Vol. 4 / No. 384 About   |   Contact   |   Advertise May 17, 2024


 
 
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો માટે સરેરાશ 67 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર સોમવાર, 13મેએ સરેરાશ 67 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ફરીથી સૌથી વધુ 75.94 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે જમ્મુ અને કાશ્મીરની શ્રીનગર બેઠક પર સૌથી ઓછું 36.58 ટકા મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રથમ મોટી ચૂંટણી યોજી હતી.

Read More...
હજારો માઇગ્રન્ટ્સ કેર વર્કર્સ ઉપર દેશનિકાલનું જોખમઃ અહેવાલ

હોમ ઓફિસ દ્વારા તેમના એમ્પ્લોયરો અને કંપનીઓના વર્કર્સને સ્પોન્સર કરવાનો અધિકારને રદ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરવાને પગલે યુકેમાં વિદેશથી આવેલા હજારો માઇગ્રન્ટ કેર વર્કર્સ હવે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે.

Read More...
ડાઉનિંગ સ્ટ્રીટ ફોર લેસન: અક્ષતા મૂર્તિનું અનેરૂ અભિયાન

એક વખતે જેમની પાસે પૈસા કે ફોન ન હતા પણ આજે £500 મિલિયન કરતાં પણ વધુ રકમની સંપત્તી ધરાવતા વડા પ્રધાનની પત્ની અક્ષતા મૂર્તિએ શાળાના બાળકોને પ્રેરણા આપવા માટે ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા ખોલ્યા છે.

Read More...
સંખ્યામાં ઘટાડો ન થાય ત્યાં સુધી માઇગ્રન્ટ ભળી શકતા નથી: રોબર્ટ જેનરિક

કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન માટેના અભિગમને કારણે સરકાર છોડી દેનાર ભૂતપૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે ‘સાંસ્કૃતિક મુદ્દાઓ’ પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બ્રિટનમાં ઉંચા ઇમિગ્રેશને એકીકરણને...

Read More...
રવાન્ડા યોજના એક જુગાર છે: આતંકવાદની જેમ બોટનો સામનો કરવો જોઇએ

યુકેના કાઉન્ટર ટેરર ચીફ તરીકે ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનર અને કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગના રાષ્ટ્રીય આગેવાન નીલ બાસુ QPMએ ધ ટેલિગ્રાફમાં લખેલા એક લેખમાં રવાન્ડા યોજના એક જુગાર છે અને આતંકવાદની...

Read More...
શ્રીમતી સંગીતા પટેલ લેબર પાર્ટીમાંથી કાઉન્સિલર તરીકે વિજેતા થયા

યુ.કે.માં તાજેતરમાં થયેલી સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીમાં ટેઈમસાઈડ કાઉન્સિલના વોટરલૂ વોર્ડમાંથી બારડોલીના મૂળ વતની અને ગુજરાતી હિન્દુ મહિલા શ્રીમતી સંગીતાબેન પટેલ લેબર પાર્ટીમાંથી કાઉન્સિલર તરીકે વિજેતા થયા છે.

Read More...
કેન્યાના કરણ પટેલે પ્રથમ FIA આફ્રિકા રેલી ચેમ્પિયનશિપ જીતી

કેન્યાના રેલી ડ્રાઈવર કરણ પટેલ અને કો-ડ્રાઈવર તૌસીફ ખાને રવિવારે સમાપ્ત થયેલી ત્રણ દિવસીય રેલીમાં નવમાંથી આઠ વિભાગ જીતીને 2024 પર્લ ઓફ આફ્રિકા યુગાન્ડા રેલીના ચેમ્પિયન બન્યા છે. તાન્ઝાનિયાની એએસએ રેલીની સીઝનની સમાપ્તિ પર...

Read More...
ઇમર્જન્સી સેવાઓ માટે ન્યૂયોર્કનું ભારતીય કોન્સ્યુલેટ આખું વર્ષ ખુલ્લું રહેશે

ન્યૂ યોર્ક ખાતેનું ભારતનું કોન્સ્યુલેટ જનરલ વાસ્તવિક ઇમર્જન્સીના કિસ્સામાં ભારતમાં લોકોની મુસાફરીમાં મદદ કરવા અને સુવિધા આપવા માટે તમામ રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લું રહેશે. કોન્સ્યુલેટે 11મે, શુક્રવારે એક અખબારી યાદીમાં જણાવ્યું...

Read More...
મુંબઈમાં વાવાઝોડા સાથે વરસાદ, મૃત્યુઆંક વધી 14 થયો

મુંબઈ અને પડોશી મેટ્રોપોલિટન વિસ્તારોમાં સોમવાર, 13મેએ આવેલા આંધી-તોફાનનો મૃત્યુઆંક વધી 14 થયો હતો. આ કુદરતી આપત્તિથી શહેરના ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાથી અન્ય 74 લોકો ઘાયલ થયા હતા. સોમવારે મુંબઈમાં ધૂળના તોફાન અને...

Read More...
વિવાદને પગલે સામ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેનપદેથી રાજીનામુ

ગુજરાતના વતની અને જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પદેથી બુધવારે રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસનાં પ્રેસિડેન્ટે તેનો સ્વીકાર પણ કરી લીધો હતો. આ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ...

Read More...
ભારતમાં હિન્દુની વસ્તીમાં તીવ્ર ઘટાડો, મુસ્લિમોની વસ્તીમાં ઉછાળો

વડાપ્રધાનની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ (EAC-PM)ના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે દેશની કુલ વસ્તીમાં બહુમતી હિન્દુ ધર્મના પ્રમાણમાં 1950થી 2015 વચ્ચે 7.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે, જ્યારે સંખ્યાબંધ પડોશી દેશોમાં બહુમતી મુસ્લિમ ધર્મની વસ્તીમાં...

Read More...
ગુજરાતમાં ધો. 12નું સાયન્સનું 82 % અને સામાન્ય પ્રવાહનું 92% રીઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 9 મેએ HSC વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર હતું. ગુજરાત બોર્ડે વિજ્ઞાન અને સામાન્ય સહિત તમામ પ્રવાહો માટે 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન ધોરણ 12ની પરીક્ષાઓ લીધી હતી.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતને 2022માં રેકોર્ડ $111 બિલિયન રેમિટન્સ મળ્યું

ભારતને ૨૦૨૨માં દુનિયાના કોઇપણ દેશ કરતાં સૌથી વધુ ૧૧૧ બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું. ૧૦૦ બિલિયન ડોલરથી વધુ રેમિટન્સ મેળવનારો તે વિશ્વનું પ્રથમ દેશ બન્યો છે, એમ યુનાઇટેડ નેશન્સની માઇગ્રેશન એજન્સીના રીપોર્ટમાં જણાવાયું હતું.

Read More...
હલ્દીરામ ખરીદવા વૈશ્વિક રોકાણકારો ફરી મેદાનમાં, $8.5 બિલિયનની જંગી ઓફર

ભારતની જાણીતી સ્નેક બ્રાન્ડ હલ્દીરામને ખરીદવા વિદેશી રોકાણકારોમાં હોડ મચી છે. વિશ્વની ટોચની પ્રાઇવેટ ઇક્વિટી કંપની બ્લેકસ્ટોકના વડપણ હેઠળ રોકાણકારોના વૈશ્વિક કોન્સોર્ટિયમે હલ્દીરામના સ્નેક ફૂડનો 76 ટકા હિસ્સો ખરીદવા માટે 8.5 બિલિયન ડોલરની જંગી ઓફર કરી છે.

Read More...
ભારતમાં ઘરેલુ બચત FY23માં ઘટી 5 વર્ષના તળિયે

ભારતના પરિવારોની ચોખ્ખી નાણાકીય બચત ઘટીને FY23માં રૂ.14.2 લાખ કરોડના પાંચ વર્ષના તળિયે પહોંચી હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ.17.1 લાખ કરોડ હતી. ટૂંકા ગાળાના ધિરાણમાં તીવ્ર વૃદ્ધિને કારણે ઘણા વધુ લીવરેજ્ડ વપરાશ અને ખર્ચને કારણે ઘટાડો થયો હોવાની શક્યતા છે.

Read More...
  Sports
દિલ્હીને 47 રને હરાવ્યું, બેંગલોરનો સતત પાંચમો વિજય

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રવિવારે રસાકસીભર્યા મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવી સતત પાંચમો વિજય હાંસલ કર્યો હતો અને એ રીતે પ્લે ઓફ્સમાં પહોંચવાની તક જીવંત રાખી હતી. રજત પાટીદારે 32 બોલમાં 52 અને વિલ જેક્સે 29 બોલમાં 41 રનનો મુખ્ય ફાળો આપ્યો હતો, તો કેમરન ગ્રીને અણનમ 32 કર્યા હતા.

Read More...
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની નિવૃત્તિની જાહેરાત

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ગયા સપ્તાહે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. 41 વર્ષના આ પીઢ પેસર માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણાની શ્રેણી તેની છેલ્લી સીરીઝ બની રહેશે. 2003માં ઈંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ પછી તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 187 ટેસ્ટ મેચમાં 700 વિકેટ અત્યારસુધીમાં લીધી છે. આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો તે પહેલો ફાસ્ટ બોલર છે.

Read More...
સાઉદી સ્મેશ ટેબલ ટેનિસમાં ભારતીય સ્પર્ધાનો ક્વાર્ટર ફાઈનલમાં અંત

સાઉદી અરેબીઆના જેદ્દાહમાં ગયા સપ્તાહે યોજાઈ ગયેલી સાઉદી સ્મેશ 2024 ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતની મનિકા બત્રા ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા પછી જાપાનની વિશ્વની નં. 5 ક્રમાંકિત હરીફ હિના હાયાતા સામે પરાજય સાથે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી, તો એ સિવાયના અન્ય ભારતીય ખેલાડીઓ તો પ્રિકવાર્ટર ફાઈનલ સુધી પણ માંડ પહોંચી શક્યા હતા.

Read More...
  Entertainment

રામાયણ અને મહાભારત સીરિયલોના કેટલાક કલાકારોએ રાજકારણમાં પણ નસીબ અજમાવ્યું

ભારતમાં 1980ના દાયકામાં મનોરંજન મેળવવા માટે દૂરદર્શન મહત્ત્વનું માધ્યમ હતું. એ જમાનામાં દૂરદર્શન પર દર્શાવાતા ગીત-સંગીત કાર્યક્રમો અને ફિલ્મો જોવા માટે દર્શકોમાં આકર્ષણ રહેતું હતું. રામાનંદ સાગર કૃત રામાયણ સીરિયલ દર્શાવવામાં આવી, જે ખૂબ જ સફળ થઇ હતી.

Read More...

સાઉથ ઇન્ડિયાની ફિલ્મોમાં બોલીવૂડની ત્રણ અભિનેત્રીઓનો દબદબો

સાઉથ ઇન્ડિયન ફિલ્મોના અભિનેતાઓ હવે બોલીવૂડની ફિલ્મોમાં લોકપ્રિય બની રહ્યા છે. યશ, પ્રભાસ, અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર જેવા સાઉથના અગ્રણી કલાકારો હિન્દી ફિલ્મોના દર્શકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. બીજી તરફ બોલીવૂડના અભિનેતાઓ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવામાં ખાસ સફળ રહ્યા નથી...

Read More...

પરિણીતી ચોપરાએ વિદ્યા બાલનનું અનુકરણ કર્યું?

હિન્દી ફિલ્મની કોઈ અભિનેત્રીના લગ્ન થાય એટલે એકાદ વર્ષમાં જ તેને સારા દિવસો જતા હોવાની ચર્ચા શરૂ થઈ જાય છે. આમઆદમી પાર્ટીના યુવાન નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરનાર પરિણીતી ચોપડા પણ ગર્ભવતી હોવાની અફવાનો થોડા સમય અગાઉ શિકાર બની હતી. હવે એણે પોતાનું મૌન તોડયું છે. તેણે ખુલાસો કર્યો છે કે, ‘મેં મારી દલજિત સિંઘ સાથેની ફિલ્મ ‘અમરસિંહ ચમકીલા’ માટે 15 કિલો વજન વધાર્યું હતું. એને લીધે લોકોને એવી શંકા ગઈ કે હું ગર્ભવતી છું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store