Vol. 2 / No. 62 About   |   Contact   |   Advertise May 09, 2024


 
 
નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ત્રણ ભારતીયોની ધરપકડ

કેનેડિયન સત્તાવાળાઓ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કર્યા પછી બંને દેશોના સંબંધો ફરી વણસવાની શક્યતા ઊભી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમની તપાસ પૂર્ણ થઈ નથી અને હત્યામાં ભૂમિકા ભજવનાર અન્યની પણ ધરપકડ કરાશે.

Read More...
H-1B વિઝા લોટરી એપ્લિકેશન્સમાં 40%નો ધરખમ ઘટાડો

ફ્રોડ પરની આકરી કાર્યવાહીને પગલે આ વર્ષે અમેરિકામાં H-1B વિઝા લોટરી એન્ટ્રીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો ધરખમ ઘટાડો થયો છે.યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ...

Read More...
ભારતીય વિદ્યાર્થીઓને સમર ઇન્ટર્નશીપ મળતી નથી

અમેરિકામાં નોકરીની વૃદ્ધિમાં મોટી મંદી વચ્ચે દેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ આ વર્ષે ઉનાળામાં ઇન્ટર્નશીપ મેળવવામાં ભારે સંઘર્ષ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં, ખૂબ જ સ્પર્ધાત્મક...

Read More...
કેનેડામાં છ વ્હિકલ વચ્ચેના અકસ્માતમાં ભારતીય દંપતી, પૌત્રનું મોત

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છ વ્હિકલ વચ્ચેના માર્ગ અકસ્માતમાં એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોના મોત થયાં હતાં. આ અકસ્માતમાં શિશુના માતા-પિતા પણ ઘાયલ થયા હતા.

Read More...
સુનીતા વિલિયમ્સનું ત્રીજું સ્પેસ મિશન છેલ્લી ઘડીએ મોકૂફ

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને ત્રીજી વખત અવકાશમાં લઈ જનાર બોઈંગ સ્ટારલાઈનરનું લોન્ચિંગ ટેકનિકલ ખામીને કારણે છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને લોન્ચ માટે કોઇ નવી તારીખની જાહેરાત કરાઈ ન હતી.

Read More...
રાહુલ ગાંધી અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ચૂંટણી લડશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠીની જગ્યાએ રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસે શુક્રવારે ગાંધી પરિવારની ગઢ ગણાતી હાઇ-પ્રોફાઇલ બેઠકો અમેઠી અને રાયબરેલી માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી.

Read More...
સેક્સકાંડમાં માજી વડાપ્રધાન દેવગૌડાના પુત્ર એચ ડી રેવન્નાની ધરપકડ

લોકસભાની ચૂંટણી વચ્ચે કર્ણાટકમાં જેડી-એસ સાંસદ પ્રજ્વલ રેવન્નાને સંડોવતા સેક્સ વીડિયો સ્કેન્ડલની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ શનિવારે તેમના પિતા અને જેડી-એસ ધારાસભ્ય એચડી રેવન્નાને...

Read More...
ગુજરાતમાં બે દિવસમાં છ રેલીઓ યોજી મોદીનો ધુંઆધાર ચૂંટણીપ્રચાર

ગુજરાતમાં સાત મેએ લોકસભાની 25 બેઠકો પર મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બે દિવસ સુધી ગુજરાતમાં છ ચૂંટણીસભાઓ યોજીને ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કુલ છ જાહેરસભા યોજીને રાજ્યની કુલ 11...

Read More...
આણંદની મેગારેલીમાં ‘વોટ જેહાદ’ના મુદ્દે મોદીના કોંગ્રેસ પર પ્રહારો

ગુજરાતમાં સાત મેએ યોજાનારી લોકસભાની 25 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, પહેલી મેએ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બે ચૂંટણી રેલીઓને...

Read More...
ગુજરાતમાં મે મહિનામાં ભીષણ ગરમી, લાંબા હીટવેવની આગાહી

ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં મે મહિનામાં પણ ભીષણ ગરમી અને લાંબી હીટવેવ રહેવાની આગાહી કરી હતી. ચાલુ મહિને ગુજરાત, દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, અને મરાઠવાડામાં...

Read More...

  Sports
કોલકાતાનો 98 રને લખનઉ સામે જંગી વિજય

કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે લખનઉને તેના હોમ ગ્રાઉન્ડ ઉપર જ 98 રનથી હરાવી આઈપીએલ 2024ના સૌથી મોટા માર્જીનના વિજયમાંનો એક નોંધાવ્યો હતો. કોલકાતા તરફથી ઓલરાઉન્ડર સુનિલ નારાયણે ઝંઝાવાતી બેટિંગ...

Read More...
કુસ્તીબાજ બજરંગ પૂનિયા સસ્પેન્ડ

ભારતનો કુસ્તીબાજ બજરંગ પૂનિયા નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ નહીં આપવાના કારણે નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)એ તેને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. પૂનિયાએ સોનીપતમાં યોજાયેલા નેશનલ ટ્રાયલ્સમાં...

Read More...
મોનાંક પટેલ ટી-20 વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનો કેપ્ટન

ગુજરાતનો મોનાંક પટેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનો કેપ્ટન છે. અમેરિકાની ટીમમાં ભારતમાં જન્મેલા અને કેટલાક વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા, ત્યાંની સિટિઝનશિપ ધરાવતા સંખ્યાબંધ ખેલાડીઓ અમેરિકન ટીમમાંથી... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સેબીએ NRI માટે ભારતીય શેરબજારના દરવાજા ખોલ્યાં

ભારતના મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) માટે ભારતીય શેરબજારોમાં રોકાણ કરવાનું સરળ બનાવ્યું છે. સેબીએ હવે ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટીમાં રજિસ્ટ્રર્ડ થયેલા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)ને બિન-નિવાસી ભારતીયો (NRIs) અને ભારતીય મૂળના વ્યક્તિઓ (PIOs) પાસેથી અમર્યાદિત રોકાણ સ્વીકારવાની મંજૂરી આપી છે.

Read More...
ભારત સરકારે ચૂંટણીમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો

ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો. પરંતુ આ સાથે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (MEP) 550 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે. DGFTએ એક જાહેરનામામાં કહ્યું હતું કે, ડુંગળીની નિકાસ નીતિને સંશોધિત કરીને તત્કાળ અસરથી અને આગામી આદેશ સુધી પ્રતિ ટન 550 ડોલરની MEP હેઠળ પ્રતિબંધથી મુક્ત કરવામાં આવી છે.

Read More...
રિલાયન્સ કેપિટલના સોદાને મંજૂરીના મળ્યાના 48 કલાકમાં પેમેન્ટ કરાશેઃ અશોક હિન્દુજા

હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)ને અનિલ અંબાણની રિલાયન્સ કેપિટલને રૂ.9,650 કરોડમાં ખરીદવા માટે હજુ સુધી વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Irdai)ની મંજૂરી મળી નથી. આ અંગે IIHL વીમા નિયમનકારી સંસ્થાના સંપર્કમાં છે અને આ સોદા અંગે શક્ય તેટલી ઝડપથી મંજૂરી મળવાની આશા છે.

Read More...
વિન્ધામની આવકમાં ઘટાડો, નિષ્ફળ ટેકઓવર બિડ પછી પાઇપલાઇનમાં વૃદ્ધિ

વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે માર્ચ 31 ના રોજ પૂરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળામાં $16 મિલિયનની ચોખ્ખી આવક નોંધાવી હતી, જે 2023 ના સમાન સમયગાળામાં $67 મિલિયનથી ઓછી હતી. ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ દ્વારા પ્રતિકૂળ ટેકઓવરના નિષ્ફળ પ્રયાસને કારણે મુખ્યત્વે...

Read More...
2024ના પ્રથમ ક્વાર્ટરમાં હિલ્ટનની ચોખ્ખી આવક $268 મિલિયન થઈ

હિલ્ટન વર્લ્ડવાઇડ હોલ્ડિંગ્સે 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં $268 મિલિયનની ચોખ્ખી આવક નોંધાવી હતી. 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં, સિસ્ટમ-વ્યાપી તુલનાત્મક RevPAR ચલણ તટસ્થ ધોરણે 2 ટકા વધ્યો. કંપનીના ફી-આધારિત બિઝનેસ મોડલ અને...

Read More...
ડલ્લાસ પ્રથમ ક્વાર્ટરમાં 185 પ્રોજેક્ટ્સ સાથે યુએસ કન્સ્ટ્રક્શન પાઇપલાઇનમાં મોખરે

લોજિંગ ઇકોનોમેટ્રિક્સ અનુસાર, 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી મોટી બાંધકામ પાઇપલાઇનમાં DALLAS ટોચના પાંચ યુએસ બજારોમાં સૌથી આગળ છે. ડલ્લાસ માર્કેટમાં 21,882 રૂમ સાથેના 185 પ્રોજેક્ટ્સ છે, જે 2023ના ચોથા ક્વાર્ટરના અંતે રેકોર્ડ હાઈથી સહેજ નીચે છે.

Read More...
  Entertainment

મોંઘેરી કારના ચાહકો છે બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓ

બોલીવૂડમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, શાહરુખ ખાન જેવા દિગ્ગજ કલાકારોની સાથે કાર્તિક આર્યન જેવા નવોદિતો પાસે કારના કાફલામાં અતિ મોંઘેરી જુદી જુદી કારનું કલેક્શન છે. કેટલાક અભિનેતાઓ તેમની વૈભવી જીવનશૈલી અને મોંઘી કારના શોખ માટે ખૂબ જાણીતા છે. અહીં તેમની પાસેની મોંઘેરી કાર વિશે માહિતી આપવામાં આવી છે.

Read More...

રજનીકાંતની અનોખી સિદ્ધિઃ એશિયાના સૌથી મોંઘા અભિનેતાઓની યાદીમાં મોખરે

સાઉથ ઇન્ડિયા અને બોલીવૂડમાં વિશાળ ચાહક વર્ગ ધરાવતા રજનીકાંત અનેક હિટ ફિલ્મોનો રેકોર્ડ ધરાવતા અનોખા સુપરસ્ટાર છે. નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા પછી પણ શાહરુખ-સલમાન કે યશ-પ્રભાસ જેવા સ્ટાર કરતાં વધુ ફી મેળવનાર એક માત્ર સુપરસ્ટાર રજનીકાંત છે. હિન્દી અને તમિલ-તેલુગુ સહિત અનેક ભાષામાં ફિલ્મો કરનારા રજનીકાંતની કારકિર્દી ચાર દસકા કરતાં વધારે જૂની છે. દર્શકોની પેઢીઓ બદલાઈ છે, પરંતુ રજનીકાંતનો જાદુ અકબંધ છે.

Read More...

કેટરિના કૈફને શું અફસોસ છે?

કેટરિના કૈફે બોલીવૂડમાં પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે. અભિનયથી લઇને અનેક પ્રકારના કામમાં કેટરિનાની પ્રશંસા થાય છે. કેટરિનાએ તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાનો અફસોસ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, અગાઉ હોલિવૂડ ફિલ્મની ઓફર થઈ હતી. સંજોગો અનુકૂળ ન હોવાથી ઓફર સ્વીકારી શકી ન હતી, પરંતુ હવે આવનારા સમયમાં હોલિવૂડમાંથી સારી ઓફર મળવાની તેને આશા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store