Vol. 2 / No. 63 About   |   Contact   |   Advertise May 16, 2024


 
 
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો માટે સરેરાશ 63 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર સોમવાર, 13મેએ સરેરાશ 63 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ફરીથી સૌથી વધુ 75.94 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે જમ્મુ અને કાશ્મીરની શ્રીનગર બેઠક પર સૌથી ઓછું 36.58 ટકા મતદાન થયું હતું.

Read More...
ઇમર્જન્સી સેવાઓ માટે ન્યૂયોર્કનું ભારતીય કોન્સ્યુલેટ આખું વર્ષ ખુલ્લું રહેશે

ન્યૂ યોર્ક ખાતેનું ભારતનું કોન્સ્યુલેટ જનરલ વાસ્તવિક ઇમર્જન્સીના કિસ્સામાં ભારતમાં લોકોની મુસાફરીમાં મદદ કરવા અને સુવિધા આપવા માટે તમામ રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લું રહેશે.

Read More...
નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ચોથા ભારતીયની ધરપકડ

ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેનેડિયન સત્તાવાળાઓએ શનિવાર, 11 મેએ ચોથા ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. ભારત અને કેનેડાના સંબંધોને અસર...

Read More...
વિનોદ ખોસલાએ બાઈડેન માટે પોતાના ઘેર ફંડ રેઈઝિંગ કાર્યક્રમમાં $15 લાખથી વધુ એકત્ર કર્યા

અગ્રણી ઈન્ડિયન અમેરિકન બિલિયોનેર અને ઉદ્યોગ સાહસિક વિનોદ ખોસલાએ પોતાના સિલિકોન વેલી ખાતેના નિવાસે એક ફંડ રેઈઝર કાર્યક્રમમાં 15 લાખથી પણ વધુની રકમ એકત્ર કરાવી હતી.

Read More...
મુંબઈમાં વાવાઝોડા સાથે વરસાદ, મૃત્યુઆંક વધી 14 થયો

મુંબઈ અને પડોશી મેટ્રોપોલિટન વિસ્તારોમાં સોમવાર, 13મેએ આવેલા આંધી-તોફાનનો મૃત્યુઆંક વધી 14 થયો હતો. આ કુદરતી આપત્તિથી શહેરના ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાથી અન્ય...

Read More...
વિવાદને પગલે સામ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેનપદેથી રાજીનામુ

ગુજરાતના વતની અને જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પદેથી બુધવારે રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસનાં પ્રેસિડેન્ટે તેનો સ્વીકાર પણ કરી લીધો હતો. આ અંગે કોંગ્રેસના નેતા જયરામ...

Read More...
ભારતમાં હિન્દુની વસ્તીમાં તીવ્ર ઘટાડો, મુસ્લિમોની વસ્તીમાં ઉછાળો

વડાપ્રધાનની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ (EAC-PM)ના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે દેશની કુલ વસ્તીમાં બહુમતી હિન્દુ ધર્મના પ્રમાણમાં 1950થી 2015 વચ્ચે 7.8 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે, જ્યારે સંખ્યાબંધ પડોશી દેશોમાં...

Read More...
ગુજરાતમાં ધો. 12નું સાયન્સનું 82 % અને સામાન્ય પ્રવાહનું 92% રીઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 9 મેએ HSC વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર હતું. ગુજરાત બોર્ડે વિજ્ઞાન અને સામાન્ય સહિત તમામ પ્રવાહો માટે 11 માર્ચથી 26 માર્ચ...

Read More...
દાંડીના દરિયામાં 7 લોકો તણાયા, 3ને બચાવાયા, 4 લાપતા

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના દાંડી બીચ પર રવિવારે એક મહિલા અને તેના બે પુત્રો સહિત એક પરિવારના ચાર સભ્યો દરિયામાં તણાઈ ગયા હતા. દરિયામાં તણાયેલા અન્ય ત્રણને બચાવી લેવામાં આવ્યા હતાં.

Read More...
ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

ગુજરાતના કેટલાંક જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 13 મેએ અમદાવાદ સહિતના રાજ્યોના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે હળવો...

Read More...

  Sports
દિલ્હીને 47 રને હરાવ્યું, બેંગલોરનો સતત પાંચમો વિજય

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રવિવારે રસાકસીભર્યા મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવી સતત પાંચમો વિજય હાંસલ કર્યો હતો અને એ રીતે પ્લે ઓફ્સમાં પહોંચવાની તક જીવંત રાખી હતી. રજત પાટીદારે 32 બોલમાં 52 અને...

Read More...
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની નિવૃત્તિની જાહેરાત

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ગયા સપ્તાહે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. 41 વર્ષના આ પીઢ પેસર માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણાની શ્રેણી તેની છેલ્લી સીરીઝ બની રહેશે. 2003માં ઈંગ્લેન્ડ તરફથી...

Read More...
સાઉદી સ્મેશ ટેબલ ટેનિસમાં ભારતીય સ્પર્ધાનો ક્વાર્ટર ફાઈનલમાં અંત

સાઉદી અરેબીઆના જેદ્દાહમાં ગયા સપ્તાહે યોજાઈ ગયેલી સાઉદી સ્મેશ 2024 ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતની મનિકા બત્રા ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા પછી જાપાનની વિશ્વની નં. 5 ક્રમાંકિત હરીફ હિના હાયાતા સામે પરાજય સાથે સ્પર્ધામાંથી... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતને 2022માં રેકોર્ડ $111 બિલિયન રેમિટન્સ મળ્યું

ભારતને ૨૦૨૨માં દુનિયાના કોઇપણ દેશ કરતાં સૌથી વધુ ૧૧૧ બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું. ૧૦૦ બિલિયન ડોલરથી વધુ રેમિટન્સ મેળવનારો તે વિશ્વનું પ્રથમ દેશ બન્યો છે, એમ યુનાઇટેડ નેશન્સની માઇગ્રેશન એજન્સીના રીપોર્ટમાં જણાવાયું હતું. ૨૦૨૨માં ભારત ઉપરાંત મેક્સિકો, ચીન, ફિલિપિન્સ અને ફ્રાન્સ રેમિટન્સ મેળવનારા ટોપ-૫ દેશ હતા.

Read More...
ભારતમાં ઘરેલુ બચત FY23માં ઘટી 5 વર્ષના તળિયે

ભારતના પરિવારોની ચોખ્ખી નાણાકીય બચત ઘટીને FY23માં રૂ.14.2 લાખ કરોડના પાંચ વર્ષના તળિયે પહોંચી હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ.17.1 લાખ કરોડ હતી. ટૂંકા ગાળાના ધિરાણમાં તીવ્ર વૃદ્ધિને કારણે ઘણા વધુ લીવરેજ્ડ વપરાશ અને ખર્ચને કારણે ઘટાડો થયો હોવાની શક્યતા છે. 2020-21માં ચોખ્ખી ઘરેલુ બચત રૂ.23.29 લાખ કરોડની ટોચે પહોંચી હતી.

Read More...
એર ઇન્ડિયા એક્સપ્રેસના કેબિન ક્રુની હડતાલ સમાપ્ત

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ્સ રદ થવાના કારણે વિવાદમાં રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસના કેબિન સ્ટાફે હડતાલ પરત લેવાનો નિર્ણય લીધો છે. તાતા ગ્રુપની એરલાઇને કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપ્યા પછી કેબિન ક્રુએ કામ પર પરત ફરવાની તૈયારી દર્શાવી હતી. એરલાઇને 25 કર્મચારીઓ નોકરીમાંથી કરેલી હકાલપટ્ટીને પણ રદ્ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.

Read More...
AAHOAના હોસ્પિટાલિટી ઇન્સ્યોરન્સ ફોરમે હોટેલીયર્સના પડકારો પર પ્રકાશ ફેંક્યો

AAHOAએ તાજેતરમાં અરકાનસાસમાં હોસ્પિટાલિટી ઈન્સ્યોરન્સ ફોરમનું આયોજન કર્યું હતું, જેમાં હોટેલીયર્સ દ્વારા સામનો કરવામાં આવતા વીમા પડકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ફોરમમાં 30થી વધુ હોટેલીયર્સે હાજરી આપી હતી. તેમા વીમા પ્રિમીયમ ઘટાડવા, સંસાધનોની ઍક્સેસ વધારવા અને સુલભતા વધારવા માટે વ્યૂહરચના ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

Read More...
હોટેલ્સે એપ્રિલમાં મજૂરોની અછત વચ્ચે 1,200 નોકરીઓ ઉમેરી: સર્વે

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, યુ.એસ. હોટેલ્સમાં એપ્રિલમાં 1,200 નોકરીઓ ઉમેરવામાં આવી, તાજેતરના સરકારી આંકડા દર્શાવે છે, તેમ છતાં ઉદ્યોગમાં રોજગારનું સ્તર હજુ પણ પૂર્વ રોગચાળાના સ્તરોથી નોંધપાત્ર રીતે પાછળ છે.

Read More...
IHGના U.S. REVPAR 2024ના પ્રથમ ક્વાર્ટરમાં 1.9 ટકા ઘટ્યા

અમેરિકામાં IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સનો પ્રથમ ક્વાર્ટર 2024 RevPAR વાર્ષિક ધોરણે 0.3 ટકા ઘટ્યું છે. કેનેડા, લેટિન અમેરિકા અને કેરેબિયનમાં સંયુક્ત રીતે 11.3 ટકાના વધારા સાથે, યુએસ રેવપારમાં 1.9 ટકાના ઘટાડા દ્વારા આનું કારણ હતું. ઓક્યુપન્સી 1.1 ટકા ઘટીને 63.1 ટકા થઈ, જ્યારે અમેરિકામાં ADR 1.5 ટકા વધ્યો.

Read More...
  Entertainment

રામાયણ અને મહાભારત સીરિયલોના કેટલાક કલાકારોએ રાજકારણમાં પણ નસીબ અજમાવ્યું

ભારતમાં 1980ના દાયકામાં મનોરંજન મેળવવા માટે દૂરદર્શન મહત્ત્વનું માધ્યમ હતું. એ જમાનામાં દૂરદર્શન પર દર્શાવાતા ગીત-સંગીત કાર્યક્રમો અને ફિલ્મો જોવા માટે દર્શકોમાં આકર્ષણ રહેતું હતું. રામાનંદ સાગર કૃત રામાયણ સીરિયલ દર્શાવવામાં આવી, જે ખૂબ જ સફળ થઇ હતી. તેમાં અભિનય આપનારા કલાકારો પણ ઘરે-ઘરે લોકપ્રિય બન્યા હતા.

Read More...

સાઉથ ઇન્ડિયાની ફિલ્મોમાં બોલીવૂડની ત્રણ અભિનેત્રીઓનો દબદબો

સાઉથ ઇન્ડિયન ફિલ્મોના અભિનેતાઓ હવે બોલીવૂડની ફિલ્મોમાં લોકપ્રિય બની રહ્યા છે. યશ, પ્રભાસ, અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર જેવા સાઉથના અગ્રણી કલાકારો હિન્દી ફિલ્મોના દર્શકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. બીજી તરફ બોલીવૂડના અભિનેતાઓ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવામાં ખાસ સફળ રહ્યા નથી, પરંતુ બોલીવૂડની કેટલીક અભિનેત્રીઓનો સાઉથમાં દબદબો વધી રહ્યો છે.

Read More...

પરિણીતી ચોપરાએ વિદ્યા બાલનનું અનુકરણ કર્યું?

હિન્દી ફિલ્મની કોઈ અભિનેત્રીના લગ્ન થાય એટલે એકાદ વર્ષમાં જ તેને સારા દિવસો જતા હોવાની ચર્ચા શરૂ થઈ જાય છે. આમઆદમી પાર્ટીના યુવાન નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરનાર પરિણીતી ચોપડા પણ ગર્ભવતી હોવાની અફવાનો થોડા સમય અગાઉ શિકાર બની હતી. હવે એણે પોતાનું મૌન તોડયું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store