Vol. 2 / No. 69 About   |   Contact   |   Advertise June 27, 2024


 
 
ટ્રમ્પની વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ યોજનામાં શરતો ઉમેરાઈ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની એક ચૂંટણી પ્રચાર મીટિંગમાં ગયા સપ્તાહે એવો વાયદો કર્યો હતો કે પોતે ફરીથી ચૂંટાશે છે, તો તેમનું એડમિનિસ્ટ્રેશન અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદેશી વિદ્યાર્થીઓને આપોઆપ ગ્રીન કાર્ડ્સ મળે તેવી કાનૂની જોગવાઈ કરશે.

Read More...
અમેરિકામાં 5 લાખ ઇમિગ્રન્ટ્સને કાનૂની દરજ્જો આપવા બાઇડનની જાહેરાત

અમેરિકાની પ્રમુખ જો બાઇડને યુએસ નાગરિકો સાથે લગ્ન કર્યા હોય અને ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકતાનો માર્ગ મોકળો કરી તેમને કાનૂની દરજ્જો આપવાની મંગળવાર, 19 જૂને જાહેરાત કરી હતી.

Read More...
કેનેડાની સંસદે ત્રાસવાદી નિજ્જરને શ્રદ્ધાંજલિ આપતા ભારત નારાજ

કેનેડાની સંસદે મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં બે મિનિટનું મૌન પાળીને ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરને તેના મૃત્યુની પ્રથમ વરસીએ શ્રદ્ધાંજલિ આપી હતી.

Read More...
પેન્સિલવેનિયામાં વ્રજમંદિરમાં ભવ્ય કાર્નિવલનું આયોજન

આગામી 4થી 6 જુલાઇ દરમિયાન વ્રજ મંદિરમાં એક ભવ્ય કાર્નિવલ યોજાઇ રહ્યો છે. આ કાર્નિવલમાં તમામ વયના લોકો માટે ફૂડ, ફન, ગેમ્સ અને કાર્નિવલ એન્ટરટેઇનમેન્ટનું આયોજન થયું છે.

Read More...
ભારતીય નાગરિકો, OCI કાર્ડધારકો માટે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામનો પ્રારંભ

વિદેશથી આવતા પ્રિ-વેરિફાઇડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારકોના ઝડપથી અને સરળ ઇમિગ્રેશન માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શનિવાર, 22 જૂને એક વિશેષ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો.

Read More...
યુએસ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મોદીને મળ્યું, ત્રીજી ટર્મ માટે અભિનંદન આપ્યાં

યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેના સભ્યોએ વડાપ્રધાન મોદીને સતત ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

Read More...
આ વર્ષે મોટી સંખ્યામાં ભારતીય કરોડપતિઓ બીજા દેશનું નાગરિકત્વ અપનાવી શકે

ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ હેનલે એન્ડ પાર્ટનર્સના તાજેતરના વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે આશરે 4300 કરોડપતિઓ ભારત છોડીને બીજા દેશોમાં વસવાટ કરે તેવો અંદાજ છે.

Read More...
વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

અમેરિકા, યુકે, ચીન, ગ્રીસ, જર્મની, નેપાળ, સિંગાપોર, સહિતના વિશ્વભરના દેશોમાં હજારો લોકોએ યોગાસન કરી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી...

Read More...
ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય, 95 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં 12 જૂનથી અટકી ગયેલું ચોમાસું 23 જૂનથી ફરી સક્રિય બન્યું હતું. તેનાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિતના 95 તાલુકામાં મેઘમહેર થઈ હતી.

Read More...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે યોગ કર્યા, 51 ‘યોગ સ્ટુડિયો’ સ્થાપવાની જાહેરાત

ગુજરાતમાં 21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પાકિસ્તાન સરહદ નજીક આવેલા બનાસકાંઠાના જિલ્લાના નડાબેટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.

Read More...

  Sports
ટી-20 વર્લ્ડ કપમાં ભારત સેમિફાઈનલમાં, ઓસ્ટ્રેલિયા બહાર

સોમવારે ગ્રુપ 1ની નિર્ણાયક મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.

Read More...
સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ સેમિફાઈનલમા

ટી-20 વર્લ્ડ કપના સુપર 8 તબક્કામાં ગ્રુપ 2ના બે સેમિફાઈનાલિસ્ટ નક્કી થઈ ગયા છે, બાકીની બે ટીમ બહાર નિકળી ગઈ છે. રવિવારે ગ્રુપની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ...

Read More...
ઈંગ્લેન્ડની ટીમ 2025માં ભારતમાં ત્રણ વન-ડે, પાંચ ટી-20 રમશે

આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જવાની છે, જ્યાં તે અમદાવાદમાં એક સહિત પાંચ ટી-20 અને ત્રણ વન-ડેની સીરીઝ રમશે. બીસીસીઆઇએ ૨૦૨૪-૨૫ની સિઝનનો ઘરઆંગણાનો કાર્યક્રમ તાજેતરમાં જાહેર કર્યો હતો... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ગ્રીન એનર્જી ક્ષેત્રમાં $100 બિલિયનનું અદાણી રોકાણ કરશે

અદાણી જૂથ ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સ અને ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતામાં આશરે 100 બિલિયન ડોલર (રૂ.8,340 કરોડ)નું રોકાણ કરશે.

Read More...
સ્વિસ બેન્કમાં ભારતીયોનાં નાણાંમાં 70 ટકાનો ઘટાડો

ભારતના નાગરિકો અને કંપનીઓ દ્વારા સ્વિસ બેન્કમાં મૂકવામાં આવતું ભંડોળ ૨૦૨૩માં ૭૦ ટકા ગબડી 4 વર્ષના તળિયે આવી ગયું હતું. સ્થાનિક શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્વિસ બેન્કમાં કરાતું ભારતીયોનું...

Read More...
એર ઇન્ડિયા કેટલાંક ડોમેસ્ટિક રૂટ પર પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ ઓફર કરશે

એર ઇન્ડિયાએ જુલાઈથી કેટલાંક પસંદગીના ડોમેસ્ટિક રૂટ પર પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ શરૂ કરવાની બુધવારે જાહેરાત કરી હતી. ભારતમાં હાલમાં સ્થાનિક રૂટ પર પ્રીમિયમ ઇકોનોમી-ક્લાસ ટ્રાવેલ ઓફર કરતી એકમાત્ર...

Read More...
AAHOA અને AHLAએ ‘હિડન ફી એક્ટ’ને બિરદાવ્યો

AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને 11 જૂનના રોજ નો હિડન ફી એક્ટ પસાર થવાનું સ્વાગત કર્યું. આ કાયદાનો હેતુ સમગ્ર લોજિંગ ઉદ્યોગમાં પારદર્શક અને ફરજિયાત ફી ડિસ્પ્લે માટે એક સમાન ધોરણ સ્થાપિત કરવાનો છે.

Read More...
અમેરિકાના અડધા રોકાણકારોનું 2024માં હોટેલ રોકાણ વધારવા આયોજન

CBRE હોટેલ્સ રિસર્ચ દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે અનુસાર, 2024માં રોકાણકારોએ હોટેલ એક્વિઝિશનમાં વધારો દર્શાવીને અમેરિકન હોટેલ ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ મજબૂતાઈ દર્શાવી છે. સર્વેક્ષણના લગભગ 35 ટકા ઉત્તરદાતાઓ અપેક્ષા રાખે છે કે સંપાદન પ્રવૃત્તિ 2023 જેવી જ રહેશે, જ્યારે 16 ટકાથી ઓછા લોકોમાં ઘટાડો થવાની ધારણા છે.

Read More...
67 પ્રોજેક્ટ્સ સાથે ટોચના 25 યુએસ બજારોમાં શાર્લોટ 15મા ક્રમે: LE

લોજિંગ ઇકોનોમેટ્રિક્સ અનુસાર, 67 પ્રોજેક્ટ્સ અને તેની બાંધકામ પાઇપલાઇનમાં 7,772 રૂમ સાથે નોર્થ કેરોલિનામાં શાર્લોટ પ્રોજેક્ટ ગણતરીની રીતે ટોચના 25 યુએસ બજારોમાં 15મા ક્રમે છે. LE શહેરના ભવિષ્યમાં હોટેલના મોરચે સતત વૃદ્ધિની આગાહી કરે છે.

Read More...
  Entertainment

શાહરુખ અને દીપિકા સૌથી મોંઘા કલાકારો

ફોર્બ્સ અને આઈએમડીબી દ્વારા 2024ના સૌથી મોંઘા ફિલ્મ કલાકારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ફિલ્મ દીઠ રૂ. 15થી 30 કરોડ સુધીની ફી લઈને દીપિકા ટોચ પર છે. તેના પછી બીજા નંબરે કંગના રણૌત છે. જેણે આ વર્ષે 15થી 25 કરોડ સુધીની ફી વસુલી છે. આ યાદીમાં 15 કરોડથી 25 કરોડની ફી સાથે પ્રિયંકા ચોપરા જોનસ ત્રીજા નંબરે, કેટરિના કૈફ ચોથા નંબરે અને ...

Read More...

સોનાક્ષી સિંહાએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ મુંબઈમાં 23 જૂને તેના એક્ટર બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે સાદા સમારંભમાં રજિસ્ટ્રર્ડ મેરેજ કર્યા હતાં. 37 વર્ષીય સોનાક્ષી અને 35 વર્ષીય ઝહીરે તેમના પરિવારો અને મિત્રોના આશીર્વાદ સાથે “હીરામંડી” સ્ટારના સી-ફેસિંગ બાંદ્રા વેસ્ટ એપાર્ટમેન્ટમાં સિવિલ મેરેજ કર્યા હતાં.નવદંપતીએ તેમના લગ્નના ફોટોગ્રાફ સંયુક્ત રીતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં હતા.દંપતીએ તેમના લગ્નની તસવીરો સાથે લખ્યું હતું કે અમારા બંને પરિવારો અને અમારા બંને દેવતાઓના આશીર્વાદથી…

Read More...

અલકા યાજ્ઞિક ભાગ્યે જ થતી બિમારીનો ભોગ બની

લીવૂડની જાણીતી ગાયિકા અલકા યાજ્ઞિક એક અનોખી બીમારીનો ભોગ બની છે. તેમણે અનેક લોકપ્રિય ગીતોમાં સૂર આપ્યો છે અને ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ ભૂમિકા ભજવી છે. અલકા યાજ્ઞિકે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો સાથે એક પોસ્ટ લખીને જાહેર કર્યું છે કે, એક ફ્લાઇટમાંથી બહાર આવીને તેને બધુંજ સંભળાતું બંધ થઈ ગયું હતું. તેમણે આ પોસ્ટમાં લખ્યું, “મારા તમામ ચાહકો, મિત્રો, ફોલોવર્સ અને શુભેચ્છકો. થોડાં અઠવાડિયા પહેલાં હું એક ફ્લાઇટમાંથી બહાર આવી, તો મને અચાનક લાગ્યું કે મને કંઈ સંભળાતું નથી. આ ઘટના પછી અઠવાડિયાઓ સુધી હિંમત એકઠી કર્યા પછી હવે તમે બધાં, જે સતત પૂછી રહ્યા છો કે હું ક્યાં ગાયબ થઈ ગઈ છું, તેના માટે, હવે હું મારું મૌન તોડવા ઇચ્છું છું.”

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store