Vol. 2 / No. 84 About   |   Contact   |   Advertise October 10, 2024


 
 
હેરિસ, ટ્રમ્પના મતદારોને આકર્ષવા તનતોડ પ્રયાસો

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે બંને મુખ્ય હરિફો એકબીજા સામે આક્ષેપો કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ વારંવાર જુના અને આધાર વિનાના આક્ષેપોનો પુનરોચ્ચાર કરી રહ્યા છે, તો કમલા હેરિસે મહિલાઓના એબોર્શનના અધિકારના મુદ્દે રીપબ્લિકન નેતા ઉપર આક્રમક પ્રહારો ચાલુ રાખ્યા હતા.

Read More...
મેલાનિયા એબોર્શનના હક્કની તરફેણમાં, ટ્રમ્પના મતે નિર્ણય રાજ્યોને લેવાનો

અમેરિકાનાં ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે તેમની આવનારી આત્મકથામાં જણાવ્યું છે કે, મહિલાને ગર્ભપાત કરાવવાનો અધિકાર છે, જ્યારે તેમના પતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, દેશમાં રાજ્યોને આ સર્જરીને પ્રતિબંધિત કરવાની...

Read More...
ધાર્મિક લઘુમતી પર હુમલાનો આક્ષેપ કરતો USCIRF રીપોર્ટ ભારતે ફગાવ્યો

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કમિશન (USCIRF)ને તેના વાર્ષિક રીપોર્ટમાં ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માગણી કરીને આક્ષેપ કર્યો હતો કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની...

Read More...
એલન મસ્કની અનોખી સિદ્ધિઃ ‘એક્સ’ પર 200 મિલિયન ફોલોઅર્સ

ટેકનોલોજી ક્ષેત્રના જાણીતા બિલિયોનેર એલન મસ્ક ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-એક્સ (ટ્વિટર) પર 200 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. તેમણે ટ્વિટરને ઓક્ટોબર 2022માં 44...

Read More...
યુકે સરકાર મોરિશિયસને ‘ચાગોસ આઇલેન્ડ’ પરત કરશે

યુકે અને મોરિશિયસની સરકારો વચ્ચે અંતે ચાગોસ આઇલેન્ડ મુદ્દે સમજૂતી થઈ છે. યુકેએ હિન્દ મહાસાગરમાં સ્થિત મહત્ત્વનો ચાગોસ આઇલેન્ડ મોરિશિયસને સોંપવા માટે સહમતી દર્શાવી હતી. આ આઇલેન્ડના...

Read More...
પાકિસ્તાનમાં 15-16 ઓક્ટોબરે યોજાનારી SCO સમીટમાં જયશંકર ભાગ લેશે

પાકિસ્તાના ઇસ્લામાબાદમાં 15-16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સરકારના વડાઓની બેઠક ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર ભાગ લેશે. આની સાથે આ...

Read More...
માત્ર પેન્ડિંગ ફોજદારી કેસને આધારે વ્યક્તિને વિદેશ જતો રોકી શકાય નહીંઃ દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિને તેની સામે માત્ર પેન્ડિંગ ફોજદારી કેસને આધારે વિદેશ જતો અટકાવી શકાય નહીં. માત્ર પેન્ડિંગ ફોજદારી કેસને આધારે વ્યક્તિ વિદેશમાં...

Read More...
સદગુરુના ઇશા ફાઉન્ડેશન સામે તપાસના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

સદગુરુ તરીકે ઓળખતા જગ્ગી વાસુદેવનના ઇશા ફાઉન્ડેશને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 3 ઓક્ટોબરે ફાઉન્ડેશન સામે તપાસના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર કેસ...

Read More...
ગુજરાતમાં મોદીના શાસનની સિદ્ધિઓ દર્શાવવા 7થી 14 ઓક્ટોબર વિકાસ સપ્તાહ ઉજવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત લીધેલા શપથની ઉજવણી કરવા માટે ગુજરાત સરકારે સાત ઓક્ટોબરથી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી ચાલુ કરી હતી.

Read More...
ગુજરાત સરકારના 2005 પૂર્વેના ફિક્સપે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભ મળશે

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવાર, 6 ઓક્ટોબરે મળેલી કેબિનેટની બેઠકમાં 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારના ધોરણે નિયુક્ત થયેલા 60,000થી વધુ સરકારી કર્મચારીઓને...

Read More...

  Sports
ભારતનો પ્રથમ ટી-20માં બાંગ્લાદેશ સામે ઝંઝાવાતી વિજય

ભારતની યુવા અને અનુભવી ટી20 ટીમે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં રવિવારે પ્રવાસી બાંગ્લાદેશ સામે ઝંઝાવાતી, આક્રમક રમત સાથે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. સુકાની સૂર્યકુમાર...

Read More...
મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે છ વિકેટે વિજય

સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) માં ગયા સપ્તાહે શરૂ થયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપના પોતાના બીજા મુકાબલામાં રવિવારે ભારતીય ટીમે પાકિસ્તાનને છ વિકેટે હરાવી સેમિફાઈનલમાં પહોંચવાની તેની...

Read More...
પંકજ અડવાણી સિંગાપોર ઓપન બિલિયર્ડ્સમાં ચેમ્પિયન

ભારતના સ્ટાર બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીએ પ્રતિષ્ઠિત સોંઘે સિંગાપોર ઓપનનો બિલિયર્ડ્સનો ખિતાબ રવિવારે હાંસલ કર્યો હતો. તેણે સ્થાનિક ખેલાડી જેડન ઓંગને 5-1થી હરાવી મેળવીને...

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
નવરાત્રિ ઉત્સવથી રૂ.50,000 કરોડના બિઝનેસનો અંદાજઃ CAIT

ભારતમાં રામલીલા, ગરબા, દાંડિયા અને દશેરા સહિતના દસ દિવસીય નવરાત્રિ ઉત્સવોથી રૂ. 50,000 કરોડથી વધુનો બિઝનેસ થાય તેવી શક્યતા છે, એમ ટ્રેડર્સ બોડી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ગુરુવારે જણાવ્યું હતું. આગામી 10 દિવસ માટે માત્ર દિલ્હીમાં જ તહેવારોમાં રૂ.8,000 કરોડથી વધુનો વેપાર થવાની ધારણા છે.

Read More...
ઇન્ડિગોના રાકેશ ગંગવાલે સાઉથવેસ્ટનો $100 મિલિયનનો હિસ્સો ખરીદ્યો

ભારતીય એરલાઇન ઇન્ડિગોના સહ-સ્થાપક રાકેશ ગંગવાલે 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરે અમેરિકન એરલાઇન્સ સાઉથવેસ્ટના 3.6 મિલિયન શેર ખરીદ્યા હતાં. તેમણે શેર દીઠ $29 અને $30નો ભાવ ચુક્યો હતો. આમ તેમણે આ એરલાઇનમાં આશરે $100 મિલિયનનો હિસ્સો ખરીદ્યો હતો, એમ એસઇસી ફાઇલિંગમાં જણાવાયું હતું.

Read More...
ટાટાના આઇફોન કમ્પોનન્ટ પ્લાન્ટમાં આગથી ઉત્પાદન ખોરવાયું

એપલના આઇફોનના કમ્પોનન્ટનું ઉત્પાદન કરતાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં ભીષણ આગને કારણે 28 સપ્ટેમ્બરથી ઉત્પાદન કાર્ય બંધ થયું હતું. જોકે કંપનીએ ગુરુવાર, 3 ઓક્ટોબરથી આંશિક ધોરણે ઉત્પાદન ચાલુ કરવાની જાહેરાત કરી હતી. ટાટા ઈલેક્ટ્રોનિક્સ એપલના આઈફોન 15 અને આઈફોન 16 સીરીઝ માટે હોસુર...

Read More...
હડતાળ પર ઉતરેલા હોટલના કામદારોની કોંગ્રેસને રિસોર્ટ ફી પર ધ્યાન આપવા વિનંતી

હોટેલ ઉદ્યોગમાં 23 સપ્ટેમ્બરથી હડતાળ પર ઉતરેલા ડઝનેક કામદારો રિસોર્ટ ફી સામે પગલાં લેવા વિનંતી કરતા કોંગ્રેસના સભ્યોને મળવા વોશિંગ્ટન પહોંચ્યા હતા. 4,000 થી વધુ કામદારો હોનોલુલુ, સાન ડિએગો અને સાન ફ્રાન્સિસ્કોની હિલ્ટન, હયાત અને મેરિયોટ હોટલમાં હડતાળ કરી રહ્યા છે, જ્યાં સુધી નવા કરારો સુરક્ષિત ન થાય ત્યાં સુધી હડતાળ...

Read More...
AAHOA, D.C માં AHLA સભ્યોએ ઉદ્યોગને આપ્યું સમર્થન

અમેરિકન પ્રમુખપદની ચૂંટણી પહેલા માત્ર એક મહિના જેટલો સમય બાકી છે, હોટેલ ઉદ્યોગ સંગઠનોએ વોશિંગ્ટન, ડી.સી.માં બેઠક જમાવી છે. તેઓ એ કાયદાની હિમાયત કરે છે જેના અંગે તેઓ કહે છે કે તેમના સભ્યોને ફાયદો થશે. AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના 400થી વધુ સભ્યોએ કર્મચારીઓના વિસ્તરણ, કર રાહત...

Read More...
રેડ રૂફની નવી પ્રોટોટાઇપ, ભાગીદારીની જાહેરાત

આ અઠવાડિયે રેડ રૂફની Elevate2024 બ્રાન્ડ કોન્ફરન્સમાં એક નવો પ્રોટોટાઈપ, નવી ભાગીદારી અને નવા એક્ઝિક્યુટિવ ટીમના સભ્યો સ્પોટલાઇટમાં હતા. 1,000 થી વધુ ફ્રેન્ચાઇઝીઓ, ટીમના સભ્યો અને ભાગીદારોએ અનકાસવિલે, કનેક્ટિકટમાં મોહેગન સન કેસિનો અને રિસોર્ટ ખાતેની કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

Read More...
  Entertainment

બોલીવૂડના આ કલાકારો પણ ગન લાયસન્સ ધરાવે છે

ગોવિંદાને તાજેતરમાં પોતાના ઘરમાં જ ભૂલથી પોતાની લાયસન્સવાળી રીવોલ્વરથી પગમાં ગોળી વાગી ગઇ હતી. આ રહસ્યમય ઘટનાથી બોલીવૂડમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બોલીવૂડમાં માત્ર ગોવિંદા જ નહીં પરંતુ એવા પણ કેટલાક કલાકારો છે જેમની પાસે બંદૂક રાખવાનું લાયસન્સ છે. અહીં કેટલાક એવા...

Read More...

તારક મહેતા…સીરિયલમાં વધુ એક વિવાદ

લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. આ શો છોડીને જનારા અનેક કલાકારોએ તેના નિર્માતાના ખરાબ વ્યવહાર અંગે અનેક આક્ષેપ કર્યા હતા, હવે તેમાં વધુ એક મહિલા કલાકારનું નામ પણ જોડાયું છે. આ શોમાં ભિડેની દીકરી સોનુની ભૂમિકા...

Read More...

અજય દેવગણ-રોહિત શેટ્ટીની નવી ફિલ્મે રીલીઝ અગાઉ જ અધધધ…કમાણી કરી

જાણીતા ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ‘સિંઘમ’, ‘સિંઘમ અગેઇન’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી સફળ ફિલ્મો પછી પોલીસ વિશ્વનું નવું પ્રકરણ ‘સિંઘમ અગેઇન’ દિવાળી પર રિલીઝ થશે. રોહિત શેટ્ટીની આ ફિલ્મોને ‘એવેન્જર્સ ઓફ કોપ યુનિવર્સ’ કહેવાય છે. આ ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર, રણવીર સિંઘ, અક્ષયકુમાર, દીપિકા...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store