Vol. 2 / No. 81 About   |   Contact   |   Advertise September 19, 2024


 
 
ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (16 સપ્ટેમ્બર) અમદાવાદમાં જણાવ્યું હતું કે ગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે. પુત્ર પોતાના ઘરે આવીને સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા આવ્યા તે મારું સૌભાગ્ય છે.

Read More...
પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પ સામે કમલા હેરિસ છવાયા

અમેરિકામાં મંગળવારની રાત્રે પ્રમુખપદની ચૂંટણીના બે ઉમેદવારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્ટિટ્યુશન સેન્ટરમાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા હેરિસ...

Read More...
હું બાઇડેનથી અલગ છું, નવી પેઢીનું નેતૃત્વ છુંઃ કમલા હેરિસ

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહેલા વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ પ્રેસિડન્ટ જો બાઇડનથી તદ્દન અલગ છે, કારણ કે...

Read More...
ઇમિગ્રન્ટ્સ કુતરા બિલાડી ખાય છેઃ ટ્રમ્પ

અમેરિકામાં મંગળવારની રાત્રે પ્રમુખપદની ચૂંટણીના બે ઉમેદવારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પેન્સિલવેનિયામાં ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્ટિટ્યુશન સેન્ટરમાં યોજાયેલી પ્રથમ...

Read More...
બોઇંગની US ફેક્ટરીના 30,000 કામદારોની હડતાલ

ઉત્પાદનમાં વિલંબ અને ઊંચા દેવાની સમસ્યાનો વધારો કરી રહેલી અમેરિકાની મલ્ટિનેશનલ એરોસ્પેસ કંપની બોઇંગની વેસ્ટ કોસ્ટ ફેક્ટરીના કામદારો શુક્રવાર, 13 સપ્ટેમ્બરથી વહેલી સવારથી વેતન...

Read More...
ભારતીય મૂળના ફાર્મા એક્ઝિક્યુટિવ સામે ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

વૈશ્વિક કક્ષાની ફાર્માસ્યુટિકલ કંપનીના ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ પર તાજેતરમાં બોસ્ટનની ફેડરલ કોર્ટમાં ગુપ્ત માહિતી દ્વારા ઇન્સાઇડર ટ્રેડિંગ કરીને કથિત રીતે 250,000 ડોલર કરતાં વધુ...

Read More...
કમલા હેરિસને ટેકનોલોજી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા માતબર ફંડ મળ્યું

અમેરિકામાં પ્રેસિડેન્ટ પદ માટે યોજાનારી ચૂંટણી માટે ટેકનોલોજી ક્ષેત્રના પ્રતિષ્ઠિત બિલિયોનેર્સ રીપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં હોવા છતાં પણ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને આ ક્ષેત્રની...

Read More...
ભાગેડૂ નીરવ મોદીની વધુ રૂ.29.75 કરોડની સંપત્તિ જપ્ત

ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પીએનબી બેન્ક લોન કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડૂ નીરવ મોદીની વધુ રૂ.29.75 કરોડની સંપત્તિ બુધવારે જપ્ત કરી હતી.

Read More...
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના ‘મહામેળા’નો પ્રારંભ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત પવિત્ર...

Read More...
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા

ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ...

Read More...

  Sports
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારત ફાઇનલમાં

ચીનમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધામાં ભારતે સોમવારે (16 સપ્ટેમ્બર) સાઉથ કોરીઆને 4-1થી હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું. ડીફેન્ડીંગ ચેમ્પિયન ભારતનો આ છઠ્ઠી...

Read More...
ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટેની બાંગ્લાદેશની ટીમ

ભારત સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે બાંગ્લાદેશે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. નઝમુલ હસન શાંતો ટીમનો કેપ્ટન રહેશે. શાકિબ અલ હસનને પણ ટીમમાં...

Read More...
નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાયનલમાં બીજા ક્રમે

ભારતનો જેવેલીન થ્રો ચેમ્પિયન નીરજ ચોપરા 2024 ડાયમંડ લીગ ફાયનલમાં બીજા ક્રમે રહ્યો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો. તે ચેમ્પિયન બનવાથી 0.01 મીટર દૂર... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સ્વીસ બેન્કોમાં અદાણી ગ્રુપનું $310 મિલિયનનું ફંડ ટાંચમાં લેવાયુંઃ હિન્ડનબર્ગ

સ્વિસ સત્તાવાળાઓએ અદાણી ગ્રૂપ સામેના મની લોન્ડરિંગના આરોપોના ભાગરૂપે બહુવિધ સ્વિસ બેંક ખાતાઓમાં 310 મિલિયન ડોલરથી વધુનું ભંડોળ ટાંચમાં લીધું છે, એવો અમેરિકા સ્થિતિ રીસર્ચ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની હિન્ડનબર્ગે મીડિયા રીપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો.

Read More...
અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની આશાએ સોનાના ભાવ ઐતિહાસિક ટોચે

યુએસ ફેડ રિઝર્વ 17-18 સપ્ટેમ્બરે તેની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો ચાલુ કરશે તેવી ધારણાએ વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ સોમવાર, 16 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઊંચા સ્તરે પહોંચ્યા હતાં. હાજર સોનાના ભાવ 0.4 ટકા વધી $2,589.02 (£1,965.20)ના અત્યાર સુધીના સર્વોચ્ચ ઉંચા સ્તરે સ્પર્શ્યા હતાં.

Read More...
USમાં 1,400 સ્ટોર્સ ધરાવતી બિગ લોટ્સે દેવાળું ફુંક્યું

કોલંબસ સ્થિત ડિસ્કાઉન્ટ હોમ ગુડ્સ રિટેલર બિગ લોટ્સે ચેપ્ટર 11 હેઠળની નાદારીની સુરક્ષા માટે મંગળવારે અરજી કરી હતી. કંપનીએ તેની મિલકતો અને બિઝનેસ પ્રાઈવેટ ઈક્વિટી કંપની નેક્સસ કેપિટલ મેનેજમેન્ટને વેચવાની યોજના બનાવી છે. ફર્નિચર, હોમ ડેકોર અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ...

Read More...
અમેરિકા વિશ્વનું ટોચનું ટ્રાવેલ અને ટુરિઝમ માર્કેટઃ WTTC

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના જણાવ્યા અનુસાર અમેરિકા વિશ્વનું ટોચનું ટ્રાવેલ અને ટુરિઝમ માર્કેટ રહે છે, જે અર્થતંત્રમાં રેકોર્ડ $2.36 ટ્રિલિયનનું યોગદાન આપે છે. આંતરરાષ્ટ્રીય ખર્ચમાં ધીમા નવસંચાર છતાં અમેરિકા તેના નજીકના હરીફ કરતાં લગભગ બમણું આર્થિક...

Read More...
પીચટ્રીએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ ડિવિઝન શરૂ કર્યું, 100 સ્ટોર્સનો લક્ષ્યાંક

પીચટ્રી ગ્રૂપે તાજેતરમાં હોસ્પિટલો, યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ-ટ્રાફિક સ્થળોએ કોફી શોપથી શરૂ કરીને ક્વીક સર્વિસ રેસ્ટોરાં ચલાવવા માટે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ વિભાગ શરૂ કર્યો છે. પીચટ્રીના હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ડિવિઝનમાં કોર્પોરેટ ઓપરેશન્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડેનિયલ...

Read More...
રેડ રૂફે જમૈકા, એનવાયમાં 700મી હોટેલ ખોલી

રેડ રૂફે જમૈકા, ન્યૂયોર્કમાં તેની 700મી પ્રોપર્ટી 86 રૂમની રેડ રૂફ પ્લસ+ જમૈકાનું અનાવરણ કર્યું. રિવરબ્રુક હોસ્પિટાલિટીના સ્ટીવન મેન્ડેલની માલિકીની નવી-બિલ્ડ હોટેલમાં $20 મિલિયનના રોકાણ કરવામાં આવ્યું છે. બિઝનેસ સેન્ટર અને ફિટનેસની ફેસિલિટી ધરાવતી જમૈકન પ્રોપર્ટીને રેડ રૂફ ટેમ્પાએ ફ્લોરિડામાં ટેમ્પામાં એરપોર્ટ જોડે નવા...

Read More...
  Entertainment

બોલીવૂડની અનેક અભિનેત્રીઓ પણ શારીરિક છેડતીનો ભોગ બની છે

કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને તેની હત્યાના વિરોધમાં ભારતભરમાં અત્યારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં આવી છેડતીના કિસ્સા ઝડપથી વધી રહ્યાં છે, જેનાથી સાબિત થાય છે કે, દેશમાં મહિલાઓની સુરક્ષા સામે પડકારો ઊભા થયા છે.

Read More...

શિલ્પા શિંદે પણ તેના સંઘર્ષના દિવસોમાં નિર્માતા દ્વારા છેડતીનો ભોગ બની હતી

ટીવી પડદાની જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદે અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે. શિલ્પા શિંદે અત્યારે એક્શન-સ્ટંટ આધારિત રીયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’માં જોવા મળી રહી છે. શિલ્પા તેના સ્પષ્ટ નિવેદનો માટે પણ ખૂબ જ જાણીતી છે.

Read More...

‘રામાયણ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનો અવાજ સંભળાશે

રણબીર કપૂરની કારકિર્દીમાં સૌથી સફળ ફિલ્મ તરીકે ‘એનિમલ’નું નામ આવે છે. આ ફિલ્મના રિલીઝના નવ મહિના પછી પણ રણબીરની આ એક્શન ડ્રામાના ડાયલોગ્સને લોકો વાગોળી રહ્યા છે. ખાસ કરીને રણબીર કપૂરના આલ્ફા મેલ કેરેક્ટર અંગે હજુ પણ ચર્ચાઓ થઈ રહી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store