Vol. 2 / No. 59 About   |   Contact   |   Advertise April 18, 2024


 
 
લોભામણા વચનો સાથે નેતાઓનો ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર

ભારતમાં 19 એપ્રિલથી પહેલી જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર ચાલુ કરી દીધો છે.

Read More...
અમેરિકાની કોંગ્રેસમાં હિન્દુ મંદિરો પર હુમલા અને હિન્દુફોબિયાને વખોડતો કરતો ઠરાવ રજૂ કરાયો

અમેરિકામાં હિન્દુઓ અને હિન્દુ ધર્મના યોગદાનની ખુશીમાં, એક પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેને હિન્દુફોબિયા, હિન્દુ વિરોધી ધર્માંધતા, તિરસ્કાર અને અસહિષ્ણુતાને વખોડતો ઠરાવ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં રજૂ કર્યો હતો.

Read More...
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના અપમૃત્યુ રોકવા પગલાં લેવા FIIDSનો અનુરોધ

ચાલુ વર્ષે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની મોતની સંખ્યામાં ચિંતાજનક વધારા વચ્ચે ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS)એ યુએસ સરકારની વિવિધ એજન્સીઓ, યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થી...

Read More...
વિરમગામનો ભદ્રેશ કુમાર પટેલ FBIના મોસ્ટ વોન્ટેડ ટોપ ટેનમાં

અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ તાજેતરમાં જાહેર કરેલી ટોપ 10 મોસ્ટ વૉન્ટેડની યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશકુમાર પટેલનું નામ પણ છે.

Read More...
યુકેમાં પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવાનું વધુ મોંઘુ થયું

યુકેમાં પોતાના પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવા ઈચ્છતા લોકો માટે જરૂરી લઘુતમ આવકની મર્યાદામાં તાજેતરમાં 55 ટકા જેટલો મોટો વધારો સરકારે કર્યો છે. યુકે સરકારના આ નિર્ણયથી ભારતીય સહિત અન્ય...

Read More...
ઇરાને ડ્રોન-મિસાઇલથી ઇઝરાયેલ પર સીધો હુમલો કરતાં મધ્યપૂર્વમાં તંગદિલી વધી

ગાઝા યુદ્ધ વચ્ચે ઇરાને શનિવારની મોડીરાત્રે ઇઝરાયેલ પર સીધો હુમલો કરતાં મધ્યપૂર્વમાં તંગદિલીમાં મોટો વધારો થયો હતો. ઇરાને ઇઝરાયેલ પર અનેક ડ્રોન અને મિસાઇલ છોડ્યાં હતા.

Read More...
જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો મળશે, વિધાનસભાની ચૂંટણી યોજાશેઃ મોદી

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો મળશે અને અહીં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.

Read More...
ભારતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. દેશમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં 868.6 મીમીના લાંબા ગાળાના સરેરાશ 102 ટકા વરસાદની આગાહી કરી છે.

Read More...
ગુજરાતમાં સતત બીજા દિવસે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં શરુ થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેસનની અસરને કારણે રવિવારે સતત બીજા દિવસે ગુજરાતનું હવામાન પલટાયું હતું અને ઠેરઠેર આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ આવ્યો હતો.

Read More...
રૂપાલાની વિરુદ્ધમાં રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં માનવમહેરામણ ઉમટી પડ્યો

કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન યોજ્યું હતું...

Read More...

  Sports
મુંબઈ સામે ચેન્નાઈનો 20 રને વિજય

આઈપીએલ 2024માં ત્રણ અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો છે અને મોટાભાગની ટીમો છ-છ મેચ રમી ચૂકી છે, ત્યારે હાર્દિક પંડ્યાનો સમાવેશ અને તેને સુકાનીપદ સોંપીને ચર્ચાસ્પદ બનેલી મુંબઈ ઈન્ડિયન્સને હજી તો તેનો...

Read More...
પેરિસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા એથ્લિટ્સને $50 હજાર ઈનામ

પેરિસ ઓલિમ્પિક્સમાં આ વર્ષે ટ્રેક અને ફીલ્ડની 48 સ્પર્ધાઓના ગોલ્ડ મેડલ વિજેતાઓને વર્લ્ડ એથ્લેટિક્સ (ડબલ્યુએ)એ સૌપ્રથમ વખત $50,000ના ઈનામની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી.

Read More...
હાર્દિક પંડ્યા સાથે રૂ.4.3 કરોડની છેતરપિંડીના આરોપમાં તેના સાવકા ભાઈની ધરપકડ

ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની લગભગ રૂ.4.3 કરોડની છેતરપિંડી કરવા બદલ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટેસ્લાના $3Bના પ્લાન્ટના અહેવાલ વચ્ચે મસ્ક ભારત આવશે

વિશ્વની આઇકોનિક ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં 2-3 બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપશે તેવા અહેવાલો વચ્ચે ટેસ્લાના વડા ઇલોન મસ્ક ચાલુ મહિને ભારતના પ્રવાસે આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

Read More...
દેશભરમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા ટાટાની શેલ સાથે ભાગીદાર

ટાટા ગ્રુપની કંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીએ સમગ્ર ભારતમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવા માટે શેલ ઇન્ડિયા માર્કેટ્સ સાથે જોડાણ કર્યું છે, એવી ટાટા ગ્રુપે ગુરુવારે જાહેરાત કરી હતી. શેલ ભારતમાં વિશાળ ફ્યુઅલ સ્ટેશન નેટવર્ક ધરાવે છે, બીજી તરફ ટાટા ગ્રૂપની આ કંપની ઇલેક્ટ્રિકલ વ્હિકલ્સનું વેચાણ કરે છે.

Read More...
પેગાટ્રોનનો ચેન્નાઈ સ્થિત આઈફોન પ્લાન્ટ ખરીદવા ટાટા ગ્રુપની મંત્રણા

તાઇવાની પેગાટ્રોન ભારત ખાતેના તેના એકમાત્ર આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિયંત્રણ ટાટા ગ્રૂપને સોંપવા માટે વાટાઘાટો કરી રહી છે. આ ડીલને એપલનું પણ સમર્થન મળ્યું છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આ પ્લાન્ટ માટે ટાટા અને પેગાટ્રોન વચ્ચેની વાટાઘાટો છ મહિનામાં

Read More...
કર સુધારા સાથે રાષ્ટ્રવ્યાપી હોસ્પિટાલિટી રોકાણ વધશે: સ્ટડી

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA) દ્વારા કમિશન કરાયેલ કોર્નેલ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, અમેરિકન ફેમિલીઝ એન્ડ વર્કર્સ એક્ટ 2024 માટે દેશભરમાં હોટલોને નવીનીકરણ અને મિલકત અપગ્રેડમાં રોકાણોને પ્રોત્સાહિત કરવા ટેક્સ રાહત આપવા માટે તૈયાર છે.

Read More...
અમેરિકન હોટેલોમાં કામદારોની અછત વચ્ચે રેકોર્ડ વેતન, કરની આગાહી: AHLA

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્ય-દર-રાજ્ય વિશ્લેષણ અનુસાર, યુએસ હોટેલ્સ આ વર્ષે ટેક્સ આવક અને કર્મચારી વળતરના રેકોર્ડ સ્તરો હાંસલ કરે તેવી અપેક્ષા છે. સમગ્ર દેશમાં હોટેલ્સ ફેડરલ, રાજ્ય અને સ્થાનિક સરકારોને કરની આવકમાં લગભગ $83.4 અબજનું યોગદાન આપવાનો અંદાજ છે.

Read More...
ISH, સોમેટ ફાઉન્ડેશન અને એકોરે ભારતીય પ્રતિભા વિકાસ પહેલ શરૂ કરી

ઇન્ડિયન સ્કૂલ ઑફ હોસ્પિટાલિટી અને સોમેટ એજ્યુકેશન ફાઉન્ડેશને ઇન્ડિયન ટેલેન્ટ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ શરૂ કરવા માટે એકોર સાથે ભાગીદારી કરી છે. ત્રણ વર્ષના કરારનો ઉદ્દેશ વંચિત ભારતીય યુવાનોના કૌશલ્યોને પોષવાનો છે, તેઓને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં નોકરીની તકો પ્રદાન કરે છે.સોમેટ એજ્યુકેશન તેના સ્થાપક આશ્રયદાતા તરીકે સેવા આપતા એકોર સાથે પહેલનું નેતૃત્વ કરશે.

Read More...
  Entertainment

હીરામંડીની ચર્ચાઃ ગણિકા પર આધારિત સાત ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત સીરિઝ ‘હીરામંડી’1 મેનાં રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં જૂના જમાનામાં વેશ્યાઓની સ્થિતિને દર્શાવવામાં આવી છે. જેમાં વેશ્યાવૃત્તિ અને રેડ લાઈટ એરિયાની વાસ્તવિકતાના જુદા જુદા પાસાઓને દર્શાવવામાં આવ્યા છે. આવા સંવેદનશીલ વિષય પર અગાઉ પણ ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે અને દર્શકોએ તેની પ્રશંસા કરી હતી.

Read More...

અરુણ ગોવિલ હવે દશરથરાજાની ભૂમિકામાં, કૈકૈયી બનશે લારા દત્તા

નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મના સેટની કેટલીક તસવીરો અને વીડિયો વાઇરલ થઇ છે. તસવીરો જોઈને ખ્યાલ આવે છે કે ફિલ્મમાં દશરથરાજાની ભૂમિકામાં અરુણ ગોવિલ જોવા મળશે, જે રામાનંદ સાગરની રામાણયમાં રામના પાત્રમાં હતા. જ્યારે રાણી કૈકૈયીની ભૂમિકામાં લારા દત્તા ભજવશે.

Read More...

સલમાન ખાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર

મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે મોટરબાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી હતી. આ હુમલાને કારણે પોલીસે સલમાનના ઘરની આસપાસ સુરક્ષા કડક બનાવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સલમાન ખાનને ઘણી ધમકીઓ મળી છે ત્યારે ફાયરિંગની આ ઘટના બની હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store