ભારત છ પડોશી દેશો સાથે સ્થાનિક કરન્સીમાં બિઝનેસ કરશે
ભારત સરકારે છ પડોશી દેશો સાથે સ્થાનિક કરન્સીમાં બિઝનેસ કરવાની તૈયારી કરી છે. ભારતના આ પ્રસ્તાવને શ્રીલંકા અને બાંગ્લાદેશે અગાઉથી મંજૂરી આપી છે. સરકારના આ પગલાનો હેતુ બિઝનેસ ખર્ચમાં બચત અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો છે. ભારતનો છેલ્લાં બે વર્ષથી રશિયા સાથે મોટાપાયે વેપાર સ્થાનિક કરન્સી એટલે કે રૂપી-રૂબલમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે, પણ હવે ભારત એક નવી યોજના પર કામ કરી રહ્યું છે, જેમાં BIMTEC- એટલે કે છ પડોશી દેશો- બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, ઇન્ડિયા, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડ વચ્ચેના આંતરિક વેપારમાં સ્થાનિક કરન્સીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટી શકે.
Read More...