news : ગરવી ગુજરાત વિશેષ |
સાઉથ લંડનના સ્ટ્રેધામમાં છુરાબાજી, હુમલાખોર ઠાર |
સાઉથ લંડનના સ્ટ્રેધામ હાઇ રોડ પર રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે નકલી સુસાઇડ વેસ્ટ પહેરી બે લોકોને ચાકુ મારી ગંભીર ઇજા કરનારા ત્રાસવાદી હુમલાખોર સુદેશ અમ્માનને પોલીસે ગણતરીની પળોમા ઠાર કર્યો હતો. એક સપ્તાહ પહેલા જ જેલમાંથી છૂટેલા અને હેરોમાં વસતા 20 વર્ષના સુદેશ અમ્માન વિષે પોલીસને શંકા હતી જ, તેથી પ્રોએક્ટીવ કાઉન્ટર ટેરરીઝમ ઓપરેશન હેઠળ સશસ્ત્ર પોલીસની પહેલેથી તેના પર નજર હતી અને તે વધુ લોકોને ઇજા કરે તે પહેલા તેને ઠાર કરાયો હતો. લંડન બ્રિજ પર ઉસ્માન ખાને કરેલા હુમલા પછી ત્રણ જ મહિનાના ટુંકાગાળામાં જેલમાંથી છૂટેલા અપરાધીએ બીજો ત્રાસવાદી હુમલો કરતાં સરકાર આવા આરોપીઓ સામે કડક પગલા ભરવા કટિબધ્ધ બની છે.ત્રાસવાદી હુમલાનું કાવતરૂ ઘડવાના અને બીજા 13 જેટલા આરોપો બદલ સુદેશ અમ્માનને ચાલીસ મહિનાની સજા કરાઈ હતી. અડધી સજા પુરી થયા પછી લગભગ એક અઠવાડિયા અગાઉ તેનો છોડવામાં આવ્યો હતો. પોલીસ આ બનાવને ઇસ્લામ સંબંધિત ત્રાસવાદી ઘટના માને છે. Read More... |
ભારતના બજેટમાં NRIને પણ ટેક્સનેટમાં સમાવાયા |
ભારતના અર્થતંત્રને 11 વર્ષમાં સૌથી ખરાબ મંદીમાંથી બહાર લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરીને સામાન્ય પ્રજાને થોડી રાહત આપવાનો નવી દિશાનો પ્રયાસ કર્યો હતો તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ રદ કરીને કંપનીઓને રાહત આપી હતી. Read More... |
ઇઝરાયેલ-પેલેસ્ટાઇનને અલગ દેશો ગણવા ટ્રમ્પનો પ્રસ્તાવ |
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે આજે મિડલ ઈસ્ટ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાન મુજબ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બન્ને અલગ દેશ તરીકે રહે એવી ટુ નેશન થિયરી રજૂ થઈ છે. પ્લાન પર ટ્રમ્પ ૩ વર્ષથી કામ કરતા હતા.
Read More... |
લેસ્ટરના મિતેશ કોટેચાને 20,000 પાઉન્ડની વસુલાત માટે ધમકી આપવા બદલ જેલ અને દંડ |
70,000 પાઉન્ડની ખાંડના એક્સપોર્ટ ડીલના નાણાંની વસુલાત કરવા બાબતે લેસ્ટરના બિઝનેસમેન મિતેશ કોટેચાએ ખાંડનો સોદો કરવામાં મદદ કરનાર એક વ્યક્તિને ધમકી આપી હતી કે જો તે £20,000 નહીં આપે તો તારા પગ તોડી નાખીશ Read More... |
હાઉન્ડ ઑફ હન્સલો: નવિન્દર સારાઓને જંગી સ્કેમ છતાં સાવ નજીવી સજા |
વેસ્ટ લંડનના હન્સલોમાં આવેલા માતાપિતાના સેમી ડિટેચ્ડ ઘરના પહેલે માળે આવેલા બેડરૂમમાંથી શેરની લે-વેચનો ધંધો કરી 45 મિલિયન પાઉન્ડ બનાવનાર 41 વર્ષીય નવિન્દર સારાઓને શિકાગોના જજે એક વર્ષ માટે લંડનમાં તેના ઘરે અટકાયતમાં રાખવો જોઈએ તેવો ચુકાદો આપ્યો હતો.
Read More... |
ભારતીય ડાયસ્પોરાની માલિકીના બિઝનેસીઝનું યુકેમાં મહત્ત્વનું પ્રદાન
|
યુકેમાં ભારતીય ડાયસ્પોરાની માલિકીના બિઝનેસીઝ ખૂબજ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે અને એમાં નિરંતર વૃદ્ધિ થઈ રહી હોવાનું એક નવા રીસર્ચ રીપોર્ટમાં જણાવાયું છે. ગ્રાંટ થોર્નટન યુકે એલએલપી દ્વારા યુકે ખાતેના ભારતીય હાઈકમિશન તેમજ ફિક્કી યુકેના સહયોગથી હાથ ધરાયેલી
Read More... |
પરીક્ષાના ભયથી પીડાઓ છો? |
શ્ન-1 આપણી યાદશક્તિને વધારવા આપણે ક્યા પગલાં ભરી શકીએ અને પરીક્ષાના ભયથી મુક્ત કે તેમાંથી કઇ રીતે ઉગરી શકાય?
સદ્્ગુરુ – પરીક્ષાનો ભય? તમે આજ પ્રશ્ન કરો છો અને તે પણ જેને ક્યારેય પરીક્ષાનો ભય ન હતો તેને.મને પરીક્ષાનો ભય ન હતો તે વાતની મારા પિતાને ઘણી ચિંતા રહેતી.
Read More... |
|
|