Vol. 4 / No. 385 About   |   Contact   |   Advertise May 24, 2024


 
 
ભાજપ લઘુમતીઓની વિરુદ્ધમાં નથીઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભાજપ ક્યારેય લઘુમતીઓની વિરુદ્ધમાં નથી. આજે પણ નહીં અને ક્યારેય નહીં. અમે બધાને સાથે લઈને કામ કરવા ઈચ્છીએ છીએ. અમે કોઈને વિશેષ નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર નથી, પરંતુ દરેકને સમાન ગણીએ છીએ.

Read More...
પોસ્ટ-સ્ટડી વિઝા રૂટ બંધ કરવાની સુનકની યોજના સામે વ્યાપક વિરોધ

કાનૂની સ્થળાંતરના આંકડાને રોકવાના પ્રયાસ તરીકે યુકેમાં દરેક વિદેશી વિદ્યાર્થીને ડિગ્રી કોર્સ પછી બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપતો પોસ્ટ-સ્ટડી વિઝા તરીકે ઓળખાતો રૂટ બંધ કરવાની વિચારણા કરી...

Read More...
આર્ટસ, કલ્ચર એન્ડ થિયેટર ક્ષેત્રના કલાકારોને ACTA એવોર્ડ્સ એનાયત કરાયા

શુક્રવાર તા. 17ના રોજ ધ મે ફેર હોટેલ, લંડન ખાતે યોજાયેલા ઈસ્ટર્ન આઈ આર્ટસ, કલ્ચર એન્ડ થિયેટર એવોર્ડ્સ (ACTAs)ના શાનદાર સમારોહમાં આર્ટસ, કલ્ચર એન્ડ થિયેટર ક્ષેત્રે અદકેરૂ યોગદાન આપતા કલાકારોને વિવિધ એવોર્ડ્સથી...

Read More...
ભારત અને યુકેએ વ્યૂહાત્મક સંવાદમાં FTAની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટી કરી

ભારત અને બ્રિટને લંડનમાં યોજાયેલ વાર્ષિક યુકે-ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંવાદમાં પરસ્પર લાભદાયી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. બંને પક્ષોએ છેલ્લી સમીક્ષામાં 2030 રોડમેપ પર સારી...

Read More...
પીઅર કુલવીર રેન્જર સસ્પેન્ડ: ટોરી વ્હિપને રાજીનામું આપ્યું

દારૂના નશામાં પાર્લામેન્ટરી બારમાં બે મહિલાઓને “ધમકાવવા અને હેરાન” કરવા બદલ હાઉસ ઑફ લોર્ડ્સની આચાર સમિતિએ આચાર સંહિતાના ફકરા 19નો ભંગ કરવા બદલ બ્રિટિશ શીખ પીઅર કુલવીર રેન્જરને હાઉસ લોર્ડ્સમાંથી...

Read More...
સાધ્વી ભગવતી સરસ્વતીજીએ લંડનની વન વુમન કોન્ફરન્સમાં સંબોધન કર્યું

ભારતના અગ્રણી આધ્યાત્મિક નેતાઓમાંના એક અને ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતનના આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર સાધ્વી ભગવતી સરસ્વતીજીએ લંડનના વિક્ટોરિયા પાર્ક પ્લાઝા ખાતે ગયા અઠવાડિયે લંડનની વન વુમન કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરીકે...

Read More...
વધુને વધુ ઇન્ડિયન અમેરિકનોને ચૂંટણી લડવા કમલા હેરિસની હાકલ

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે બુધવારે જણાવ્યું હતું કે ચૂંટાયેલી ઓફિસોમાં ભારતીય અમેરિકનોની સંખ્યા તેમની વધતી જતી વસ્તીને પ્રતિબિંબિત કરતી નથી. તેમણે આ લઘુમતી વંશીય સમુદાયના સભ્યોને વધુને વધુ ઓફિસો માટે ચૂંટણી લડવા...

Read More...
6 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર સરેરાશ 60 ટકા વોટિંગ

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવાર, 20મેએ યોજાયેલી છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસાની છૂટાછવાઇ ઘટનાઓ અને કેટલાંક બૂથ...

Read More...
ભારતમાં સીએએ હેઠળ નાગરિકતા પ્રદાન કરવાની પ્રક્રિયા શરૂ

ભારતમાં વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) ધારા (CAA)ના અમલ માટેના નિયમો જારી કરવામાં આવ્યાના આશરે બે મહિના પછી બુધવારે પ્રથમ વખત 14 બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતાના સર્ટિફિકેટ અપાયા હતાં. આ ધારા હેઠળ...

Read More...
BAPSના સ્વામી બ્રહ્મવિહારીદાસે આંતરરાષ્ટ્રીય ધર્મસભામાં સનાતન હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું

મલેશિયાના કુઆલાલુમ્પર ખાતે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધર્મસભા-‘યુનિટી વિધિન ડાયવર્સિટી’ વિષયક કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત સ્વામી બ્રહ્મવિહારીદાસે સનાતન હિન્દુ ધર્મ વતી યુએઈ અને...

Read More...
ગુજરાતમાં કાળઝાળ ગરમી, આગામી સપ્તાહ માટે યલો-ઓરેન્જ એલર્ટ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે અને આગામી સપ્તાહ દરમિયાન ગરમીમાં કોઇ રાહત ન મળવાની ધારણા છે. રવિવારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો હતો, જે આ...

Read More...
અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીની ધરપકડ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે લિંક્સ ધરાવતા ચાર શ્રીલંકાની ધરપકડ કરી હતી. આ આરોપીઓ કથિત રીતે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
UKમાં ભારતની તમામ મસાલા બ્રાન્ડ્સની કડક ચકાસણી થશે

બ્રિટનની ફૂડ ઓથોરિટીએ ભારતથી તમામ મસાલાની આયાત પર વધારાના નિયંત્રણ પગલાં લાગુ કર્યા છે. ભારતની બે મસાલા બ્રાન્ડ્સમાં કેન્સરજન્ય જંતુનાશકોનું ઊંચું પ્રમાણ હોવાના આરોપો પછી વૈશ્વિક ખાદ્ય નિયમનકારોમાં ચિંતા ઉભી થયા પછી ભારતના તમામ મસાલાઓની ચકાસણીમાં...

Read More...
ચીની પ્રોડક્ટ્સ પર બાઇડને જંગી ટેરીફ ઝીંકી

ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ પર ભારે ટેરિફ લાદતા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે તેનાથી અમેરિકાના વર્કર્સને અન્યાયી વેપાર પ્રથાથી રક્ષણ મળશે. અમેરિકાએ ચીનના ઇલેક્ટ્રિકલ વ્હિકલ પર 100 ટકા, સેમિકન્ડક્ટર પર 50 ટકા અને...

Read More...
પાકિસ્તાનના ધનિકોની દુબઇમાં $12.5 બિલિયનની પ્રોપર્ટીઃ રીપોર્ટ

ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન લોન મેળવવા માટે હાથમાં કટોરો લઇને ફરે છે, પરંતુ ધનિક પાકિસ્તાની નાગરિકો દુબઈમાં 12.5 બિલિયન ડોલરની 17,000થી 22,000 પ્રોપર્ટી ધરાવે છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા લીક થયેલા ડેટામાં આ માહિતી...

Read More...
  Sports
હૈદરાબાદે IPLની છેલ્લી મેચમાં પંજાબને ચાર વિકેટે હરાવ્યું

રવિવારે (19 મે) સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર 200 રનથી વધુનો ટાર્ગેટ ચેઝ કરી ફરી એકવાર ધમાકેદાર બેટિંગ દ્વારા પંજાબને ચાર વિકેટે હરાવ્યું હતું. આ વિજય સાથે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે પહોંચી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને પાંચ વિકેટે 214 રનનો પડકારજનક સ્કોર ખડકી દીધો હતો.

Read More...
ભારતના સ્ટાર ફૂટબોલર સુનીલ છેત્રીએ નિવૃત્તિ જાહેર કરી

ભારતના સૌથી સફળ ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીએ ગયા સપ્તાહે ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. છેત્રી જૂન મહિનામાં ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચ રમશે જે તેની અંતિમ મેચ રહેશે. તે છઠ્ઠી જૂને કુવૈત સામે રમનારો છે. લાંબી કારકિર્દી અને સાતત્યભર્યા પ્રદર્શનને કારણે સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલમાં લોકપ્રિય...

Read More...
સાત્વિક-ચિરાગે થાઈલેન્ડ ઓપન બેડમિંટનમાં ચેમ્પ્સ

ભારતના સાત્વિક સાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી (19 મે) રવિવારે થાઈલેન્ડ ઓપન બેડમિંટનમાં ફરી એકવાર પુરૂષોની ડબલ્સમાં ચેમ્પિયન બન્યા હતા. આ બન્ને ભારતીય ખેલાડીઓ છેલ્લા થોડા સમયમાં વધુ ને વધુ પ્રમાણમાં સફળતા મેળવી રહ્યા છે અને અગાઉ બન્નેએ ગત માર્ચ મહિનામાં ફ્રેન્ચ ઓપન સુપર 750 ટાઈટલ હાંસલ કર્યું હતું.

Read More...
  Entertainment

અભિનેતામાંથી નેતા બનેલા બોલીવૂડ કલાકારોની રાજકીય સફર

બોલીવૂડમાં વીતેલા જમાનાની અભિનેત્રી નરગિસથી લઇને વર્તમાન યુવા કલાકાર કંગના રનૌત સુધી ઘણા એવા કલાકારો છે જેમણે દેશના રાજકારણમાં નસીબ અજમાવ્યું છે. અહીં એવા અનેક કલાકારોની રાજકીય સફરને રજૂ કરવામાં આવી છે.

Read More...

ડોન 3નું શૂટિંગ પણ લંડન અને જર્મની થશે

રણવીર સિંહની ‘ડોન 3’ની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી જ તેના ચાહકોમાં ફિલ્મને લઈને આતુરતા વધી ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ ભારતની સાથે વિદેશમાં પણ કરવામાં આવશે. આથી જ થોડા દિવસો પહેલાં ફરહાન અખ્તર ​આકર્ષક લોકેશન શોધવા માટે લંડન અને જર્મની આવ્યો હતો.

Read More...

જેકી શ્રોફને કેમ હાઇકોર્ટમાં જવું પડ્યું?

મૂળ ગુજરાતી અભિનેતા જેકી શ્રોફ અત્યારે અલગ કારણથી ચર્ચામાં છે. તેમણે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની મંજૂરી વગર તેમના નામ, ફોટો, અવાજ અને ‘ભિડુ’ શબ્દનો ઉપયોગ કરનાર વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ એવા સંગઠનો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે જેઓ જેકી શ્રોફનો ઉપયોગ તેની મંજૂરી વગર બિઝનેસના લાભ માટે કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોર્ટ ટૂંક સમયમાં આ મામલે પોતાનો ચુકાદો આપશે જેથી અભિનેતા પોતાના પ્રચાર અધિકારોનું રક્ષણ કરી શકે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store