Vol. 2 / No. 61 About   |   Contact   |   Advertise May 02, 2024


 
 
અમેરિકામાં નોનકોમ્પિટ કરાર ઉપર પ્રતિબંધ, કર્મચારીઓને હવે જોબ બદલવા કે છોડવાની આઝાદી

અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને મંગળવાર 23 એપ્રિલ, 2024ના રોજ મોટાભાગના અમેરિકન કામદારો માટે બિનસ્પર્ધાત્મક કરારો (નોનકોમ્પિટ એગ્રીમેન્ટ્સ) ઉપર પ્રતિબંધ મુક્યો હતો. FTCના આ પગલાને કારણે લગભગ 30 મિલિયન જેટલા કર્મચારીઓ જે આવા કરારોથી બંધાયેલા, તેમને જોબ બદલવા કે છોડવાની આઝાદી મળશે.

Read More...
ફેડરલ જજે જીન કેરોલ કેસમાં નવેસરથી સુનાવણીની ટ્રમ્પની અપીલ ફગાવી

અમેરિકાના ફેડરલ જજે લેખિકા ઇ. જીન કેરોલના સિવિલ કેસમાં નવેસરથી સુનાવણીની ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ ફગાવી દીધી છે. આ કેસમાં જ્યુરીએ કેરોલની તરફેણમાં ચુકાદો આપતા તેને 83.3 મિલિયન ડૉલરનું વળતર ચૂકવવા...

Read More...
સાઉથ કેરોલાઇનામાં આણંદની ત્રણ મહિલાઓના કાર અકસ્માતમાં મોત

અમેરિકામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદ જિલ્લાની રહેવાસી ત્રણ મહિલાઓના મોત થયા છે. રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, અને મનીષાબેન પટેલ નામની આ મહિલાઓ સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં એક...

Read More...
સાન એન્ટોનિયોમાં પોલીસ ફાયરિંગમાં ભારતીય સમુદાયની વ્યક્તિનું મોત

અમેરિકાના સેન એન્ટોનિયોમાં પોલીસના ફાયરિંગના ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું હતું. હુમલાના કેસના સંબંધમાં પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ બે પોલીસ અધિકારીઓ પર તેનું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

Read More...
અમેરિકામાં રીપબ્લિક ફર્સ્ટ બેન્ક બંધ થઇ

અમેરિકન સત્તાધિશોએ રીપબ્લિક ફર્સ્ટ બેન્કને બંધ કરી છે, જે એક પ્રાદેશિક ધિરાણકર્તા હતી. આ બેન્કનો બિઝનેસ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને પેન્સિલવેનિયા જેવાં મોટાં શહેરોમાં ફેલાયેલો હતો. ફેડરલ ડીપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન...

Read More...
ટોરોન્ટોમાં જસ્ટિન ટ્રુડોની હાજરીમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર

ટોરોન્ટોમાં રવિવાર, 28 એપ્રિલે આયોજિત ખાલસા દિવસની ઉજવણીમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમજ વિપક્ષી નેતા પિયરે પોઇલીવરની હાજરીમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરાયો હતો. તાજેતરના સમયમાં કેનેડામાં ભારત વિરોધી...

Read More...
લંડનમાં ઇન્ડિયન હાઇ કમિશન પર હુમલાના કેસમાં ઇન્દરપાલ ગાબાની ધરપકડ

લંડનમાં માર્ચ 2023માં ઇન્ડિયન હાઇ કમિશન પર હુમલો કરવાના કેસમાં ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તાજેતરમાં એક શખ્સની ગેરકાયદે પ્રવૃત્તિ કરવા બદલ ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગત વર્ષે પાકિસ્તાનમાંથી...

Read More...
ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 લોકસભા બેઠકો પર સરેરાશ 61 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવાર, 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર એકંદરે 60.96 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક)...

Read More...
સામ પિત્રોડાની વારસાઈ ટેક્સ ટીપ્પણીથી કોંગ્રેસ મુશ્કેલીમાં

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ અમેરિકામાં વારસાઇ ટેક્સ અંગે આપેલા નિવેદનને કારણે ભારતમાં લોકસભાની ચૂંટણીને સમયે વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો હતો. પિત્રોડાએ શિકાગોમાં કહ્યું હતું કે અમેરિકામાં વારસાઈ ટેક્સ એટલે કે ઈનહેરિટન્સ...

Read More...
પોરબંદરના દરિયામાંથી ₹600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે પોરબંદરના દરિયાકાંઠા નજીકથી રૂ.600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા. ગુપ્ત માહિતીના આધારે, કોસ્ટ ગાર્ડે આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)...

Read More...

  Sports
બેંગલોર સામે આઈપીએલમાં ગુજરાતનો કારમો પરાજય

આઈપીએલમાં આ વર્ષે ગુજરાતની ટીમની પ્લે ઓફ્સ સુધી પહોંચવાની તકો વધુ ને વધુ ધૂંધળી થતી જાય છે. રવિવારે ગુજરાત ટાઈટન્સનો ઘરઆંગણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 9 વિકેટે કારમો પરાજય થયો હતો.

Read More...
તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતના પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ

વર્લ્ડ કપ તીરંદાજી સ્પર્ધાની શાંઘાઈમાં યોજાઈ ગયેલી સ્ટેજ વનમાં ભારતે શાનદાર દેખાવ સાથે રીકર્વમાં પુરુષોની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ધીરજ બોમ્માદેવારા, તરૂણદીપ રાય અને પ્રવિણ જાધવની ત્રિપુટીએ...

Read More...
યુગાન્ડાની ટી-20 વર્લ્ડકપ ક્રિકેટ ટીમમાં 3 ગુજરાતી ખેલાડી

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં યુગાન્ડાની ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરોનો સમાવેશ કરાયો છે. કચ્છના વતની અલ્પેશ રામજણી, રોનક પટેલ અને દિનેશ નાકરાણી આ... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અમેરિકામાં એરલાઇન્સે હવે કેન્સલ થયેલી ફ્લાઇટ્સ માટે ઓટોમેટિક રીફન્ડ ચૂકવવાનું રહેશે

અમેરિકામાં હવે ફ્લાઇટ કેન્સલ થાય કે ફ્લાઇટના રૂટમાં ફેરફાર થાય તેવા સંજોગોમાં યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના નવા નિયમો હેઠળ એરલાઇન્સે ઓટોમેટિક રીફન્ડ ચૂકવી દેવાનું રહેશે. આ નવા નિયમોને કારણે અમેરિકામાં વિમાન પ્રવાસ મોંઘો બનવાની શક્યતા પણ છે.

Read More...
FMCG કંપનીઓની ભ્રામક જાહેરાત અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ

પતંજલિ આયુર્વેદ કેસમાં સુનાવણીનો વ્યાપ વિસ્તારતા સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ એફએમસીજી કંપનીઓની ભ્રામક જાહેરાતો અંગે કડક વલણ અપનાવ્યું હતું અને ત્રણ કેન્દ્રીય મંત્રાલયોને લોકોના આરોગ્યને પ્રતિકૂળ અસર કરતી આવી પ્રથાને કાબૂમાં લેવા માટે લીધેલા પગલાઓ માહિતી આપવાની તાકીદ કરી હતી.

Read More...
કોલોરાડોમાં બે ભારતીય રેસ્ટોરાં સામે $3.80 લાખની છેતરપિંડીનો આરોપ

કોલોરાડોમાં બે ભારતીય રેસ્ટોરાંએ રોકાણકારોને સાથે 380,000 ડોલરની છેતરપિંડી કરી હોવાના રાજ્યોના નિયમનકારોએ આરોપ મૂક્યો છે અને આ નાણાની રિકવરી કરવાની કાર્યવાહી ચાલુ કરી છે. કોલોરાડો ડિવિઝન ઓફ સિક્યોરિટીઝે આરોપ મૂક્યો છે કે ભારતીય રેસ્ટોરાં બોમ્બે ક્લે ઓવન અને સોસી...

Read More...
ઘારીબ રેડ રૂફના નવા પ્રમુખ

ઝેક ગારીબ રેડ રૂફ ઇનના નવા પ્રમુખ બન્યા છે. તેમણે 10 મહિના પહેલા જ્યોર્જ લિમ્બર્ટે ખાલી કરેલું પદ સંભાળ્યું છે. અગાઉ, તેમણે હાઈગેટ હોસ્પિટાલિટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ કો. માટે ઓપરેશન્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી.

Read More...
માયા હોટેલ્સના આગેવાન તરીકે ઠાકોર અને દેવા

સાળા-જીજા બલદેવ ઠાકોર અને જેડી દેવાએ લગભગ ત્રણ દાયકા પછી, તેઓએ સ્થાપેલી કંપની, ચાર્લોટ, નોર્થ કેરોલિના સ્થિત માયા હોટેલ્સનું નિયંત્રણ તેમના બાળકો પરિમલ ઠાકોર અને કૃષ્ણ દેવાને સોંપી રહ્યા છે. પરિમલ નવા પ્રમુખ છે, જે ડેવલપમેન્ટ અને કેપિટલ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ક્રિષ્ના કંપનીના સીઈઓ, સમગ્ર સંસ્થામાં સંચાલન...

Read More...
HAMA સર્વેના પ્રતિસાદીઓની આશાઃ U.S. REVPAR 2025 સુધીમાં રિકવર થશે

હોસ્પિટાલિટી એસેટ મેનેજર્સ એસોસિએશનના (HAMA) જણાવ્યા મુજબ સ્પ્રિંગ 2024 ઇન્ડસ્ટ્રી આઉટલુક સર્વેક્ષણના અંદાજે 83.83 ટકા ઉત્તરદાતાઓ માને છે કે યુ.એસ. હોટેલ્સ RevPAR 2025માં સંપૂર્ણપણે રિકવર થશે. ઉપરાંત, સર્વેક્ષણ કરાયેલા સભ્યો વર્તમાન અસ્થિર વાતાવરણ હોવા છતાં, નજીકના મધ્ય-ભવિષ્ય માટે ઉદ્યોગ પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખે છે.

Read More...
  Entertainment

બોલીવૂડની પાંચ યુવા અભિનેત્રીઓ પાસે મત આપવાનો અધિકાર નથી

ભારતમાં અત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીઓની મોસમ ચાલી રહી છે. આ ચૂંટણીઓ 19 એપ્રિલથી શરૂ થઇ છે અને 1 જૂન સુધી સાત જુદા-જુદા તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો તમિલનાડુમાં પૂર્ણ થયો જ્યાં રજનીકાંત અને કમલ હાસન સહિત ઘણા અભિનેતાઓએ મતદાન કર્યું હવે. હવે પાંચમો તબક્કો મહારાષ્ટ્રમાં 20મી મેના રોજ યોજાશે જેમાં બોલીવૂડની તમામ હસ્તીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે તેવું માનવામાં આવે છે.

Read More...

ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના વળતા પાણી?

બોલીવૂડના શહેનશાહ-મેગાસ્ટાર અમિતાભ બચ્ચને છેલ્લા પાંચ દસકામાં પોતાની કારકિર્દી દરમિયાન અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. દર્શકોમાં તેમના માટે અનોખું આકર્ષણ રહ્યું છે, પરંતુ તેનો લાભ ફિલ્મોને થયો નથી. છેલ્લા પાંચ વર્ષથી તેમની મોટાભાગની ફિલ્મો નિષ્ફળ રહી છે. અમિતાભ બચ્ચનનો મહત્ત્વનો રોલ ધરાવતી નવી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ છે. નાગ અશ્વિનના ડાયરેક્શનમાં બની રહેલી ‘કલ્કિ 2898 એડી’ માટે રૂ.600 કરોડનું બજેટ રખાયું હોવાનું કહેવાય છે.

Read More...

રાખી સાવંત ફરીથી વિવાદમાં

બોલીવૂડમાં વિવાદનું બીજું નામ રાખી સાવંત માનવામાં આવે છે. ભૂતપૂર્વ પતિ આદિલ દુર્રાનીનો વાંધાજનક વીડિયો લીક કરવાના મામલે રાખી સાવંતની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂકાદો આપતાં રાખી સાવંતની જામીન અરજી ફગાવી હતી અને ચાર અઠવાડિયામાં હાજર થવા જણાવ્યું હતું. રાખી સાવંત હાજર ન થાય તો તેની ધરપકડ કરવામાં આવશે. આદિલ દુર્રાનીએ રાખી સાવંત વિરુદ્ધ કેસ કર્યો છે. જેમાં રાખીએ તેમનો પ્રાઈવેટ અને પોર્નોગ્રાફિક વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યો હોવાનો દાવો આદિલે કર્યો હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store