news : ગરવી ગુજરાત વિશેષ |
ડેનિસ વાવાઝોડાએ યુકેમાં ચોમેર વિનાશ વેર્યો, પાંચના મોત |
સીઆરા પછી બીજા સપ્તાહે ડેનિસ વાવાઝોડું ત્રાટકતા યુકેના વિવિધ વિસ્તારોમાં 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે તો એક વ્યક્તિ હજૂ ગૂમ છે. વાવાઝોડાના કારણે યુકેના મોટા ભાગના વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા ફરજ પડી હતી. માત્ર બે દિવસમાં બ્રિટનનો એક મહિનાનો વરસાદ પડતા ઠેરઠેર તબાહી નજરે પડતી હતી અને જાણે કે ચારે કોર વિનાશ સર્જાયો છે.
ભારે પૂર અને વાવાઝોડા સામે બચાવ કામગીગરી કરવા આર્મીની મદદ લેવાઇ હતી. ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતુ કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પૂર વિશે “નિયમિત અપડેટ્સ” પ્રાપ્ત કરી રહ્યા છે. Read More... |
કોરોના વાઇરસથી વૈશ્વિક આર્થિક વિકાસ મંદ પડી શકેઃ IMF |
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્ર્જિવાએ દુબઇમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના રોગચાળાના કારણે 2020માં વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ મંદ પડી શકે છે. ક્રિસ્ટલિનાનું કહેવું છે કે હાલ કોઇ તારણ ઉપર આવવું થોડું વહેલું ગણાશે પરંતુ આ રોગચાળાના કારણે ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રોને ભારે નુકશાન થયું છે. Read More... |
સાજિદ જાવિદનુ રાજીનામું, ઋષિ સૂનક નવા ચાન્સેલર |
બોરિસ જ્હોન્સને પોતાની કેબિનેટમાં ગયા સપ્તાહે ફેરફારો કરી અનેક સિનિયર મિનિસ્ટર્સને પડતા મુક્યા હતા, તો કેટલીક શરતો સ્વિકાર્ય નહીં હોવાનું જણાવી ચાન્સેલર (નાણાં પ્રધાન) ચાન્સેલર સાજિદ જાવિદે રાજીનામુ આપી દીધુ છે અને તેમને સ્થાને ભારતીય બ્રિટિશર ઋિષ સૂનકની વરણી નવા ચાન્સેલર તરીકે કરવામાં આવી છે.
Read More... |
‘કેમ છો ટ્રમ્પ’ના બદલે હવે ‘નમસ્તે ટ્રમ્પ’ સૂત્ર |
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પને આવકારવા માટે થનગની રહેલા અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ સ્લોગનનો ઉપયોગ કરાઈ રહ્યો હતો. પરંતુ હવે આ કાર્યક્રમ ગુજરાત સુધી સીમિત નહીં રાખતાં રાષ્ટ્રીય બનાવવા માટે ગુજરાત સરકારે ‘નમસ્તે ટ્રમ્પ’ સ્લોગન કરવાનો નિર્ણય કર્યો છે. Read More... |
કાશ્મીર અંગે ભારતની ટીકા કરનાર લેબર એમપી ડેબી અબ્રાહમ્સને ભારતમાં નો એન્ટ્રી |
કાશ્મીર માટેની ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના અધ્યક્ષ અને લેબર પાર્ટીના ઓલ્ડહામ ઇસ્ટ અને સેડલવર્થના સાંસદ ડેબી અબ્રાહમ્સને તા. 17/2/20ના રોજ ભારતમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો અને તેમને ડીપોર્ટ કરી વળતા પ્લેનમાં દુબઈ મોકલી અપાયા હતા.
Read More... |
પાકિસ્તાનમાં હિન્દુ કિશોરીના જબરજસ્તી ધર્મપરિવર્તન સામે લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશન બહાર દેખાવો
|
પાકિસ્તાનમાં 14 વર્ષની સગીર હિન્દુ યુવતી મહેક કુમારીને જબરજસ્તીથી ઇસ્લામ અંગિકાર કરાવાયો, તેને ન્યાય અપાવવાની માંગ સાથે પાકિસ્તાની માનવાધિકાર કાર્યકરો અને ભારતીય સમુદાયના સભ્યોએ સોમવારે તા. 17ના રોજ લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સતત બીજા દિવસે પણ દેખાવો કર્યા હતા.
Read More... |
તમારી કર્મની દુકાન બંધ કરો |
તમારા જીવનની પ્રત્યેક પળે, તમે જે કાંઇ કરો અથવા કાંઇ ના કરો પરંતુ તમારું કર્મ તો અલોપ થતું જ જાય છે. સમસ્ત જીવન પ્રક્રિયા એ પોતે જ કર્મના અલોપ થવા કે અંત આવવારૂપ છે. કર્મ તમારી પાસે ચોક્કસ પ્રમાણમાં ફાળવાયેલું કર્મ હોય છે જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ.
Read More... |
|
|