Vol. 4 / No. 386 About   |   Contact   |   Advertise May 31, 2024


 
 
બ્રિટનમાં 4 જુલાઈએ સંસદીય ચૂંટણીઓ: ઋષિ સુનક

વડા પ્રધાન ઋષિ સુનકે યુકેમાં આગામી સામાન્ય ચૂંટણી તારીખ 4 જુલાઈના રોજ કરવાની જાહેરાત કરીને ચૂંટણી અંગેની તમામ ઉગ્ર અટકળોનો અંત આણ્યો હતો. સુનકે કોવિડ રોગચાળો, ફર્લો યોજના અને યુક્રેનમાં યુદ્ધની ચર્ચા કર્યા પછી જણાવ્યું હતું કે હવે પ્રશ્ન એ છે કે “તમે કોના પર વિશ્વાસ કરો છો? બ્રિટન માટે તેના નેતાની પસંદગી કરવાનો સમય આવી ગયો છે.

Read More...
રાજકોટમાં ગેઇમ ઝોનમાં ભયાનક આગથી 9 બાળકો સહિત 30 ભડથું

રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેઇમ ઝોનમાં ગત શનિવારે (25 મે) સાંજે 4.30 વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા 30 લોકો બળીને ભડથુ થઈ ગયા હતાં.

Read More...
સુનક યુવાનો માટે ફરજિયાત નેશનલ સર્વિસની યોજના લાવશે

વડા પ્રધાન ઋષિ સુનકે પ્રથમ મોટી ચૂંટણી પ્રતિજ્ઞાઓમાંની એકની જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર આગામી સંસદીય ચૂંટણીમાં જીતશે તો તેઓ 18 વર્ષના યુવાનો માટે 12 મહિના માટે ફૂલ ટાઇમ લશ્કરી સેવામાં જોડાવાનું અથવા તો દર મહિને એક વિકેન્ડ...

Read More...
પતિ સુનક માટે પ્રચાર કરવા અક્ષતા મૂર્તિ સક્રિય

વડા પ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિએ પતિની શાસક કન્ઝર્વેટિવ પાર્ટી માટેની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં ઝંપલાવ્યું છે અને “રસ્તાના દરેક પગલે” પતિ ઋષિ સાથે ચાલવાની ઇન્સ્ટાગ્રામ પરના એક સંદેશ સાથે જાહેરાત કરી છે.

Read More...
હનુમાન ચાલીસા અંગે ધ્રુવ છત્રાલિયા BEMના 425મા પ્રવચનની પાર્લામેન્ટમાં ઉજવણી કરાઇ

હાઉસ ઓફ કોમન્સ ખાતે તા. 22 મેના રોજ ધ્રુવ છત્રાલિયા BEMના હનુમાન ચાલીસા પરના ઐતિહાસિક 425મા વક્તવ્યની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્રુવ છત્રાલિયા દ્વારા “હનુમાન ચાલીસા અનુસાર કરિયર મેનેજમેન્ટમાં...

Read More...
121 બિઝનેસ લીડર્સે લેબરને સમર્થન આપ્યું

દેશની વિવિધ ઇન્ડસ્ટ્રી અને બિઝનેસીસના સ્થાપકો, ચીફ એક્ઝિક્યુટિવ્સ અને ફાઇનાન્સ, રીટેઇલ અને પ્રોડક્શન કંપનીઓના 121 ભૂતપૂર્વ બિઝનેસ લીડર્સે “પરિવર્તનનો સમય” છે એમ જણાવી સામાન્ય ચૂંટણી પહેલા લેબર પાર્ટીની આર્થિક યોજનાઓને ટેકો...

Read More...
એશિયન મતદારોને નજરઅંદાજ કરતા નહિં

દેશના કેટલાક સાસંદો અને નિષ્ણાતોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો આગામી સામાન્ય ચૂંટણીમાં સાઉથ એશિયન મતદાતાઓને નજરઅંદાજ કરશે તો તેમને આકરી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડશે.

Read More...
કેનેડાએ નવા સેમેસ્ટરથી વિદેશી વિદ્યાર્થીઓના કામના કલાકો ઘટાડ્યા

કેનેડા સરકાર સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા સેમેસ્ટરથી વિદેશી વિદ્યાર્થી કેમ્પસમાં કામ કરી શકે તેવા કલાકોની સંખ્યા અઠવાડિયા દીઠ 24 સુધી મર્યાદિત કરવાનું આયોજન કરી રહી છે. ઓટ્ટાવામાં ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટિઝનશિપ પ્રધાન માર્ક મિલરે આ...

Read More...
અમેરિકાના F-1 સ્ટુડન્ટ વિઝા માટે ભારે ધસારો, 10,000નો સ્લોટ માત્ર 5 મિનિટમાં બૂક

અમેરિકાના F-1 વિઝા (સ્ટુડન્ટ વિઝા) માટે એટલી બધી ડિમાન્ડ છે કે હજારો વિઝા સ્લોટ મિનિટોમાં બૂક થઈ જાય છે. રવિવારની મધ્યરાત્રીએ એફ-1 વિઝાના 10,000 સ્લોટ ખૂલ્યા હતાં અને માત્ર પાંચ મિનિટમાં તમામ સ્લોટ બૂક થઈ ગયા હતા.

Read More...
ભારતના મોટાભાગના રાજ્યોમાં હીટવેવ, 37 શહેરોમાં ઉષ્ણતામાન 45 ડિગ્રીથી ઊંચું

ભારતના મોટાભાગના રાજ્યોમાં ગયા સપ્તાહે તીવ્ર હીટવેવને કારણે કાળઝાળ ગરમી પડી હતી. દેશના 37 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું હતું. રાજસ્થાનનું ફલોદી સતત બીજા દિવસે દેશનું સૌથી ગરમ સ્થળ હતું,...

Read More...
હીટવેવથી ગુજરાતમાં હાહાકાર, 7 દિવસમાં 12થી વધુના મોત

ગુજરાતમાં સોમવાર, 20મેથી સતત સાત દિવસ સુધી હીટવેવને કારણે ભીષણ ગરમી પડી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો 45થી 47 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો રહ્યો હતો. હીટવેવના કારણે રાજ્યમાં હીટસ્ટ્રોક અથવા ગરમીથી પ્રેરિત..

Read More...
રાજકોટ ગેમ ઝોનના માલિક સહિતના 10 લોકોની અટકાયત

રાજકોટમાં TRP ગેમ ઝોનના અગ્નિકાંડના થોડા કલાકોમાં પોલીસે આ ગેમ ઝોનના માલિક અને બે મેનેજર્સ સહિત 10 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી તથા બે મેનેજરો નીતિન જૈન અને યજ્ઞેશ પાઠક અને કેટલાક...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા CEOSની યાદીમાં નિકેશ અરોરા બીજા ક્રમે

અમેરિકામાં સૌથી વધુ વેતન મેળવતા CEOsની ધ વોલ સ્ટ્રીટ જર્નલની 2023ની યાદીમાં પાલો અલ્ટો નેટવર્ક્સના ભારતીય મૂળના સીઇઓ નિકેશ અરોરા બીજા સ્થાને રહ્યાં હતા. $151.43 મિલિયનના વેતન સાથે 56-વર્ષીય નિકેશ અરોરાની કમાણી મેટાના માર્ક ઝુકરબર્ગ...

Read More...
RBIની સરકાર પર ધનવર્ષા, રેકોર્ડ રૂ. 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવશે

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 31 માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને રેકોર્ડ રૂ. 2.11 લાખ કરોડનું માતબર ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. આ રકમ સરકારના બજેટના અંદાજ કરતાં બમણાથી પણ વધુ છે અને તેનાથી ચૂંટણી પછી સત્તામાં આવનાર...

Read More...
અદાણીની 3 વૈશ્વિક બંદરો ખરીદવા પર નજર, $3 બિલિયન કેશ તૈયાર

અદાણી ગ્રૂપે યુરોપ, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં ઓછામાં ઓછા ત્રણ મોટા બંદરો ખરીદવાની યોજના બનાવી છે. કંપનીએ આગામી 3થી 5 વર્ષમાં તેની વૈશ્વિક પોર્ટ કેપિસિટીમાં વધારો કરવા માટે ત્રણ બિલિયન ડોલરનું ભંડોળ તૈયાર કર્યું છે. હાલમાં દુનિયાભરમાં આયર્ન ઓર...

Read More...
  Sports
કોલકાતા આઈપીએલમાં ત્રીજીવાર ચેમ્પિયન

આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે ચેન્નાઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી આઈપીએલની ટ્રોફી ત્રીજીવાર હાંસલ કરી હતી. હૈદરાબાદના સુકાની કમિન્સે ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પણ કોલકાતાના બોલર્સ સામે હૈદરાબાદના બેટર્સ વામણા સાબિત થયા...

Read More...
આઈપીએલ 2024માં અનેક રેકોર્ડ તૂટ્યા, રનનો વરસાદ

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નો તાજ હાંસલ કર્યો છે. શ્રેયસ ઐય્યરની આગેવાની હેઠળની ટીમ ચેમ્પિયન બન્યા સુધીની આ સફરમાં ડઝનેક રેકોર્ડ તોડ્યા હતા. કોલકાતા સૌથી ઓછી – ત્રણ મેચ હારીને ચેમ્પિયન બની છે. ખરેખર તો સનરાઈઝર્સ હૈદરાબાદ તેની તોફાની બેટિંગના રેકોર્ડના કારણે સૌથી જોખમી હરીફ ગણાતી હતી, તે આઈપીએલના ઈતિહાસમાં...

Read More...
ભારતીય મહિલા કમ્પાઉન્ડ આર્ચરી ટીમને ગોલ્ડ; મિક્સ્ડ ટીમને સિલ્વર

સાઉથ કોરીઆના યેચેઓનમાં વર્લ્ડ કપ સ્ટેજ ટુ તિરંદાજી ચેમ્પિયનશિપમાં ગયા સપ્તાહે ભારતની મહિલા ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ અને મિક્સ્ડ ટીમે સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. શનિવારે રમાયેલી મહિલા ફાઈનલમાં ભારતીય ટીમે તુર્કીને હરાવ્યું હતું, જ્યારે મિક્સ્ડ ટીમ અમેરિકા સામે હારી ગઈ હતી.

Read More...
  Entertainment

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પાયલ કાપડિયાની ફિલ્મને ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભારતીય પ્રતિભાએ અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કરીને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા હતાં. પાયલ કાપડિયાની “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ”ને બીજા ક્રમનો સર્વોચ્ચ ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ મળ્યો હતો, જ્યારે “ધ શેમલેસ”ની ભૂમિકા...

Read More...

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતની અનસુયા સેનગુપ્તા શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર

ફ્રાંસમાં યોજાયેલ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રી અનસુયા સેનગુપ્તાએ ઇતિહાસ રચ્યો છે. તેણે આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમવાર શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મેળવ્યો હતો. અનસુયા મૂળ કોલકાતાની વતની છે અને તે અત્યારે ગોવામાં રહે છે, તેને...

Read More...

ભારતમાં ગણિકા વિષયક નિર્માણ પામેલી અનેક ફિલ્મો અને વેબસીરિઝ

હિન્દી ભાષામાં અનેક પ્રકારની ફિલ્મોનું નિર્માણ થયું છે, જેમાં ગણિકાઓ પર આધારિત ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મો લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. પાકીઝા, ઉમરાવ જાન, દેવદાસ, ગંગુબાઈ કાઠિયાવાડી જેવી અનેક ફિલ્મોની આજે પણ ચર્ચા થાય છે. તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store