને ડચેસ ઑફ સસેક્સ મેગન સાથેના શાહી પરિવાર વચ્ચેના સંબંધ વિચ્છેદ કરવાનું શરૂ કર્યું જણાય છે. નવા સંબંધોની એક વર્ષની લાંબાગાળાની સમીક્ષાના પ્રથમ ચરણમાં બકિંગહામ પેલેસમાં આવેલી દંપતીની ઓફિસ આવતા મહિનાના અંતે બંધ થશે. હેરી અને મેગન હવે શાહી પરિવારના વરિષ્ઠ સભ્ય નહીં રહે અને 31 માર્ચથી તેઓ મહારાણીનું પ્રતિનિધિત્વ કરવાનું બંધ કરશે. Read More... |
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ – MI5 વચ્ચે વિવાદ? |
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને તેમના પુરોગામીની જેમ સુરક્ષા અને ગુપ્ત માહિતીનુ બ્રિફિંગ મળતું નથી કારણ કે MI5 અધિકારીઓને તેમના પર વિશ્વાસ નહીં હોવાના અહેવાલો સન્ડે ટાઇમ્સે આપ્યા હતા. જો કે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શ્રીમતી પટેલ અને MI5 વચ્ચે “ગાઢ અને સઘન કાર્યકારી સંબંધો છે
Read More... |
2019માં અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા 7720 ભારતીયો પકડાયા હતા
|
અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા 7720 ભારતીય મૂળના નાગરિકોને અધિકારીઓએ 2019માં ઝડપી લીધા હતા. એમાં 272 મહિલાઓ અને 591 બાળકોનો પણ સમાવેશ થતો હતો. ગયા વર્ષે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં કુલ 8,51,508 વિદેશી નાગરિકો ઝડપાયા હતા.
Read More... |
આર્થિક અને આંતરિક કલ્યાણનો એક સાથે ફેલાવો |
આશરે 500 વર્ષ પૂર્વે એક સમય એવો હતો બધાને ભારત આવવાનું મન થતું હતું. વાસ્કો-ધ-ગામા કોલમ્બસ હોય કે અન્ય કોઇ પણ હોય ગમે તેવા જોખમને ખેડીને પણ ભારત આવવા નીકળી પડતા હોઇ તે સમયે હજારો જહાજ ભારતની વાટ પકડતા હતા. આ બધાને કોઇ પણ રીતે ભારત પહોંચવું હતું
Read More... |
|
sports |
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો ૧૦ વિકેટે પરાજય
ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ભારતે ટી-20માં ક્લીન સ્વીપ કર્યા પછી વન-ડે ઈન્ટરનેશનલ્સમાં ભારતનો વાઈટવોશ કરી તે હિસાબ સરભર કરી નાખ્યો હતો, તો હવે સોમવારે (24 ફેબ્રુઆરી) પુરી થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ન્યૂઝીલેન્ડે મેચના ચોથા જ દિવસે ભારતને 10 વિકેટે હરાવી એક નવો જ રેકોર્ડ સર્જ્યો હતો.
Read More...
મહિલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતનો ઓસ્ટ્રેલિયા, બંગલાદેશ સામે વિજય
ઓસ્ટ્રેલિયામાં ગયા સપ્તાહે શરૂ થયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતે તેની પહેલી મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય સાથે આરંભ કર્યો હતો. એ પછી, સોમવારે (24 ફેબ્રુઆરી) બંગલાદેશને બીજી મેચમાં 18 રને હરાવ્યું હતું.
Read More...
પાકિસ્તાન એશિયા કપ યોજવાનો હક પડતો મુકવા તૈયાર
આ વર્ષે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની છે, તેના આયોજનનો હક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને છે. પણ ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાની મેચ પાકિસ્તાનમાં નહીં રમવાનું વલણ સ્પષ્ટ રીતે જાહેર કરી દીધા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મણીએ ગયા સપ્તાહે એવા સંકેતો આપ્યા હતા
Read More...
|
|