Vol. 4 / No. 383 About   |   Contact   |   Advertise May 10, 2024


 
 
સ્થાનિક ચૂંટણીઓમાં ટોરીઝની શરમજનક હાર : આગામી ચૂંટણી જીતી શકીશુ નહીં: સુનક

બીજી મે’ના રોજ યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ્સ પાર્ટીએ છેલ્લા 40 વર્ષમાં સૌથી ખરાબ ચૂંટણી પરિણામોનો સામનો કરવો પડ્યો છે અને લીબરલ ડેમોક્રેટ્સ કરતા પણ ઓછી કાઉન્સિલ અને બેઠકો અંકે કરીને ત્રીજા સ્થાન પર આવી ગઇ છે. Read More...

MPU
દેશ ત્રિશંકુ સંસદ તરફ આગળ વધી રહ્યો છે: સુનક

ઈંગ્લેન્ડમાં સેંકડો સ્થાનિક કાઉન્સિલની બેઠકો અને મુખ્ય મેયરપદ ગુમાવ્યા બાદ સખત નિરાશ થયેલા વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે ચેતવણી આપી હતી કે સ્થાનિક ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે દેશ વિપક્ષી લેબર પાર્ટીની આગેવાની...

Read More...
મેયરપદે સાદિક ખાનની ઐતિહાસિક ત્રીજી જીત

પાકિસ્તાની મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાને લંડનના મેયર તરીકે સીમાચિહ્નરૂપ સતત ત્રીજી વખત જીત મેળવી છે. સાદિક ખાને તેમના કન્ઝર્વેટિવ હરીફ સુસાન હોલને 276,000 કરતા વધુ મતોથી હરાવ્યા હતા અને લેબરના...

Read More...
આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના જાતિવાદી અને ભય ફેલાવતા રાજકારણને નકારવા હાકલ કરતા સાદિક ખાન

સતત ત્રજી વખત લંડનના મેયર તરીકે ચૂંટાયેલા સાદિક ખાને દેશના લોકોને લંડનવાસીઓની આગેવાનીનું અનુસરણ કરવા અને આગામી સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના “જાતિવાદી” અને “ભય ફેલાવતા” રાજકારણને નકારવા હાકલ...

Read More...
યુકે અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારની પૂર્ણ થવાની સંભાવના આશાવાદી: સંશોધકો

ગયા મહિને બે અઠવાડિયા માટે દિલ્હી ગયેલા યુકે સરકારના વરિષ્ઠ અધિકારીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે 14મા રાઉન્ડની વેપાર વાટાઘાટોને કોઈ નિર્ણય લીધા વગર આ વર્ષના અંત સુધી રોકી દીધી છે. સંશોધકો યુકે અને ભારત વચ્ચેના...

Read More...
મુસ્લિમ વિસ્તારોમાં લેબર પક્ષને નોંધપાત્ર નુકસાન: 40 પેલેસ્ટિનિયન કેમ્પેઇનયર્સ કાઉન્સિલર તરીકે ચૂંટાયા

ગાઝા સંઘર્ષમાં ઇઝરાયેલની સખત નિંદા નહિં કરવાના લેબરના વલણને પગલે લેબર પક્ષને નોંધપાત્ર મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે અને તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. તો બીજી તરફ ઇંગ્લેન્ડની લોકલ કાઉન્સિલ્સમાં...

Read More...
ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે ફગાવી

ભારતના ભાગેડુ બિઝનેસમેન અને પાંચ વર્ષથી લંડનની જેલમાં રહેતા નીરવ મોદીએ સ્થાનિક કોર્ટમાં મંગળવારે નવી જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે તેને ફગાવી હતી. આ અગાઉ ચાર વખતનીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી હતી.

Read More...
નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ત્રણ ભારતીયોની ધરપકડ

કેનેડિયન સત્તાવાળાઓ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કર્યા પછી બંને દેશોના સંબંધો ફરી વણસવાની શક્યતા ઊભી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમની...

Read More...
સુનીતા વિલિયમ્સનું ત્રીજું સ્પેસ મિશન છેલ્લી ઘડીએ મોકૂફ

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને ત્રીજી વખત અવકાશમાં લઈ જનાર બોઈંગ સ્ટારલાઈનરનું લોન્ચિંગ ટેકનિકલ ખામીને કારણે છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને લોન્ચ માટે કોઇ નવી તારીખની જાહેરાત કરાઈ ન હતી.

Read More...
ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 11 રાજ્યોની 93 બેઠકો પર સરેરાશ 62% મતદાન

ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 61.55 ટકા મતદાન થયું હતું. રાજકીય હિંસા માટે કુખ્યાત પશ્ચિમ બંગાળમાં હિંસાની...

Read More...
ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર આશરે 57 ટકા મતદાન

ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે મંગળવારે, સાત મેએ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 56.83 ટકા મતદાન થયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં નીરસ મતદાન થયું હતું. અમરેલીમાં 46.11%, પોરબંદરમાં 48.73%, ભાવનગરમાં 48.59%...

Read More...
ગુજરાતમાં બે દિવસમાં છ રેલીઓ યોજી મોદીનો ધુંઆધાર ચૂંટણીપ્રચાર

ગુજરાતમાં સાત મેએ લોકસભાની 25 બેઠકો પર મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બે દિવસ સુધી ગુજરાતમાં છ ચૂંટણીસભાઓ યોજીને ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કુલ છ જાહેરસભા યોજીને રાજ્યની...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સેબીએ NRI માટે ભારતીય શેરબજારના દરવાજા ખોલ્યાં

ભારતના મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) માટે ભારતીય શેરબજારોમાં રોકાણ કરવાનું સરળ બનાવ્યું છે. સેબીએ હવે ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટીમાં રજિસ્ટ્રર્ડ થયેલા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)ને બિન-નિવાસી ભારતીયો (NRIs) અને...

Read More...
ભારત સરકારે ચૂંટણીમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો

ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો. પરંતુ આ સાથે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (MEP) 550 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે. DGFTએ એક જાહેરનામામાં કહ્યું હતું કે, ડુંગળીની નિકાસ નીતિને સંશોધિત કરીને તત્કાળ અસરથી અને આગામી આદેશ સુધી પ્રતિ ટન 550 ડોલરની MEP હેઠળ પ્રતિબંધથી મુક્ત કરવામાં આવી છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી હતી.

Read More...
રિલાયન્સ કેપિટલના સોદાને મંજૂરીના મળ્યાના 48 કલાકમાં પેમેન્ટ કરાશેઃ અશોક હિન્દુજા

હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)ને અનિલ અંબાણની રિલાયન્સ કેપિટલને રૂ.9,650 કરોડમાં ખરીદવા માટે હજુ સુધી વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Irdai)ની મંજૂરી મળી નથી. આ અંગે IIHL વીમા નિયમનકારી સંસ્થાના સંપર્કમાં છે અને આ સોદા અંગે...

Read More...
  Sports
કોલકાતાનો 98 રને લખનઉ સામે જંગી વિજય

કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે લખનઉને તેના હોમ ગ્રાઉન્ડ ઉપર જ 98 રનથી હરાવી આઈપીએલ 2024ના સૌથી મોટા માર્જીનના વિજયમાંનો એક નોંધાવ્યો હતો. કોલકાતા તરફથી ઓલરાઉન્ડર સુનિલ નારાયણે ઝંઝાવાતી બેટિંગ અને પછી વેધક બોલિંગ દ્વારા લખનઉને હરાવવામાં મોખરાની ભૂમિકા ભજવી હતી, જે બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. કોલકાતાએ 6 વિકેટે 235 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો, તેની સામે લખનઉ 16.1 ઓવરમાં ફક્ત 137...

Read More...
કુસ્તીબાજ બજરંગ પૂનિયા સસ્પેન્ડ

ભારતનો કુસ્તીબાજ બજરંગ પૂનિયા નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ નહીં આપવાના કારણે નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)એ તેને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. પૂનિયાએ સોનીપતમાં યોજાયેલા નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ નહીં આપતાં તેની સામે આ પગલું લેવાયું છે.બજરંગ પૂનિયાએ પ્રતિક્રિયા આપતા કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી હતી. પૂનિયાએ કહ્યું હતું કે, ‘મેં ક્યારેય નાડાના અધિકારીઓને સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો નથી.

Read More...
મોનાંક પટેલ ટી-20 વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનો કેપ્ટન

ગુજરાતનો મોનાંક પટેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનો કેપ્ટન છે. અમેરિકાની ટીમમાં ભારતમાં જન્મેલા અને કેટલાક વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા, ત્યાંની સિટિઝનશિપ ધરાવતા સંખ્યાબંધ ખેલાડીઓ અમેરિકન ટીમમાંથી રમવાના છે. કેપ્ટન મોનાંક પટેલ ઉપરાંત એક વધુ ગુજરાતી ખેલાડી, અમદાવાદનો નિસર્ગ પટેલ પણ ટીમમાં સામેલ છે. તે સિવાય, દિલ્હી વતી રણજી ટ્રોફી રમી ચૂકેલો મિલિંદકુમાર 2021થી અમેરિકામાં સ્થાયી થયો છે.

Read More...
  Entertainment

મોંઘેરી કારના ચાહકો છે બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓ

બોલીવૂડમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, શાહરુખ ખાન જેવા દિગ્ગજ કલાકારોની સાથે કાર્તિક આર્યન જેવા નવોદિતો પાસે કારના કાફલામાં અતિ મોંઘેરી જુદી જુદી કારનું કલેક્શન છે. કેટલાક અભિનેતાઓ તેમની વૈભવી જીવનશૈલી અને મોંઘી કારના શોખ માટે ખૂબ જાણીતા છે.

Read More...

રજનીકાંતની અનોખી સિદ્ધિઃ એશિયાના સૌથી મોંઘા અભિનેતાઓની યાદીમાં મોખરે

સાઉથ ઇન્ડિયા અને બોલીવૂડમાં વિશાળ ચાહક વર્ગ ધરાવતા રજનીકાંત અનેક હિટ ફિલ્મોનો રેકોર્ડ ધરાવતા અનોખા સુપરસ્ટાર છે. નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા પછી પણ શાહરુખ-સલમાન કે યશ-પ્રભાસ જેવા સ્ટાર કરતાં વધુ ફી મેળવનાર એક માત્ર સુપરસ્ટાર રજનીકાંત છે. હિન્દી અને તમિલ-તેલુગુ સહિત અનેક ભાષામાં ફિલ્મો કરનારા રજનીકાંતની કારકિર્દી ચાર દસકા કરતાં વધારે જૂની છે. દર્શકોની પેઢીઓ બદલાઈ છે, પરંતુ રજનીકાંતનો જાદુ અકબંધ છે.

Read More...

કેટરિના કૈફને શું અફસોસ છે?

કેટરિના કૈફે બોલીવૂડમાં પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે. અભિનયથી લઇને અનેક પ્રકારના કામમાં કેટરિનાની પ્રશંસા થાય છે. કેટરિનાએ તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાનો અફસોસ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, અગાઉ હોલિવૂડ ફિલ્મની ઓફર થઈ હતી. સંજોગો અનુકૂળ ન હોવાથી ઓફર સ્વીકારી શકી ન હતી, પરંતુ હવે આવનારા સમયમાં હોલિવૂડમાંથી સારી ઓફર મળવાની તેને આશા છે. કેટરિનાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં હોલિવૂડની ઓફર મળશે તેવો વિશ્વાસ છે અને તેનાથી મારી કારકિર્દીમાં નવી ઊર્જા આવશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store