news : ગરવી ગુજરાત વિશેષ |
ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ |
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે જવાના છે. ભારતમાં તેઓ અમદાવાદ, દિલ્હી અને આગ્રાની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. આ તમામ શહેરોમાં સલામતીથી લઇને ટ્રમ્પના સ્વાગતની તડમાર તૈયારીઓ થઈ રહી છે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, તેના જેવો જ કાર્યક્રમ હવે ટ્રમ્પ માટે ભારતમાં પણ યોજાય એવી શક્યતા છે.
ટ્રમ્પની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. Read More... |
સીઆરા સ્ટોર્મથી યુકેમાં પૂર, ત્રણના મોત |
સીઆરા સ્ટોર્મને કારણે કલાકના 90 માઇલની ઝડપે પવન ફૂંકાતા અને ભારે વરસાદના કારણે યુકેમાં કેટલાક વિસ્તારોમાં ભારે પૂર આવતા જનજીવન ખોરવાયુ હતુ અને ટ્રાન્સપોર્ટને અસર થતા હજારો લોકોની મુસાફરીમાં વિક્ષેપ સર્જાયો હતો, ફ્લાઇટ્સ કેન્સલ કરાઇ હતી. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા અને મકાનોને નુકસાન થયું હતુ. Read More... |
ઇમ્પીચમેન્ટની પ્રક્રિયામાં ટ્રમ્પનો વિજય |
ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ) પ્રક્રિયામાં અમેરિકાની સંસદના ઉપલા ગૃહ સેનેટે બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માહભિયોગના તમામ આરોપમાંથી મુક્ત કર્યા છે. તેઓ પ્રમુખ પદે યથાવત્ રહેશે. તેમના વિરૂદ્ધ બે આક્ષેપો થતા 18 ડિસેમ્બરથી ઇમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ થઈ હતી
Read More... |
યુકેએ કોરોના વાયરસનો રોગચાળો ગંભીર જોખમ જાહેર કર્યો: 8 કેસ |
બ્રિટને સોમવારે નવા કોરોના વાયરસને જાહેર આરોગ્ય માટે એક ગંભીર જોખમ જાહેર કરી સરકારને વાયરસના ફેલાવા સામે લડવાની વધારાની સત્તાઓ આપી હતી. સરકારે બ્રિટનના વિરલની એરો પાર્ક હોસ્પિટલ અને કેન્ટ્સ હિલ પાર્કને “આઇસોલેટેડ” ફેસેલીટીઝ અને ચીનના વુહાન અને હુબેઇ પ્રાંતને ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે. Read More... |
યુકે કોર્ટની દાઉદના સાગરિત જબિર મોતીવાલાને અમેરિકાના હવાલે કરવા મંજૂરી |
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે (6 ફેબ્રુઆરી) દાઉદ ઇબ્રાહિમના સાગરિત જબિર મોતીવાલાની દલીલ ફગાવીને તેના અમેરિકા પ્રત્યાર્પણ (એક્સટ્રડિશન) ને મંજૂરી આપી છે. અમેરિકામાં તે મની-લોન્ડરીંગના કાવતરું, ખંડણી અને ડ્રગ આયાત કરવાના આરોપોમાં વોન્ટેડ હતો.
Read More... |
કૉમનવેલ્થનો સેક્રેટરી જનરલ પર પ્રહારો બંધ કરવા અનુરોધ
|
કોમનવેલ્થ સેક્રેટરી જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડને હટાવવાના પ્રયાસમાં રત ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડા તરફ કોમનવેલ્થે લાલ આંખ કરી છે. કોમનવેલ્થ ઓફિસના સૂત્રોએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે લંડનમાં આવેલા સેક્રેટરીએટના મુખ્ય મથક ખાતે ગુરુવારે તા 6 ફેબ્રુઆરીના રોજ ‘તોફાની’ બેઠકમાં એક પછી એક ‘એબીસી’ તરીકે ઓળખવામાં આવતા ઑસ્ટ્રેલિયા,
Read More... |
અંતિમ કે છેવટનું ‘મેઇક ઇન ઇન્ડિયા’ – ગોડ કે ભગવાન! |
જે પળે આપણે ‘દૈવી’ શબ્દ ઉચ્ચારીએ છીએ તે જ ક્ષણે મોટા ભાગના લોકો ઉપર જુએ છે કારણ કે દૈવી કે દિવ્યશક્તિ ઉપર છે તેમ માની લેવાયેલું છે. પરંતુ માનવીય દૃષ્ટિકોણથી ઉપર શું છે તે જાણવાનો કોઇ માર્ગ નથી. તમે વર્તુળમય ધરા ઉપર વસો છો અને તમે ઉત્તર ધ્રુવમાં પણ નથી,
Read More... |
|
|